Benefits of pumpkin :- કોળા ના ફાયદા અને નુકસાન | કોળા નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં | કોળા ના ફાયદા | કોળા ના ઉપયોગો | કોળા ના ઔષધીય ગુણો | Kola na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલમાં આપણે એક એવી શાકભાજી વિશે માહિતી મેળવીશું જેનો ઉપયોગ આપણે વિવિધ સમસ્યાઓમાં ઉપચાર તરીકે કરી શકીએ છીએ તો મિત્રો આજે આપણે આર્ટિકલમાં જાણીશું કોળા ના ફાયદા, કોળું ખાવાના ફાયદા, કોળું ના નુકસાન, કોળા નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, કોળા ના ઔષધીય ગુણો, kolu khavana fayda, benefits of pumpkin in Gujarati, health benefits of pumpkin in Gujarati, kolu na fayda in Gujarati.


કોળું વિશે માહિતી  | pumpkin details in Gujarati

કોળું નાનું અથવા મોટું હોઈ શકે છે અથવા તેનો આકાર ગોળ અને લંબગોળ હોઈ શકે છે પરંતુ તેના બે મુખ્ય પ્રકાર જોવા મળે છે ભૂરા અને લાલ રંગના કોળા.
શાક માટે ઉપયોગમાં લેવાતું કોળું લાલ રંગનું હોય છે લાલ કોળું મીઠું હોવાથી ગુજરાતમાં તેને સાકર કોળું તરીકે પણ જાણીતું છે. સફેદ કે ભૂરું કોળું જેનો ઉપયોગ પાક અને હલવો બનાવવામાં કરવામાં આવે છે.
ઔષધી બનાવવા માટે સફેદ કોળું નો ઉપયોગ કરવામાં આવે છે આ કોળું મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારમાં વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.
કોળું માં વિટામીન એ, વિટામિન ઈ, વિટામીન સી, આયર્ન, તાંબુ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા વિટામિન અને ખનીજ તત્વો આવેલા હોય છે.
તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જેમ કે કેરોટીન, લ્યુટિન અને એક્સથીન.
તો ચાલો મિત્રો આપણે જાણીએ કે તેનો ઘરગથ્થુ ઉપચારમાં ઉપયોગ કેવી રીતના કરવો, સાથે સાથે કોળું નો ઉપયોગ ત્વચા માટે, કોળું નો ઉપયોગ વાળ માટે અને તેના નુકસાન વિશે જાણીએ.

કોળા ના ફાયદા – અનિદ્રા ની સમસ્યામાં | pumpkin na fayda anindra ni samasiya ma

જે લોકોને અનિંદ્રા ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ એક કોળું લઇ તેની ઉપરની છાલ ઉતારીને તેને કાપીને અંદરનો મધ્યભાગ અને બીજ કાઢી નાખો તેના નાના નાના કટકા કરી પાણીમાં અધકચરા બાફીને તે પાણી નીતારી લેવુ.
પછી બાફેલા કટકા ની અંદર તેનાથી બમણી સાકરની ચાસણીમાં નાખવા.
જો તમારી ઈચ્છા હોય તો તેમાં કેસર અને એલચી ના દાણા પણ નાખી શકો છો. આ મુરબ્બો ખાવાથી અનિંદ્રા ની સમસ્યા તથા માથાની ગરમી બંને દૂર થઈ જાય છે.

પીત્ત અને પેશાબની બળતરા માટે – કોળું| કોળા  | kolu na fayda for pit ane pesab ma | benefits of pumpkin in Gujarati 

આ સમસ્યા માટે એક કોળું લઈ તેને ખમણીને તેને ઘી સાથે શેકો. ત્યારબાદ કોળું ના બીજ, કાકડી ના બીજ, દૂધી ના બીજ, તરબૂચ ના બીજ, બદામ અને એલચી આ બધાને સરખા ભાગે લઈ અધકચરા ખાંડી તેને ઘી સાથે શેકેલા કોળા માં નાખી સારી રીતે મિક્સ કરી લો.
બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં થોડી સાકર નાખીને ફરી શેકવા દેવું અને તેનો હલવો બનાવી લો.
આ હલવો વિદ્યાર્થીઓ, વૃદ્ધો, બાળકો વગેરે માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તેની સાથે સાથે બીજી ઘણી સમસ્યાઓ જેવી કે પેશાબની બળતરા વાળા વ્યક્તિઓ, તથા ગરમ પ્રકૃતિ વાળા વ્યક્તિઓ વગેરે વ્યક્તિઓએ આ હલવા નું સેવન સવારે ભૂખ્યા પેટે કરવાથી અદભુત ફાયદો થાય છે. – kola na fayda

તાવ, હેડકી, હૃદય રોગ અને એસિડિટી જેવી વિવિધ સમસ્યાઓમાં – કોળા ના ફાયદા | pumpkin na fayda for tav , hedki , heart attack and acidity ma

કોળાને બાફીને તેના કટકા નો રસ ઘી સાકર બાફેલા કોળા ના કટકા અને અરડૂસી નો રસ આ બધાને મિક્સ કરીને ધીમા તાપે પકાવવું,
ઘાટો થઈ જાય એટલે તેની અંદર આમળા, હરડે, પીપળી મૂળ, તમાલપત્ર, તજ અને એલચી આ બધું મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું,
તૈયાર કરેલા આ ચૂર્ણમાં મરી, ધાણા, સૂંઢ અને મધ નાખીને તેનો પાક તૈયાર કરીને કાચની બરણીમાં ભરીને રાખી દેવો.
આ પાક નું સેવન સવારે ભૂખ્યા પેટે કરવાથી હેડકી, હૃદય રોગ, એસિડિટી, તાવ, કોઢ અને શરદી જેવી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

પાચન શક્તિ અને ચહેરા ઉપર ચમક લાવવામાં – કોળા ના ઉપયોગો | pumpkin na fayda pachansakti ma | pumpkin na fayda for skin

કોળું ને છોલીને તેમાંથી તેના બીજ કાઢીને મધ્યભાગ ને પાણીમાં નાખીને પકાવો પછી તેને ગાળી લેવું ગાળેલું પાણી અને પકવેલા મધ્ય ભાગ નું  પાણી અલગ અલગ રાખવું.
ત્યારબાદ પાકેલા મધ્યભાગ માં ઘી નાખીને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકો, ત્યારબાદ તેમાં કોળું નો અલગ અલગ રાખેલ રસ અને થોડી ખાંડ નાખીને હલવા જેવું તૈયાર કરી લો.
ત્યારબાદ તેમાં સૂંઢ, પીપળી મૂળ, જીરું નો ભૂકો, તમાલપત્ર, ધાણા, એલચી ના દાણા, મરી અને તજનો ભૂકો નાખીને 20 મિનિટ સુધી હલાવવું. બરાબર મિક્સ કરીને ઠંડુ થાય એટલે તેમાં થોડું મધ નાખવું.
આ હલવાને નિયમિત રીતે 90 દિવસ સુધી એક ચમચી સવારે અને સાંજે ખાવાથી અને માથે ગાયનું દૂધ પીવાથી શરીરનું વજન વધે છે, તથા પાચન શક્તિ મજબૂત થાય છે અને ચહેરા પરની ચમકમાં વધારો થાય છે.

કોળા ના  વિવિધ સમસ્યાઓમાં ઘરેલું ઉપચાર | કોળા નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં | pumpkin home remedies in Gujarati

ઉપર દર્શાવેલ હલવા નું સેવન કરવાથી લોહીને લીધે થયેલી ખોટી ગરમી દૂર થાય છે, હૃદય મજબૂત બને છે, અને ફેફસા અને મગજને પણ મજબૂત બનાવે છે, આંતરડાને લગતી સમસ્યા પણ દૂર થઈ જાય છે.
કોળું ના મૂળના ભુકા માં, સૂંઢ નો પાવડર મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર તેનું સેવન કરવાથી અસ્થમા ની સમસ્યામાં ઘણો રાહત થાય છે.
એસીડીટી ની સમસ્યા દૂર કરવા માટે કોળું ના રસમાં થોડી સાકર નાખીને પીવાથી રાહત મળે છે.
બ્રાઉન કોળું સુકવીને તેનું ચૂર્ણ બનાવીને અથવા તેનું શાક કરીને ખાવાથી અથવા તો તમે તેનો પાક બનાવીને તેનું સેવન કરો છો તો તેનાથી કોઢ અને રક્તપિત ની સમસ્યામાં ફાયદો થાય છે.
ભૂરા કોળું નું ઘી માં શાક બનાવીને ખાવાથી અથવા તેનો રસ કાઢીને તેમાં થોડી ખાંડ મિક્સ કરીને સવારે અને સાંજે એક ગ્લાસ પીવાથી મહિલાઓને વધારે માસિક આવતું હોય, શરીરમાં બળતરા રહેતી હોય, લોહીની ઉણપ થઈ ગઈ હોય તેવી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. – pumpkin no Upyog gharelu upchar ma 

જે લોકોને શરીરમાં પથરી હોય તેવા વ્યક્તિઓએ કોળું ના રસ ની અંદર હિંગ અને જવખાર મિક્સ કરીને પીવાથી ઘણો લાભ થાય છે.
પંમ્પકીન નું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે, અને જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ કોળું નો રસ પીવો જોઈએ તેનાથી ઘણો ફાયદો થાય છે. – health benefits of pumpkin in Gujarati 

તૈલીય ત્વચા અને શુષ્ક ત્વચા માટે – કોળું ના ઔષધીય ગુણો | pumpkin Health benefits of skin 

જો તમારી ત્વચા તૈલીય જોવા મળતી હોય તો તમારે એક ચમચી સફરજનના સરકા માં, એક ચમચી પાકું કોળું નો રસ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી.
અને તેનો ફેસ પેક ચહેરા ઉપર લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો, સુકાઈ જાય એટલે નવશેકા પાણીથી ચહેરાને ધોઈ લો અને ત્યાર પછી ઠંડા પાણીથી પણ ચહેરાને સાફ કરો.
તેનાથી જો તમારી ત્વચા શુષ્ક હોય તો તે એકદમ મુલાયમ થઈ જાય છે.
એક ચમચી પાકા કોળા ની પેસ્ટ, એક ચમચી મધ અને તેનાથી ચોથા ભાગનું દૂધ લઈને તેને સારી રીતે મિક્સ કરીને તૈયાર કરો. અને ચહેરા ઉપર 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ નવશેકા પાણી વડે ચહેરાને સાફ કરો તેનાથી અવશ્ય ફાયદો થાય છે.

તે ત્વચા માટે એન્ટી એન્જીંગ નું કાર્ય કરે છે – પંમ્પકીન ના ફાયદા

કોળું ની અંદર એન્ટિઓક્સિડન્ટ તત્વો અને વિટામિન સી નું પ્રમાણ આવેલું હોય છે. અને તેની અંદર બીટા કેરોટીન પણ જોવા મળે છે. જે ત્વચા ને સૂર્ય માંથી આવતા અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ત્વચા નું રક્ષણ પૂરું પાડે છે અને સનબર્ન થી બચાવે છે.
પંમ્પકીન ની અંદર કોલેજન નું પ્રમાણ વધારવાના પોષક તત્વો આવેલા હોય છે. જે આપણા ચહેરા ઉપર કરચલીઓ પડવા દેતા નથી. તેના માટે ઉપર દર્શાવેલ ફેસપેક લગાવવું જરૂરી છે.

ડાર્ક સર્કલ દૂર કરવામાં – કોળું ના ઉપયોગો | pumpkin na fayda dar circle dur karva mate

ચહેરા ઉપર પડેલા કાળા સર્કલ દૂર કરવા માટે કોળું નો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે નીચે દર્શાવેલ ફેસપેક જરૂરથી ટ્રાય કરવો પડે છે.
એક ચમચી કોળું ની પેસ્ટ, એક ચમચી મધ, અને અડધી ચમચી લીંબુનો રસ, તથા એક વિટામિન ઈ કેપ્સુલ. આ બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરીને ચહેરા ઉપર 30 મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ નવસેકા પાણી વડે ચહેરાને ધોઈ લો. તેનાથી ત્વચામાં ખૂબ જ સારી એવી ચમક આવી જાય છે અને ડાર્ક સર્કલ ઝડપથી દૂર થઈ જાય છે આ ફેસપેક નો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવો જોઈએ.

વાળ માટે – કોળા નો ઉપયોગ | pumpkin na fayda for hair

કોળું ની અંદર ઝીંક અને પોટેશિયમ ની માત્રા આવેલી હોય છે અને પોટેશિયમ એ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે શરીરમાં કોલેજન અને ઝીંક નું પ્રમાણ સંતુલનમાં રાખે છે.
જો તમારા વાળ શુષ્ક થઈ ગયા હોય તો તમે કોળું નો ઉપયોગ કન્ડિશનર તરીકે કરી શકો છો.
તેના માટે એક કપ પાકું કોળું, અડધી ચમચી નારિયેળ નું તેલ, અડધી ચમચી મધ અને અડધી ચમચી દહીં લઈ તેનો હેર પેક તૈયાર કરી લો.
આ હેર પેકને વાળમાં લગાવો અને સાવર કેપ પહેરી લો, 15 મિનિટ સુધી તેને રહેવા દો. ત્યારબાદ વાળને સારી રીતે કોઈપણ શેમ્પુ વડે ધોવાથી વાળ મુલાયમ થઈ જાય છે. – pumpkin na fayda 

કોળા ના નુકસાન | કોળું ના નુકસાન | disadvantages of pumpkin in Gujarati 

આપણે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુનો લાભ ઉઠાવવા માટે તેની માત્રા યોગ્ય હોવી જોઈએ જો તમે વધારે માત્રામાં તેનો ઉપયોગ કરો છો તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
જે વ્યક્તિઓને શરીરમાં સુગર નું પ્રમાણ ઓછું હોય તેવા વ્યક્તિઓએ કોળું નું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે કોળું ની અંદર મેથ્લોન નામનું પોષક તત્વો આવેલું હોય છે. જે શરીરમાં સુગર લેવલ ઓછું કરી શકે છે.
કોળું ની અંદર વિટામિન એ ની માત્રા આવેલી હોય છે જો તમે તેનું સેવન વધારે કરો છો તો તેનાથી વિટામિન ની માત્રા શરીરમાં વધી જાય છે અને તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

કોળા ને લઇ લોકોને મૂંઝવતા પ્રશ્નો


કોળા ને  અંગ્રેજીમાં શું કહેવાય છે ? | Kodu in English | kodu vegetable in english| kodu meaning in English
કોળા ને અંગ્રેજીમાં pumpkin કહેવાય છે.
Pumpkin in Gujarati | pumpkin meaning in Gujarati
Pumpkin ને ગુજરાતીમાં કોળા અને કોળું તરીકે ઓળખવામાં આવે છે.
શું કોળું પેટ માટે ફાયદાકારક છે ?
કોળા ની અંદર ફાઇબરનું પ્રમાણ આવેલું હોય છે અને ફાઇબર એ આપણા પાચનતંત્ર માટે ખૂબ જ જરૂરી છે એક પુખ્ત વયના વ્યક્તિને એક દિવસની અંદર 30 થી 35 ગ્રામ ફાઇબરની જરૂર હોય છે તેથી કોળું એ પેટ માટે ફાયદાકારક છે.
કોળું ખાવાના નુકસાન  | side effects of pumpkin | side effects of pumpkin in Gujarati
જો તમે વધારે માત્રામાં કોળા નું સેવન કરો છો તો તેનાથી પેટમાં કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
એક દિવસની અંદર કેટલું કોળું ખાવું જોઈએ ?
એક દિવસની અંદર આશરે 30 ગ્રામ જેટલા કોળા નું સેવન કરવાથી તે આપણા શરીરની અંદર જરૂરી પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ અને બીજા પોષક તત્વોની ઉણપ દૂર કરે છે.

કોળા ની અંદર કયા કયા વિટામિન્સ અને પોષક તત્વો આવેલા હોય છે ?
ઘોડા ની અંદર વિટામીન સી, વિટામિન એ, વિટામીન b2, વિટામીન બી વગેરે જેવા વિટામીન અને કોપર, આયર્ન, મેંગેનીઝ, અને પોટેશિયમ જેવા પોષક તત્વો આવેલા હોય છે.

શું કોળા ના બીજ એ પોટેશિયમ મેળવવા માટેનો સ્ત્રોત છે ?
હા, pumpkin seeds કોળા ના બીજ એ પોટેશિયમ મેળવવા માટેનો સ્ત્રોત છે એક ગ્લાસ કોળા ના બીજ ની અંદર આશરે 588 એમ.જી પોટેશિયમ આવેલું હોય છે અને મધ્યમ કદના કોળાની અંદર આશરે 422 એમ.જી પોટેશિયમ આવેલું હોય છે.

Pumpkin benefits in Gujarati 

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી કોળું ખાવાના ફાયદા, કોળું ના ફાયદા, કોળા ના ઉપયોગો, કોળા ના ઔષધીય ગુણો, કોળા નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં ઘરગથ્થુ ઉપચાર તરીકે, kolu khavana fayda, benefits of pumpkin in Gujarati, Health benefits of kolu in Gujarati, kolu na upyogo, Health benefits of pumpkin in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ સૂચન હોય તો અમને comment  માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Leave a Comment