Benefits of mint :- ફુદીના ના ફાયદા | ફુદીના નો ઉપયોગ | ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | ફુદીના ના તેલ ના ફાયદા | pudina na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટિકલમાં અમે તમને ફુદીના વિશે જણાવીશું જેનો ઉપયોગ આપણે ઘરમાં કરતા હોઈએ છીએ તો ચાલો મિત્રો જાણીએ ફુદીના ના ફાયદા, ફુદીના નો ઉપયોગ, ફુદીના ના નુકસાન, ફુદીના નો ઉપયોગ ઘરેલું  ઉપચારમાં, ફુદીના ના તેલ ના ફાયદા, Fudina na fayda, Pudina Na Fayda in Gujarati, Health benefits of mint in Gujarati, Benefits of Pudina in Gujarati.

ફુદીના વિશે માહિતી | Information about mint

ફુદીનાનો સ્વાદ અલગ જ હોવાથી તે તેના સ્વાદ માટે અને ઔષધી તરીકે જાણીતો છે ચટણી બનાવવા માટે મસાલા સ્વરૂપે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત ફુદીનાનો ઉપયોગ ઘણી ટૂથપેસ્ટ, દંતમંજન, ફેસવોશ વગેરેમાં કરવામાં આવે છે.
આ સિવાય ફુદીનાનો ઉપયોગ ઘણા એવા રોગો અને બીમારી દૂર કરવા માટે ઘરેલુ ઉપચારમાં થાય છે.
જો તમે વિટામિન ની દ્રષ્ટિએ ફુદીના ને જુઓ તો તે બધા રોગોમાંથી બચાવે છે ખાસ કરીને ફુદીના માં વિટામિન એ નું વધારે પ્રમાણ આવેલું હોય છે.
તો ચાલો મિત્રો જાણીએ ફુદીના ની ચટણી ખાવાના ફાયદા, ફુદીના ના નુકસાનો, ફુદીના ના તેલના ફાયદા, ફુદીના ના ઘરગથ્થુ ઉપચાર વિશે.

Pudina Na Fayda in Gujarati | Health tips for mint 

ભારતમાં બધાના ઘરોમાં ફુદીનાનો ઉપયોગ તો થતો જ હોય છે અને સૌથી વધારે તેનો ઉપયોગ પાણીપુરી માં થાય છે. પાણીપુરી નું પાણી ફુદીના વગર અધૂરું લાગે છે ફુદીનો તેમાં સ્વાદ આપે છે અથવા તો ઘણા લોકો લીલી ચટણી બનાવવા માટે તેમાં ફુદીનાનો ઉપયોગ કરતા હોય છે અને ભોજનમાં તેનું સેવન કરતા હોય છે સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
આજકાલ ફુદીના ને લગતી ઘણી પ્રોડક્ટ જોવા મળે છે જેમાં ફેસવોશ, ટૂથપેસ્ટ અને ઠંડા માં મોકટેલ છે તેમાં સ્વાદ આપવાનું કાર્ય કરે છે. – health tips for mint in Gujarati 

આપણા આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ફુદીનો એ ભૂખ વધારવા, તાવ ની સમસ્યામાં, પેટ ની સમસ્યા, કફ અને વાત ની સમસ્યાઓમાં એક જડીબુટ્ટી તરીકે કાર્ય કરે છે.
જે લોકોને વાળ ને લગતી સમસ્યાઓ જેમકે વાળમાં ડ્રાયનેસ અથવા તો વાળ ખરવાની સમસ્યા માં ફુદીનાને વાળમાં લગાવવાથી ઘણો ફાયદો થાય છે. – pudina na fayda 
ઘણા વ્યક્તિઓને વારંવાર પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય છે અને તેને લીધે માથાનો દુખાવો થાય છે તો આ સમસ્યા દૂર કરવા માટે ફુદીના ની ચા નું સેવન કરવું જોઈએ. જે આપણા પાચનતંત્રને નિયમિત કરે છે અને પેટને બરાબર રીતે સાફ કરે છે જેનાથી તમને કબજિયાત જેવી સમસ્યા થતી નથી. – Fudina na fayda in Gujarati 

