Dandruff :- ખોડો શું છે | ખોડો થવાના કારણો | ખોડો દૂર કરવાના ઉપાયો | ડેન્ડ્રફ ના કારણો | ડેન્ડ્રફ દૂર કરવાના ઘરેલુ ઉપચાર અને ઉપાયો

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને માથામાં ખોડાની સમસ્યા વિશે જણાવીશું તેને લગતા કેટલાક પ્રશ્નો જેમાં ખોડો દૂર કરવાના ઉપાયો, ખોડો થવાના કારણો, ખોડો કાઢવાની રીત, ખોડો ની સમસ્યા દૂર કરવાના ઉપાયો, How to remove dandruff in Gujarati, Khodo dur Karvana upay, causes of dandruff in Gujarati, Khodo thavana karno . વિશે જાણો સંપૂર્ણ માહિતી.

How To Remove dandruff in Gujarati

વાળ એ આપણા વ્યક્તિત્વ માટે એક મહત્વનું અંગ છે આપણે બધા વાળને સ્વસ્થ રાખવા, ચમકદાર બનાવવા માટે કોઈના કોઈ નુસખા કરતા જોઈએ છીએ. એમાં પણ ખાસ કરીને મહિલાઓ વાળ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરે છે એમાંની એક સમસ્યા છે ખોડો જે નાના વ્યક્તિથી લઈ મોટા વ્યક્તિ સુધી બધાને પરેશાન કરે છે.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં ડેન્ડ્રફ ની સમસ્યા વધારે જોવા મળે છે અને જો આપણે શરૂઆતથી આ સમસ્યામાં ધ્યાન આપતા નથી તો વાડ ખરાબ થઈ જાય છે.  – Khodo dur karvana upay 

એવામાં આપણે આ સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર કરી શકીએ છીએ , આજ ના જમાના માં વિવિધ પ્રકાર ની સ્ટાઈલ અને ફેશન ને લીધે થતી આ સમસ્યા માટે અમે ઘણા ઘરેલુ ઉપચાર લાવ્યા છીએ જે તમને ખોડા ની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બનશે. – How to Remove Dandruff in Gujarati 

ખોડો અથવા ડેન્ડ્રફ શું છે

ખોડો એ એક સંબંધીત વિકાર છે જેમાં આપણા માથામાંથી સફેદ કેસિકાઓ ખરવા લાગે છે જેને આપણે જોઈ શકીએ છીએ આમાં વ્યક્તિ ને વાડમાં ખંજવાળ આવવા લાગે છે.
આની પાછળના ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે ખોડા ને બનાવતા બેક્ટેરિયા નું પ્રમાણ વધી જવું, ચામડીમાં ખંજવાળ આવવી, ફૂગ થવી વગેરે જેવી સમસ્યાને લીધે ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે આ આર્ટીકલ માં અમે તમને ખોડો થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો વિશે સવિસ્તાર માહિતી જણાવીશું.

ખોડો અથવા ડેન્ડ્રફ ના કેટલા પ્રકાર હોય છે.

બેક્ટેરિયલ ખોડો / ડેન્ડ્રફ

આપણા વાળની અંદર રહેલા બેક્ટેરિયા એ ખોડાની સમસ્યામાં કાબુ રાખે છે અથવા તો એમ કહી શકીએ કે ખોડો થવા દેતા નથી. જો તેમાં અસંતુલન સર્જાય તો તેને લીધે બેક્ટેરિયલ ખોડો અથવા ડેન્ડ્રફ થઈ શકે છે.

ડ્રાય સ્ક્રીન નો ખોડો / ડેન્ડ્રફ

જે વ્યક્તિઓની ચામડી સુકી હોય તેને ખોડો થઈ શકે છે એનું મુખ્ય કારણ વાતાવરણમાં આવતો બદલાવ છે અને ભેજના પ્રમાણને લીધે આ સમસ્યા જોવા મળે છે.

સેબોરેહિક ત્વચા

ખોડો અથવા ડેન્ડ્રફ એ ગંભીર સમસ્યા છે જેને લીધે તમારા વાળમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને ત્વચા લાલ થઈ જાય છે જેને લીધે સફેદ પાપડી ખરવા લાગે છે.

