Neem Leaves :- લીમડાના પાન ના ફાયદા | લીમડાના ફાયદા | લીમડા નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | લીમડા ના પાનના ઔષધીય ગુણો | limda na pan na fayda | uses of neem Leaves | benefits of neem Leaves

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે લીમડા ના પાન ના ફાયદા વિશે જાણીશું જેનો ઉપયોગ આપણે વિવિધ સમસ્યાઓમાં ઈલાજ તરીકે કરી શકીએ છીએ. તથા લીમડાના લાકડાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તેનાથી પણ આપણે ફાયદો થાય છે તો મિત્રો આજે અમે તમને લીમડા ના પાન ના ફાયદા, લીમડા ના પાન ના ઉપયોગો, લીમડા ના પાનના ઔષધીય ગુણો, લીમડાના પાન નો ઉપયોગ ઘણી સમસ્યાઓમાં ઔષધીય તરીકે, limda na pan na fayda in Gujarati, limda na pan na fayda, neem benefits in Gujarati. વગેરે વિશે ચર્ચા કરીશું.

લીમડાના પાન ના ફાયદા | લીમડાના પાન ના ઉપયોગો | limda na pan na fayda in Gujarati

આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર માસમાં લીમડાના ફૂલને પાણીમાં પલાળીને તેનું સેવન કરવાથી એક વર્ષ સુધી કોઈપણ બીમારી થતી નથી.
લીમડા ના પાન એ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે પરંતુ ઘણા લોકો જાણતા નહીં હોય કે લીમડાનો ઉપયોગ તમે ચામડી ને લગતી સમસ્યાઓ, કમળો, કફ, ઉલટી, આંખની દ્રષ્ટિ વગેરે જેવી સમસ્યાઓમાં પણ કરી શકો છો અને તેનાથી ઉત્તમ પરિણામ આવે છે
આજે આપણે લીમડાના પાનનું સેવન કરવાથી કેવા પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ તેના વિશે જણાવીશું.

લીમડાના પાકેલા લીલા પાનના ઔષધીય પ્રયોગો | લીમડાના પાનના ઔષધીય ગુણો | Neem leaves benefits in Gujarati

લીમડાના પાકેલા લીલા પાનના ગુણધર્મો 

જો તમે લીમડાના લીલા રંગના  અને મોટા પાનનું સેવન કરો છો તો તે પચ્યા બાદ કડવા, આંખ માટે ફાયદાકારક, બળતરા દૂર કરનાર, કફ, કૃમિ અને પિત્તનો નાશ કરે છે તથા કોઢ અને અરુચિ ની સમસ્યા દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

ખરજવાની સમસ્યામાં – લીમડાના પાન ના ઉપયોગો

ખરજવાની સમસ્યામાં લીમડાના પાનને બારીક પીસીને તેની પેસ્ટ બનાવીને દરરોજ લગાવવી જોઈએ. જો ખરજવું લીલું હોય તો પાન વાટીને ખરજવા ઉપર પાટો બાંધી દેવો. આમ આ પ્રયોગ નિયમિત રીતે કરવાથી ખરજવાની સમસ્યા દૂર થઈ જાય છે.

શરીરમાં કોઈ પણ પ્રકારનું ગુમડું થયું હોય – લીમડાના પાન નો રસ

લીમડાના પાનની સાથે ઘી, એક ચમચી હળદર, થોડુંક મધ અને જવનો લોટ લઈ પાણી સાથે વાટીને તેની પેસ્ટ બનાવી લેવી. અને શરીરમાં જે જગ્યાએ ગુમડું થયું હોય ત્યાં લગાવીને માથે પાટો બાંધી દેવો આ પ્રયોગ ત્રણ થી પાંચ કલાકની આસપાસ બદલતા રહેવું જેનાથી ગુમડું પાકે નહીં અને ત્યાં આવેલો સોજો દૂર થઈ જાય છે.
લીમડાના પાનમાં, થોડી હળદર જેઠીમધ નું ચૂર્ણ, ઘી અને મધ મિક્સ કરીને મલમ જેવું બનાવી લેવું અને શરીરમાં જે જગ્યાએ ઘા વાગ્યું હોય ત્યાં લગાવવાથી તે ઝડપથી રૂઝાઈ જાય છે.

