Benefits of Turmeric :- હળદર ના ફાયદા | હળદરના ઘરગથ્થુ ઉપયોગ | હળદર નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં | Haldar na Gharelu Upay | હળદર ના ઘરગથ્થુ ઉપચાર

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને હળદર વિશે જણાવીશું હળદરનો રંગ પીળો હોવાથી ભારતમાં તેને કેસર તરીકે ઓળખવામાં આવે છે તેમાં ઘણા બધા ઔષધીય ગુણો આવેલા હોય છે તે પેટ, સ્કીન અને શરીરના ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે હળદરમાં વિટામીન, એન્ટિઓક્સિડન્ટ, કાર્બોહાઇડ્રેટ, એન્ટિફંગલ, એન્ટિસેપ્ટિક વગેરે જેવા તત્વો આવેલા હોય છે સૌથી વધારે હળદર નો ઉપયોગ ઉધરસ અને શરદી જેવી સામાન્ય બીમારીઓમાં રાહત મેળવવા માટે તથા ત્વચા માટે પણ ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો જાણીએ હળદર ના ફાયદા, હળદર નું સેવન કરવાના ફાયદા, હળદર ના ઘરેલુ ઉપાય, Benefits of turmeric in Gujarati – haldar benefits in Gujarati – Haldar Na Gharelu upay – haldar na fayda.

હળદર | Turmeric 

હળદર એક ઔષધી છે પરંતુ ઘણા લોકો એ વસ્તુ જાણતા નથી અને તેનો ફાયદો ઉઠાવી શકતા નથી હળદરનું સેવન બાળકો, યુવાનો, વૃદ્ધ, સ્ત્રીઓ બધા વ્યક્તિઓ કરી શકે છે ગમે તેવી પરિસ્થિતિમાં હળદર કોઈપણ આડઅસર દર્શાવતું નથી અને તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી તે એક નિર્ભય રીતે જોવા મળતી ઔષધી છે જે વાત– પિત્ત, કફ જેવી કોઈપણ સમસ્યામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે હળદર શરીરમાં લોહીમાં રહેલા અશુદ્ધ તત્વોને દૂર કરવામાં મદદરૂપ બને છે.

હળદર ના પ્રકાર |Types of turmeric in Gujarati

હળદર બે જાતની જોવા મળે છે એક સખત લોખંડી હળદર જેનો ઉપયોગ રંગ બનાવવામાં કરવામાં આવે છે બીજી અને સુગંધ વાળી હળદર જેનો આપણે મસાલામાં ઉપયોગ કરીએ છીએ તેમજ તેનો ઉપયોગ કરેલું ઉપાયોમાં પણ લેવાય છે. બીજી એક જંગલમાં થનારી હળદર જેને આપણે આંબા હળદર તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે થતો નથી પરંતુ તે ચામડીના રોગો, સાંધાનો દુખાવો, લોહીમાં અશુદ્ધિ વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં વપરાય છે.

હળદર ના ફાયદા | Benefits of turmeric 

જ્યારે આપણે હળદર ના ફાયદા વિશે વાત કરીએ ત્યારે તે આપણા શરીરમાંથી અશુદ્ધ તત્વોને બહાર કાઢે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખે છે આમ તો વધારે પડતું આપણે હળદર નો ઉપયોગ શરદી અને તાવ ની સમસ્યા હોય ત્યારે કરીએ છીએ.
જ્યારે વાતાવરણમાં બદલાવ આવે છે ત્યારે અથવા તો ઇન્ફેક્શન થવાને લીધે વાળ ખરવા લાગે છે ત્યારે તમે હળદરનો ઉપચાર તરીકે ઉપયોગ કરી શકો છો તેના માટે કાચી કે લીલી હળદરમાં બીટ ના થોડા પાનનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જાય છે પરંતુ આ પ્રયોગ લાંબા સમય સુધી કરવો પડે છે.
જો તમે નિયમિત રીતે દરરોજ એક થી બે ગ્રામ હળદરનું સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને સામાન્ય બીમારી સામે લડવા માટે મદદરૂપ બને છે.
જો તમારા ચહેરાની ત્વચા ઓઇલી જોવા મળતી હોય અથવા ખીલની સમસ્યા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે હળદરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવો જ્યારે ચહેરો સુકાઈ જાય ત્યારબાદ ઠંડા પાણીએ તેને ધોવાથી ચહેરાને લગતી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આ પ્રયોગ બે થી ત્રણ અઠવાડિયા સુધી કરવો પડે છે જેનાથી ખીલ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.
આપણે બધા શિયાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યા થતા તરત જ હળદરવાળા દૂધનું સેવન કરીએ છીએ અથવા તો ઘણા લોકો નિયમિત રીતે હળદરવાળા દૂધનું સેવન કરતા હોય છે તેવામાં જો કોઈને ઘુંટણ નો દુખાવો હોય તો તેવા વ્યક્તિઓએ કાચી હળદરને દૂધમાં ઉકાળીને રાત્રે સુતા પહેલા પીવા છે ઘૂંટણના દર્દમાં રાહત મળે છે.

