Benefits of triphala churn :- ત્રિફળા ચૂર્ણ ના ફાયદા અને નુકસાન | ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં | ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત | ત્રિફળા ચૂર્ણ ના ફાયદા | trifla churn na fayda

નમસ્તે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ત્રિફળા ચૂર્ણ અને આયુર્વેદિક માં એક ઔષધી તરીકે ગણવામાં આવે છે આ ચૂર્ણ એ આપણે પેટને લગતી ઘણી સમસ્યાઓ જેવી કે અપચા ની સમસ્યા, પેટ બગડવાની સમસ્યા, તેમ જ આપણું પાચનતંત્ર મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે અને વજન ઓછો કરવાની સમસ્યામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. આજે આપણે જાણીશું ત્રિફળા ચૂર્ણ ના ફાયદા, ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં, ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત, ત્રીફળા બનાવવાની રીત ત્રીફળા ચૂર્ણ ના ફાયદા – trifla churn na fayda,– trifla churn for weight loss in Gujarati, benefits of trifla churn.


ત્રિફળા ચૂર્ણ શું છે | ત્રિફળા શું છે

ત્રિફળા એ સંસ્કૃત શબ્દને મિક્સ કરીને બનાવવામાં આવેલો શબ્દ છે જેમાં ત્રિ એટલે ત્રણ અને ફળા એટલે ફળ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે ત્રિફળા એ કોઈ ફળ નથી. પરંતુ ત્રણ વસ્તુઓ ને મિક્સ કરીને બનાવવામાં આવેલું મિશ્રણ છે જેનો ઉપયોગ ચૂર્ણ ના સ્વરૂપમાં કરવામાં આવે છે આ ત્રણેય વસ્તુઓ નું મિશ્રણ કરીને ત્રીફળા ચૂર્ણ બનાવવામાં આવે છે.
ત્રિફળા ચૂર્ણ એ ત્રણ આયુર્વેદિક ઔષધી માંથી બનાવવામાં આવે છે.
   •  હરડે
   •  બહેડા
   •  આંબળા

બહેડા

બહેડા માં દર્દ નિવારક ગુણો આવેલા હોય છે.
ડાયેરિયા ની સમસ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તે એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર જોવા મળે છે.
હૈર ટોનિક ની સમસ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

હરડે – ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત

સંસ્કૃતની ભાષામાં તેને હરીતકી ના નામથી ઓળખવામાં આવે છે. આ ફળ એ અખરોટ જેવું હોય છે જેનો ઉપયોગ પાક્યા બાદ કરવામાં આવે છે.
પેટ ને લગતી તમામ સમસ્યાઓમાં હરડે નો ઉપયોગ કરવામાં આવે છે.
આંખને લગતી સમસ્યામાં અને તેના દુખાવામાં હરડે નો ઉપયોગ થાય છે.
દાંત ને લગતા રોગો અને દાંતના દુખાવામાં તેનો વપરાશ કરવામાં આવે છે.
મેટાબોલિઝમ મજબૂત કરે છે.
લીવર ને મજબૂત બનાવવામાં હરડે નો ઉપયોગ કરવામાં આવે છે.

આંબળા – ત્રિફળા બનાવવાની રીત

આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી ની માત્રા આવેલી હોય છે .અને એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે‌. સંસ્કૃતમાં તેને અમૃત ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમાં વિટામીન સી ની માત્રા આવેલી હોવાથી તેની એનીમિયા ના‌ દુખાવામાં રાહત આપે છે.
શરીરને ડીટોક્સિફાઇ કરવામાં મદદરૂપ બને છે.
આમળા એ ઠંડી તાસીર નું ફળ છે જે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ બને છે.
ઝાડા ની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે.
ફેફસા, હૃદય અને લીવરની સમસ્યામાં પણ ગુણકારી છે.
સ્કીન માટે આમળાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે આ ત્રણેય વસ્તુઓના ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં થતો હોય તો તેના ચૂર્ણ નો ઉપયોગ કેટલી બીમારીમાં થતો હશે તો ચાલો મિત્રો આપણે જાણીએ.

ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત | ત્રિફળા બનાવવાની રીત | triphala churn banavani rit

ત્રિફળા બનાવવા માટે જરૂરી એવી સામગ્રીઓ નીચે મુજબ છે.
 •  બહેડા :- 20 ગ્રામ 
 •  હરડ :- 40 ગ્રામ 
 •  આંબળા :- 80 ગ્રામ
ત્રિફળા ચૂર્ણ બનાવવા માટેની ત્રણેય સામગ્રીઓને એક દિવસ તડકે સૂકવો, પછી તેને મિક્સરમાં પીસી લો. અને ગરણી ની મદદથી ચાળી લો. ચાળયા બાદ ફરી તેને એકવાર મિક્સરમાં પીસો અને ઠંડુ થઈ જાય એટલે એક બરણીમાં ભરી લો. આ તૈયાર છે તમારું – ત્રિફળા ચૂર્ણ

ત્રિફળા ના ફાયદા | ત્રિફળા ચૂર્ણ ના ફાયદા |ત્રિફળા ચૂર્ણ ના ફાયદા અને નુકસાન | trifla churn na fayda

આંખને લગતી સમસ્યામાં – triphala churna

જો આંખમાં દુખાવો થતો હોય, આંખ લાલ થઈ જતી હોય, અથવા તો આંખમાં સોજો આવતો હોય તો આ સમસ્યા માટે 10 ગ્રામ ચૂર્ણ ને ઘી અને સાકર સાથે મિક્સ કરીને ચાટવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. – triphala churna benefits in Gujarati 

મોતિયા ની સમસ્યામાં – triphala churna benefits 

આ સમસ્યા માટે ત્રિફળા ચૂર્ણ અને યષ્ટિમૂળ નું ચૂર્ણ 6g લઈ મધ અથવા ઘી સાથે દિવસમાં બે વખત તેનું સેવન કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.

હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામાં – triphala churna uses 

હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામાં અડધી ચમચી ત્રિફળા ચૂર્ણને ગરમ પાણી સાથે રાત્રે લેવાથી અવશ્ય ફાયદો થાય છે.
10 ગ્રામ ત્રિફળા ચૂર્ણને રાતે પાણીમાં પલાળી દો. સવારે આ મિશ્રણ ને ગાળીને તેમાં થોડી સાકર અથવા ખાંડ નાખીને પીવાથી અદભુત ફાયદો થાય છે.

કમળાના રોગમાં ત્રિફળા – triphala churna benefits in Gujarati 

40 મિલી ત્રિફળાના ઉકાળામાં 5 ગ્રામ મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.
ત્રિફળા નો રસ અને તેમાં તેટલી જ માત્રામાં શેરડી નો રસ મિક્સ કરીને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવાથી કમળો દૂર થઈ જાય છે.
એક ચમચી ત્રિફળા ચૂર્ણ, એક ચમચી ગળા વેલ નો રસ અને અડધી ચમચી લીમડા નો રસ મિક્સ કરી લો. હવે તેમાં થોડું મધ નાખીને ચાટવાથી તરત જ રાહત મળે છે આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરવો પડે છે.

ટાઇફોઇડ ના તાવમાં – triphala na fayda for tyfoid tav ma

ત્રિફળા ચૂર્ણ નો ઉકાળો 10 મિલી પીવાથી ટાઈફોઈડના તાવમાં ફાયદો થાય છે.
અથવા ત્રીફળા ચૂર્ણ ના રસમાં ગળા વેલ નો રસ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે. – trifla churn na fayda 

મેલેરિયા ના તાવમાં ફાયદાકારક – ત્રિફળા ચૂર્ણ | ત્રિફળા | triphala 

મેલેરિયા ના તાવમાં ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ત્રિફળા ચૂર્ણ અને પીપળી મૂળ નું ચૂર્ણ આ બંનેને સરખા પ્રમાણમાં લઇને મિક્સ કરીને તેમાં થોડું મધ નાખીને તેનું સેવન કરવાથી મેલેરિયા નો તાવ તરત જ દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.

કબજીયાત ની સમસ્યામાં – ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | triphala na fayda kabajiyat ma

કબજિયાતની સમસ્યા દૂર કરવામાં ત્રિફળા ચૂર્ણ એ રામબાણ ઈલાજ છે. વર્ષોથી કબજિયાતની ઘરગથ્થુ દવા તરીકે ત્રિફળા નો ઉપયોગ કરવામાં આવે છે ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી કબજિયાત તરત જ દૂર થઈ જાય છે.
જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા થતી હોય તો રાત્રે સુતા પહેલા ત્રિફળા ચૂર્ણોમાં થોડું મધ મિક્સ કરીને ચાટો અથવા તેને ગરમ દૂધ સાથે પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે. પરંતુ આ પ્રયોગ સતત થોડા દિવસો સુધી કરવો પડે છે.

પેટ ના દુખાવાની સમસ્યામાં – ત્રિફળા ચૂર્ણ ના ફાયદા | triphala na fayda pet na dukhava ma

ઘણા વ્યક્તિઓને વારંવાર પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય છે અથવા તો પેટમાં ચૂક આવતી હોય છે તે સમસ્યામાં તમે ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરી શકો છો આ સમસ્યા માટે ત્રણ ગ્રામ ત્રિફળા ચૂર્ણમાં ત્રણ ગ્રામ સાકર મિક્સ કરીને ગરમ પાણી સાથે પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને ચૂંક આવતી નથી.
જે વ્યક્તિઓને પેટમાં ગેસની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ રાઇ અને ત્રિફળા ને સરખા પ્રમાણમાં લઇ અને પીસી લો, હવે તેમાંથી થોડીક માત્રામાં આ મિશ્રણ ને ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. – triphala churn na fayda in Gujarati 

વજન વધારવામાં – ત્રિફળા ચૂર્ણ |triphala churn no Upyog weight gain 

વજન વધારવા માટે તમે ત્રીફળા નો ઉપયોગ કરી શકો છો તેના માટે અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ ને લગભગ, ૧૦૦ ગ્રામ પાણીમાં રાત્રે પલાળી દો, સવારે આ પાણીને ઉકાળવા મૂકો, જ્યારે પાણી અડધું વધે ત્યારે તેને ગાળી લો અને તેમાં એક ચમચી મધ નાખીને નવશેકું પાણી પીવાથી – તે વજન વધારવામાં ફાયદાકારક સાબિત થાય છે પરંતુ આ પ્રયોગ સતત ઘણા દિવસો સુધી તમારે કરવો પડે છે.

વજન ઘટાડવામાં ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ | જાડાપણું દૂર કરવામાં | trifala churn for weight loss in Gujarati

આપણે જાણીએ છીએ કે આજના જમાનામાં આપણે જીવનશૈલી ને લીધે જાડાપણું વધવા લાગ્યું છે જેને લીધે ઘણા લોકો પરેશાન હોય છે તેવા વ્યક્તિઓએ ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવો જોઈએ. જેમાં 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણનું સેવન મધ સાથે દિવસમાં બે વખત કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.
એક ગ્લાસ પાણી માં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરીને તેમાં ઈચ્છા મુજબ સાકર મિક્સ કરીને તેનું સેવન કરવાથી તે વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. આ પાણી નું સેવન તમારે દરરોજ નિયમિત રીતે કરવું પડે છે.
ત્રિફળા ચૂર્ણ અને ગળા વેલ નું ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈ તેમાં થોડું મધ નાખીને ચાટવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.
ગળા વેલ અને ત્રિફળા ચૂર્ણ  નો ઉકાળો બનાવીને પીવાથી પણ તે વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. – benefits of triphala churn in Gujarati 

વજન ઓછું કરવામાં – ત્રિફળા ચૂર્ણ ના ઔષધીય ગુણો | trifala churn na fayda for weight loss tips 

ઘણા સમય પહેલા નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ત્રિફળા ચૂર્ણ એ ખૂબ જ ઝડપી છે. અને જો તમે નિયમિત દરરોજ તેનું સેવન કરો છો તો તે વજન અને સ્થૂળતા બંને ઓછું કરવામાં ફાયદાકારક સાબિત થાય છે અને તેને લીધે શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન પણ થતું નથી.

ત્રિફળા ચૂર્ણ ના અન્ય ઉપયોગો |ત્રિફળા ચૂર્ણ ના ઉપયોગો | ત્રિફળા ના ઉપયોગો | other benefits of triphala churna 

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવા માટે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.
શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી ગયું હોય તો તેને દૂર કરવામાં ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવામાં આવે છે.
શરીરમાં બેકટેરિયલ ના સંક્રમણ અને વાયરલ ઇન્ફેક્શન ને દૂર કરવામાં અને રોકવામાં ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેની અંદર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો આવેલા હોય છે. જે શરીરમાં જીવાણુઓને રોકવામાં અને તેનાથી શરીરને રક્ષણ કરવામાં મદદરૂપ બને છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ પણ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું જોઈએ તેનાથી ફાયદો થાય છે અને નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝ નું પ્રમાણ ઓછું કરે છે.
ત્રિફળા ચૂર્ણ ની અંદર એન્ટિબાયોટિક અને હાઇપર ગ્લાયસેમિક ગુણો આવેલા હોય છે જે ટાઈપ ટુ ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે.
ત્રિફળા ચૂર્ણ ની અંદર બ્લડ સર્ક્યુલેશન સારું કરવાનો ગુણ આવેલો હોય છે જે શરીરમાં બધા અંગોમાં લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે અને ઓક્સિજનની માત્રા બધા અંગોમાં મળી રહે તેવું કાર્ય કરે છે.
આપણે જાણીએ છીએ કે થોડા સમયે શરીરને ડીટોક્સિફાઇ કરવું જરૂરી હોય છે. જે તમે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરીને કરી શકો છો. ત્રિફળા ચૂર્ણ એ આપણા શરીરમાં જામી ગયેલા ઝેરીલા તત્વો બહાર કાઢવામાં મદદરૂપ બને છે ઘણી વખત આપણા ખરાબ ભોજનને કારણે થયેલી ખરાબ અસરને દૂર કરવામાં ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ હાડકા કમજોર થાય છે તેના માટે તમારે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું જોઈએ તેમાં રહેલા પોષક તત્વો એ આપણા હાડકાને મજબૂત બનાવે છે.
ત્વચા ને લગતી કોઈપણ સમસ્યામાં નિવારણ લાવવા માટે તમે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરી શકો છો. કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જે સ્કીન માટે ફાયદાકારક સાબિત થાય છે.

ત્રિફળા ચૂર્ણનું સેવન આ રીતે કરવું | ત્રિફળા ચૂર્ણ નું સેવન કેવી રીતે કરવું | ત્રિફળા ચૂર્ણ કેવી રીતે લેવું | ત્રિફળા ચૂર્ણ લેવાની રીત

અડધી ચમચી ત્રિફળા પાવડરને 100 મિલી પાણી ની અંદર આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પાણી ને ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ ઠંડુ થાય ત્યારે આ ચૂર્ણ નીચેની સપાટી ઉપર બેસી ગયું હોય ત્યારે તેને ગાળી લો અને પછી આ 5 ગ્રામ ચૂર્ણ એક ચમચી મધ સાથે સવારે ખાલી પેટે લેવાથી અવશ્ય ફાયદો થાય છે.

ત્રિફળા ચૂર્ણ ના નુકસાન | ત્રિફળા ના નુકસાન | disadvantages of triphala churna 

જો તમે ડિપ્રેશન ની સમસ્યાથી પીડાતા હોય અથવા તો તેની કોઈ પણ દવાનું સેવન કરતા હો તો તમારે ત્રિફળા નું સેવન કરવું જોઈએ નહીં. તે આગળ જાતા નુકસાનકારક સાબિત થઈ.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ત્રિફળા નું સેવન કરવું જોઈએ નહીં.
જે લોકો લો સુગર ના દર્દી હોય તેવા દર્દીઓએ ત્રિફળા નું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેમાં એન્ટિબાયોટિક ગુણો આવેલા હોય છે. જે સુગર લેવલ નીચું કરી શકે છે.
ત્રિફળા નું સેવન વધારે કરવું જોઈએ નહીં કારણ કે તેમાં હરડે નું પ્રમાણ આવેલું હોય છે જે ડાયેરિયા કરી શકે છે.

ત્રિફળા ને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો


ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?
ત્રિફળા અને ઇસબગુલ બે ચમચી મિક્સ કરીને નવશેકા પાણી સાથે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.
ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી શું ફાયદો થાય છે ?
ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તથા ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદય રોગ માટે તે ફાયદાકારક સાબિત થાય છે.
ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ વજન ઘટાડવાની સમસ્યા માં કેવી રીતે કરવો ?
એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરીને થોડીવાર ઉકાળવું ઠંડુ થયા બાદ તેનું સેવન કરવું નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી તે વજન ઘટાડવામાં અવશ્ય ફાયદાકારક સાબિત થાય છે.
ત્રિફળા નું સેવન ક્યારે કરવું ફાયદાકારક છે ?
રાત્રે સુતા પહેલા પાંચ ગ્રામ ત્રિફળા ચૂર્ણનું સેવન ગરમ પાણી અથવા દૂધ સાથે કરવાથી તે શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે.

ત્રિફળા ચૂર્ણ ની તાસીર કેવી હોય છે ?
ત્રિફળા ચૂર્ણ ની તાસીર ગરમ હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
શું ત્રિફળા ચૂર્ણ નું સેવન ભૂખ્યા પેટે કરી શકાય છે ?
ત્રિફળા ચૂર્ણ નું સેવન ભૂખ્યા પેટે કરી શકાય છે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી ત્રિફળા ચૂર્ણ ના ફાયદા, ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત, ત્રીફળા ચૂર્ણ ખાવાના ફાયદા, ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં, ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, ત્રિફળા ચૂર્ણ ના ઉપયોગો, ત્રિફળા ચૂર્ણના ઔષધીય ગુણો, triphala churna na fayda in Gujarati, benefits of triphala churn in Gujarati, Health tips for triphala churn in Gujarati, disadvantages of triphala churna in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને કોમેન્ટ માં જણાવો.

Note ( નોંધ)

ઉપર દર્શાવેલી માહિતી એ માત્ર આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞ ની સલાહ લેવી.

Leave a Comment