રક્તપિત અને કોઢ ની સમસ્યામાં લીમડાના પાન ના ઉપયોગો

લીમડાના પાન ને ગરમ પાણીમાં નાખીને તે પાણી ઠંડુ થાય એટલે તે પાણીથી દરરોજ સ્નાન કરવું જોઈએ. તથા લીમડા ના પાનના રસનું સેવન દૂધ સાથે કરવાથી બે થી ત્રણ મહિનામાં આ રોગ મટી જાય છે.

હરસ અને મસાની સમસ્યામાં – લીમડા ના ફાયદા | limda na pan na fayda 

લીમડા ના 200 ગ્રામ પાન 750 ગ્રામ પાણીમાં પલાળી દેવા, સવારે તેને બારીક પીસીને ગરણી ની મદદ થી ગાળી લો પછી તેને ઉકાળો અને ઘટ્ટ માવા જેવું બનાવી લો. ત્યારબાદ દરરોજ સવારે ગાયના માખણ સાથે તેનું સેવન કરવું જોઈએ, ત્યારબાદ એક કલાક પછી લીમડાના પાનના રસમાં થોડું ઘી નાખીને તે રસ 30 ગ્રામ જેટલો પીવો જોઈએ. આમ આ પ્રયોગ કરવાથી હરસ અને મસા ની સમસ્યામાં રાહત મળે છે અને ધીમે ધીમે તે નાબૂદ થઈ જાય છે.

પેટમાં કૃમિ અથવા કીડા ની સમસ્યા – લીમડા ના પાન ના ફાયદા

લીમડાના પાન ને બારીક વાટીને તેમાં થોડી હિંગ નાખીને દરરોજ તેનું સેવન કરવાથી પેટમાં રહેલા કૃમિ મરી જાય છે અને પેટમાં કીડા થતા નથી.

કમળાના રોગમાં – લીમડા નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | limda na upgogo

લીમડાના પાનને પીસીને તેનો 10 થી 20 ગ્રામ રસ કાઢીને તેમાં થોડું મધ ઉમેરીને નિયમિત રીતે સાત થી આઠ દિવસ સુધી તેનું સેવન કરવાથી કમળાની સમસ્યામાં રાહત મળે છે.
આપણે જાણીએ છીએ કે પિત્તાશય માંથી નીકળીને આંતરડામાં જનારી પિત્તનળીમાં અવરોધ થવાથી કમળા નો રોગ થાય છે તે સમસ્યા માટે લીમડાના પાનનો 100 ગ્રામ રસ, 2 ગ્રામ સુંઢ નું ચૂર્ણ અને 6 ગ્રામ મધ મિક્સ કરીને ત્રણ દિવસ સુધી પીવાથી અવશ્ય ફાયદો થાય છે.
લીમડાના પાન, ગળોના ના પાન, અને હિમેજ 6 – 6 ગ્રામ લઈ તેને એક સાથે પીસીને તેમાં 200 gm પાણી નાખીને ઉકાળો જ્યારે પાણી 50 ગ્રામ વધે ત્યારે તેને ગાળી લો, તેમાં 10 ગ્રામ ગોળ મિક્સ કરીને સવાર અને સાંજ તેનું સેવન કરવાથી કમળા ના રોગમાં તથા પાંડુ રોગમાં ફાયદો થાય છે.
લીમડાના પાન નો રસ કાઢી તેમાં તેટલો જ અરડુસી ના પાનનો રસ અને મધ મિક્સ કરીને દરરોજ તેનું સેવન કરવાથી પણ આ સમસ્યા દૂર થઈ જાય છે.

શીળસ માં કરા ની સમસ્યા – લીમડાના ઘરગથ્થુ ઉપચાર

આ સમસ્યા માટે લીમડાના પાનને પીસીને તેનું સેવન ઘી અથવા આમળા સાથે કરવાથી ફાયદો થાય છે અને લીમડાની આંતરછાલ નો ઉકાળો પીવાથી શીળસ ની સમસ્યામાં ફાયદો થાય છે તથા નિયમિત રીતે લીમડા ના ગરમ પાણીથી દરરોજ સ્નાન કરવું જોઈએ તેનાથી પણ અવશ્ય રાહત મળે છે.