Health benefits of Pudina in Gujarati | ફુદીના ના ફાયદા

ઘણા વ્યક્તિઓને ગરમીના લીધે મોઢામાં વારંવાર ચાંદા અથવા છાલા પડવાની સમસ્યા થતી હોય છે તેવા વ્યક્તિઓએ ફુદીનાના પાનનો કાળો બનાવીને તેનું સેવન કરવું જોઈએ અથવા તો તેનાથી કોગળા કરવાથી છાલા માં રાહત મળે છે.
આપણે જાણીએ છીએ કે જ્યારે પણ પેટમાં ગડબડ અથવા તો અપચા ની સમસ્યા થાય ત્યારે ફુદીનો, લીંબુ અને આદુ નો રસ સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડી ખાંડ ઉમેરીને કોઈપણ એક વાસણમાં ઉકાળી લો ત્યારબાદ તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. – Health benefits of Pudina in Gujarati 

જે વ્યક્તિઓને એસીડીટી ની સમસ્યા થવાને લીધે ઉલટી થતી હોય તેવા વ્યક્તિઓએ ફુદીના ના પાન નો ઉકાળો બનાવીને થોડી માત્રામાં તેનું સેવન કરવાથી ઉલટી બંધ થઈ જાય છે.
જે લોકોને વારંવાર ઉબકા આવવાની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ ફુદીનાનું સેવન કરવું જોઈએ જેનાથી ઉબકા આવવાનું બંધ થઈ જાય છે.
આપણે જ્યારે બહાર ના જંકફૂડ નું સેવન કરીએ છીએ ત્યારે ઘણી વખત પેટમાં ગડબડ થઈ જાય છે ત્યારે તમારે થોડી માત્રામાં ફુદીનાના રસનું સેવન કરવું જોઈએ જેનાથી તેમાં રાહત મળે છે.
તમે તમારી ઈચ્છા મુજબ ફુદીનાની ચા અથવા ફુદીનાના કાળા નું સેવન કરી શકો છો આજકાલ તો બજારમાં પણ ફુદીનાની ગોળીઓ તૈયાર મળી રહે છે તેનું સેવન પણ કરી શકો છો.

ફુદીના ના ફાયદા | Fudina na fayda| pudina na fayda 

ઝાડા ની સમસ્યામાં ફુદીનો ફાયદાકારક સાબિત થાય છે જ્યારે પણ ઝાડાની સમસ્યા થાય ત્યારે 10 થી 15 મીલી ફુદીના ના જ્યુસ નું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.
શરીરમાં કોઈપણ જગ્યાએ વાગ્યું હોય તો તે જગ્યાએ ફુદીના ની પેસ્ટ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. – pudina na fayda 

ચહેરા ઉપર ખીલને લીધે થયેલા ડાઘ દૂર કરવા માટે ફુદીના નો રસ કાઢીને તેને ડાઘ વાળી જગ્યાએ લગાવવાથી તે નિશાન થોડા સમયમાં દૂર થઈ જાય છે.
ઘણા લોકોને વાતાવરણમાં બદલાવ આવવાને લીધે શરદી, ઉધરસ ની સમસ્યાઓ થતી હોય છે તો તેવા વ્યક્તિઓએ ફુદીના ના પાનનો ઉકાળો બનાવીને તેનું સેવન કરવાથી તેમાં ઘણી રાહત મળે છે.
તાવને લીધે ભૂખ ઓછી લાગે છે ત્યારે તમારે ફુદીના ની ચટણી નું સેવન કરવું જોઈએ જેનાથી ઘણો ફાયદો થાય છે.
શરીરમાં કોઈપણ જગ્યાએ સોજો ઓછો કરવા માટે ફુદીના ના પાનને વિનેગર માં મિક્સ કરીને તેને પીસીને તેનો લેપ કરવાથી સોજો દૂર થઈ જાય છે.
શિયાળામાં શરદી અને કફની સમસ્યા વધારે થતી હોવાથી આ ઋતુમાં ફુદીના ની ચા નું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.

ફુદીના નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં કરવાની રીત | Uses of mint in home remedies 

પહેલા તાજો ફુદીનો લઈ તેમાં ખારેક, મરી, કાળી દ્રાક્ષ, હિંગ, સિંધવ મીઠું અને જીરું આ બધાની ચટણી બનાવીને તેમાં થોડો લીંબુનો રસ નાખીને સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થઈ જાય છે અને પાચન શક્તિમાં ફાયદો થાય છે જેથી તમારું શરીર ફ્રેશ રહે છે.
જે લોકોને ગેસની સમસ્યા વધારે થતી હોય તેવા વ્યક્તિઓએ ફુદીનો, આદુ, મરી અને તુલસી નો ઉકાળો બનાવીને પીવાથી ગેસ દૂર થાય છે અને ભૂખ પણ લાગે છે. – Fudina no Upyog gharelu upchar ma 
ફુદીના ના તાજા જ્યુસ અથવા અર્ક એ શરદી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને ફુદીનો તથા આદુનો રસ મિક્સ કરીને તેનો ઉકાળો પીવાથી તાવ સંપૂર્ણપણે પરસેવા સ્વરૂપે દૂર થઈ જાય છે.
જે લોકોને ન્યુમોનિયા થયો હોય તેવા વ્યક્તિઓએ ફુદીના નો રસ અને મધ મિક્સ કરીને બે થી ત્રણ કલાકે પીવાથી તેમાં અદભુત ફાયદો થાય છે.

ફુદીના ના ફાયદા |  ફુદીના ના ઘરેલુ ઉપચાર | Pudina No Upyog gharelu upchar ma 

જે લોકોને પેટમાં દુખાવો થતો હોય અને આંતરડામાં ખરાબી જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ ફુદીના નો તાજો રસ અને મધ મિક્સ કરીને ચાટવાથી ફાયદો થાય છે જે લોકોને વારંવાર આંતરડાની સમસ્યા થતી હોય તેના માટે ફુદીનો એ રામબાણ ઈલાજ છે.
ફુદીનાના રસમાં થોડો આદુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી ઉદરશૂળ મટે છે.
ઘણા વ્યક્તિઓને નાકમાં નસકોરી ફૂટવા થી લોહી નીકળે છે તેવા વ્યક્તિઓએ ફુદીના ના રસના ટીપા નાકમાં નાખવાથી લોહી બંધ થઈ જાય છે.
ફુદીના નો રસ એ કોલેરા, અતિસાર, ઉલટી, ઉધરસ વગેરે જેવી ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે અને તે પેટમાં રહેલા કૃમિઓ ને દૂર કરે છે. – mint health benefits in Gujarati 

શરીર ઉપર જો દાદર થયા હોય તો ફુદીના ને વાટીને તેની પેસ્ટ લગાવવાથી તેમાં બળતરા ઓછી થાય છે.

ખીલ ની સમસ્યામાં – ફુદીના ના રસના ફાયદા | khil ma Fudina no Upyog 

જે લોકો ખીલની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ફુદીના ના રસ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ખીલ માં ફાયદો થાય છે.
તેના માટે પહેલા તાજા ફુદીના નો રસ ને ચહેરા ઉપર થોડી વાર મસાજ કરવું અને ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી રાખી દેવું અને ઠંડા પાણીએ મોઢા ને ધોવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે પરંતુ આ પ્રયોગ નિયમિત રીતે કરવો પડે છે. – ફુદીના ના રસ ના ફાયદા

અસ્થમા ના રોગમાં ફુદીનાનો ઉપયોગ | asthama ma Fudina no Upyog 

જે લોકોને અસ્થમા ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ માટે ફુદીનો એ ખૂબ જ લાભદાયક છે તેના માટે દર્દીઓએ દરરોજ એક કપ ફુદીનાની ચા નું સેવન કરવું જોઈએ.
અસ્થમા ના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે ત્યારે ફુદીના ના તેલમાં નાળિયેરનું તેલ મિક્સ કરીને નાક છાતી અને ગળા પાસે લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે તથા આ જ પ્રક્રિયા સાઇનસ ના દર્દી પણ કરી શકે છે.

ફુદીના ના ફાયદા | ફુદીના ના રસના ફાયદા | fudina na fayda 

જે લોકોને લીવર સંબંધીત કોઈપણ સમસ્યા હોય તેવા વ્યક્તિઓ માટે ફુદીનો એ ફાયદાકારક છે.
ફુદીના ના અર્ક નું સેવન કરવાથી લોહી શરીરમાં જામ થતું નથી જો તમે ઉનાળામાં બપોરે બહારના તડકા માંથી આવો છો તો તરત જ ફુદીના ને પીસીને તેમાં પાણી મિક્સ કરીને તેનું સેવન કરવાથી શરીરમાં ઠંડક મળે છે અને સ્વાસ્થ્ય અને ઘણા ફાયદા થાય છે. – Fudina na fayda 

જે લોકોને આંખની નીચે કાળા કુંડાળા અથવા તો ડાર્ક સર્કલ જોવા મળતા હોય તેવા વ્યક્તિઓએ ફુદીના ને પીસીને તેની પેસ્ટ ને આંખની આસપાસ 15 મિનિટ સુધી લગાવવાથી ડાર્ક સર્કલ ધીમે ધીમે દૂર થઈ જાય છે પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે ફુદીનો આંખમાં ન જાય.
ગરમીને લીધે ઘણા વ્યક્તિઓને નાકમાંથી લોહી નીકળે છે એટલે કે નસકોરી ફૂટે છે તેવા વ્યક્તિઓએ ફુદીના ના રસના બે થી ત્રણ ટીપા નાક માં નાખવાથી લોહી નીકળતું નથી.
જે સ્ત્રીઓને માસિક સરખી રીતના આવતું નથી તેવી સ્ત્રીઓએ ફુદીના ના સૂકવેલા પાંદડા ની ચા નું સેવન કરવાથી અનિયમિત રીતે આવતું માસિક નિયમિત થઈ જાય છે.

મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં – ફુદીના ના ફાયદા

ઘણા વ્યક્તિઓને પેટમાં કબજિયાત થવાથી મોઢામાંથી દુર્ગંધ આવે છે તેવા વ્યક્તિઓએ ફુદીના ની ચટણીમાં પાણી નાખીને તેને ઉકાળો, જ્યાં સુધી ઉભરો ન આવે ત્યાં સુધી ઉકાળવું, ત્યારબાદ જ્યારે પાણી નવશેકું થાય ત્યારે તેને ગાળી લો. હવે આ પાણી નો કોગળો મોઢામાં બે થી ત્રણ મિનિટ સુધી ભરી રાખી થૂકી નાખો આમ કરવાથી મોઢામાં આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે. – pudina na fayda in Gujarati 

ખરતા વાળની સમસ્યામાં – ફુદીનો | Mint

ફુદીના માં રહેલા પોષક તત્વો એ ખરતા વાળની સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અથવા તો જે વ્યક્તિઓ ને માથાના વાળ માં ખોળા ની સમસ્યા હોય તેને દૂર કરવામાં પણ ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. – Health benefits of mint in Gujarati 

કાન ના રોગમાં – ફુદીના નો ઉપયોગ

કાન ને લગતી ઘણી સમસ્યાઓ જેવી કે કાનમાંથી અવાજ આવવો, કાનમાં દુખાવો થવો, અથવા કાનમાં રસી થયા હોય વગેરે જેવી સમસ્યાઓમાં ફુદીનો ફાયદાકારક સાબિત થાય છે જે લોકોને કાનમાં પાણી ગયું હોય અને તેને લીધે જો કાનમાં દુખાવો થતો હોય તો ફુદીનાનો રસ કાઢીને તેના એક થી બે ટીપા કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.

મોઢાના ચાંદામાં – ફુદીના નો ઉપયોગ

જે લોકોને મોઢામાં ચાંદા અથવા છાલા પડી ગયા હોય ત્યારે ફુદીના ના પાનનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી છાલા માં રાહત મળે છે.

દાંતના દુખાવામાં ફુદીના નો ઉપયોગ

જે લોકોને દાંતનો દુખાવો થતો હોય અથવા તો પેઢામાં લોહી નીકળતું હોય તેવા વ્યક્તિઓએ ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ. જેમાં ફુદીના ના પાનને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને તેનો ઉપયોગ દંતમંજન તરીકે દાંત ના કરવાથી દુખાવામાં ઘણો ફાયદો થાય છે.

શ્વાસનળી નો સોજો દૂર કરવામાં – ફુદીના નો ઉપયોગ

ઘણા વ્યક્તિઓને શિયાળાની ઋતુમાં શ્વાસનળીમાં સોજો આવી જતો હોય છે અથવા તો અવાજ બેસી જાય છે, અને ગળું ફૂલી જાય છે આ સમસ્યા દૂર કરવા માટે ફુદીનો ફાયદાકારક સાબિત થાય છે ફુદીના ના પાનનો ઉકાળો બનાવીને 10 થી 20 મીલી જેટલો તે ઉકાળો પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

પેટમાં અપચા ની સમસ્યા દૂર કરવામાં – Fudina no Upyog 

વધારે મસાલેદાર ભોજન ગ્રહણ કરવાથી અથવા તો ભરપૂર ખોરાક લેવાથી ઘણી વખત પેટ ખરાબ થઈ જાય છે જેને લીધે અપચો, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ થાય છે આ સમસ્યા માટે આદુ, ફુદીનો અને લીંબુનો શરબત બનાવીને તેનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.

