Teeth :- દાંતના દુખાવા નો ઈલાજ | દાંત ની સફાઈ કરવાની રીત | દંતમંજન બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને દાંત વિશે જણાવીશું જેમાં દાંત ના દુખાવાનો ઈલાજ, દાંત ની સફાઈ કરવાની રીત, વિવિધ પ્રકારના દાતણ, દાતણ ના ફાયદા , health benefits of datan , dat no dukhavo dur karvana gharelu upay Gujarati ma health tips for teeth . તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે અંતર સુધી પોસ્ટમાં જોડાયેલા રહે છે.

દાંત વિશે માહિતી | detail of teeth

સફેદ અને ચમકતા દાંત કોને પસંદ ના હોય તો તમારા દાંત ચમકતા અને સફેદ હોય તો તમારો ચહેરો નિખારી ઊઠે છે.
આજના જમાનામાં ઘણા પૈસાવાળા લોકો આવા દાંત મેળવવા માટે ઘણા પૈસા બગાડે છે.
આપણે ઘણી વસ્તુઓથી અજાણતા કેમિકલ યુક્ત ઉત્પાદનો નો ઉપયોગ કરીને આપણા દાંતને નુકસાન પહોંચાડીએ છીએ તેના પરિણામ સ્વરૂપે દાંત એ પીળા પડી જાય છે જેને લીધે તે સફેદ થતા નથી.
આમ તો દાંતને લગતી ઘણી બીમારીઓ પણ હોય છે જેમ કે પેઢા માંથી લોહી નીકળવું, દાંત પીળા પડી જવા, દાંતમાં સડો થઈ જવો વગેરે જેવી સમસ્યાઓ હોય છે.
કુદરતી રીતે આપણે ઘણી બધી ઔષધીઓ મળે છે જેનો ઉપયોગ કરીને તમે આ બીમારીમાંથી છુટકારો મેળવી શકો છો તો ચાલો મિત્રો જાણીએ તેના વિશે.

દાંત ની સફાઈ કરવાની રીત અને દાંત ઉપર જોવા મળતા ડાઘા દૂર કરવાના ઉપાયો

દરરોજ આપણે ટુથબ્રશથી આપણા દાંત સાફ કરવાથી દાંતનું ઉપરનું પડ સ્વચ્છ દેખાય છે લગભગ બધી ટુથબ્રશ માં દાંતનું ઉપરનું પડ ઘસીને તે સમસ્યા દૂર કરે તેવા પદાર્થો આવેલા હોય છે.
એટલે જ ટુથબ્રશના રેસા મુલાયમ હોય છે જે દાંતની ઉપરની સપાટીનું રક્ષણ કરે છે અને એટલે જ ટુથબ્રશ વાપરવાની સલાહ આપવામાં આવે છે.
ઘણી વખત દાંતની વચ્ચે જગ્યા થવાથી ત્યાં નાના નાના ખાદ્ય પદાર્થોના કણો ભરાઈ જાય છે જે ક્યારેક બ્રશ કરવાથી પણ દૂર થતા નથી. – દાંત નો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાયો

તેને લીધે દાંતમાં મેલનો જામ થાય છે લગભગ 30%  લોકોના દાંત આ મેલ ના કારણે જ પીડા પડી જાય છે અથવા તો ડાખાવાળા થઈ જાય છે માટે જ મેલ, ડાઘ અને પીળાશ દૂર કરવા માટે ઘણા લોકો આયુર્વેદિક ટુથપેસ્ટ વાપરતા હોય છે.
તો ચાલો હવે આપણે જાણીએ કે દાંતણ દ્વારા દાંત સાફ કરવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદાઓ થાય છે. – દાંતનો દુખાવો દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર

વિવિધ પ્રકારના દાતણ અને તેના ફાયદાઓ |Different types of dentures and their benefits

બાવળનું દાતણ | Dentures benefits 

બાવળના ઝાડ નો ઉપયોગ દાતણ માટે વર્ષોથી કરવામાં આવે છે તમે જોશો તો ઘણી ટૂથપેસ્ટમાં પણ બાવળનો ઉપયોગ થતો હોય છે.
બાવળની ડાળખીઓમાં ટેનીન નામનું તત્વ આવેલું હોય છે જે દાંતની પીળાશ દૂર કરવામાં મદદરૂપ બને છે.

