Hair tips :- વાળ ખરવાના કારણો | ખરતા વાળ રોકવાના ઉપાયો | વાળ વધારવા માટે શું કરવું | Causes of hair loss

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમારા માટે એક એવી સમસ્યા વિશે જણાવીશું જે આજે વધારે જોવા મળે છે કે માથાના વાળ ખરવાની સમસ્યાના કારણો શું છે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી જાણો.

આપણે જાણીએ છીએ કે સ્ત્રી હોય કે પુરુષ બધાની ઈચ્છા હોય કે તેના માથાના વાળ કાળા, લાંબા અને ઘટ્ટ હોય કારણ કે વાળ આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. ઘણા લોકોને માથામાં વાળ ઓછા હોય અથવા તો ન હોય તેને લીધે શરમ લાગે છે તો મિત્રો અમે તમને જણાવીશું વાળ ખરવાના કારણો, ખરતા વાળ અટકાવવાના ઉપાયો, val kharvana karan, Kharta Val ne dur karvana gharelu upchar, Kharta Val na upay.Home Remedies to Prevent Hair Fall.વાળ ખરવાના કારણો |  ખરતા વાળને રોકવાના ઘરેલુ ઉપાયો |Home Remedies to Prevent Hair Fall

આજના જમાનામાં આપણે જીવનશૈલી અને ખાવા પીવા નું બદલાઈ જવાને લીધે આવી સમસ્યાઓ થવા લાગી છે.
સ્ત્રી હોય કે પુરુષ કોઈને પોતાના વાળ ખરવા, અથવા તો વાળ નબળા થઈ જવા, અથવા તો ધોળા વાળ થઈ જવા તે ગમતું નથી. તેના માટે ઘણા લોકો દવાઓ કરે છે પરંતુ અમે તમારા માટે ઘરેલુ નુસખાઓ લાવ્યા છીએ જેનાથી તમે ખરતા વાળની સમસ્યા દૂર કરી શકો છો. – Val kharva na karan

પરંતુ દવાઓ લેવાથી થોડાક જ લોકોને ફાયદો થાય છે અને અમુક લોકોને તેની જરાય અસર થતી નથી અને ખોટા પૈસા વેડફાઈ જાય છે તો ચાલો મિત્રો જાણીએ ઘરેલુ ઉપાયો વિશે    – Home Remedies to Prevent Hair Fall

વાળ ખરવાના કારણો |Causes of hair loss

કોઈપણ લાંબી બીમારી, અથવા તો કોઈ પણ પ્રકારનો ચેપ, કોઈ પણ સર્જરી, ચેપ ને લીધે થયેલ ઇન્ફેક્શન, માનસિક તણાવ, આ બધા કારણો હોઈ શકે છે અથવા અચાનક હોર્મોન્સમાં બદલાવ થવાને લીધે, બાળકના જન્મ પછી આ સમસ્યા વધારે જોવા મળે છે.
જો તમે નિયમિત રીતે કોઈપણ દવા નો ઉપયોગ કરતા હોય તો તેની આડ અસર થવાને લીધે. – Val kharva na karan 
વાળ ખરવાની સમસ્યા કર્યો વખત વારસાગત પણ આવી શકે છે.
જો તમે વધારે પડતી ચિંતા અને ગુસ્સો કરતા હોત તો તે વાળ ખરવાનું એક કારણ બની શકે છે.
ઘણા બધા વ્યક્તિઓ ખોટા વાળને રોકવા માટે ઘરેલુ ઉપચાર કરતા હોય છીએ અને તે ભાગમાં આરામથી મળી રહે છે તો ચાલો મિત્રો જાણીએ સમસ્યા રોકવા માટેના ઉપાયો.

ખરતા વાળને રોકવા માટેના ઉપાયો | Kharta Val na upay 

લીમડો અને બેરી ના પાંદડા નો ઉપયોગ – ખરતા વાળની સમસ્યામાં

લીમડો અને બેરી ના પાંદડા ને ભેગા કરીને તેને પાણીમાં નાખીને ઉકાળો આ પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી લો. અને આ પાણીથી વાળને ધોવાથી પછી તેમાં લીમડાનું તેલ માથામાં નાખો. આ પ્રયોગ બે મહિના સુધી કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જશે.

લીંબુ અને નાળિયેર નું તેલ | Kharta Val no upay 

તમે લીંબુના રસનો ઉપયોગ નાળિયેરના તેલ સાથે કરીને ખરતા વાળની સમસ્યા દૂર કરી શકો છો તેના માટે પહેલા લીંબુનો રસ લો તેનાથી બે ગણું નાળિયેરનું તેલ ને મિક્સ કરીને વાળના મૂડમાં સારી રીતે માલિશ કરો. જેથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જાય છે પરંતુ આ ઉપાય નિયમિત રીતે કરવો જોઈએ.

