Benefits of rose water :- ગુલાબજળ ના ફાયદા | ગુલાબજળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | ગુલાબજળ બનાવવાની રીત | ગુલાબજળ ના ઔષધીય ગુણો | ગુલાબજળ ના ઉપયોગો | Gulab jal na fayda

Rose water benefits in Gujarati| gulab jal na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે ગુલાબ જળ વિશે ચર્ચા કરીશું અને તેની માહિતી મેળવીશું જેમાં અમે તમને જણાવીશું ગુલાબજળ ના ફાયદા, ગુલાબજળ ના ઘરેલુ ઉપચાર, ગુલાબજળ ઘરે બનાવવાની રીત, ગુલાબજળ નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં, gulab jal na fayda in Gujarati, gulab jal banavani rit, gulab jal na fayda.

ગુલાબજળ |ગુલાબજળ વિશે માહિતી | gulab jal vishe mahiti 

ગુલાબજળ એ સુગંધિત દ્રવ્યો છે જે સફેદ ગુલાબી અને લાલ રંગથી બનાવવામાં આવે છે અને ઉનાળાની ઋતુમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.
પછી ભલે તેનો ઉપયોગ ધાર્મિક વિધિમાં વાળ માટે કે ત્વચા માટે કરવામાં આવતો હોય ભારતમાં ખાસ કરીને અલગ અલગ અથવા જુદી જુદી રીતે ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાવા પીવાની ચીજવસ્તુમાં પણ ગુલાબજળ નો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ગુલાબજાંબુ, તેની ચાસણીમાં ગુલાબજળ નાખવાથી તેની સુગંધમાં વધારો થાય છે.
ગુલાબજળ નો ઉપયોગ ગુલાબનો શરબત બનાવવામાં. જેમ કે ગુલાબ ની અંદર ખાંડ નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ જ પ્રચલિત છે અને તે સ્વાદિષ્ટ જોવા મળે છે.
આજના આર્ટીકલ માં આપણે ગુલાબજળ ના ફાયદા વાળ માટે, તેનો ઉપયોગ કરવાની વિધિ અને ઘરે બેઠા ગુલાબ જળ બનાવવાની પદ્ધતિ વિશે જાણીશું. – information about gulab jal 

ગુલાબજળ બનાવવાની રીત | ઘરે ગુલાબજળ બનાવવાની રીત | gulab jal banavani rit | make a rose water in Gujarati 

ઘરે ગુલાબ જળ બનાવવા માટે પહેલા બે વાસણ લ્યો એક મોટું અને એક નાનું, વાસણ એવા પસંદ કરો કે મોટા વાસણની અંદર નાનું વાસણ સમાય જાય, હવે મોટા વાસણમાં એક સ્ટેન્ડ રાખીને તેમા ૨ થી ૩ ગ્લાસ પાણી અને ૧૦ થી ૧૫ જેટલા ગુલાબ નાખી દો.
હવે જે સ્ટેન્ડ રાખ્યું હોય તેની માથે એક ખાલી નાનું વાસણ રાખી દો, હવે ગેસ ચાલુ કરીને આ પાણીને 20 મિનિટ સુધી ઉકાળો.
જેવું પાણી ગરમ થવા લાગે તેવું તરત જ નાના વાસણ ઉપર એક ઢાંકણું ઢાંકી દો, તેમાં જે વરાળ સ્વરૂપે પાણી ભેગું થાય તે તમારું ગુલાબજળ હશે.
જ્યારે તમે ઢાંકણ ઢાંકો ત્યારે તેના ઉપર બરફ રાખો એટલે વરાળ ના સ્વરૂપનું ગુલાબજળ વધારે પ્રમાણમાં મળે ત્યારબાદ તેને ગેસ ઉપરથી ઉતારી લો અને ઠંડુ થવા દો.
આ રીતે તમે ઘરે કોઈપણ પ્રકારના રાસાયણિક તત્વો વગર અને કુદરતી ગુલાબજળ તૈયાર કરી શકો છો.
ગુલાબજળ નો ઉપયોગ તમે જુદી જુદી જગ્યાએ કરી શકો છો જેમાંની અમુક પદ્ધતિઓ નીચે પ્રમાણે દર્શાવેલી છે. – gulab jal banavani rit 

ત્વચા માટે ગુલાબજળ નો ઉપયોગ | gulab jal na fayda for skin | rose water benefits for skin 

આપણે જાણીએ છીએ કે ગુલાબજળનો સૌથી વધારે ઉપયોગ જેમાં થતો હોય તો તે આપણી ત્વચા છે ત્વચાના પ્રકાર મુજબ ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે.

કોમળ ત્વચા માટે ગુલાબજળ ના ફાયદા | Gulab jal na fayda skin mate

કોમળ ત્વચા માટે ગુલાબજળ એ રામબાણ પાણી છે.
કારણ કે ગુલાબમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જે ત્વચા અને રક્ષણ આપે છે અને ડલ થઈ ગયેલી ત્વચા નો નિખાર વધારવામાં ગુલાબજળ ઉપયોગી છે.
જો તમને ત્વચા ના કોઈપણ ભાગ ઉપર બળતરા થતી હોય તો તમે તેના માટે ગુલાબજળ નો ઉપયોગ કરી શકો છો આ સમસ્યા માટે ગ્લિસરીન અને ગુલાબજળ ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને ત્વચા ઉપર લગાવવાથી રાહત મળે છે. – rose water benefits for skin

સુકી ત્વચા માં – ગુલાબજળ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં

સુકી ત્વચા માટે ગુલાબજળ ફાયદાકારક સાબિત થાય છે.
ગુલાબજળ ત્વચા ઉપર લગાવવાથી ઠંડક મળે છે સૂકી ત્વચા અને ગુલાબજળ એ હાઇડ્રેટ રાખે છે ગુલાબ માં કુદરતી રીતે જ ખાંડ નો સ્ત્રોત આવેલો હોય છે જે ત્વચા ને સાફ રાખે છે અને ત્વચા ને ચમકદાર બનાવે છે. – rose water na fayda in Gujarati 


તેલીય ત્વચા માટે – ગુલાબજળ ના ઔષધીય ગુણો | gulab jal for skin 

તૈલી ત્વચા માટે ગુલાબજળ એ સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે ગુલાબજળ માં લીંબુ નો રસ મિક્સ કરીને ત્વચા ઉપર લગાવવાથી તૈલીપણું દૂર થઈ જાય છે અને ત્વચાનો ગ્લો વધે છે.

ગુલાબ જળ ત્વચાના ph સ્તરને જાળવી રાખે છે | Use of rose water in home remedies

કોઈપણ પ્રકારની ત્વચા નું પીએચ સ્તર સંતુલનમાં રાખવા માટે ગુલાબજળ એ રામબાણ ઈલાજ છે.
ત્વચા નું પીએચ સ્તર સંતુલનમાં રાખવું જરૂરી છે કારણ કે તેનાથી જ તે હાઇડ્રેટ રહે છે અને તેનાથી જ સ્કીનના બંધ થઈ ગયેલા છીદ્રો ખુલે છે. – Benefits of Rose water in Gujarati 

કરચલીઓ દૂર કરવામાં – gulab jal na fayda face mate 

ચહેરા ઉપર પડેલી કરચલીઓ દૂર કરવામાં ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવે છે ગુલાબની વિશેષતા એ છે કે તે ચહેરા ઉપર કાળા ડાઘા, ડાર્ક સર્કલ અને કરચલીઓ દૂર કરે છે અને ચહેરાને સાફ બનાવે છે.
ગુલાબજળ એ દિવસમાં ૩ થી ૪ વાર લગાવવાથી આ બધી સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવી શકો છો.

ચહેરા ઉપર ખીલની સમસ્યા દૂર કરવામાં – gulab jal na fayda khil mate 

ગુલાબજળ નો ઉપયોગ કરવાથી તમે ચહેરા ઉપરના ડાર્ક સર્કલ અને ખીલ એ દૂર કરી શકો છો.
આ સમસ્યા માટે ગુલાબજળમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી થોડા જ દિવસોમાં ખીલ દૂર થઈ જાય છે અને તેના નિશાન પણ વયા જાય છે.
આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વખત અવશ્ય કરવી જોઈએ. જો તમને લીંબુ માફક ન આવતું હોય તો તમારે ફક્ત ગુલાબજળ નો જ ઉપયોગ કરવો જોઈએ.

ગુલાબજળ ના ફાયદા આંખો માટે | ગુલાબજળ ના ફાયદા આંખોની નીચે ડાર્ક સર્કલ ( કાળા કુંડાળા ) દૂર કરવા માટે

આપણે જાણીએ છીએ કે ઘણા વ્યક્તિઓને આંખોની નીચે કાળા કુંડાળા જોવા મળે છે જેને લીધે તેઓના ચહેરા નો દેખાવ બગડી જાય છે તેના ઉપાય એ છે કે તમારે ગુલાબજળ માં રૂ બોળી ને રૂ ની મદદ થી આંખની આસપાસ આશરે 10 મિનિટ સુધી દરરોજ માલિશ કરવું જોઈએ.
આ પ્રક્રિયા માટે તમારે દરરોજ આ પ્રયોગ કરવો પડે છે ધીમે ધીમે તેમાં ફાયદો થાય છે.

વાળ માટે ગુલાબજળ ના ફાયદા | Gulab jal na fayda vad mate

જેમ પોતાના પ્રકાર માટે ગુલાબજળ નો ઉપયોગ કરવામાં આવે છે. તેમ વાળના કોઈપણ પ્રકાર માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો તેનાથી વાળ ચમકદાર અને લાંબા બને છે.

ગુલાબજળ ના ફાયદા ડ્રાય હૈર માટે – Gulab jal na fayda hair mate

ગુલાબજળ અને ગ્લિસરીન ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને વાળ ના મુડીયા માં લગાવવાથી વાળ હાઈડ્રેટ થાય છે અને વાળ ને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને વાળ મુલાયમ બને છે.

ગુલાબજળ નો ઉપયોગ વાળને મુલાયમ બનાવવા માટે

જ્યારે પણ તમે શેમ્પૂનો ઉપયોગ કરો છો ત્યારબાદ વાળને મુલાયમ રાખવા ખૂબ જ જરૂરી હોય છે કારણ કે શેમ્પુ માં ઘણા બધા રાસાયણિક કેમિકલો આવેલા હોય છે. જે વાળને નુકસાન કરે છે તેના માટે તમારે ગુલાબ ના તેલ નો પણ ઉપયોગ કરવો જોઈએ.
વાળ ધોયા પછી અને સુકાઈ જાય ત્યારે ગુલાબના તેલ માં નાળિયેરના તેલના થોડા ટીપાં મિક્સ કરીને વાળમાં નાખવાથી વાળ એકદમ મુલાયમ બને છે. – Gulab jal na fayda 

વાળનો ગ્રોથ વધારવામાં – ગુલાબજળ ના ઔષધીય ગુણો – gulab jal na fayda for hair 

આજકાલ પ્રદુષણને લીધે બહારનું વાતાવરણ અને ધૂળ માટી ઉડવાને લીધે આપણા વાળ ખૂબ જ ખરાબ થઈ જાય છે આવી પરિસ્થિતિમાં માત્ર શેમ્પુ વડે વાળ ધોવા જ પર્યાપ્ત નથી તેની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે.
તેના માટે બજારમાં વિટામિન ઈ ની કેપ્સ્યુલ ગુલાબજળમાં અને તેલ મિક્સ કરીને વાળમાં લગાવવું તેનાથી વાળ ખરવાની સમસ્યા બંધ થઈ જાય છે અને વાળ એકદમ ઘાટા અને તેનો ગ્રોથ પણ વધે છે.

ડેન્ડ્રફ ને દૂર કરવામાં ગુલાબજળ ના ફાયદા | Gulab jal na fayda dendraf mate

વાળ ના મુડીયા એકદમ નરમ હોય છે જેને કારણે ડેન્ડ્રફની સમસ્યા જોવા મળે છે. ડેન્ડ્રફ વાળને નુકસાન કરે છે જેને લીધે વાળ ખરવાની અને તૂટવાની સમસ્યા જોવા મળે છે.
આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે ગુલાબજળ માં થોડા મેથી ના દાણાને મિક્સ કરીને અમુક કલાકો સુધી પલાળી દો. જ્યારે મેથીના દાણા ફૂલીને મોટા થઈ જાય ત્યારે તેને પીસીને વાળના મુડીયા માં લગાવવું.
આમ કરવાથી ડેન્ડ્રફ માં તરત જ રાહત થાય છે અને વાળ એકદમ મજબૂત બને છે.

કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં – ગુલાબજળ ના ઉપયોગો

ઘણી બધી કોસ્મેટિક વસ્તુઓ બનાવવા માટે ગુલાબજળ નો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ક્રીમ બનાવવામાં ભારતમાં પણ તેનો ઉપયોગ ઘરેલું અને સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં કરવામાં આવે છે.
ગુલાબ નું અત્તર બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. – Gulab jal na upyogo

આયુર્વેદિક ઔષધી તરીકે – ગુલાબજળ

ગુલાબજળ નો ઉપયોગ આપણે આયુર્વેદિક ઔષધી તરીકે સ્વાસ્થ્ય માટે કરીએ છીએ જેમકે મલ્હમ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણે વાગ્યા ઉપર લગાડીએ છીએ ફેસ ઉપર કોઈપણ પ્રકારની એલર્જી હોય અને બળતરા થતી હોય તો તેને દૂર કરવામાં આપણે ગુલાબજળ નો ઉપયોગ કરીએ છીએ.