લીમડાનું દાતણ | Neem tooth

આપણે જાણીએ છીએ કે લીમડો એ આપણા શરીર માટે ઘણો ઉપયોગી છે અને ઘણી બીમારીઓ દૂર કરવા માટે પણ લીમડાનો ઉપયોગ થાય છે.
લીમડાની ડાળખીઓમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક ગુણ આવેલા હોય છે જે તમારા શ્વાસમાં આવતી દુર્ગંધ અને દૂર કરે છે તથા દાંતને મજબૂત બનાવે છે અને સાથે સાથે દાંતને પીળા પડતા અટકાવે છે.

વડ નુ દાતણ

વડના મૂડમાં એક જાતનું પદાર્થ આવેલો હોય છે જે આગળ જાતા તેની ડાળખીમાં પહોંચી જાય છે.
તેની ડાળખીનો ઉપયોગ દાતણ તરીકે કરવાથી દાંત મજબૂત બને છે અને દાંતોની પીળાશ ઓછી થઈ જાય છે.

દાંતના દુખાવા નો ઈલાજ | દાંતના દુખાવાની દવા | 

દાંતનો દુખાવો દૂર કરવા માટે સૂંઢને વાટીને તથા તેમાં નવસાર સરખા પ્રમાણમાં મિક્સ કરી આ પેસ્ટને રૂના પુમડામાં વીંટીને દાંત નો દુખાવો થતો હોય તે જગ્યાએ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.
તુલસીના પાન લઈ તેમાં, થોડા દાણા મરીના નાખી ને વાટી લો હવે આ ચટણી જેવું ચૂર્ણ દાંતના પેઢા ઉપર લગાવો તેનાથી દુખતા દાંત ના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. – દાંત નો દુખાવો દૂર કરવાના ઈલાજ
પહેલા લવિંગનું તેલ અને તલનું તેલ બંને સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરો, તેમાં થોડું કપૂર નાખો, હવે આ મિશ્રણ રૂ માં લઈને દુઃખતા દાંત અને પેઢા ઉપર મૂકવાથી રાહત મળે છે. જો તમે લવિંગનું તેલ એકલું દાંત ઉપર લગાવો છો તો તેનાથી તમારા ગાલ માં છાલા પડી શકે છે કારણ કે લવિંગ ની તાસીર ગરમ છે.
જો તમને પેઢામાં દુખાવો થતો હોય તો સૂંઢ, મરી અને ફટકડી સરખા પ્રમાણમાં મિક્સ કરીને લગાવવાથી તેમાં રાહત મળે છે
જો તમને દાંતનો દુખાવો થતો હોય તો કોફીનો પાવડર એક કપ પાણીમાં ઉકાળી ઠંડુ પડતા અથવા તો હૂંફાળું થાય ત્યારે તે પાણીના કોગળા કરવાથી દુખાવામાં રાહત મળે છે. – dat na dukhavano ilaj .
મેન્થોલ, થાઈમોલ અને કપૂર સરખા પ્રમાણમાં લઈને એક બોટલમાં ભેગા કરી લો, અને તે થોડીવારમાં પોતાની રીતના ઓગળી જશે અને તેમાંથી એક ટીપું લઇ અને તલનું તેલ મિક્સ કરીને રૂ માં લઈને જ્યાં દાંતનો દુખાવો થતો હોય અથવા તો પેઢા નો દુખાવો થતો હોય તે જગ્યાએ રાખવાથી આરામ મળે છે.
જો તમે દાતણ ને ચાવીને ટુથપેસ્ટ કરો છો તો પણ દાંતનો દુખાવો દૂર થઈ જાય છે. – dat na dukhavano ilaj Gujarati ma.

