Benefits of watermelon: તરબૂચ ના ફાયદા | tarbuch na fayda

નમસ્તે મિત્રો આજે આપણે બધાના ફેવરિટ અને પ્રિય એવા ફ્રુટ વિશે ચર્ચા કરીશું જે ફ્રુટ છે તરબૂચ. તો આજે અમે તમને તરબૂચ ના ફાયદા, તરબૂચ ના નુકસાન, તરબૂચ ના બીજ ના ફાયદા અને નુકસાન, તરબૂચ ની છાલ ના ફાયદા અને નુકસાન, તરબૂચ ની વાનગી, તરબૂચ ખાવાના ફાયદા, tarbuch na fayda, tarbuch ni vangi, tarbuch na fayda in Gujarati, tarbuch khavana fayda, benefits of watermelon in Gujarati, watermelon recipes in Gujarati, health tips of watermelon in Gujarati.

તરબૂચ વિશે માહિતી | Information about Watermelon in Gujarati

આપણે જાણીએ છીએ કે ગરમી માં વધારે પડતું ઠંડુ પીવાની ઈચ્છા થાય છે ઠંડી ઠંડી ચીજ વસ્તુઓ ખાવા પીવાની આ સિઝન છે તો ઉનાળામાં ગરમીની ઋતુમાં તરબૂચ એ પાણીથી ભરપૂર હોય છે અને તેમાં ફાઇબર નું પ્રમાણ પણ આવેલું હોય છે.
ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન તરસ દૂર કરવા માટે, હૃદયને ઠંડક આપવા માટે, શરીર ને ઊર્જા અને તાજગી આપવા માટે એવા બધા ગુણોથી ભરપૂર જોવા મળે છે તરબૂચ નું ફળ જ નહીં પરંતુ તેની છાલ પણ આપણે અનેક રીતે ઉપયોગી છે.
તો ચાલો મિત્રો આપણે તરબૂચનો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં કરવાથી કેવા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે તેના વિશે જાણીએ.

શા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ | શા માટે તરબૂચ ખાવું જોઈએ ?

તરબૂચ નું સેવન એ તમને ઉનાળાની અસહ્ય ગરમીથી છુટકારો આપે છે તાજા તરબૂચના ફ્રુટ ની અંદર 92% પાણી અને પોષક તત્વો આવેલા હોય છે.
સ્વાદિષ્ટ અને મીઠા તરબૂચ ની અંદર ઘણા પોષક તત્વો આવેલા હોય છે તથા એન્ટિઓક્સિડન્ટ, લાયકોપીન અને એમિનો એસિડની સાથે સાથે તેમાં વિટામીન સી, વિટામિન એ અને વિટામિન b6 આવેલા હોય છે.
તરબૂચ એ ફેટ ફ્રી અને હાઇડ્રેટિંગ છે જે તેની ખાસિયત છે. તે તમારી આંખનું રક્ષણ કરે છે અને વાળને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.

તરબૂચ ખાવાના ફાયદા | watermelon benefits in Gujarati

તે ઠંડક આપે છે | health benefits of watermelon in Gujarati

તરબૂચ ની તાસીર હંમેશા ઠંડી હોય છે તેથી તરબૂચ નું સેવન કરવાથી શરીરમાં રહેલી વધારાની ગરમી નીકળી જાય છે તથા તરબૂચ નું જ્યુસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે અને ઠંડક મળે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે – tarbuch na fayda vajan ghatadvama

જો તમે ડાયટિંગ કરો છો તો તમારા ડાયટ પ્લાન માં તરબૂચ નું સેવન કરવું જોઈએ. જો તમે 100 ગ્રામ તરબૂચનું સેવન કરો છો તો શરીરમાં માત્ર 30 ગ્રામ કેલેરી જ જાય છે.
તરબૂચ ખાવાથી પેટ ભરેલું લાગે છે અને તમને ભૂખ પણ ઓછી લાગે છે જે તમને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. – tarbuch khavana fayda in Gujarati

તે પોષક તત્વોથી ભરપૂર છે – tarbuch na fayda

તરબૂચ ની અંદર ઘણા પ્રકારના પોષક તત્વો અને વિટામીન આવેલા હોય છે જેમાં વિટામીન b1, વિટામીન b6, વિટામીન b5 અને વિટામીન C જે ભરપૂર માત્રામાં આવેલા હોય છે સાથે સાથે તેમાં પોષક તત્વોમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો આવેલા હોય છે.
એટલે જ તરબૂચ નું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર થાય છે અને પેટ હંમેશા હાઈડ્રેટિંગ રહે છે.

બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખે છે – તરબૂચ ની બીજ અને છાલના ફાયદા

જે વ્યક્તિઓને બ્લડપ્રેશર ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ તરબૂચનું સેવન ચોક્કસ કરવું જોઈએ કારણ કે તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો આવેલા હોય છે જે ધમની અને નસો પર જે દબાણ સર્જાય છે તે ઓછું કરે છે.