ધાર્મિક ચીજ વસ્તુઓમાં ગુલાબજળ ના ઉપયોગો

ગુલાબ ના તેલમાંથી અત્તર બનાવવામાં આવે છે આ અત્તર નો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમોમાં કરવામાં આવે છે.
પૂજાની સામગ્રીઓ માં પણ ગુલાબ જોવા મળે છે ભગવાનને ફૂલ ચડાવવા માં પણ ગુલાબ નો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવે છે.
હિન્દુ સિવાય મુસ્લિમ અને ઈસાઈ ધર્મ માં પણ ગુલાબ નું ખૂબ જ મહત્વ જોવા મળે છે.

ગુલાબ જળને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો


ગુલાબજળ ક્યારે લગાવવું ?
ચહેરો ધોઈને જ ગુલાબજળ ચહેરા ઉપર લગાવવું જોઈએ તમે રાત્રે સુતા પહેલા પણ ગુલાબજળ લગાવી શકો છો.
ગુલાબજળ અને હળદર ચહેરા ઉપર લગાવવાથી શું ફાયદો થાય છે ?
ગુલાબજળ અને હળદર મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી કરચલીઓ, ખીલ, ડાર્ક સર્કલ વગેરે જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. તમે ચંદન નો પાવડર અને હળદર મિક્સ કરીને પણ લગાવી શકો છો અને ગરમી ની ઋતુમાં તમે તેનો ફેસપેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.
ગુલાબજળ માં કઈ કઈ વસ્તુઓ મિક્સ કરીને લગાવી શકાય છે ?
ગુલાબજળ અને લીંબુ મિક્સ કરીને લગાવાય છે, ગુલાબજળ અને સંતરા નો પાવડર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે, ગુલાબજળ અને ચંદનનો પાવડર મિક્સ કરીને લગાવી શકાય છે, ગુલાબજળ અને મુલતાની માટી મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.
ગુલાબજળ અને ગ્લિસરીન નો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે ?
ગુલાબજળ અને ગ્લિસરીન ને સરખી માત્રામાં મિક્સ કરીને દરરોજ રાત્રે સુતા પહેલા ચહેરાને ધોઈને લગાવવાથી ખૂબ જ રાહત મળે છે અને ચહેરા માં ફાયદો થાય છે.
ગુલાબજળ અને એલોવેરા જેલ નો ઉપયોગ કઈ રીતે કરી શકાય ?
એલોવેરા જેલ અને ગુલાબજળ બંનેને સરખા પ્રમાણમાં મિક્સ કરીને એક નાની ડબ્બીમાં ભરી લો. તમે તેનો ઉપયોગ ઉનાળા ની ઋતુમાં કોલ્ડ ક્રીમ તરીકે કરી શકો છો. હાથ, પગ અને ચહેરા ઉપર લગાવી શકો છો ઉનાળાની ઋતુમાં એલોવેરા જેલ સનબર્ન થી બચાવે છે.
મધ અને ગુલાબજળ નો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?
મધ એ સ્કિનને હાઇડ્રેટ રાખવાનું કાર્ય કરે છે બે ચમચી મધ અને બે ચમચી ગુલાબજળ મિક્સ કરી લો. આ મિશ્રણને ફેસપેક ની જેમ ચહેરા ઉપર લગાવવાથી ફાયદો થાય છે. 10 મિનિટ પછી ચહેરાને પાણી વડે ધોવાથી અદભુત ફાયદો થાય છે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી ગુલાબજળ ના ફાયદા, ગુલાબજળ ના ઉપયોગો, ગુલાબજળ ના ઔષધીય ગુણો, ગુલાબજળ નો ઉપયોગ ત્વચા માટે, ગુલાબજળ ના ફાયદા વાળ માટે, gulab jal na fayda in Gujarati, benefits of rose water in Gujarati, health tips for rose water in Gujarati, Rose water benefits in Gujarati, gulab jal na fayda. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને share કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને comment માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ માત્ર જાણકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની સલાહ અચૂક લો.

Leave a Comment