પેઢામાં સોજો આવી ગયો હોય ત્યારે ઘરેલુ ઉપચાર | પેઢા નો સોજો દૂર કરવાના ઉપાયો

ઘણી વખત દાંતના દુખાવા સાથે પેઢામાં પણ દુખાવો થતો હોય છે અથવા તો ત્યાં સોજો આવી જાય છે જેને લીધે દુખાવો થાય છે એવી પરિસ્થિતિમાં તમારે નીચેનો ઉપચાર કરવાથી તેમાં અવશ્ય ફાયદો થશે.
૨૦ થી ૩૦ ગ્રામ ફટકડી, 10 ગ્રામ માટે ખેરસાર, 10 ગ્રામ લઈને વાટી લો. દરરોજ રાત્રે અને સવારે આ ચૂર્ણ અને પેઢા ઉપર લગાવીને દસ મિનિટ સુધી રાખવું ત્યારબાદ કોગળા કરવા જેનાથી આ સમસ્યા દૂર થઈ જશે અને સોજો ઉતરી જશે.

દાંતમાંથી લોહી નીકળવાની સમસ્યાનો ઉપાય

અરડૂસી ના પાન નો રસ કાઢી, તેમાં થોડું મધ મિક્સ કરીને પેઢા ઉપર લગાવો જેનાથી થોડા જ સમયમાં દર્દમાં રાહત મળે છે અને એક અઠવાડિયે સુધી આ પ્રયોગ નિયમિત રીતે કરવાથી આ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.

વિવિધ પ્રકારના દંતમંજન બનાવવાની રીત

અલગ અલગ પ્રકારના ઘણા દંતમંજન જોવા મળે છે જેમાંથી બે દંતમંજન બનાવવાની રીત નીચે દર્શાવેલી છે જેનાથી દાંત મજબૂત અને સફેદ બને છે.

1) દંતમંજન બનાવવાની પ્રથમ રીત

દંતમંજન બનાવવા જરૂરી સામગ્રી

•  500 ગ્રામ ચોક પાઉડર
•  100 ગ્રામ ફટકડી
•  1 ગ્રામ મેન્થોલ
•  5 ગ્રામ કપુર
•  20 ગ્રામ સોડિયમ બેન્ઝોએટ
•  5 મિલી લવિંગનું તેલ
•  5 મિલી તજનું તેલ
•  50 ગ્રામ ફુલાવેલો ટંકણખાર
•  100 ગ્રામ બોરસલી ના પાન
•  250 ગ્રામ પાણી
•  50 મિલી ઇરીમીદાદી તેલ

૧) દંતમંજન બનાવવાની પ્રથમ રીત

50 ગ્રામ ઈરીમીદાદી તેલ સિવાય બધી સામગ્રીઓને ભેગી કરીને પાણીમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો પછી આ પેસ્ટને ગરણીની મદદ વડે ગાળી લો.
હવે તેમાં ટુથપેસ્ટ બનાવવા માટે જરૂરી લાગે તેટલું પાણી નાખવું અને પછી તેમાં 50 મિલી ઇરીમીદાદી તેલ ઉમેરી તેને મિક્સ કરીને એક બોટલમાં ભરી લો.
હવે તમારું દંતમંજન સ્વરૂપે ટુથપેસ્ટ તૈયાર છે દરરોજ સવારે અને રાત્રે આ દંતમંજનથી બ્રશ કરવાથી દાંતના તમામ પ્રકારના દુખાવા દૂર થઈ જાય છે અને દાંત સફેદ થાય છે.
પેટા અને દાંત માટે આ પેસ્ટને થોડો સમય સુધી ત્યાં લગાવીને રાખવાથી અને થોડીવાર બાદ કોગળા કરશો તો તેનાથી ઉત્તમ પરિણામ મળશે.

2) દંતમંજન બનાવવાની બીજી રીત

દંતમંજન બનાવવા જરૂરી સામગ્રી

•  20 થી 25 નંગ ભીલામાં
•  અખરોટ ના છોતરા
•  તુવેરની દાળ

દંતમંજન બનાવવાની બીજી રીત

ઉપર દર્શાવેલી ત્રણેય વસ્તુઓને એક માટલામાં મિક્સ કરીને ઢાંકણું ઢાંકીને તેના ઉપર લોટ બાંધીને તેને ફીટ કરી દેવી.
તેને ઊંધું મૂકી તેની આસપાસ છાણાં, કચરો ગોઠવી બાળો. ઠંડુ થાય એટલે કાઢીને તેમાં થોડું સિંધવ મીઠું નાખીને મિક્સ કરો.
પછી આ ભસ્મ માં દરરોજ થોડું તલનું તેલ મિક્સ કરીને દાંત ઉપર લગાવવાથી દાંતમાં ઘણી રાહત મળે છે અને દાંત પીળા પડતા નથી.

દાંતને સંબંધિત કેટલાક મૂંઝવતા પ્રશ્નોશું લીંબુ થી દાંત સફાઈ કરી શકાય છે ?
હા લીંબુ થી દાંત ની સફાઈ કરી શકાય છે કારણ કે લીંબુમાં સાઈટ્રિક એસિડ નું પ્રમાણ આવેલું હોય છે જે બ્લીચિંગ તરીકે કાર્ય કરે છે તેનો ઉપયોગ કરવાથી દાંતની પીળાશ દૂર થઈ જાય છે અથવા તો બ્રશ કર્યા બાદ લીંબુની છાલને દાંત ઉપર ઘસી શકાય છે.
દાંત પીળા પડી જવાનું શું કારણ હોઈ શકે ?
જો તમે સરખી રીતના દાંત ની સફાઈ ન કરતા હોય, કોફી, ચા, ધુમ્રપાન, કેફી દ્રવ્યોનું સેવન, વાસાગત ઉંમરનું વધવું, વગેરે જેવા કારણોને લીધે તમારા દાંત પીળા પડી જાય છે.
હળદર થી દાંત ની સફાઈ કેવી રીતના કરી શકાય છે ?
તેના માટે પહેલા સરસિયાના તેલમાં થોડી હળદર નાખીને તેની પેસ્ટ બનાવી લો અને તેને આંગળીના ટેરવાની મદદથી દાંત ઉપર ઘસવું દરરોજ નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી દાંત મજબૂત બને છે અને સફેદ થાય છે.

પેઢામાં સોજા કયા કારણથી થઈ જાય છે ?
પેઢામાં સોજો આવવાના ઘણા કારણો હોય છે જેમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન, પોષક તત્વોની ઉણપ, વિટામિન સી ની ઉણપ, ફંગલ ઇન્ફેક્શન વગેરે જેવા કારણો હોઈ શકે છે.
શું બેકિંગ સોડા વડે દાંત સાફ કરી શકાય ?
હા બેકિંગ સોડા વડે દાંતને સાફ કરી શકાય છે બેકિંગ સોડા ને દાંત ઉપર ઘસવાથી દાંત ની પીળાશ દૂર થઈ જાય છે અથવા તો બેકિંગ સોડામાં થોડું મીઠું નાખીને ઘસવું જોઈએ.

પાયોરીયા રોગ શું છે ?
જે લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય, તેને લીધે પેઢા ખરાબ થઈ ગયા હોય અથવા તો દાંત અને મોઢાની સારી રીતે સફાઈ ન કરતા હોય, તેવા લોકોને પાયોરીયા થઈ શકે છે આ રોગમાં પેઢા પીળા પડી જાય છે અથવા તો ખરાબ થઈ જાય છે અને પેઢામાંથી લોહી નીકળવા લાગે છે અને શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે.
Disclaimer :- અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા જણાવેલી માહિતી દાંતના દુખાવા નો ઈલાજ, દાંત ની સફાઈ કરવાની રીત, દંતમંજન બનાવવાની રીત, દાંત નો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપચાર, દાંતનો દુખાવો દૂર કરવા માટેના વિવિધ પ્રકારના દાંતણો, વિવિધ પ્રકારના દંતમંજન બનાવવાની રીત, Health benefits of teeth pain , Cure for toothache , dat no dukhavo dur karvana gharelu upchar Gujarati ma. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો. વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- અમે આ આર્ટીકલ આરોગ્ય અને સુખાકારી માટે લાવ્યા છીએ પરંતુ કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટર અથવા યોગ્ય તજજ્ઞની સલાહ અચૂક લેવી.

Leave a Comment