Remedies to Whiten Yellow Teeth :- પીળા દાંતને સફેદ કરવાના ઉપાયો | પીળા દાંત ને સફેદ કરવા માટે શું કરવું | દાંત સફેદ કરવાના ઉપાય | daant safed karvana gharelu upay

નમસ્તે મિત્રો આજના આર્ટીકલમાં આપણે એક એવી સમસ્યા વિશે ચર્ચા કરીશું કે જેમાં ઘણા વ્યક્તિઓનો પ્રશ્ન હોય છે કે તેના દાંત પીળા થઈ જાય છે તે પાછળ શું કારણ જોવા મળે છે અને તેને સફેદ કરવા માટે શું કરવું પડે તેના વિશે આજે આપણે વાત કરીશું જેમાં – પીળા દાંતને સફેદ કરવાના સરળ અને પ્રાકૃતિક ઉપાયો, દાંત સફેદ કરવાના ઉપાય, પીળા દાંત સફેદ કરવા માટે, Safed daant karvana upay in Gujarati,  daant safed karvana upay

દાંત સફેદ કરવાના ઉપાય

આજના જમાનામાં સફેદ દાંત માટે ઘણા લોકો પૈસા વેડફી દે છે અને પૂરી જાણકારી વિના કોઈ પણ કેમિકલ વાળી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે જેને લીધે દાંતને નુકસાન થાય છે અને તેને લીધે ઘણી વખત દાંત પીળા પડી જાય છે.
આમ તો દાંતને લગતી ઘણી સમસ્યાઓ જોવા મળે છે જેમ કે પેઢામાંથી લોહી નીકળવું, દાંત માં પીડા થવી, દાંતમાં સડો થઈ જવો અને આવી સમસ્યાઓમાંથી બચવા માટે આપને ઘણી ઔષધીઓ મળી રહે છે તમે તેનો ઉપયોગ કરીને આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો.
તો ચાલો મિત્રો જાણીએ એવી ઘણી ઔષધીઓ જેનો ઉપયોગ તમે સફેદ દાંત કરવામાં ઉપયોગ કરી શકો છો.  – daant safed karvana upay 

લીમડા નું દાતણ – safed daant karvana gharelu upay in Gujarati 

લીમડો એ એક એવું ઝાડ છે જે ઘણી બધી બીમારીઓમાં ફાયદાકારક સાબિત થાય છે લીમડો રસદાર પદાર્થો જ નથી, પરંતુ તેની ડાળખીઓમાં એન્ટિસેપ્ટિક ગુણો આવેલા હોય છે જે તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ બને છે તથા દાંતને મજબૂત બનાવવામાં પણ ફાયદો કરે છે સાથે સાથે દાંતને પીળા પડવા દેતું નથી.

બાવળ નું દાતણ કરવું – પીડા દાંત સફેદ કરવા માટે

દાંતની સફાઈ કરવા માટે બાવળ નું વૃક્ષ ઘણા વર્ષો થી ઉપયોગમાં લેવાય છે જો તમે જોશો તો ઘણી પ્રોડક્ટ ની ટૂથપેસ્ટ માં બાવળ નો ઉપયોગ થતો હોય છે બાવળની ડાળખીઓ માં  ટેનીન તત્વ આવેલું હોય છે જે દાંત ની પીળાશ દૂર કરે છે.

વડ નું દાતણ કરવું – દાંત સફેદ કરવાના ઉપાય

વડ ના મુળિયા એક જાતના રસદાર પદાર્થો હોય છે જે વૃક્ષ મોટું થતા તેની ડાળખીઓમાં ફેલાઈ જાય છે તેની ડાળખી નો ઉપયોગ તમે દાતણ માં ઉપયોગ કરી શકો છો જે દાંતની પીળાશ દૂર કરવામાં મદદરૂપ બને છે. – daant ni pidas dur karvana upay 

લીંબુ અને મીઠું મિક્સ કરીને – દાંત ની પીળાશ દૂર કરવા

અડધી ચમચી સફેદ મીઠું અને અડધી ચમચી લીંબુનો રસ લ્યો. બંનેને મિશ્રણ કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ને ટુથપેસ્ટ ની જેમ દાંત ઉપર ઘસો અઠવાડિયામાં આ પ્રયોગ ત્રણ વખત કરવો,
લીંબુ માં બ્લીચિંગ નો ગુણ આવેલો હોય છે તથા મીઠામાં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે બંને ભેગા થઈને દાંતની પીળાશ દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

દાંત સફેદ કરવામાં – તુલસી નો ઉપયોગ

તુલસી નો છોડ ભારતના બધા ઘરોમાં જોવા મળે છે તે દાંતને સફેદ કરવામાં મદદરૂપ બને છે અને પાયોરીયા ની સમસ્યામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
તેના માટે તુલસીના થોડા પાંદડા લઇ તેને સુકવી લો સુકાઈ જાય એટલે તેને પીસીને એક બોટલમાં તેનો રસ ભરી લો. દરરોજ બ્રશ માં આ થોડો રસ નાખી અથવા તો હાથ થી આ રસ વડે દાંત ને સાફ કરવાથી દાંતની પીળાશ દૂર થઈ જાય છે.

બેકિંગ સોડા અને લીંબુ –દાંત સફેદ બનાવવા માટે

અડધી ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ટુથબ્રશ માં ઉપર લગાડીને દાંત ઉપર લગાવો,
5 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણી વડે કોગળા કરી લો. શરૂઆતમાં અઠવાડિયામાં આ પ્રયોગ ત્રણ વખત કરવો ત્યારબાદ આઠ થી દસ દિવસે એક વખત કરવો જેનાથી દાંત સફેદ બની જાય છે. – safed dant karvana upay in Gujarati 

કોલસો – દાંત સાફ કરવાની વસ્તુ

દાંત સફેદ બનાવવા માટે કોલસાનો પાવડર લો,
ટુથબ્રશ ની મદદથી દાંત ઉપર હળવે હાથે ઘસો, અઠવાડિયામાં આ પ્રયોગ બે થી ત્રણ વખત કરવો,
કોલસો દાંતમાં રહેલી ગંદકી દૂર કરવામાં અને દાંતને ચમકદાર બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે. તથા ત્યાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે જેથી દાંતમાં સડો થતો નથી અને પેઢા મજબૂત બનાવવામાં ફાયદો કરે છે.

સ્ટ્રોબેરી નો ઉપયોગ – દાંત સાફ કરવાની રીત | સફેદ દાંત કરવાના ઘરેલું ઉપાયો

આ સમસ્યા માટે એક્સ સ્ટ્રોબેરી અને અડધી ચમચી બેકિંગ સોડા લો, સ્ટ્રોબેરી ને પીસીને તેમાં બેકિંગ સોડા નાખો,
હવે આ મિશ્રણને આંગળી વડે અથવા ટુથબ્રશ દ્વારા દાંત ઉપર બે થી ત્રણ મિનિટ સુધી ઘસો અથવા લગાવો,
પછી ઠંડા પાણીથી કોગળા કરી લેવા. અઠવાડિયામાં આ પ્રયોગ એક થી બે વખત કરવો.
સાથે સ્ટ્રોબેરી માં વિટામીન સી નું પ્રમાણ આવેલું હોય છે જે પેઢા ને મજબૂત બનાવવામાં ફાયદો કરે છે અને દાંત ની પીળાશ દૂર કરે છે.

દાંતની પીળાશ દૂર કરવામાં – સંતરા નું જ્યુસ 

સંતરા ના તેલ ના થોડા ટીપા લો. તેને ટૂથબ્રશ ઉપર નાખવા ત્યારબાદ તેના ઉપર કોઈપણ પ્રોડક્ટ ની ટુથપેસ્ટ લગાવો,
અને બ્રશ કરો, આ પ્રયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવો જોઈએ,
સંતરામાં રહેલા એન્ટિફંગલ ગુણો એ દાંતમાં કેવીટી થવા દેતા નથી.

સંતરા ની છાલ નો ઉપયોગ – દાંત સાફ કરવાની વસ્તુ

સંતરા ની છાલને દાંત ઉપર થોડી વખત ઘસી ત્યારબાદ બ્રશ કરી લેવું.
આ પ્રયોગ એકાંતરે કરવો જોઈએ.
સંતરામાં રહેલું  પોષક તત્વ એ દાંત ને પીળા પડવા દેતું નથી. – Safed dant karvana gharelu upchar 

સિંધવ મીઠું – દાંત ની પીળાશ દૂર કરવા માટે

સિંધવ મીઠું એક કપ પાણીમાં મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને આંગળી વડે અથવા તો ટુથબ્રશ વડે દાંત ઉપર ઘસો.
અને જેટલું પાણી વધે તેના કોગળા કરવા ત્યારબાદ સાદા પાણી વડે કોગળા કરવા,
અઠવાડિયામાં આ પ્રયોગ ત્રણ થી ચાર વખત કરવો જેનાથી દાંત સફેદ થઈ જાય છે.

સફેદ દાંત કરવા માટે – જામફળ ના પાંદડા

જામફળ ના બે થી ત્રણ પાંદડા લો અને તેની પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટને દાંત ઉપર હાથ વડે ઘસો અને થોડીવાર લગાવો,
નિયમિત રીતે આ પ્રયોગ થોડા દિવસો સુધી કરવો,
જેથી મોઢામાં રહેલો ચેપી રોગ પેઢામાં આવેલો સોજો દૂર થઈ જાય છે તથા દાંત ની પીળાશ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.

કેળા ની છાલ નો ઉપયોગ કરવો

તેના માટે એક કેળા ની છાલ લઇ તેના નાનકડા કટકા કરી દાંત ઉપર ઘસવું.
ત્યારબાદ નવસેકા પાણીથી ધોઈ નાખો. દરરોજ આ પ્રયોગ તમે કરી શકો છો.
કેળાની છાલની અંદર પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ખનીજ અને પોષક તત્વો આવેલા હોય છે જે દાંતને સફેદ બનાવવામાં મદદરૂપ બને છે.

દાંતને સફેદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો

જો તમે ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરો છો તો તેની સાથે સાથે તમારે ઘણી કાળજી રાખવી પડે છે જેના માટે દાંત પીળા ન બને તેના માટે કેવા પ્રકારનો ખોરાક લેવો અને કયો ખોરાક ન લેવો તેનું ધ્યાન રાખવું જોઈએ.
દાંત સફેદ બનાવવા માટે ખાટા ફળોનું સેવન કરવું જોઈએ.
ડેરી ઉત્પાદનોનું સેવન વધારવું જોઈએ જેમાં દૂધ અને દહીં ની બનાવટોનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ ની માત્રા આવેલી હોય છે તેમાં રહેલા ખનીજો દાંતને મજબૂત બનાવવામાં ફાયદો કરે છે.
ગ્રીન ટી અથવા બ્લેક ટી પીવા નું ચાલુ કરવું જોઈએ કારણ કે તેમાં પોલીફીનોલ્સ આવેલા હોય છે જે દાંતમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે.
જો તમે ચોકલેટ અને મીઠાઈ નું સેવન વધારે કરો છો તો તેનું સેવન ઓછું કરવું જોઈએ અથવા ટાળવું જોઈએ.
કોઈપણ વધુ સ્ટાર્ચ યુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરવું અથવા ટાળવું જોઈએ.
Conclusion :-  અમારા દ્વારા જણાવેલી માહિતી પીળા દાંતને સફેદ કરવાના સરળ અને પ્રાકૃતિક ઉપાયો, પીળા દાંત સફેદ કરવાના ઉપાય, દાંત સફેદ કરવાના ઉપાય, પીળા દાંત સફેદ કરવાના ઘરેલુ ઉપાયો, safed dant karvana upay in Gujarati, Health tips for safed dant. Safed dant mate su karvu . જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરવાનું ભૂલશો નહીં અને તમારો સલાહ અથવા સૂચન અમને કોમેન્ટ માં અવશ્ય જણાવો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લો. 

Leave a Comment