Haldar Na Fayda in Gujarati

ઘણા લોકો એવા હોય છે જેઓને કાયમી શરદી, ઉધરસ અને કફની સમસ્યા રહેતી હોય છે તેવા વ્યક્તિઓએ દરરોજ એક ગ્લાસ દૂધમાં થોડી હળદર નાખીને પીવાની આદત રાખવી જોઈએ જેનાથી થોડાક જ દિવસમાં કફ દૂર થઈ જશે.
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ માટે પણ હળદર ખૂબ જ ફાયદાકારક છે તેના માટે તમારે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં ત્રણથી ચાર વાર તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા માં રાહત મળે છે.
હળદરમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે તેના માટે એક કપ માં ચણા નો લોટ નાખીને, તેમાં અડધી ચમચી હળદર અને થોડું દહીં નાખીને તેની પેસ્ટ બનાવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાની ત્વચા ચમકદાર બને છે અને ચહેરા ઉપર જો કરચલી હોય તો તે દૂર થઈ જાય છે.
હળદર નો ઉપયોગ તમે વજન ઘટાડવા માટે પણ કરી શકો છો તેના માટે દરરોજ નિયમિત રીતે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર નાખીને તેનું સેવન કરવાથી પેટ ની ચરબી ઓછી થાય છે. – Haldar na fayda Gujarati ma 
ગર્ભવતી સ્ત્રીઓએ ડીલીવરી પછી તેઓને સ્ટ્રેચમાર્ક વધારે રહે છે તેથી એવી સ્ત્રીઓએ હળદર નો ઉપયોગ કરવો જોઈએ તેના માટે નાળિયેરનું તેલ અને હળદર મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક પાસે લગાવવાથી તે દૂર થઈ જાય છે.
જે લોકોને હૃદય ને લગતી સમસ્યા હોય તેવા વ્યક્તિઓ માટે હળદર એ ખૂબ જ ફાયદાકારક છે હળદર શરીરમાં લોહીને જામવા દેતું નથી તેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઈ રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે. – Haldar na fayda 
જો તમારી ત્વચામાં વધારે પડતા તડકાને લીધે બળતરા થતી હોય તો તમારે હળદર મધ અને એલોવેરા ને મિક્સ કરીને તેની પેસ્ટ દરરોજ ચહેરા ઉપર લગાવવાથી થોડાક જ દિવસમાં બળતરા દૂર થઈ જશે અને ત્વચાની ચમક વધશે.

હળદર ના ઘરગથ્થુ ઉપચાર અને ઉપયોગ


Haldar – હળદરનું સેવન કરવાથી તે વાત પિત્ત અને કફ ની સમસ્યા દૂર કરે છે તથા ખનીજો ની ઉણપ પણ દૂર કરે છે કફ દૂર કરવા માટે હળદર એ રામબાણ ઈલાજ છે તેના માટે ગરમ દૂધમાં હળદર અને મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી મેલેરિયા ના રોગમાં ઘણો ફાયદો થાય છે.
જો તમને ઉધરસ ના લીધે ગળામાં અવાજ બેસી ગયો હોય તો તમારે ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી અવાજ ખુલી જાય છે અને કફ હોય તો તે દૂર થઈ જાય છે.
જો તમને પેશાબમાં પરુ આવતું હોય તો તેના માટે આમળાના રસમાં થોડું મધ અને હળદર મિક્સ કરીને પીવાથી તે દૂર થઈ જાય છે. –  Haldar na ghargathu upchar 

ડાયાબિટીસવાળા વ્યક્તિઓએ હળદરના પાવડરને ઘી માં શેકીને તેમાં થોડી સાકર ઉમેરીને લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
હળદરનો પાવડર અને દહીં મિક્સ કરીને ખાવાથી કમળો,
પાંડુરોગ અને લીવર નો રોગ દૂર થાય.
જે લોકોને શરીરમાં કોઢ અથવા સફેદ ડાઘ હોય તેને મટાડવા માટે ગૌમુત્ર માં થોડું હળદરનું નાખીને તેનું સેવન કરવાથી તે દૂર થઈ જાય છે.
હળદરના ગાંઠિયા ને શેકીને તેમાં થોડો એલોવેરા નું જ્યુસ મિક્સ કરીને એક થી બે અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી હરસ અને મસાની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે અથવા તો તેની પેસ્ટને મસા પર લગાવવાથી લોહી નીકળતું હોય તો તે બંધ થઈ જાય છે.

હળદરના ઘરેલુ ઉપચાર | Turmeric Home Remedies in Gujarati 

ઠંડા પાણીમાં હળદર ના ગાંઠિયા ને ઘસીને તેમાં થોડું માખણ મિક્સ કરીને તેનો લેપ તૈયાર કરો, જે બાળકને વળું પડ્યું હોય તેને દિવસમાં એક થી બે વાર પીઠના હાડકા ઉપર બંને કાન પાસે અને ખંભા પાસે તેનાથી માલિશ કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.
જે લોકોને મૂંઢ માં વાગ્યું હોય તેવા વ્યક્તિઓએ હળદર અને કડી ચૂના નું મિશ્રણ મિક્સ કરીને તેને ગરમ કરીને તેનો લેપ વાગ્યું હોય ત્યાં કરવાથી સોજો ઉતરી જાય છે.
જે લોકોને મૂંઠ માં વાગ્યું હોય અને સોજો હોય તેવા વ્યક્તિઓએ હળદર મીઠું અને જુની માટી મિક્સ કરીને પાણીમાં ગરમ કરો ત્યારબાદ તેનો લેપ વાગ્યું હોય ત્યાં કરવાથી સોજો દૂર થઈ જાય છે અને પીડા પણ ઓછી થાય છે.
જે લોકોને આમાશયની ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ હળદરના ચૂર્ણ માં થોડું ભેંસનું દૂધ નાખીને પીવાથી તે દૂર થઈ જાય છે.
જે લોકોને ગંભીર ઘા વાગ્યો હોય તેવા વ્યક્તિઓએ હળદરને બાળીને તેનું ચૂર્ણ કરીને લીંબોળીના તેલમાં મિક્સ કરીને તેનો લેપ જે જગ્યાએ ઘા વાગ્યું હોય ત્યાં કરવાથી જાય છે ઘા રૂઝાઈ જાય છે.
જે લોકોને ઘા ઉપર લોહી નીકળતું હોય તેવા વ્યક્તિઓએ હળદર નો ભૂકો કરીને માથે દબાવીને પાટો બાંધવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.
જે લોકોને વધારે પિત્ત ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ પાંચ થી દસ ગ્રામ હળદરનું પૂર્ણ દિવસમાં બે થી ત્રણ વાર મધ સાથે ચાટવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.
શરીરમાં જે જગ્યાએ ગુમડું થયું હોય ત્યાં હળદર અને લીમડાના પાનને વાટીને તેનો લેપ કરવાથી ગુમડું મટી જાય છે.
જ્યારે શરીરમાં લોહીની ગાંઠ થઈ જાય ત્યારે હળદર ની બેસ્ટ બનાવીને એક કાપડ માં ગરમ કરીને તેનો શેક કરવાથી ફાયદો થાય છે.

હળદર નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | Use of turmeric in home remedies in Gujarati 

જે જગ્યાએ વાગ્યું હોય અને સોજો આવ્યો હોય ત્યાં થોડી હળદર તેમાં થોડો ચુનો અને જરૂર પ્રમાણે મિક્સ કરીને તેને પાણીમાં રાખીને તેનો લેપ બનાવો અને આ લેપ જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં લગાવવાથી સોજો દૂર થાય છે અને બળતરા થતી નથી.
જે લોકોના લોહીમાં અશુદ્ધિ જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ લીમડા અને પરવળ ના પાનનો ઉકાળો બનાવીને તેમાં થોડું હળદર નું ચુર્ણ નાખીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે – Use of turmeric in home remedies in Gujarati 

જે લોકોને શરીરમાં ખંજવાળ આવતી હોય તેવા વ્યક્તિઓએ 1 થી 2 ચમચી હળદર, તેમાં થોડી ખાંડ અને એક ગ્લાસ દૂધમાં ગરમ કરીને તેમાં થોડું ઘી મિક્સ કરીને તેમ સેવન દિવસમાં એક વખત કરવાથી ખંજવાળ ની સમસ્યા દૂર થઈ જાય છે. – Haldar na upay 
જે લોકો ને ચહેરા ઉપર કોઈપણ સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ થોડો હળદરનો પાવડર દૂધમાં ભીંજવી ,ને રાત્રે પલાળી દેવું જ્યારે તે પલળી જાય ત્યારે તે એકદમ મુલાયમ લેપ જેવું બની જાય છે ત્યારે તેને એક બોટલમાં ભરી લેવું જ્યારે રાત્રે સુવો ત્યારે ચહેરા ઉપર તેનાથી માલિશ કરવી અને સૂઈ જવું સવારે ચહેરો નવસેકા પાણીએ ધોવાથી ચહેરાનો નિખાર વધે છે.
હળદર ને પહેલા પાણીમાં વાટી લો અને તેનો લેપ તૈયાર કરો. આ લેપ સુતી વખતે આંખની આસપાસ કરવો સવારે આંખને ઠંડા પાણીએ ધોવાથી જો આંખ લાલ થતી હોય તો તે દૂર થઈ જશે અને આંખની નીચે જોવા મળતા ડાર્ક સર્કલ દૂર થઈ જાય છે.

વિવિધ રોગોમાં હળદરનો ઉપયોગ

સૂકી ઉધરસમાં હળદરનો ઉપયોગ

હળદરના પાવડરમાં થોડું મધ મિક્સ કરીને તેની નાની-નાની ગોળીઓ બનાવીને એને તડકામાં સુકવીને એક બોટલમાં ભરી લો જ્યારે પણ ઉધરસ આવે ત્યારે આ ગોળીઓ ચૂસવાથી ઉધરસ દૂર થઈ જાય છે.
કપુરી પાનમાં હળદરનું ચૂર્ણ નાખીને દિવસમાં ત્રણથી ચાર વાર આ પાન ધીરે ધીરે ચાવીને તેનો રસ ગળામાં ઉતારવાથી ઉધરસ મટી જાય છે અથવા તો તેમાં રાહત મળે છે.
એક ગ્લાસ પાણીમાં થોડા તુલસીના પાન અને પાંચ થી છ ગ્રામ હળદર નું ચૂર્ણ મિક્સ કરીને તેમાં ચા ની ભૂકી નાખીને તેને ઉકાળો ત્યારબાદ ગરણી વડે ગાળી ને તેમાં થોડું મધ નાખીને આ કડવી ચા નું સેવન દિવસમાં બે વખત કરવાથી ઉધરસ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.

જૂની ઉધરસ માં ફાયદાકારક

હળદર ના ચૂર્ણ  ને દિવસમાં ત્રણથી ચાર વાર પાણી સાથે પીવાથી જૂની ઉધરસ દૂર થઈ જાય છે.
જે લોકોને ગળામાં ખોરાક જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ હળદરના ગાંઠિયા ને શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને સવારે અને સાંજે જમ્યા પછી મધ સાથે ચાટવાથી ઉધરસ દૂર થઈ જાય છે. – haldar na upay in Gujarati 

કપુરી પાન તથા આદુ આ બંનેને વાટીને તેનો રસ કાઢવો આ રસમાં થોડી હળદરનો ભૂકો મિક્સ કરીને તેને સવારે અને સાંજે ચાટવાથી ઉધરસ જળમૂળ માંથી દૂર થઈ જાય છે.

ક્ષય રોગમાં ફાયદાકારક | હળદર ખાવાના ફાયદા 

100 ગ્રામ હળદરના પાવડરમાં, 10 થી 20 ગ્રામ વડ નું દૂધ મિક્સ કરીને તેમાં થોડું મધ ઉમેરીને દર્દીને આપવાથી આ રોગમાં અવશ્ય ફાયદો થાય છે. Benefits of turmeric in Gujarati 

પાંસળી ના દુખાવાની સમસ્યા

પહેલા હળદર નો ગરમ પાણીમાં લેપ તૈયાર કરવો ત્યારબાદ જ્યાં પાંસળી માં દુખાવો થતો હોય ત્યાં આ લેપ લગાવવાથી તરત જ ફાયદો થાય છે.
જો પાંસળીના દુખાવામાં પીડા થતી હોય તો હળદર ને આંકડાના દૂધમાં મિક્સ કરીને તેનો લેપ લગાવવાથી રાહત મળે છે.
હળદર નું તેલ પાંસળી ના દુખાવા ઉપર લગાવવાથી અથવા તો માલિશ કરવાથી રાહત મળે છે. – Haldar na fayda 

નસકોરી ફૂટે ત્યારે હળદરનો ઉપયોગ

વાંસના પત્તા અને હળદરના ગાંઠિયા ને બારીક રીતે પીસીને તેમાં થોડું સિંધવ મીઠું નાખીને તેનો ઉકાળો બનાવી લો. આ ઉકાળાનું સેવન થોડા થોડા અંતરે કરવાથી જો લોહીમાં ગરમી હોય તો તે પેશાબ મારફતે અથવા પરસેવા દ્વારા નીકળી જશે અને નાકમાંથી લોહી નીકળતું પણ બંધ થઈ જાય છે.

કાનના રોગ માં ફાયદાકાર

એના માટે લીલી હળદર ની ગાંઠોને પીસીને તેને સરસિયાના તેલમાં ઉકાળો કાચની બોટલમાં ભરીને રાખવું જ્યારે કાનમાં રસી થયા હોય ત્યારે તેને ગરમ કરીને બે થી ત્રણ ટીપા કાનમાં નાખવાથી દુખાવો દૂર થઈ જાય છે અને રસી બળી જાય છે.

ગળા માં કાકડા થયા હોય ત્યારે

તેના માટે હળદરના ચૂર્ણને લીંબોળીના તેલમાં શેકી લો ત્યારબાદ રૂ ના પુમડા વડે ગરમ ગરમ પાવડર વાળુ આ રૂ ગળા પાસે એક કાપડ માં વીંટીને બાંધી લો ગરમીની અસર થવાથી જો કાકડા વધી ગયા હોય તો તે ઓછા થઈ જાય છે આ પ્રયોગ દિવસમાં બે થી ત્રણ વખત કરવાથી કાકડા ની સમસ્યા દૂર થઈ જાય છે.

દાંતના દુખાવામાં હળદર નો ઉપયોગ

તેના માટે હળદર, લવિંગ અને કપુરી ના પાન સરખા પ્રમાણમાં વાટીને એક મોટા ગ્લાસ પાણીમાં તેને ઉકાળો પછી આ નવશેકુ પાણી થાય ત્યારે મોઢામાં ભરી ચારે તરફ ફેરવીને તેના કોગળા કરો સવારે અને સાંજે આ પ્રયોગ કરવાથી દાંતનો દુખાવો દૂર થઈ જાય છે.
હળદરને વાટીને તેને એક કાપડમાં વીંટીને તેની પોટલી બનાવી લો આ પોટલી ને દુખાવા વાળા દાંત ની જગ્યાએ લગાવવાથી તેમાં ફાયદો થાય છે.–  Haldar na gharelu upay in Gujarati 

મોઢા માં ચાંદા પડ્યા હોય ત્યારે | Haldar khavana fayda 

મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે થોડો હળદર નો પાવડર, એક લીટર પાણીમાં ઉકાળીને જ્યારે પાણી નવશેકું રહે ત્યારે આ પાણીના કોગળા કરવાથી ચાંદા અથવા ઝાલા મટી જાય છે આ પ્રયોગ દિવસમાં બે થી ત્રણ વખત કરવો જોઈએ.
હળદર ના ટુકડાને ચૂસવાથી મોઢામાં છાલા અથવા ચાંદા પડ્યા હોય તો તે દૂર થઈ જાય છે.

લીવર નો સોજો દૂર કરે છે – હળદર નો ઉપયોગ 

થોડો હળદર નો પાવડર દહીંમાં મિક્સ કરીને દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી લીવરની ગરમી એક થી બે અઠવાડિયામાં દૂર થઈ જશે અને તેનું નિયમિત રીતે સેવન કરવાથી લીવરમાં સોજો આવ્યો હોય તો તે દૂર થઈ જાય છે.

કમળા ના રોગમાં હળદરનો ફાયદો

તેના માટે હળદરના ચૂર્ણને એક ગ્લાસ છાશમાં નાખીને પીવાથી ઘણો લાભ થાય છે.
જે લોકોને કમળો હોય તેવા વ્યક્તિઓએ આમળા, બહેડા, આંબા હળદર, હળદર, કટુકી આ બધું સરખા પ્રમાણમાં લઈને તેને એક કાચની બોટલમાં ભરી લો આ ચૂર્ણનું સેવન નિયમિત રીતે સાંજે અને સવારે કરવાથી કમળા ના રોગ માં ફાયદો થાય છે.

આંતરડાના રોગમાં ફાયદાકારક

આંતરડાના રોગમાં એક ગ્રામ વાવડીંગનું ચૂર્ણ અને થોડી હળદર બે અઠવાડિયા સુધી લેવાથી આંતરડામાં રહેલા કૃમિ દૂર થઈ જાય છે અથવા તો મળ દ્વારા બહાર નીકળી જશે.
પ્રયોગ કરો ત્યારે તેનું સેવન કરતા પહેલા કોઈ પણ મીઠી વસ્તુ ખાંડ કે ગોળ ખવડાવી જોઈએ ત્યારબાદ પ્રયોગ કરવો જોઈએ જેનાથી બધા કૃમિ એક સાથે મરી જાય છે આ પ્રયોગ એક અઠવાડિયા સુધી નિયમિત કરવાથી આંતરડાની અશુદ્ધિ દૂર થઈ જાય છે અને કબજિયાતમાં રાહત મળે છે.

રહોડી પર હળદરનો પ્રયોગ – હળદર નો ઉપયોગ 

હળદરને બાળીને તેને પાણીમાં નાખીને તેનો જાડો લેપ તૈયાર કરો આલેખ દિવસમાં ત્રણથી ચાર વખત રહોળી ઉપર લગાવવાથી તેમાં કાણું પડી જાય છે અને ધીમે ધીમે તે દૂર થઈ જાય છે. – Haldar no upyog.

ડાયાબિટીસમાં ફાયદાકારક – હળદર ના ફાયદા 

તેના માટે પહેલા મેથી, આમળા, હરડે અને હળદર ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનો પાવડર બનાવી લો. . દરરોજ નિયમિત રીતે સવારે અને સાંજે સાદા પાણીમાં તેનું ચૂર્ણ નાખીને પીવાથી ડાયાબિટીસ શરીરમાં કંટ્રોલમાં રહે છે.

હરસ – મસા અને બવાસીર માં ફાયદાકારક – Haldar

હળદર ને પહેલા ઘી માં શેકીને તેનો લેપ મસા ઉપર લગાવવાથી મસા માં રાહત મળે છે.
હળદરના પાવડરમાં થોર નું ચૂર્ણ મિક્સ કરીને સૂત્ર નો દોરો પલાડી મસા ઉપર ચાર થી પાંચ દિવસે બાંધવાથી આ પ્રયોગ કરવાથી મસો આપોઆપ ખરી જાય છે.
જે વ્યક્તિને મસા માં લોહી પડતું હોય તેવા વ્યક્તિઓએ બકરીના દૂધની છાશ બનાવીને તેમાં થોડું હળદરનું ચૂર્ણ મિક્સ કરીને પીવાથી લોહી પડતું બંધ થઈ જાય છે પરંતુ આ પ્રયોગ બે થી ત્રણ અઠવાડિયા સુધી કરવો પડે છે.

મચકોડાયેલા અંગ ઉપર ફાયદાકારક | Haldar na fayda 

મચકોડ આવવાથી સ્કીમ સાથે જોડાયેલા તંતુઓ તૂટી જાય છે તેના ઉપર માલિશ કરવાથી ઘણી વખત પીડા થતી હોય છે આવા મચકોડ વાળા અંગ ઉપર તમારે હળદરનો પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.
તેના માટે થોડો ઘઉંનો લોટ અને હળદર ના તેલમાં શેકીને તેની પેસ્ટ બનાવીને એક કાપડમાં તેની પોટલી બાંધી લો. ત્યારબાદ એ પોટલી ને અંગ ઉપર 10 થી 20 મિનિટ રાખવાથી તે જગ્યાએ બ્લડ સર્ક્યુલેશન હવામાન છે અને ધીમે ધીમે જાય છે તથા દુખાવામાં પણ રાહત મળે છે.
ઉપર થોડું આંકડાનું દૂધ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે તેમાં આંકડાના મૂળની પાતળી છાલ અને હળદર ને સરસિયાના તેલમાં બરાબર શેકી લો અને તેને આંકડાના પાન ઉપર લેપ કરી ગરમ કરી મચકોડાયેલા અંગ ઉપર બાંધી દો એકાદ કલાકમાં દુખાવો દૂર થઈ જશે અને રાહત મળશે. – Benefits of turmeric in Gujarati 

દાદરમાં હળદર નો ફાયદો

હળદર અને ગેરુ ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડું મધ ઉમેરીને સવારે અને સાંજે ચાટવાથી ત્વચા ઉપર થતા ચાઠા દૂર થઈ જાય છે અને તેના ડાઘ પણ ઓછા થઈ જાય છે.
આ રોગને જળ મૂળમાંથી દૂર કરવા માટે તાજી હળદરને પીસીને તેમાં જરૂર મુજબ થોડું મધ મિક્સ કરીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો સવારે અને સાંજે બે અઠવાડિયા સુધી એક એક ગોળી ચૂસવાથી ફાયદો થાય છે.

દાઝેલા ભાગ ઉપર – હળદર નો ઉપયોગ

જે વ્યક્તિ દાઝી ગયા હોય તેવા વ્યક્તિઓએ તાજા દૂધ માં હળદર અને ઘઉંનો લોટ બરાબર મિક્સ કરીને તેમાં સરસિયાનું તેલ અને તાજી ક્રીમ લઈને લેપ તૈયાર કરવો. આ લેપ થી દાઝેલા ભાગ ઉપર માલિશ કરવાથી ત્યાંના ડાઘ દૂર થઈ જાય છે.

કોઢની સમસ્યામાં ફાયદાકારક

હળદરનું ચૂર્ણ અને તેમાં થોડું મધ મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર ચાટવાથી ઘણો ફાયદો થાય છે.
જો શરીરમાં કોટ દેખાય તો તરત જ હળદર અને સરસિયાનું તેલ સરખા પ્રમાણમાં મિક્સ કરીને ચામડી ઉપર લગાવવાથી તે દૂર થઈ જાય છે.

વારંવાર પેશાબ લાગવાની સમસ્યામાં ફાયદાકારક

તેના માટે હળદર નું ચૂર્ણ પાણી સાથે દિવસમાં બે વાર પીવાથી આ સમસ્યામાં છુટકારો મળી જાય છે.
તેના માટે થોડી હળદર, કાળા તલ અને થોડો ગોળ જોશે. સૌપ્રથમ તલને ધીમા તાપે શેકો, હળદરને ઘી માં શેકવી પછી આ ત્રણેય વસ્તુને સરખા પ્રમાણમાં પીસીને મિક્સ કરી લેવું. આ ચૂર્ણને સવારે અને સાંજે સરખા પ્રમાણમાં લેવાથી વારંવાર પેશાબની સમસ્યા દૂર થઈ જાય છે.
નાના બાળકોને આ ચૂર્ણનું સેવન કરાવવાથી પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દૂર થઈ જાય છે.
જ્યારે પણ તમે આ ચૂર્ણનું સેવન કરો છો ત્યારબાદ એક થી બે કલાક સુધી પાણી પીવું જોઈએ નહીં.

હળદરનું શરબત બનાવવાની રીત

તેના માટે એક કિલો કાચી હળદરને પાણીમાં ઉકાળી જ્યારે તે બરાબર ઉકળી જાય એટલે તેને ઠંડુ કરી ગાળી લો, તેમાં 300 ગ્રામની આસપાસ જેટલું મધ ઉમેરી કોઈપણ વાસણમાં બે અઠવાડિયા સુધી ભરી રાખો બે અઠવાડિયા પછી તેને ગાળી લો. અને જરૂરિયાત મુજબ દાડમ નો રસ, એલચી નાખીને કાચની બોટલમાં ભરી રાખો. આ બની ગયું હળદરનું શરબત. જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી શરીરની ગરમી દૂર થઈ જાય છે અને ગરમીને લીધે નીકળેલી ફોડકીઓ અને અળાઈઓ તે મટી જાય છે.

હળદરનું કોઢનાશક તેલ બનાવવાની રીત

હળદરમાં કોઢ નાશક તેલ આવેલું હોય છે એટલે તેનો ઉપયોગ કરતી વખતે તાજી હળદર જ લેવી જોઈએ.
તેના માટે 60 ગ્રામ હળદરને નાના નાના ટુકડા કરીને પીસી લો, તેમાં સાત લીટર પાણી નાખીને આખી રાત પલાળી રાખો, સવારે તેને ગરમ કરીને ઉકાળો, જ્યારે પાણી એક લીટર વધે તે પછી તેને ગાળી ને તેમાં અડધા કિલોની આસપાસ સરસિયાનું તેલ નાખીને પાછું ધીમા તાપે ઉકાળો જ્યારે પાણી બધું બળી જાય અને ફક્ત તેલ જ વધે ત્યાં સુધી ઉકાળવું અને ત્યારબાદ તેને ઠંડુ કરીને ગાળી લેવું અને એક બોટલમાં ભરી લેવું. શરીરના જે ભાગ ઉપર કોઠ હોય ત્યાં નિયમિત રીતે લગાવવાથી ઘણો ફાયદો થાય છે.

હળદર નો આસવ બનાવવાની રીત

તેના માટે અડધો કિલો હળદરના ચૂર્ણને ચારથી પાંચ લીટર પાણીમાં ઉકાળવું પ્રથમ ઉભરો આવે એટલે તેને નીચે ઉતારી લેવું અને તેમાં એક લીટર ની આસપાસ મધ મિક્સ કરીને એક વાસણમાં રાખીને ઢાંકણું માથે બંધ કરવું અને તેની માથે એક કપડું બાંધીને 15 દિવસ સુધી એમનેમ રાખવું પંદર દિવસ પછી તે વાસણને ખોલવું એટલે તમારો હળદરનો આસવ તૈયાર છે.
આ હરસ અને મસા જેવી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે આ આસવ ને સવારે અને સાંજે પીવાથી તથા મસા ને ધોવાથી તે અવશ્ય મટી જાય છે અને તેમાં રાહત મળે છે.

હળદર થી થતા નુકસાન | હળદર ના નુકસાન  | Disadvantages of turmeric in Gujarati 

આમ તો હળદર થી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી પરંતુ જો તમારી પાસે કોઈપણ વસ્તુની અધુરી જાણકારી હોય તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે.
જે લોકોને પથરી અને લીવરની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ હળદરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે તેનાથી દુખાવામાં વધારો થઈ શકે છે.
જો તમે હળદરનું સેવન વધારે કરો છો તો તેનાથી શરીરમાં આયર્નની ઉણપ થાય છે અને લોહીનું પ્રમાણ ઓછું થાય છે.
વધારે પડતું હળદરનું સેવન કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન ના સ્ત્રાવ માં અસંતુલન ઊભું થાય છે જેને લીધે શુક્રાણુ ની સંખ્યામાં ઘટાડો થાય છે. – Haldar na nukshan 
જે લોકોને કમળાની બીમારી હોય તેવા વ્યક્તિઓએ હળદરના સેવનથી બચવું જોઈએ.

હળદરને સંબંધીત લોકોને મૂંઝવતા પ્રશ્નો


હળદર ની કેટલી જાત અને પ્રકાર જોવા મળે છે ?
હળદરની ત્રણ જાત અને પ્રકાર છે કાળા રંગની હળદર ,પીળા રંગની, અને નારંગી રંગની હળદર.
હળદરમાં કયા કયા વિટામિન આવેલા હોય છે ?
હળદરમાં વિટામિન સી, વિટામિન ઈ, પ્રોટીન અને કેલ્શિયમ તથા ફાઇબર આવેલા હોય છે.
હળદર અને મધ દૂધમાં નાખીને પી શકાય છે ?
હા તેનું સેવન કરી શકાય છે એના માટે અડધા લીટર દૂધમાં બે થી ત્રણ ચમચી મધ અને હળદર નાખીને તેનું સેવન કરવું જોઈએ.
હળદરનું ગરમ પાણી પીવાથી શું ફાયદો થાય છે ?
હળદરનું ગરમ પાણી પીવાથી યાદશક્તિ તેજ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે.
હળદર અને મીઠાનું પાણી પીવાથી શું ફાયદો થાય છે ?
હળદર અને મીઠા વાળું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન ઓછો કરવામાં મદદરૂપ બને છે.

હળદર ની તાસીર કેવી હોય છે ?
હળદર ની તાસીર ગરમ હોય છે.
હળદર ને English | અંગ્રેજીમાં શું કહેવાય છે ?
હળદરને અંગ્રેજીમાં Turmeric કહેવામાં આવે છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી હળદર ના ફાયદા, હળદરના ઘરગથ્થુ ઉપચાર, હળદર નો ઘરેલુ ઉપચાર નો ઉપયોગ, હળદર ના નુકસાન, હળદર નું કોઢનાશક તેલ બનાવવાની રીત, હળદર નો શરબત બનાવવાની રીત, Haldar na fayda in Gujarati, benefits of turmeric in Gujarati,  turmeric home remedies in Gujarati, Haldar no upyog gharelu upchar ma, Haldar no upyog, જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈપણ સલાહ સૂચન અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી જુદી હોય છે તેથી કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Leave a Comment