વારંવાર થતી ઉલટી બંધ કરવામાં – mint benefits 

ઘણા વ્યક્તિઓને વધારે મસાલા વાળો ખોરાક લેવાથી એસીડીટી ની સમસ્યા થતી હોય છે જેને લીધે ઉલટી થાય છે અથવા તો કોઈપણ સાઇડ ઇફેક્ટ ને લીધે પણ ઉલટી થતી હોય છે તેવા વ્યક્તિઓએ ફુદીના ના ઉકાળા નું સેવન કરવું જોઈએ. જેમાં ફુદીનાના સુકવેલા પાંદડા નો ઉકાળો બનાવવો અને 10 થી 15 મિનિટ ની માત્રામાં તેનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

પેશાબ સંબંધિત સમસ્યાઓમાં – ફુદીના ના રસ ના ફાયદા

ઘણા વ્યક્તિઓને પેશાબ કરવામાં બળતરા થતી હોય છે અથવા તો દુખાવો થતો હોય છે ત્યારે તેવા વ્યક્તિઓએ ફુદીના ના જ્યુસ નું સેવન કરવું જોઈએ. જેમાં ફુદીના ના પાંદડા નો રસ માં થોડા કાળા મરી નાખીને પીસી લો. પછી તેમાં સાકર નાખીને તેનું સેવન કરવાથી પેશાબમાં રાહત મળે છે.

ત્વચા ને સંબંધિત રોગોમાં – ફુદીના નો ઉપયોગ

ત્વચા ને સંબંધિત ઘણી એવી સમસ્યાઓમાં ફુદીનો ફાયદાકારક સાબિત થાય છે ચહેરા ઉપર થયેલા ખીલના ડાઘ દૂર કરવામાં તમે ફુદીના નો ઉપયોગ કરી શકો છો. જેના માટે ફુદીના ને પીસીને તેની પેસ્ટને ડાઘ વાળી જગ્યાએ લગાવી જોઈએ અને ત્યારબાદ ચહેરા અને ઠંડા પાણીએ ધોવાથી અને આ પ્રયોગ નિયમિત રીતે ચારથી પાંચ અઠવાડિયા સુધી કરવાથી ઘણો ફાયદો થાય છે.

ફુદીનાના અન્ય નાના ઘરગથ્થુ ઉપચારો  | ફુદીના ના ઘરેલુ ઉપાય

જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેવા વ્યક્તિઓએ ફુદીનાના રસમાં અડધી ચમચી લીંબુનો રસ અને મધ નાખીને ચાટવાથી પેટમાં રહેલા કૃમિ દૂર થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે.
જે લોકોને અવારનવાર માથાનો દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓએ ફુદીનાના પાંદડાને પીસીને તેનો લેપ કપાળ ઉપર કરવાથી દુખાવામાં રાહત મળે છે.
નવસેકા ગરમ પાણીમાં ફુદીનાના પાંદડા અને થોડું મીઠું નાખીને તેના વડે કોગળા કરવાથી ગળામાં રહેલી ખરાશ દૂર થાય છે અને ગળામાં ઘસારો થતો નથી.
જે લોકોને પેટમાં દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓએ ફુદીનાના પાંદડા નું ચૂર્ણ લઈ તેમાં થોડી સાકર નાખીને ખાવાથી દુખાવો દૂર થઈ જાય છે.
પેટમાં થતી ગેસની સમસ્યા દૂર કરવામાં આદુ, તુલસી, ફુદીનો અને કાળા મરીનો ઉકાળો બનાવીને પીવાથી ગેસ છૂટો પડી જાય છે.
ફુદીનાના પાન અને તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી તાવ દૂર થઈ જાય છે.
મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે ફુદીના ના પાનનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી દુર્ગંધ દૂર થઈ જાય છે.
ફુદીના માં રહેલા એન્ટિસેપ્ટિક પોષક તત્વોને લીધે તે ચહેરા ઉપરની ઓઇલી સ્કીન દૂર કરે છે અને ચહેરાને એકદમ ચમકદાર બનાવે છે.
જે લોકોને પેટમાં ગુડ ગુડ થતું હોય તેવા વ્યક્તિઓએ ફુદીના ના પાંદડામાં સિંધવ મીઠું, હિંગ, કાળા મરી અને જીરું નાખીને તેની ચટણી બનાવીને ખાવાથી અવાજ દૂર થાય છે અને પાચન શક્તિમાં પણ સુધારો થાય છે. – pudina na gharelu upay 

જે લોકોને હેડકી આવતી હોય તે બંધ કરવા માટે ફુદીનાનું પાણી પીવું જોઈએ.
જે લોકોને શરીરમાં કોઈ પણ જગ્યાએ દાદર થયા હોય અથવા તો ખંજવાળ આવતી હોય તે જગ્યાએ ફુદીનાના પાંદડાને પીસીને તેની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે.

ફુદીના ના તેલ ના ફાયદા | Benefits of Peppermint Oil

ફુદીના ના તેલને નાળિયેરના તેલ અથવા ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને વાળ ઉપર મસાજ કરો, એક કલાક સુધી કેવી રીતના રાખો અને ત્યારબાદ શેમ્પુ વડે ધોઈ લો,
અઠવાડિયામાં એક થી બે વાર આ પ્રયોગ કરવાથી વાળ નો ગ્રોથ વધે છે તથા ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ એકદમ ચમકદાર અને લાંબા બને છે.
તમે બદામના તેલ અથવા ઓલિવ ઓઈલ માં ફુદીનાનું તેલ મિક્સ કરીને માલિશ કરો છો તો તેનાથી પણ ફાયદો થાય છે.

ફુદીના ની ચટણી ના ફાયદા

જો તમે ફુદીનાની ચટણી નું સેવન કરો છો તો તે તમારા મગજ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે યાદ શક્તિ માં વધારો કરે છે.
બે થી ત્રણ ચમચી ફુદીનાની ચટણીમાં તમારા સ્વાદ પ્રમાણે ગોળ અને હિંગ નાખીને તેનો ઉકાળો બનાવીને સેવન કરવું જોઈએ.

ફુદીના ની ચા બનાવવાની રીત

ફુદીનાની ચા બનાવવા માટે પહેલા બે થી ત્રણ કપ પાણી લઈ તેની અંદર 8 થી 12 ફૂદીનાના પાંદડા નાખો અને પાણી જ્યારે એક કપ જેટલું રહે ત્યાં સુધી તેને ઉકાળો અને ત્યારબાદ ગાળી ને તેનું સેવન કરવું જોઈએ.

ફુદીના નું સેવન કરવાના નુકસાન |  ફુદીના ના નુકસાન | Damage of mint

આમ તો જો કે ફુદીનાનું સેવન કરવાથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી પરંતુ જો તમે જરૂર કરતા વધારે તેનું સેવન કરો છો તો તે નુકસાન કરી શકે છે.
જો કોઈપણ વ્યક્તિ ફુદીનાનું સેવન વધારે પ્રમાણમાં કરે છે તો તેને લીધે કિડની ની સમસ્યા અને આંતરડાની સમસ્યા થઈ શકે છે. – pudina na Nukshan 

જે લોકોને પથરીની સમસ્યા અથવા પિત્ત ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ફુદીનાનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.

ફુદીનાને લઇ લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નો


ફુદીનાનું સેવન કરવાથી કયા નુકસાન થઈ શકે છે ?
ફુદીનાનું વધારે સેવન કરવાથી કિડની ની સમસ્યા અને આંતરડાની સમસ્યા થઈ શકે છે.
શું શરદી માં ફુદીના ની ચા નું સેવન કરી શકાય છે ?
જો તમે શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસ થી પરેશાન છો તો તમારે ફુદીનાની ચા નું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.
શું ફુદીનાનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યામાં ફાયદો થાય છે ?
જો તમે ફુદીનાનું સેવન કરો છો તો તેનાથી પેટને લગતી સમસ્યામાં ઘણો ફાયદો થાય છે, તમારું પાચનતંત્ર સુધરે છે પેટમાં રહેલા નાના નાના રોગો પણ દૂર થાય છે.

ફુદીના ને અંગ્રેજીમાં | in English | ફુદીનો English meaning ?
ફુદીના ને અંગ્રેજી માં mint તરીકે ઓળખવામાં આવે છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી ફુદીના ના ફાયદા, ફુદીના ના તેલ ના ફાયદા, ફુદીના ના રસ ના ફાયદા, ફુદીના ના નુકસાન, ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, ફુદીના ના ઘરેલુ ઉપાય, pudina na fayda in Gujarati, health tips for mint in Gujarati, Fudina no Upyog gharelu upchar ma, Fudina na fayda, mint health benefits in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Leave a Comment