તે આંખો માટે ફાયદાકારક છે – તરબૂચ ના બીજ ના ઉપયોગો

તરબૂચ ની અંદર વિટામિન ઈ ની માત્રા આવેલી હોય છે જે આંખો ને સ્વસ્થ રાખે છે તથા આંખો નું તેજ પણ વધારે છે આંખ ને લગતી કોઈપણ સમસ્યા માટે તમે તરબૂચનું સેવન કરી શકો છો જે ફાયદાકારક છે.

ઉનાળામાં લૂ થી બચાવે છે – તરબૂચ ના ફાયદા

આપણે જાણીએ છીએ કે ઉનાળામાં વધારે પડતી ગરમીને લીધે લૂ લાગી જવાની સમસ્યા જોવા મળે છે તેથી આયુર્વેદમાં ગરમીથી બચવા માટે તરબૂચનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં પાણી આવેલું હોય છે તેથી જ તરબૂચ નું સેવન કરવાથી તમે લૂ જેવી સમસ્યાથી બચી શકો છો.

શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે – તરબૂચ ખાવાના ફાયદા

ઉનાળામાં ઘણી વખત ગરમીને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે તેને લીધે ચક્કર આવવાની સમસ્યા થાય છે ત્યારે તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ જે ફાયદાકારક સાબિત થાય છે.

પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે – watermelon | તરબૂચ

જે વ્યક્તિઓને એસિડિટી અને કબજિયાતની સમસ્યા વધારે જોવા મળતી હોય તેઓએ તરબૂચ નું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે જે પાચન ને લગતી બધી સમસ્યાઓમાંથી છુટકારો આપે છે અને નિયમિત રીતે પેટ સાફ થઈ જાય છે.

તરબૂચ ના બીજ ના ઉપયોગો | તરબૂચ ના બીજ ના ફાયદા | watermelon seed benefits in Gujarati

Watermelon seed – તરબૂચ ના બીજ સેવન કરવાથી આપણી પાચન ક્રિયામાં ઘણો સુધારો થાય છે અને આપણું પાચનતંત્ર ખૂબ જ મજબૂત બને છે.
જે વ્યક્તિઓને પીલીયા ની બીમારી હોય તેવા વ્યક્તિઓએ તરબૂચના બીજને પીસીને નિયમિત રીતે તેનું સેવન કરવાથી આ બીમારીમાં ઘણો ઘટાડો થાય છે.
જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય તથા કિડનીમાં પથરી અને મૂત્ર માર્ગના રોગો હોય તેવા વ્યક્તિઓએ તરબૂચ ના બીજની ચાય પીવાથી ઘણો ફાયદો થાય છે.
યાદશક્તિ વધારવા માટે પણ તમે તરબૂચ ના બીજ નું નિયમિત રીતે સેવન કરી શકો છો. – tarbuch na bij na fayda in Gujarati

તરબૂચ ના બીજના ફાયદા અને ઘરેલું ઉપચારમાં તેનો ઉપયોગ | home remedies uses in watermelon

શરીરમાં ચામડી ને લગતા કોઈપણ રોગ માટે તરબૂચ ના બીજ ને પીસીને તેનો લેપ તે જગ્યાએ કરવાથી ઘણો ફાયદો થાય છે.
જુના માથાના દુખાવાની સમસ્યા માટે તરબૂચના બીજને પીસીને તેનો લેપ કપાળ ઉપર કરવાથી રાહત મળે છે અને દુખાવો દૂર થઈ જાય છે.
તરબૂચ ના બીજ ની અંદર પોટેશિયમ, આયર્ન અને વિટામિન્સ ની માત્રા આવેલી હોય છે તેને ચાવીને તેનું સેવન કરવાથી આંખો નું તેજ, ત્વચાની ચમક અને વાળ મજબૂત બને છે.
તરબૂચ ના બીજ ની અંદર મેગ્નેશિયમ નું પ્રમાણ પણ આવેલું હોય છે જે આપણા પાચનતંત્રને સપોર્ટ કરે છે જેથી કરીને આપણો વજન હંમેશા કંટ્રોલમાં રહે છે.
હૃદયને લગતી સમસ્યા માટે પણ તરબૂચના બીજ ખૂબ જ ફાયદાકારક છે.

તરબૂચ ના બીજ ના અમુક નુકસાનો | તરબૂચ ના નુકસાન

આપણે જાણીએ છીએ કે તરબૂચ ના બીજ ની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ ની માત્રા વધારે આવેલી હોય છે જો તમે તેનું સેવન વધારે પડતું કરો છો તો તેનાથી અમુક નુકસાનો થઈ શકે છે જે નીચે મુજબ છે.
• જીવ મુંઝવો ,
• પેટમાં મરડો ,
• પેટમાં ચૂક આવવી ,

• ડાયેરિયા વગેરે ગેરે …

તરબૂચ ની છાલ ના ફાયદા | તરબૂચ ની છાલ ના નુકસાન

આ વાત જાણવા જેવી છે કારણકે આપણે હંમેશા તરબૂચ નો લાલ ભાગ જ ખાતા હોઈએ છીએ અને તેની છાલને ફેંકી દઈએ છીએ પરંતુ ઘણા વ્યક્તિઓને ખબર નહીં હોય કે તેની અંદર નો સફેદ ભાગ પણ ખૂબ જ ગુણકારી છે તે હૃદય માટે શરીર માટે તથા આપણી ત્વચા વગેરે જેવી સમસ્યા માટે ઘણો ફાયદાકારક સાબિત થાય છે.
તરબૂચ ની છાલ હૃદયને લગતી સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી કરાવવામાં મદદરૂપ બને છે.
તરબૂચ ની છાલનું સેવન કરવાથી આપણે વજન પણ ઘટાડી શકીએ છીએ તથા તેમાં રહેલું ફાઇબર એ પેટને વધારે સમય સુધી ભરેલું રાખવામાં મદદરૂપ બને છે.
જે વ્યક્તિઓને ઊંઘ ના આવવાની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ તરબૂચની છાલનું સેવન જરૂર કરવું જોઈએ કારણ કે તેમાં મેગ્નેશિયમ નું પ્રમાણ આવેલું હોય છે જે આ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બને છે.

તરબૂચ ની છાલનું સેવન કરવાથી થતા નુકસાન

તરબૂચ ની છાલનું વધારે પડતું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે.
જો વધુ માત્રામાં છાલનું સેવન કરવામાં આવે તો ઝાડા ની સમસ્યા પણ થઈ શકે છે.
વધારે પડતું સેવન કરવાથી પેટ ભરેલું લાગતું હોય તો અપચા ની સમસ્યા પણ થઈ શકે છે.

તરબૂચ અને તરબૂચ ના બીજ ને લઈ લોકોને મૂંઝવતા પ્રશ્નો

શું તરબૂચ નું સેવન દરરોજ કરી શકાય ?
જો યોગ્ય માત્રામાં તરબૂચ નું સેવન દરરોજ કરવામાં આવે તો તે કોઈ પણ પ્રકારની આડઅસર કરતું નથી પરંતુ જો તમે વધારે તેનું સેવન કરો છો તો તેમાં રહેલ પોટેશિયમ અને લાયકોપીન એ નુકસાનકારક બની શકે છે.
તરબૂચ નું સેવન ક્યારે કરવું જોઈએ નહીં ?
કલિંગર અથવા તરબૂચ નું સેવન ઉનાળામાં કરવું ખૂબ જ સારું ગણવામાં આવે છે પરંતુ રાતના સમયે બને તો તરબૂચનું સેવન કરવું જોઈએ નહીં.
તરબૂચ નું સેવન કર્યા બાદ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં ?
તરબૂચનું સેવન કર્યા પછી કોઈપણ પ્રકારની ખાટી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં જેમ કે છાશ અથવા દહીં વગેરે નું સેવન કરવું જોઈએ.
શું દૂધ અને તરબૂચનું સેવન એક સાથે કરી શકાય ?
ના, તરબૂચ અને દૂધનું સેવન એક સાથે કરી શકાય નહીં.
તરબૂચ ના બીજ ને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ?
તરબૂચ ના બીજ ને મગજતરી અને મગજ ના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તરબૂચ ના બીજ meaning in english | ને અંગ્રેજીમાં શું કહેવાય છે ?
કલિંગર અથવા તરબૂચ ના બીજ ને ગુજરાતીમાં આપણે મગજ અને અંગ્રેજીમાં watermelon seed કહેવાય છે.

Tarbuch na fayda

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી તરબૂચ ખાવાના ફાયદા, તરબૂચ ના ફાયદા, તરબૂચ ના ઉપયોગો, તરબૂચ ના નુકસાન, તરબૂચ ના બીજ ના ફાયદા અને નુકસાન, તરબૂચ ની છાલના ફાયદા અને નુકસાન, તરબૂચ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવાની રીત, tarbuch na fayda in Gujarati, tarbuch khavana fayda, benefits of watermelon in Gujarati, tarbuch na fayda in Gujarati, home remedies for watermelon in Gujarati, tarbuch uses in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ પણ પ્રકારનું સલાહ અથવા સૂચન હોય તો અમને કોમેન્ટ માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ માત્ર જાણકારી અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી જુદી હોય છે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા તે વિષયના તજજ્ઞોની સલાહ લેવી.

Leave a Comment