ખોડો થવાના કારણો | ડેન્ડ્રફ થવાના કારણો | causes of dandruff 

• મેલેસેઝીયા આ એક પ્રકારની ફૂગ છે જે માણસ અને જાનવર બંનેમાં જોવા મળે છે જે ચામડીમાં સોજો અથવા ચેપનું કારણ બની શકે છે જેને લીધે તમને ખોડો / ડેન્ડ્રફ થવાની સમસ્યા થઈ શકે છે.
• સુકી ત્વચા એ ખોડો/ ડેન્ડ્રફ થવા માટે જવાબદાર છે.
• ખોડો થવાનું કારણ ઘણા સમય સુધી શેમ્પુનો ઉપયોગ માથામાં ન કરવાથી – Khodo thavana Karan 

• વધુ પડતા પ્રદૂષણને લીધે માથામાં મેલ જામી જવાથી
• ખોડો અથવા ડેન્ડ્રફ થવાનું કારણ કેમિકલ વાળી પ્રોડક્ટ વાપરવાથી – dandruff thavana karno 

ખોડો અથવા ડેન્ડ્રફ દૂર કરવાના ઉપાયો  | ખોડો અથવા ડેન્ડ્રફ દૂર કરવાના ઘરેલુ ઉપચાર | Home remedies to remove dandruff

આમળા નો ઉપયોગ કરવો – How to remove dandruff 

આમળામાં રહેલા પોષક તત્વો અને તેમાં રહેલા વિટામિન્સ જેવા કે વિટામિન સી અને વિટામિન એ જે ખોડો અથવા ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
તેના માટે બે ચમચી આમળાના પાવડર માં એક કપ નાળિયેર અથવા ઓલિવ ઓઇલ ને મિક્સ કરીને તેને ગરમ કરો. જ્યાં સુધી તેલનો રંગ લાલ ન થાય ત્યાં સુધી તેને ઉકાળો અને ઠંડુ થયા બાદ વાળમાં નાખવું. ત્યારબાદ વાળને શેમ્પુ થી ધોઈ નાખો જેનાથી આ સમસ્યા દૂર થઈ જશે.

લીલી ચા નું તેલ | ટી ટ્રી ઓઇલ | Khodo dur karvana gharelu upchar 

ટી ટ્રી ઓઈલમાં એન્ટી ફંગલ ગુણ આવેલો હોય છે જે આ સમસ્યા માટે રામબાણ ઈલાજ છે જે તમને વાળમાં થતી ફૂગ ને રોકવામાં મદદરૂપ થાય છે પરંતુ  જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો તમારે ટી ટ્રી ઓઇલ નો ઉપયોગ કરવો જોઈએ નહીં
એના માટે બે થી ત્રણ ટીપા બદામ ના તેલના અને ટી ટ્રી ઓઇલ  ના મિક્સ કરી લો અને ત્યારબાદ રૂની મદદથી વાળ ની પાથી ઉપર લગાવો જેનાથી ઘણો ફાયદો થાય છે.
જો તમે ઈચ્છો તો તેને આખી રાત લગાવી શકો છો અને સવારે તમે કોઈપણ આયુર્વેદિક શેમ્પૂ થી માથું ધોઈ નાખવું. તમે શેમ્પૂ માં પણ આ ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને વાળ ને ધોઈ શકો છો.

ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવામાં બેકિંગ સોડા નો ઉપયોગ

સોડામાં એન્ટી ફંગલ ગુણ આવેલા હોય છે જે ખોડાની સમસ્યા દૂર કરે છે જો કોઈપણ વ્યક્તિને એલર્જીની સમસ્યા હોય તો તેને પહેલા ડોક્ટરની સલાહ લેવી.
તેના માટે વાળને ભીના કરીને એક થી બે ચમચી બેકિંગ સોડા ને વાળમાં બે થી ત્રણ મિનિટ સુધી રાખીને વાળને શેમ્પુ થી ધોઈ નાખવા. તમે શેમ્પૂ માં પણ તેને મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો આ ઉપાય અઠવાડિયા સુધી કરવાથી ડેન્ડ્રફની સમસ્યામાં ફાયદો થાય છે.

ખોડાની સમસ્યા દૂર કરવા માટે એપલ સીડર વિનેગર નો ઉપયોગ

એપલ સીડર વિનેગરમાં રહેલા તત્વો એ વાળની ph ને સંતુલિત માં રાખે છે અને માથામાં યિસ્ટ નું  ઉત્પાદન થવા દેતું નથી જેને લીધે તમને ખોડાની સમસ્યામાં રાહત મળે છે.
સફરજન નો વિનેગાર એ વાળને સાફ કરવાનું કામ કરે છે તથા સાથે સાથે ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે છે તમે ઓલિવ ઓઇલ સાથે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
તેના માટે બે થી ચાર ચમચી એપલ સીડર વિનેગર, અને થોડું પાણી લઈ. એક બાઉલમાં વિનેગર અને પાણીને મિક્સ કરીને શેમ્પુ કરેલા વાળમાં 15 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ સાદા પાણી સાથે વાળને ધોઈ નાખવા જેનાથી ખોડાની સમસ્યા અને ડેન્ડ્રફ ની સમસ્યા દૂર થઈ જાય છે.

બારમાસી નું તેલ – ડેન્ડ્રફ દૂર કરવા માટે

બારમાસી ના તેલમાં એન્ટી ફંગલ ગુણ આવેલો હોય છે જે ડેન્ડ્રફ ની સમસ્યા દૂર કરે છે.
તમે જે પણ પ્રોડક્ટ ની શેમ્પૂ નો યુઝ કરતા હોય તેમાં બાર માસી ના થોડા ટીપા નાખીને વાળને ધોઈ શકાય છે અઠવાડિયામાં એક થી બે વાર આ પ્રયોગ કરવાથી ખોડો દૂર થઈ જાય છે.

લેમન ગ્રાસ ઓઇલ  – dandruff dur karva mate

આ તેલ એ આયુર્વેદિક ગુણોથી ભરપૂર જોવા મળે છે તેનો ઉપયોગ ભોજન બનાવવાની સાથે સાથે ઘણી દવાઓ બનાવવામાં પણ થાય છે.
આ તેલમાં રહેલા પોષક તત્વો એ ડેન્ડ્રફ ને દૂર કરવામાં મદદરૂપ બને છે આ તેલ બજારમાં તથા ઓનલાઇન પણ તમને મળી રહે છે.
તમે જે પ્રોડક્ટ નું શેમ્પુ વાપરતા હો તેમાં બે થી ત્રણ ટીપા લેમન ગ્રાસ તેલના નાખીને હલકા હાથ વડે વાળ ની માલિશ કરો ત્યારબાદ સાદા પાણીએ થી વાળને ધોઈ નાખો અઠવાડિયામાં આ  પ્રયોગ બે વખત કરવાથી ખોડા ની સમસ્યા દૂર થાય છે.

દહીંનો ઉપયોગ કરવો – ખોડો દૂર કરવા માટે

જે લોકોએ ખોડાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ એક કપ દહીં અથવા પોતાના શેમ્પુ માં દહીંનો ઉપયોગ કરીને તેને 15 મિનિટ સુધી માથામાં રહેવા દો ત્યારબાદ ફરીવાર તેને શેમ્પુ વડે ધોવાથી આ સમસ્યા દૂર થાય છે.
દહીમાં લેકટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા હોય છે જે વાળમાં ડેન્ડ્રફ થવા દેતા નથી અથવા તો અટકાવે છે આ પ્રયોગ તમે 15 દિવસે એકવાર કરી શકો છો.

લીમડા નું તેલ – ખોડો દૂર કરવાના ઉપાય

આપણે સૌ જાણીએ છીએ કે લીમડાનું વૃક્ષ એ શરીર માટે ઘણું ફાયદાકારક છે તેના પાન પણ ગુણોથી ભરપૂર હોય છે ખોડાની સમસ્યા દૂર કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
લીમડાના પાનમાં ઘણા આયુર્વેદિક ગુણો આવેલા હોય છે લીમડામાં રહેલા આ ગુણો એ ફૂગ ને દૂર કરવા માટે મદદરૂપ બને છે જે લોકોને માથામાં ડેન્ડ્રફની સમસ્યા હોય તેવા લોકો લીમડાના પાંદ નો ઉપયોગ કરી શકે છે કારણ કે તેમાં રહેલા ગુણો આ સમસ્યા દૂર કરે છે.
લીમડાનું તેલ બનાવવા માટે સૌપ્રથમ લીમડાના પાન લો, ત્યારબાદ તેને નાળિયેરના તેલમાં નાખીને 30 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો,
ઠંડુ પડી જાય એટલે તેને ગાળીને એક બોટલમાં ભરી લો, રાત્રે આ તેલને માથામાં નાખીને સારી રીતે મસાજ કરવું અને સવારે શેમ્પુ વડે માથું ધોવાથી ખોડાની સમસ્યા દૂર થઈ જાય છે.

નીલગીરી નું તેલ – ડેન્ડ્રફ ની સમસ્યા દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર

નીલગીરી નું તેલ ખોડા ની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બને છે નીલગીરી નો ભૂક્કો વાળમાં નાખવાથી તેની ડ્રાયનેસ દૂર થઈ જાય છે.
તેના માટે ત્રણથી ચાર ટીપાં નીલગીરી નું તેલ અને ત્રણ થી ચાર ટીપા નારિયેળના તેલને મિક્સ કરીને માથાની પાથી ઉપર લગાવવું 30 મિનિટ રહેવા દો ત્યારબાદ સાદા પાણી વડે વાળને ધોઈ નાખો જેનાથી ખોડાની સમસ્યા દૂર થાય છે.

મેથી ના દાણા

મેથીના દાણા ખોડા ની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે તે વાળમાં ફંગલ ની સમસ્યા થવા દેતું નથી અને ખરતા વાળની સમસ્યા ને પણ અટકાવે છે.
તેના માટે બે થી ત્રણ ચમચી મેથીના દાણા ને રાત્રે પલાળી દો, સવારે તેની પેસ્ટ બનાવીને તેને દહીં અથવા નાળિયેરના તેલ સાથે મિક્સ કરીને 30 મિનિટ સુધી વાળમાં રહેવા દો ત્યારબાદ શેમ્પુ વડે વાળને ધોઈ નાખો 15 દિવસે એક વાર ઉપાય કરી શકો છો.

લીંબુ નો ઉપયોગ – ખોડા ની સમસ્યામાં 

જેમ કે આપણે આગળના આર્ટીકલ માં જણાવ્યું કે મેલેસેઝીયા જે એક પ્રકારની ફૂગ છે તે પણ એક ડેન્ડ્રફ થવા માટેનું કારણ છે લીંબુમાં રહેલા પોષક તત્વો જે આ ફૂગ ને દૂર કરે છે અને ડેન્ડ્રફ માંથી છુટકારો આપે છે.
તેથી તમે લીંબુનો ઉપયોગ થોડો દૂર કરવા માટે કરી શકો છો ધ્યાન રાખવું જોઈએ કે માથામાં કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો લીંબુનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
તેના માટે એક ચમચી લીંબુનો રસ ને નાળિયેરના તેલમાં મિક્સ કરીને સ્નાન ના 30 મિનિટ પહેલા વાળમાં લગાવી દો. ત્યારબાદ કોઈપણ આયુર્વેદિક શેમ્પુ વડે વાળને ધોઈ લો જેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જાય છે.

લસણ નો ઉપયોગ – ડેન્ડ્રફ દૂર કરવામાં 

ઘણા બધા એન્ટિડેન્ડ્રફ શેમ્પુ બઝાર માં મળી રહે છે જેમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેમાં એન્ટી ફંગલ ગુણ આવેલો હોય છે જે ખોડા ની સમસ્યામાં રાહત આપે છે.
તમે લસણ અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને તેને વાળમાં લગાવી શકો છો તેનો ફાયદો એ છે કે તેમાં રહેલા પોષક તત્વો એ વાળને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ બને છે.
તેના માટે એક થી બે કળી લસણની ફોલીને તેને એક કપ ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને ગરમ કરો, ઠંડુ થયા બાદ વાળની પાથી ઉપર તેને લગાવો 30 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ વાળને શેમ્પુ વડે ધોઈ લો.
અઠવાડિયામાં આ પ્રયોગ બે વખત કરવાથી ડેન્ડ્રફ સમસ્યા દૂર થઈ જાય છે.

એલોવેરા નો ઉપયોગ | How to remove dandruff in Gujarati 

એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુનો આવેલા હોય છે જે ડેન્ડ્રફ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલું જ નહીં તે વાળને મોઇસ્ચર રાખવામાં પણ મદદરૂપ બને છે.
તેના માટે એલોવેરા જેલ ની જરૂર હોય છે પહેલા એલોવેરા જેલ બનાવવા માટે એલોવેરા ની ડાળખી કાપીને કલાકો સુધી એમનેમ રહેવા દો તેમાંથી પીળા રંગ નો ચીકણો પદાર્થ બહાર નીકળી જવો જોઈએ.
એ નીકળી જાય એટલે જેલ કાઢીને તમારા વાળ પ્રમાણે જેલ અને થોડું નાળિયેરનું તેલ મિક્સ કરીને તેને વાળમાં 30 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ શેમ્પુ વડે વાળને ધોઈ નાખો. જેનાથી વાળનો ગ્રોથ પણ વધશે અને વાળને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

How To Remove dandruff – થોડો દૂર કરવાના બીજા ઉપાયો

–  બને તેટલું વધારે માત્રામાં પાણી પીવો.
–  વાળની ત્વચા ને સૂકી થવા ન દેવી જોઈએ
–  જ્યારે પણ તમે માથું ઓળવો છો ત્યારે દાંતિયો સાફ રાખો.
–  વાળ માટે સ્ટાઇલિશ ઉપકરણનો ઉપયોગ ન કરવો
–  કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો.
Disclaimer :-  અમારા દ્વારા જણાવેલી માહિતી ડેન્ડ્રફ થવાના કારણો, ખોડો થવાના કારણો, ડેન્ડ્રફ દૂર કરવાના ઘરેલુ ઉપચાર, ખોડો દૂર કરવાના ઉપાય, ખોડો કાઢવાની રીત, How to remove dandruff in Gujarati, Health tips for hair remove dandruff, Khodo thavana karan , causes of dandruff in Gujarati, Khodo dur karvana gharelu upchar. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

 

Leave a Comment