મેલેરિયા ના તાવમાં | મેલેરિયા ની દવા – લીમડાના પાન નો રસ

લીમડાના 40 ગ્રામ પાન લઈ તેમાં સૂંઠ, મરી અને લીંડીપીપર નું ચૂર્ણ 12 ગ્રામ તથા ત્રિફળા 12 ગ્રામ, સિંધવ મીઠું 12 ગ્રામ, અને સાજીખાર 8 ગ્રામ અને અજમો 20 ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. દરરોજ સવારે અને સાંજે 5 ગ્રામ જેટલું આ ચૂર્ણ ઉકાળેલા પાણી સાથે પીવાથી મેલેરિયા નો તાવ ઝડપથી મટી જાય છે અને તેમાં રાહત મળે છે.

ગાઉટ ના રોગમાં – લીમડાના ઔષધીય ગુણો | limda na fayda

લીમડાના પાન અને પરવળ ના પાનને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેને ઉકાળીને તેનો ઉકાળો બનાવી લેવો, તેમાં થોડું મધ નાખીને નિયમિત રીતે દિવસમાં બે વખત તેનું સેવન કરવાથી ફાયદો અવશ્ય થાય છે.
જો શરીરમાં ગાંઠ થઈ હોય તો લીમડાના પાન ને છાશ અથવા કાંજી સાથે ઉકાળીને અને વાટીને ગાંઠ ઉપર લગાવવાથી રાહત મળે છે.

આંખના દુખાવામાં

લીમડાના પાન ને વાટીને તેમાં થોડું સિંધવ મીઠું, અને સૂંઠ નાખીને તેની નાની રોટલી બનાવવી આ રોટલી બંધ આંખો ઉપર મૂકવાથી આંખનો સોજો બળતરા અને દુખાવો દૂર થઈ જાય છે.

ઈન્ફ્લુએન્ઝા તાવમાં લીમડાના પાનનો પ્રયોગ

લીમડાના પાન, તુલસીના પાન, ગળો, સફેદ તલના પાન તથા કાળા મરી 6 ગ્રામ નાખી એ બધામાં પ્રમાણસર પાણી અને મધ નાખીને મિક્સ કરી લેવું. પછી તેની નાની ગોળીઓ બનાવી લેવી અને દર્દીએ ત્રણ – ત્રણ કલાકના અંતરે ગરમ પાણી સાથે આ ગોળીઓનું સેવન કરવાથી તાવમાં અવશ્ય ફાયદો થાય છે.

પાપણ ના વાળ ખરવા અથવા પાપણ લાલ થઈ જવી ની સમસ્યામાં લીમડાના પાન ના રસ ના ફાયદા 

જો આંખની પાંપણ જાડી થઈ ગઈ હોય અથવા તો ત્યાં ખંજવાળ આવતી હોય અથવા તો પાંપણ ના વાળ ખરી જતા હોય અથવા તો લાલ થઈ ગઈ હોય વગેરે સમસ્યામાં લીમડાના પાન નો રસ દિવસમાં ત્રણ થી ચાર વખત લગાવવાથી રાહત મળે છે.

નસકોરી ફૂટવાની સમસ્યામાં લીમડાના પાન નો રસ | neem Leaves benefits in Gujarati 

લીમડાના પાન સાથે એક ચમચી અજમો મિક્સ કરી પાણી સાથે વાટીને તેનો લેપ કાનપટ્ટી ઉપર કરવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જાય છે અને નસકોરી ની સમસ્યા દૂર થઈ જાય છે.
લીમડાના પાનને અથવા છાલને વાટીને કપાળ ઉપર લગાવવાથી પણ આ સમસ્યામાં ફાયદો થાય છે.

એસીડીટી ની સમસ્યામાં  | limda na pan na fayda in Gujarati 

લીમડાના પાનનો રસ અને અરડૂસી ના પાનનો રસ 20 – 20 ગ્રામ લઈ તેમાં થોડી માત્રામાં મધ અથવા સાકર મિક્સ કરીને રોજ સવારે તેનું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યામાં રાહત મળે છે.
લીમડાના પાન માં આમળાનું ચૂર્ણ મિક્સ કરીને દરરોજ સાકર અથવા ઘી સાથે તેનું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા તથા ઉલટી અને પિત્તની સમસ્યા દૂર થઈ જાય છે.
લીમડા ના પાન અને કાળી દ્રાક્ષનો ઉકાળામાં હરડે મિક્સ કરીને તેનું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા દૂર થઈ જાય છે.
લીમડાના પાન ના બે ચમચી રસમાં પાંચ ગ્રામ હરડે નાખીને તેનું સેવન કરવાથી પેટમાં ચૂંક આવતી હોય તો તેમાં રાહત મળે છે.

કફજન્ય ઉલટી બંધ કરવામાં – લીમડો | neem

લીમડાના 20 ગ્રામ પાન ને સાફ કરીને તેને પીસીને 100 ગ્રામ પાણીમાં મિક્સ કરીને ગાળી ને 20 ગ્રામ ની માત્રામાં દર્દીને આપવાથી ઉલટી બંધ થઈ જાય છે.

ડાયાબિટીસની સમસ્યામાં | benefits of neem leaves in Gujarati 

લીમડાના પાનને બારીક પીસીને તેની ગોળીઓ બનાવીને ઘીમાં પકવો તે ગોળી બળી જાય ત્યારે તે ઘીને ગાળીને એક બોટલમાં ભરી લો આ ઘી રોટલી પર લગાવીને નિયમિત રીતે સાત દિવસ સુધી ખાવાથી ડાયાબિટીસની સમસ્યામાં અવશ્ય ફાયદો થાય છે.
લીમડાના પાનના રસમાં થોડું મધ મિક્સ કરીને દરરોજ તેનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.

પથરી ની સમસ્યામાં |પથરી ની દેશી દવા – લીમડાના પાન નો રસ | neem Leaves juice benefits in Gujarati 

લીમડાના પાન ની ભસ્મ બે ગ્રામ લઈ નિયમિત રીતે થોડા દિવસો સુધી પાણી સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
100 ગ્રામ લીમડાના પાન લઈ, એક લીટર પાણીમાં ઉકાળો પાણી જ્યારે ૨૫૦ ગ્રામ વધે ત્યારે તેને ઉતારીને તેમાં 50 ગ્રામ સૂરોખાર નાખીને સવારે અને સાંજે તેનું સેવન કરવાથી પથરી આપોઆપ નીકળી જાય છે અને જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે આ ઉકાળાનો બાફ લેવાથી પણ ફાયદો થાય છે.

આધાશીશી ની સમસ્યામાં | માથાના દુખાવાની સમસ્યા | neem Leaves 

લીમડા ના સુકેલા પાન કાળા મરી અને ચોખા સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું સવારે સૂર્યાદય પહેલા માથું જે તરફ દુખતું હોય તે તરફના નાકમાં આ દવા સુંઘવાથી જૂનામાં જૂનો માથાનો દુખાવો અથવા આધાશીશી ની સમસ્યા દૂર થઈ જાય છે.

સફેદ ડાઘ | સફેદ કોઢ – લીમડાના પાન ના રસ ના ફાયદા  | benefits in limda in Gujarati

5 લીમડાના તાજા પાનમાં 6 ગ્રામ આમળાનું ચૂર્ણ લઈ તાજા પાણીમાં વાટીને સૂર્યાદય પહેલા ગાળી ને પીવાથી અવશ્ય ફાયદો થાય છે.
કેળાના ક્ષારમાં થોડી હળદર અને ગૌમૂત્ર મિક્સ કરીને સફેદ ડાઘ ઉપર તેનો લેપ કરવાથી તે દૂર થઈ જાય છે.

માસિકધર્મ વખતે પીડા ની સમસ્યા | limda na fayda Gujarati ma

માસિક ધર્મ વખતે દુખાવાની સમસ્યામાં લીમડાના પાન પાણીમાં બાફી તે પાણીની વરાળ નાભિ નીચે પેડુની આસપાસ લેવી અથવા તે પાણીમાં મીઠું નાખી બાફી તેને પેડુ ઉપર ગરમ બાંધવું. અને સાથે સાથે દરરોજ લીમડાના પાંચ થી છ પાન અને થોડું આદુ પાણી સાથે વાટીને સવારે પીવાથી દુખાવો ઓછો થાય છે અને પીડામાં રાહત મળે છે.

લીમડા ની કુંપળ ના ઔષધીય ગુણો | લીમડા ના કોમળ પાનના ઔષધીય પ્રયોગો

ઉપર આપણે લીમડાના પાકેલા અને મોટા તથા લીલા રંગના તાજા પાન ના ઉપયોગો અને ફાયદાઓ વિશે જાણ્યા ત્યાર બાદ આપણે લીમડાના કુણા પાન અને કુંપળો ના ખાસ ગુણધર્મો વિશે જાણીશું.

લીમડા ની કુંપળ ના ગુણધર્મો

લીમડાના કુણા પાન એ શરીરમાં ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે જે નેત્રવિકાર, રક્તપિત, અરુચી, વાયુકર્તા વગેરે જેવી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

મેલેરિયા ના રોગમાં | home remedies uses of neem Leaves

લીમડાના કુણા કુંપળો 12 ગ્રામ લઈને તેમાં 1 ગ્રામ ફટકડી મિક્સ કરીને વાટીને તેની નાની ગોળીઓ બનાવી લેવી એક થી બે ગોળી ખાંડના શરબત સાથે પીવાથી બધા જ પ્રકારના તાવ ખાસ કરીને મેલેરિયા ના તાવમાં તરત જ ફાયદો થાય છે.

તાવમાં થતી બળતરા દૂર કરવામાં – લીમડાના પાનના ઔષધીય ગુણો

લીમડા ની કુણી કુંપળો વાટીને તેમાં થોડો લીંબુનો રસ નાખીને તેનો લેપ કરવાથી તાવમાં થતી બળતરા દૂર થાય છે અને તાવ ઉતરી જાય છે તથા પેટમાં અને પગની એડી અને હૃદયમાં થતી બળતરામાં કુંપળો ના પાન ઠંડા પાણી સાથે વાટીને તેનો લેપ કરવાથી પીડા શાંત થઈ જાય છે.

પેટના વિકાર – મૂત્ર વિકાર – લીમડા ના ફાયદા

લીમડાની પાંચ થી છ કુંપળો વાટી દરરોજ મધ સાથે તેનું સેવન કરવાથી અથવા કુંપળો નો રસ 10 ગ્રામ નિયમિત રીતે પીવાથી પેટમાં આવતી ચૂક દૂર થઈ જાય છે.

પાકા ઝાડાની સમસ્યા  | gharelu upchar ma limda no upyog 

પાકેલા ઝાડાની સમસ્યામાં લીમડાની કુંપળો અને બાવળના પાન 6 – 6 ગ્રામ લઈ તેને પીસીને તેનો રસ કાઢી લેવો ત્યારબાદ તેમાં થોડું મધ મિક્સ કરીને દિવસમાં બે વખત તેનું સેવન કરવાથી તરત જ ઝાડાની સમસ્યામાં રાહત થઈ જાય છે.

ખુજલી અથવા ખંજવાળ ની સમસ્યામાં – લીમડા ના ઔષધીય ગુણો

લીમડાના પાનનો ઉકાળો બનાવીને તેનાથી સ્નાન કરવાથી ખંજવાળ ઓછી આવે છે.
લીમડાના કુણા પાનનો 25 ગ્રામ રસ કાઢી તેમાં 1 ગ્રામ કાળા મરી નાખીને સવારે પીવાથી ખુજલી આવતી બંધ થઈ જાય છે.

લુ લાગવી – neem benefits 

આપણે જાણીએ છીએ કે ઉનાળાની ઋતુમાં બપોરે તડકામાં લુ લાગે છે ત્યારે તમારે થોડા લીમડાના કુણા પાન 5 ગ્રામ આમલી તથા થોડું સિંધવ મીઠું ભેગું કરીને વાટીને રોજ સવારે તેનું સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

શરીરમાં સોજો આવ્યો હોય ત્યારે | health tips in neem Leaves in Gujarati 

લીમડા ના પાન, સાટોડીના પાન અને તાંદરીયા ના પાન સરખા પ્રમાણમાં વાટીને તેમાં થોડી હળદર નાખીને ગરમ કરીને સોજા ઉપર તેનો લેપ કરવાથી સોજો ઉતરી જાય છે.

શરદી, કોલેરા, રક્તપિત, સળેખમ વગેરે સમસ્યામાં

10 ગ્રામ લીમડાના પાન અને 5 ગ્રામ કાળા મરી મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવીને તેની નાની ગોળીઓ બનાવી અને છાયામાં સુકવી ને એક બોટલમાં ભરી લેવી રોજ સવારે અને સાંજે બે થી ત્રણ ગોળી પાણી સાથે લેવાથી ઉપરના બધા જ રોગમાં રાહત મળે છે .

કાનના દુખાવાની સમસ્યામાં

એક મુઠ્ઠી લીમડાના પાનને 500 ગ્રામ પાણીમાં ઉકાળો, ત્યારબાદ તેને કોઈપણ એક વાસણમાં ઢાંકીને રાખો અને એક બાજુથી એવી રીતે ખોલો કે ત્યાંથી વરાળ બહાર નીકળે તે નીકળતી ગરમ વરાળ ને કાનના દુખાવાની જગ્યા ની આસપાસ આવે તેવી રીતે કાનને રાખો આમ કરવાથી કાનનો દુખાવો મટી જાય છે.

લીમડાના પાનનો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં | લીમડા ના પાનના અન્ય ફાયદાઓ

ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરવાથી તે immunity booster નું કાર્ય કરે છે

લીમડા ની અંદર ઘણા ઔષધીય ગુણો આવેલા હોય છે જેવા કે એન્ટિઓક્સિડન્ટ, એન્ટિવાયરલ અને એન્ટી માઈક્રોબીયલ ગુણો હોય છે જો તમે સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો તો તે આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે તથા તે તાવ શરદી જેવી સામાન્ય સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ બને છે.

મોઢા અને જીવાણુઓ ને દૂર કરે છે – લીમડાના પાન ના ફાયદા

આપણે જાણીએ છીએ કે ગામડાઓમાં હજી સવારે ઊઠીને લીમડાનું દાતણ કરવાની પરંપરા છે તથા લીમડાના પાનનો કડવો રસ ચાવીને તેનું સેવન કરતા હોય છે જો આપણે આ લીમડાની ડાળખી નું દાતણ કરીએ અને ખાલી પેટે તેનું સેવન કરીએ છીએ તો તે આપણા મોઢાની સફાઈ ની સાથે સાથે મોઢાની અંદર રહેલા જીવાણુઓને પણ દૂર કરે છે તેમજ આપણા દાંતને સાફ રાખે છે અને પેઢા ને અનેક રોગોથી બચાવે છે.

ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક

આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસની સમસ્યા માટે રામબાણ ઇલાજ હોય તો તે છે લીમડો તેનું સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે અને આયુર્વેદમાં તેનો ઘણો ઉપયોગ થાય છે જો તમે સવારે એક ચમચી લીમડાના પાન નો રસ પીવો છો તો તે તમારા શરીરમાં સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે જો તમે ઈચ્છો તો લીમડાના પાનને સુકવીને તેનો બારીક પાવડર બનાવીને સવારે ગરમ પાણી સાથે તેનું સેવન કરી શકો છો તે પણ તેટલું જ ફાયદાકારક છે.

વાળ અને સ્કીન ને લગતી સમસ્યામાં – limda na pan na fayda for skin and hair | neem benefits for skin and hair 

જો તમે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરો છો તો તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી – ઇન્ફલેમેટરી ગુણો શરીરમાં લોહીને શુદ્ધ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે અને તે આપણી ત્વચાને વિવિધ સમસ્યાઓથી બચાવે છે જો તમે લીમડાના પાનની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો છો અને તેના પાનને ચાવીને તેનું સેવન કરો છો તો તે ઘણી સમસ્યાઓને દૂર કરે છે.
તેમજ લીમડાના પાનને ગરમ પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી ચામડી ને લગતા ઘણા રોગો દૂર થાય છે જો નાના બાળકોને લીમડાના પાણીથી સ્નાન કરાવવામાં આવે તો તેને થતી અરાઈ ની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

કેન્સરથી બચાવવામાં ફાયદાકારક સાબિત થાય છે | limda na fayda cancer ma

લીમડા ના પાન ની અંદર આપણા શરીરને નુકસાન કરતા ફ્રી રેડિકલ્સ ને દૂર કરવાના ગુણો આવેલા હોય છે તેમજ તે લોહી શુદ્ધ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે જો તમે ખાલી પેટે લીમડા ના પાન નું સેવન કરો છો તો તે તમને કેન્સર જેવી ભયંકર બીમારીથી બચાવી શકે છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક

અમે તમને જણાવીએ છીએ કે લીમડાના પાનની તાસીર ઠંડી હોય છે તેમ જ તે આપણા પેટની અંદર થતી એસિડિટી, છાતીમાં બળતરા અને પાચન ને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. તેમ જ જો તમે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરો છો તો તેનાથી અપચાની સમસ્યા દૂર થાય છે અને પેટ નિયમિત રીતે સાફ થઈ જાય છે. તે પેટમાં રહેલા હાનિકારક જીવાણુઓ સાથે લડી અને પેટને લગતી બીમારીઓથી બચાવે છે તેમ જ લીવર માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

લીમડાના પાનનું સેવન કરવાથી થતા અમુક નુકસાન | લીમડાના પાનના નુકસાન | disadvantages of neem leaves in Gujarati 

ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય માત્રામાં લીમડાના પાનનું જ્યુસ અથવા તો તેનું સેવન કરવું જોઈએ ઘણી વખત વધારે માત્રામાં તેનું સેવન કરવાથી સુગર નું પ્રમાણ ઓછું થઈ જાય છે માટે તેવા વ્યક્તિઓએ ડોક્ટરની સલાહ અચુક લેવી જોઈએ.
જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા તો ગર્ભ ધારણ કરવાની ઈચ્છા હોય તેવી મહિલાઓએ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ નહીં.
ખૂબ જ વધારે પ્રમાણમાં લીમડાના પાનનું સેવન કરવાથી કિડની અને લીવર ને લગતી સમસ્યાઓ થઈ શકે છે. – limda na nukshan 

લીમડાના પાન ને સંબંધીત લોકોને મૂંઝવતા પ્રશ્નો


લીમડાના પાન ને અંગ્રેજીમાં શું કહેવાય છે| limda leaves translate in english| લીમડાના પાન meaning in english ?
લીમડાના પાન ને અંગ્રેજીમાં neem Leaves કહેવાય છે.
શું લીમડાના પાનનું પાણી પીવાથી ફાયદો થાય છે ?
હા લીમડાના પાનનું પાણી પીવાથી નસકોરી ફૂટવી આંતરડાના વિકાર નેત્ર વિકાર અને પેટની ખરાબી જેવા ઘણા રોગો દૂર થાય છે.
લીમડાના પાનની તાસીર કેવી હોય છે | લીમડા ની તાસીર કેવી હોય છે ?
લીમડાની તથા લીમડાના પાનની તાસીર ઠંડી હોય છે તેથી જ તેના પાનનું સેવન ઉનાળામાં કરવાની સલાહ આપવામાં આવે છે.
શું લીમડાના પાનને ચહેરા ઉપર લગાવવાથી ફાયદો થાય છે ?
લીમડાના પાનમાં એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણો આવેલા હોય છે તે ત્વચા ને લગતી દરેક સમસ્યાઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી લીમડાના પાન ના ફાયદા, લીમડાના પાન નો રસ પીવાના ફાયદા, લીમડા ના પાન ના ફાયદા, લીમડાના પાન ના ઉપયોગો, લીમડા ના ફાયદા, લીમડા નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં, લીમડા ના પાનના ઔષધીય ગુણો, લીમડા ના ઉપયોગો, લીમડાના પાન નો રસ પીવાના ફાયદા, limda na fayda in Gujarati, limda na fayda, limda na pan na fayda in Gujarati, limda na nukshan, neem benefits in Gujarati, neem Leaves benefits Gujarati ma, neem Leaves juice benefits in Gujarati, limda na pan na upyogo, જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને કોમેન્ટ કરો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી જુદી હોય છે તેથી કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Leave a Comment