ગ્રીન ટી ના ઉપયોગ દ્વારા | ખરતા વાળ રોકવાના ઘરેલુ ઉપાયો

ગ્રીન ટી એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ આપણે દવા તરીકે કરી શકીએ છીએ. જેમાં ગ્રીન ટી ને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને માથામાં એક કલાકની આસપાસ લગાડી રાખવાથી અને ત્યારબાદ સાદા પાણી માથું ધોવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

ડુંગળી ના રસ – ખરતા વાળની સમસ્યાના ઘરગથ્થુ ઉપચાર

જે લોકોના વાળ વધારે ખરતાં હોય તેવા વ્યક્તિઓએ લસણ નો રસ, આદુ નો રસ, ડુંગળી નો રસ, મિક્સ કરીને માથાના વાળના મૂડમાં લગાવીને રાત્રે સુતા પહેલા મસાજ કરવું અને સવારે શેમ્પુ થી માથું ધોવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. – Home Remedies for hair fall Problem
આપણે જાણીએ છીએ કે ડુંગળી ની અંદર સલ્ફર નું પ્રમાણ આવેલું હોય છે જે મૂળમાં રહેલા કોલેજન ને વધારવામાં મદદરૂપ બને છે અને વાળ મજબૂત થાય છે.
જ્યારે પણ તમે ડુંગળીના રસનો ઉપયોગ કરો છો ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા વાળ પ્રમાણે ડુંગળીનો ઉપયોગ કરવો જેનાથી તમારા વાળ નો ગ્રોથ વધે છે.
સૌપ્રથમ તમારે ડુંગળીને મિક્સરમાં પીસી લેવી, અને ગરણી ની મદદથી ગાળી લેવી. પછી તેનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવું કે તેના રસ નો માથાના વાળમાં ઉપયોગ કરવાનો છે તેની પેસ્ટ નો નહીં.
અને દૂર થયેલી પેસ્ટને નાળિયેરના તેલ કે બીજા કોઈ પણ તેલમાં ધીમા તાપે ગરમ કરવા મુકો, જ્યારે પણ ડુંગળીનું પાણી બળી જાય એટલે ઠંડુ થઈ જાય તેને ગાળી લો અને બોટલમાં ભરીને રાખો અને જરૂર પડે ત્યારે તમે તેને માથાના વાળમાં નાખી શકો છો.
આજકાલ બજારમાં ડુંગળીનું તેલ પણ આરામથી મળી રહે છે તેનો પણ ઉપયોગ તમે માથા ના વાળ ની સમસ્યામાં કરી શકો છો.

દાડમ ના પાંદડા નો ઉપયોગ ખરતા વાળની સમસ્યામાં

જેમ આપણે ગ્રીન ટીનો ઉપયોગ દવા તરીકે કરી શકીએ છીએ તેવી રીતના દાડમ નો ઉપયોગ પણ આપણે દવા તરીકે કરી શકીએ છીએ આજે આપણે દાડમના પાંદડા નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીશું.
તેના માટે પહેલા એક લીટર દાડમના પાંદડા નો રસ, 100 ગ્રામ દાડમના પાંદડા ની પેસ્ટ અને અડધો લીટર સરસિયાનું તેલ, આ બધી સામગ્રીઓ ભેગી કરીને તેને ગરમ કરો જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી તેને ઉકાળવું એટલે તેલ જ ફક્ત વધશે.
આ તેલને ગાળીને એક બોટલમાં ભરી લો અને જે વ્યક્તિને ખરતા વાળની સમસ્યા હોય ત્યારે આ તેલ માથામાં નાખવાથી અવશ્ય ફાયદો થાય છે.

મેથી અને મહેંદી નો પાવડર | ખરતા વાળ ની સમસ્યા દૂર કરવાનો ઉપાય

પહેલા તો એ જણાવો કે મેથી અને મહેંદીનો પાવડર વાળનો ગ્રોથ વધારવા માટે તેની પેસ્ટ બનાવો ત્યારે ધ્યાન રાખવું કે તમારા વાળ મુજબ તેનો ઉપયોગ કરવો.
આ પેસ્ટને થોડા સમય સુધી વાડ માં લગાવીને રાખો ત્યારબાદ સાદા પાણી વડે માથાને ધોઈ નાખો.
જો તમે આ પ્રયોગ નિયમિત રીતે કરો છો તો તેનાથી તમને ચોક્કસ ફાયદો થાય છે અને આ પેસ્ટ માં તમે નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો જેનાથી વાળની મજબૂતાઈ માં વધારો થાય છે.

પરવળ દ્વારા ખરતા વાળા અટકાવવા – ખરતા વાળની સમસ્યા દૂર કરવાના ઉપાય

પરવળ ના કડવા પાનનો રસ કાઢીને તમે તેનો ઉપયોગ કરતા વાળની સમસ્યામાં કરી શકો છો. . આ ઉપાય નિયમિત રીતે એક થી બે મહિના સુધી કરવાથી ખરતા વાળની સમસ્યા બંધ થઈ જાય છે,
તેમજ સાથે સાથે જે લોકોને ટાલ હોય તેમના વાળ ધીમે ધીમે ઉગવા લાગે છે પરંતુ આ બધી વસ્તુ તાસીર મુજબ લાગુ પડે છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી ખરતા વાળની સમસ્યાના કારણો, ખરતા વાળની સમસ્યા દૂર કરવાના ઉપાયો, ખરતા વાળની સમસ્યાના ઘરેલુ અને ઘરગથ્થુ ઉપચારો, causes of hair loos, Kharta Val na karan , Kharta Val ni samasiya na upay ,  Home Remedies to Prevent Hair Fall in Gujarati, Home remedies for hair fall problem. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ  :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા યોગ્ય ડોક્ટરની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment