Benefits of winter food :-શિયાળા નો ખોરાક | શિયાળા નો ખોરાક સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક | શિયાળામાં શું ખાવું ના જોઈએ | શિયાળામાં શેનું સેવન કરવું અને શેનું ન કરવું | શિયાળા નું ભોજન

Benefits of winter food in Gujarati 

નમસ્તે મિત્રો આજના આર્ટીકલમાં આપણે શિયાળાની ઋતુમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને કેવા પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ તેના વિશે માહિતી મેળવીશું. આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં બધા વ્યક્તિઓને વારંવાર શરદી, ઉધરસ અને તાવ ની સામાન્ય સમસ્યાઓ જોવા મળે છે જેનું કારણ તમારો ખોરાક પણ હોઈ શકે છે. અને ઘણી વ્યક્તિઓને શિયાળામાં ભોજન કરવાથી અપચાની સમસ્યા થતી હોય છે તથા ત્વચા ને લગતી સમસ્યાઓ પણ જોવા મળે છે આ બધી સમસ્યાઓ માંથી દૂર રહેવા માટે તમારે શિયાળાની ઋતુમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે અમે આજના આર્ટિકલમાં તમને જણાવીશું.

શિયાળાની ઋતુમાં આપણા સ્વાસ્થ્ય અને સારું રાખવા માટે તથા આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે કેવા પ્રકારનું ભોજન ગ્રહણ કરવું જોઈએ જેથી કરીને આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે અને આપનું શરીર ઠંડી સામે લડી શકે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય બગડે નહીં તો મિત્રો આજે આપણે જાણીશું શિયાળા નો ખોરાક, શિયાળા ના ખોરાકના ફાયદા, શિયાળા ની ઋતુમાં શેનું સેવન કરવું જોઈએ, શિયાળા નું ભોજન, siyada no khorak , siyanda nu bhojan, siyada na khorak na fayda , benefits of winter food in Gujarati, health tips for winter food in Gujarati.


શિયાળાનો ખોરાક | શિયાળા નો ખોરાક જે આપણા શરીર માટે છે ફાયદાકારક

ઘી નું સેવન કરવું – શિયાળા નો ખોરાક

ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા શરીર ની અંદર ઘરમાં તો લાવે છે. તમે કોઈપણ સ્વરૂપે ઘીનું સેવન કરી શકો છો જો તમારી ઈચ્છા હોય તો તમે ઘી ની વાનગીઓ બનાવીને પણ તથા રોટલીમાં અને અન્ય ભોજનમાં તેનો ઉપયોગ કરીને ઘી નું સેવન કરી શકો છો.
ઘણી બધી વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું છે કે ઘી એ સ્થૂળતા તરફ લઈ જાય છે જો તમે એક દિવસમાં 15 ગ્રામ ઘી નું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમ જ શિયાળા ની અંદર આપણી ત્વચા ડ્રાય થઈ જાય છે તેને રોકવા માટે પણ ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.

હળદર વાળા દૂધનું સેવન કરવું – શિયાળામાં શેનું સેવન કરવું જોઈએ

વાતાવરણમાં થોડો ફેરફાર થતા જ ઘણા વ્યક્તિઓને શરદી અને ઉધરસ ની સમસ્યા જોવા મળે છે. પરંતુ જો તમે હળદરવાળા દૂધ નું સેવન કરો છો તો હળદરમાં રહેલા એન્ટી બેકટેરિયલ અને એન્ટીબાયોટિક ગુણો તથા દૂધની અંદર રહેલું પોષક તત્વ કેલ્શિયમ આ બંને આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
તેમજ જે વ્યક્તિઓને ઉધરસ, શરદી, જેવી સામાન્ય સમસ્યાઓ તથા હાડકા મજબૂત કરવામાં અને સારી ઊંઘ માં મદદરૂપ બને છે.

ખાટા ફળો નું સેવન કરવું – શિયાળા નું ભોજન

જો તમે શિયાળાની ઋતુમાં ખાટા ફળોનું સેવન કરો છો તો તેમાં રહેલું વિટામિન સી તમને શિયાળામાં થતી સામાન્ય સમસ્યાઓ જેવી કે તાવ શરદી ઉધરસ વગેરે સામે લડવામાં મદદરૂપ બને છે તેમજ ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે ખાટા ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ.

દાડમ નું સેવન કરવું – શિયાળા ના ખોરાક ના ફાયદા

અમે તમને જણાવીએ છીએ કે દાડમ ની અંદર એન્ટિઓક્સિડન્ટ અને ટેનીન જેવા ગુણો આવેલા હોય છે. જે ઠંડી માં આપણા શરીરમાં થતા દુખાવામાં રાહત આપે છે તેમજ જે લોકોને ઘૂંટણનો દુખાવો અને સંધિવાની સમસ્યા હોય તેમાં ફાયદો કરે છે તેથી શિયાળાની ઋતુમાં દાડમ નું સેવન કરવું ફાયદાકારક છે.

ગોળ નું સેવન કરવું – benefits of siyada khorak

ગોળ ની અંદર રહેલા પોષક તત્વોમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન જોવા મળે છે જે આપણી સામાન્ય સમસ્યાઓ શરદી, ઉધરસ અને પાચન ને લગતી સમસ્યામાં ફાયદો કરે છે.
જે વ્યક્તિઓને કફ ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ગોળ નું સેવન કરવું જોઈએ કારણકે ગોળ એ કફનાશક છે.
ઘણી વ્યક્તિઓ કફ ની સમસ્યામાં હળદર અને ગોળ ની નાની નાની ગોળીઓ બનાવીને તેનું સેવન કરે છે આ ઘરેલુ ઉપાય છે કફ થી છુટકારો મેળવવા માટે નો. 

લીલા મરચા નું સેવન કરવું – benefits of winter food 

શિયાળાની ઋતુમાં જ્યારે શરદીને લીધે નાક બંધ થઈ જાય છે ત્યારે જો તમે લીલા મરચા નું સેવન કરો છો તો તેની અંદર કેપ્સાઈન નામનું પોષક તત્વો આવેલું હોય છે. જે નાક ખોલવામાં ફાયદાકારક સાબિત થાય છે અને લીલા મરચા આપણા શરીરની અંદર ઘરમાં ઉત્પન્ન કરવામાં પણ ઉપયોગી છે જે આપણે ઠંડી થી બચાવે છે શિયાળાની ઋતુમાં દરરોજ એક અથવા બે મરચાંનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ.

જમીનની અંદર થતા શાકભાજીનું સેવન કરવું – winter food 

જમીનની અંદર થતા શાકભાજી જેવા કે હળદર, આદું, સકરીયા, મુળા નું સેવન કરવું જોઈએ તે દરેક શાકભાજી આપણે ઠંડી થી બચવામાં મદદરૂપ થાય છે અને તે આપણી પાચન શક્તિને પણ સારી બનાવે છે જેથી આપણું શરીર શિયાળાની ઋતુમાં બગડતું નથી.
તમે આમાંથી કોઈ પણ વસ્તુ નું સેવન તમારી ઈચ્છા મુજબ શાકભાજીમાં, સલાડ માં, સૂપ બનાવીને કરી શકો છો.

પાણી નું વધુ સેવન કરવું – siyada no khorak in Gujarati 

શિયાળામાં ઠંડીને લીધે બધા વ્યક્તિઓને ઓછી તરસ લાગે છે પરંતુ બંને તેટલું શિયાળાની ઋતુમાં પાણી અથવા કોઈપણ પ્રવાહીનું સેવન વધારે કરવું જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

મધ નું સેવન કરવું – winter food health benefits in Gujarati 

આપણે જાણીએ છીએ કે મધ ની  તાસીર ગરમ હોય છે. તેથી તે આપણા શરીર ની અંદર ગરમાટો ઉત્પન્ન કરે છે જેથી આપણે ઠંડી થી રક્ષણ મળે છે શિયાળામાં થતી સમસ્યાઓ શરદી, ઉધરસ અને તાવ ને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
જો તમે ઈચ્છો તો સવારે એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી મધ નાખીને તેનું સેવન કરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ડોક્ટરની સલાહ લીધા વિના મધનું સેવન કરવું યોગ્ય નથી.

તુલસી નું સેવન કરવું – benefits of winter food 

તુલસી ની અંદર રહેલા પોષક તત્વો અને વિટામિન્સ માં વિટામિન એ, વિટામિન સી, ઝીંક અને આયર્ન નું પ્રમાણ આવેલું હોય છે. જે ઠંડીને કારણે થતી બીમારીઓ ને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે જો તમે ઈચ્છો તો રોજ સવારે બે થી ત્રણ પાંદડા તુલસીના ખાવા જોઈએ. જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે અને તમારા શરીરને ગરમ રાખવામાં મદદરૂપ બને છે અને જો ઈચ્છા હોય તો તમે ચા બનાવવામાં પણ તુલસી ના પાનનો ઉપયોગ કરી શકો છો.

લીલા શાકભાજી નું સેવન કરવું – health tips for winter food

લીલા શાકભાજી ની અંદર સારા પ્રમાણમાં વિટામીન સી, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બીજા ઘણા પોષક તત્વો આવેલા હોય છે.
જે આપણા સ્વાસ્થ્ય ને તંદુરસ્ત બનાવે છે અને શરદી જેવી સામાન્ય સમસ્યાઓથી આપણે દૂર રાખે છે તથા આપણા શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ વધારવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

ઓટ્સ નું સેવન કરવું – શિયાળા નો ખોરાક 

ઓટ્સ ની અંદર સોલ્યુબલ ફાઇબર અને ઝીંક નું પ્રમાણ આવેલું હોય છે. જે આપણે શરદી જેવી સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે જો તમે ઈચ્છો તો સવારે નાસ્તામાં તમે ઓટ્સ નું સેવન કરી શકો છો.

લસણ નું સેવન કરવું  – શિયાળો

લસણ કે જેમાં એન્ટિવાયરલ અને એન્ટી બેકટેરિયલ ગુણો જોવા મળે છે તેનું સેવન કરવાથી તમે શરદી જેવી સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો તેમ જ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જે આપણે ઠંડી થી બચાવવા માં મદદરૂપ બને છે.

એવોકાડો નું સેવન કરવું – શિયાળા માં શું ખાવું જોઈએ

એવોકાડો ની અંદર રહેલા વિટામિન અને પોષક તત્વોમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ નો સ્ત્રોત જોવા મળે છે. તેમજ જો તમે ફાઇબરની વાત કરો તો તેમાં મોનોસેચ્યુરેટેડ ફાઇબર જોવા મળે છે. જે આપણા હૃદય માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

બાજરા નું સેવન કરવું – શિયાળામાં શું ખાવું

શિયાળામાં બાજરા નું સેવન કરવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, પ્રોટીન, વિટામીન બી, અને એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જેને લીધે આપણું શરીર ગરમ રહે છે અને ઠંડીમાં આપણો બચાવ થાય છે.
બાજરા નું સેવન તમે કોઈપણ રીતે કરી શકો છો. જેમાં બાજરા ની રાબ અથવા બાજરાના રોટલા બનાવીને તેનું સેવન કરવું જોઈએ.

બદામ નું સેવન કરવું – શિયાળાનો ખોરાક

જો તમે બદામ નું સેવન કરો છો તો તેનાથી તમને શિયાળામાં થતી કબજિયાતની સમસ્યા માંથી છુટકારો મળે છે તેમજ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

તલ નું સેવન કરવું – શિયાળા ના ફાયદા

આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં બધા વ્યક્તિઓના ઘરે ચીક્કી બનાવવાનું શરૂ થઈ જાય છે તેમજ શિયાળામાં તલની ચીકી બધા ને ખૂબ જ ભાવે છે જે આપણે ઠંડક સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ બને છે.
તેમજ તેની અંદર રહેલા કેલ્શિયમ અને આયર્ન નું પ્રમાણ હાડકાને મજબૂત બનાવવામાં અને આપણી માસ પેશીઓને મજબૂત બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે.
તમે તલનો ઉપયોગ કોઈપણ વાનગી માં ઉમેરીને અથવા તો તેનો મુખવાસ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. – શિયાળા નો ખોરાક

ડ્રાયફ્રુટ નું સેવન કરો – શિયાળા નો ખોરાક

જ્યારે આપણે ડ્રાયફ્રુટ ની વાત કરીએ છીએ ત્યારે તેમાં ખજૂર, અંજીર, બદામ, પિસ્તા, અખરોટ વગેરેનો સમાવેશ થાય છે જે આપણા શરીરમાં તો ઉત્પન્ન કરે છે આ સિવાય તે સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદાઓ કરે છે.
જો તમે નિયમિત રીતે ડ્રાયફ્રુટ નું સેવન શિયાળાની ઋતુમાં કરો છો અને તેની માત્રા 5 થી 6 ગ્રામ ની આસપાસ હોય તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તમે કોઈપણ વાનગીમાં પણ તેનો ઉપયોગ કરીને તેનું સેવન કરી શકો છો. – શિયાળાનો ખોરાક

આદુ નું સેવન કરવું

આપણે બધા જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં આદુ એ એક ઉત્તમ ઔષધી છે અને બધાના ઘરે સવારે ચા માં આદુનો ઉપયોગ કરવામાં આવે છે આદુ એ ગરમ તાસીર નું છે તેમજ તે આપણા શરીરનું મેટાબોલિઝમ પણ સારું કરવામાં મદદરૂપ બને છે તેમ જ આપણા બ્લડ સર્ક્યુલેશન નું પ્રમાણ જાળવવામાં પણ મદદરૂપ બને છે.

શિયાળાની ઋતુમાં કઈ વસ્તુનું સેવન ટાળવું જોઈએ | શિયાળામાં શું ન ખાવું જોઈએ | શિયાળામાં શેનું સેવન ન કરવું જોઈએ

શિયાળાની ઋતુમાં લાંબો સમય પહેલા કાપેલી શાકભાજીઓ નું સેવન કરવું જોઈએ નહીં અથવા તો સ્ટોર કરેલી શાકભાજી નું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેમાં વિટામિન્સ નું પ્રમાણ ઓછું થઈ ગયું હોય છે.
શિયાળામાં પોપકોર્ન નું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેમાં સોડિયમ અને કેલેરી ની માત્રા વધુ જોવા મળે છે.
શિયાળામાં તરેલી વાનગીઓનું સેવન ઓછું કરવું જોઈએ.
શિયાળામાં ડાર્ક ચોકલેટનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે તેની અંદર ખાંડની માત્રા વધુ આવેલી હોય છે જે આપણા દિવસની કેલેરી માં 300% વધારો કરે છે.
શિયાળામાં ફાસ્ટ ફૂડ નું સેવન સાવ બંધ કરી દેવું જોઈએ કારણ કે તે શરીરની અંદર ખૂબ જ કેલેરી નું પ્રમાણ કરે છે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી શિયાળા નો ખોરાક, શિયાળા નું ભોજન, શિયાળા ના ફાયદા, શિયાળામાં શેનું સેવન કરવું જોઈએ, શિયાળામાં શું ન ખાવું જોઈએ, શિયાળામાં શેનું સેવન ટાળવું જોઈએ, siyada no khorak, benefits of winter food in Gujarati, Health benefits of winter food in Gujarati, siyada nu bhojan. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને comment માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment