Benefits of Millets :- બાજરા – બાજરી ના ફાયદા | બાજરો – બાજરી ખાવાના ફાયદા | Bajri na fayda

નમસ્તે મિત્રો શિયાળો આવતા જ બધા લોકોના ઘરમાં બાજરાનો ઉપયોગ વધી જાય છે તો મિત્રો અમે આજે તમને બાજરા વિશે માહિતી આપીશું.

શિયાળાની ઋતુમાં બધા લોકોના ઘરે બાજરા ના રોટલાની રાબ તથા બાજરા ના રોટલા અને તેને લગતી વાનગીઓ બનાવવાનું શરૂ થઈ જાય છે તો ચાલો મિત્રો તેના વિશે જાણીએ બાજરા ના ફાયદા, બાજરી ના ફાયદા, બાજરી ખાવાના ફાયદા,–Bajri khavana fayda, bajra ni mahiti , bajra na fayda in Gujarati, benefits of millet in Gujarati, Bajra na fayda .

આપણા ભારતમાં આપણે જાણીએ છીએ કે જેટલો ઘઉં ના લોટનો ઉપયોગ થાય છે તેટલો જ બાજરા ના લોટનો ઉપયોગ થાય છે એક સમય એવો હતો જ્યારે બાજરા ને ગરીબોનું અનાજ તરીકે કહેવામાં આવતું હતું પણ જેમ જેમ સમય જાતો ગયો તેમ બાજરા નું મહત્વ વધતું ગયું છે અને આજે તે એક તંદુરસ્ત ખોરાક તરીકે ખોરાકમાં તેનો સમાવેશ કરવામાં આવે છે.

બાજરા વિશે માહિતી | બાજરી વિશે માહિતી | Information of millet & Bajra, Bajri

બાજરાનું સેવન બધા લોકો કરી શકે છે પછી તે કોઈપણ વર્ગ ના હોય તેથી આજે અમે તમને તેના વિશે માહિતી આપીશું અને બાજરા થી આપણા સ્વાસ્થ્યને કેવા પ્રકારના ફાયદા થાય છે તેના વિશે પણ જણાવીશું જેમાં ડાયાબિટીસમાં ફાયદાકારક, અસ્થમા ની સમસ્યા રોકવામાં, કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું કરવામાં, કેન્સર જેવા રોગોમાં રક્ષણ કરે છે. સાથે સાથે બાજરો એ  ગ્લુટેન ફ્રી જોવા મળે છે.
બાજરો એ એક પ્રકારનું અનાજ છે જેનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવતો હતો પ્રાચીન સમયમાં અલગ અલગ પ્રકારના અનાજને મિક્સ કરીને જેમ કે મકાઈ, જુવાર, બાજરો તેનું સેવન કરવામાં આવતું હતું જેને કારણે પ્રાચીન સમયના લોકો વર્ષો સુધી ફીટ રહેતા હતા અને તેને કોઈ બીમારી થતી ન હતી. તો ચાલો મિત્રો જાણીએ બાજરો ખાવાથી કયા કયા પ્રકારના ફાયદા થાય છે અથવા બાજરા નો રોટલો ખાવાથી શું ફાયદો થાય છે.
બાજરાની બે જાત જોવા મળે છે જેમાં એક પરદેશી બાજરો અને એક દેશી બાજરો પરંતુ આપણે હંમેશા દેશી બાજરો જ ખાઈએ છીએ પરંતુ તેની ખેતી હવે ઓછી થતી જાય છે એટલે તેની ઉપજ ઓછી જોવા મળે છે જો તમે ઔષધીય અને આયુર્વેદિક ગુણોને લઈને બાજરાને જોવો છો તો દેશી બાજરો શ્રેષ્ઠ છે અને બને ત્યાં સુધી તેનું જ સેવન કરવું જોઈએ.

બાજરા માં કયા કયા પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે.

બાજરા – બાજરી માં રહેલા પોષક તત્વોમાં મેંગેનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ટ્રીપ્ટોફેન, ફાઇબર, વિટામિન્સ માં વિટામીન બી, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, વિટામીન સી, વિટામીન e, વિટામીન કે, ફોલિક એસિડ, વિટામીન બી6, અને એન્ટિઓક્સિડન્ટ જેવા ગુણો અને તત્વો આવેલા હોય છે.

બાજરા ના ફાયદા | બાજરી ના ફાયદા | Benefits of millet in Gujarati | Bajra na fayda in Gujarati 

ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક – બાજરા ના ફાયદા

જે લોકોને ડાયાબિટીસ સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ શરીરમાં સુગર નું પ્રમાણ કંટ્રોલમાં રાખવું જોઈએ અને જો શરીરમાં ઇન્સ્યુલિન નું પ્રમાણ ઓછું થઈ જાય તો તેવા વ્યક્તિઓએ શરીરમાં મેગ્નેશિયમ ની જરૂર હોય છે જો તમે બાજરાના રોટલા નું સેવન કરો છો તો તેનાથી તમને પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ મળી રહે છે અને શરીરમાં ઇન્સ્યુલિન ની ઉણપ દૂર થઈ જાય છે જેનાથી શરીરમાં બ્લડ સુગર નું પ્રમાણ કંટ્રોલમાં રહે છે. – Bajra na fayda in Gujarati 

હાડકા ની સમસ્યામાં – બાજરી ના ફાયદા

આપણે જાણીએ છીએ કે હાડકા મજબૂત બનાવવા માટે કેલ્શિયમની જરૂર હોય છે જો આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે તો તેને લીધે હાડકામાં ફેક્ચર થવાની શક્યતામાં વધારો થઈ જાય છે અને શરીરમાં કેલ્શિયમનું ઉત્પાદન અટકી જાય છે તેથી તમારે એવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ કે જેમાં કેલ્શિયમ નું પ્રમાણ આવેલું હોય છે તેના માટે સૌથી શ્રેષ્ઠ છે દૂધ પરંતુ દૂધ કરતાં પણ બાજરાની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે આવેલું હોય છે તેમ જ તેમાં મેગ્નેશિયમ નું પણ પ્રમાણ આવેલું હોય છે આ બંને પોષક તત્વો હાડકા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તેને મજબૂત બનાવવામાં ફાયદો કરે છે. – Bajri na fayda in Gujarati 

ત્વચા માટે ફાયદાકારક – બાજરો | bajra 

બાજરાની અંદર રહેલા એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જે આપણી ચોથા માટે ખૂબ જ જરૂરી હોય છે આ બધા તત્વો ચહેરા ઉપર કરચલીઓ પડવા દેતા નથી અને ચહેરાને ચમકદાર બનાવવામાં મદદરૂપ બને છે અને તે શરીરમાં પાચનતંત્રને ઘણો ફાયદો કરે છે. – Benefits of bajri in Gujarati 

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં – બાજરા નો ઉપયોગ

આપણે ઉપર દર્શાવ્યું તે મુજબ બાજરા | બાજરી ન અંદર મેગ્નેશિયમ નું પ્રમાણ આવેલું હોય છે.જે આપણા શરીરમાં સ્નાયુઓને રાહત આપવાનું કાર્ય કરે છે જેથી શરીરમાં હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે તથા બાજરો એ માઈગ્રેન અને દમ જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. – Benefits of millets in Gujarati 

કોલેસ્ટ્રોલ નું ઓછું કરવામાં – બાજરી ફાયદાકારક

આપણે બાજરાના પોષક તત્વોમાં જણાવ્યું કે તેમાં ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે ફાઇબર એ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ લેવલમાં રાખે છે અને તેનાથી તમને એટેક આવવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ – Bajri na fayda in Gujarati 

જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેવા વ્યક્તિઓએ બાજરા ના રોટલા નું અથવા તો બાજરા ની રાબ નું સેવન કરવું જોઈએ જેનાથી તેઓને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેમના પાછળનું કારણ બાજરા માં રહેલું ફાઇબર છે જેનાથી તમને શરીરમાં પૂરતા પ્રમાણમાં ઊર્જા મળે છે અને તમને વારંવાર જમવાની જરૂર રહેતી નથી જે વજન ઓછું કરવામાં ઘણો ફાયદો કરે છે. – health tips for millets 

બાજરી ખાવાના ફાયદા | બાજરો ખાવાના ફાયદા | Bajro khavana fayda 

માથાના દુખાવાની સમસ્યાનો – બાજરી ખાવાના ફાયદા

જે લોકોને માથાનો દુખાવો વધારે થતો હોય તો તેવા વ્યક્તિઓએ બાજરાનું સેવન કરવું જોઈએ જેમાં બાજરાની કાચી રોટલી બનાવીને તેનો માથામાં શેક કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે તથા શરીરમાં પણ તાજગી નો અનુભવ થાય છે.

પેટ ના દુખાવામાં – બાજરો ખાવાના ફાયદા

આજના જમાનામાં આપણા ખરાબ ફાસ્ટ ફૂડ ને લીધે પેટમાં દુખાવો થતો હોય છે પેટમાં દુખાવો થવાના કારણો માં વધારે પડતું ખાવું અથવા મસાલા વાળું ભોજન અથવા તો ખાવા પીવામાં સંતુલનને લીધે ઘણી સમસ્યાઓ થતી હોય છે ત્યારે તમારે બાજરા ના રોટલા નું સેવન કરવું જોઈએ જેનાથી તેમાં રાહત મળે છે અને જો પેટનો દુખાવો થતો હોય તો બાજરાના લોટની પોટલી વાળીને પેટ ઉપર રાખવાથી દુખાવો દૂર થઈ જાય છે. – bajri khavana fayda 

ઝાડા ની સમસ્યામાં – Millet 

જે વ્યક્તિને ઝાડાની સમસ્યા થઈ ગઈ હોય તેવા વ્યક્તિઓએ બાજરા નો લોટ ખાવાથી તે દૂર થઈ જાય છે અને જો પેટમાં આપતા ની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.

સ્નાયુઓ ના રોગમાં ફાયદાકારક – bajri

આજકાલ આપણા ખોરાકમાં લાઈફ સ્ટાઈલમાં બદલાવ થવાનો લીધે સ્નાયુ નબળા પડતા જાય છે, તથા સ્નાયુઓમાં દુખાવો, સ્નાયુઓ ઢીલા પડી જવા અથવા તો તેને લગતી બીમારીઓ થતી જાય છે ત્યારે તમારે બાજરાનું સેવન કરવું જોઈએ.
10 ગ્રામ બાજરાના લોટમાં 30 ગ્રામ ગોળ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. ત્યારબાદ દરરોજ એક ગોળી નું સેવન કરવાથી સ્નાયુઓમાં ફાયદો થાય છે. – bajro khavana fayda 

શરીરમાં એનર્જી લેવલ વધારે છે

બાજરાની અંદર સ્ટાર્ચ નું પ્રમાણ આવેલું હોય છે જે એક વધારે એનર્જી વાળું ડાયટ છે આપણે જાણીએ છીએ કે સ્ટાર્ચ નું વિઘટન થવા માટે ઘણો સમય લાગે છે તથા બાજરાની અંદર પણ સ્ટાર્ચ ભરપૂર માત્રામાં આવેલું હોય છે જો તમે નિયમિત રીતે બાજરાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં એનર્જી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. Bajra | bajri na fayda in Gujarati 

હૃદય માટે ફાયદાકારક

જો તમે બાજરાનું સેવન કરો છો અથવા તો તેનો ઉપયોગ બીજી કોઈ વાનગીમાં કરો છો તો તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે છે અથવા તો તે કંટ્રોલમાં રહે છે જેનાથી તમને એટેક આવવાની શક્યતા ઓછી થાય છે કારણ કે બાજરા માં મેગ્નેશિયમ નું પ્રમાણ આવેલું હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરે છે.

લોહીની ઉણપ દૂર કરવામાં

બાજરાની અંદર આયર્ન ભરપૂર માત્રામાં આવેલું હોય છે જે શરીરમાં લોહીની ઉણપ અને એની જેવા રોગ દૂર કરવામાં મદદરૂપ બને છે તેથી બાજરા નું સેવન કરું શરીર માટે ફાયદાકારક છે.

ડિપ્રેશન ની સમસ્યા દૂર કરે છે

જો તમે બાજરાનું સેવન કરો છો તો તેનાથી તમને માનસિક રીતે શાંતિ મળે છે કારણ કે તેમાં મેગ્નેશિયમ નું પ્રમાણ આવેલું હોય છે જે માઈગ્રેન નો દુખાવો, માથાનો દુખાવો વગેરે માં ફાયદાકારક સાબિત થાય છે.
 

પ્રોટીન અને એમિનો એસિડ નું પ્રમાણ વધારવા માટે

આપણા શરીરનું કાર્ય નિયમિત રીતે રાખવા માટે તથા આપણા સેલ્સ ને રિપેર કરવા માટે એમિનો એસિડ ખૂબ જ જરૂરી છે જો તમે બાજરાનું સેવન કરો છો તો તે બંને તત્વો તમને પૂરતા પ્રમાણમાં મળી રહે છે તથા બાજરો એ આપણા શરીરમાં નાઇટ્રોજન ને બેલેન્સ રાખવામાં ઘણો ફાયદો કરે છે.

અસ્થમા અને દમની સમસ્યામાં ફાયદાકારક

બાજરો એ દમ ગઠીયા વા, સંધિવા અને અસ્થમા ની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે બાજરા ની તાસીર ગરમ છે તેથી તે આ સમસ્યાઓ મા રાહત આપે છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક

જો ગર્ભવતી સ્ત્રીઓ બાજરાનું સેવન કરે છે તો તેના શરીરમાં કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે એટલું જ નહીં ડીલેવરી વખતે દુખાવામાં પણ રાહત મળે છે તેના માટે મહિલાઓએ કેલ્શિયમની નાની નાની ગોળીઓ ખાવી જોઈએ અને બાજરો તથા બાજરી ની બનાવટ વાળી વાનગીઓનું સેવન કરવું જોઈએ.

બાજરી ના નુકસાન | બાજરા ના નુકસાન | બાજરા થી થતા નુકસાન | Loss of millet

બાજરો અથવા બાજરી જેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ તમે તેનું વધારે પડતું સેવન કરો છો તો તેને લીધે તમને નુકસાન પણ થઈ શકે છે.
બાજરા નો વધારે પડતું સેવન કરવાથી તમને થાઇરોઇડ ને લગતા ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે અને થાઇરોઈડ રોગ થવાની શક્યતા વધી જાય છે તથા તેને લીધે ગોઇટર થઈ શકે છે. – bajri na nukshan 

વધારે પડતું બાજરાનું સેવન કરવાથી ની સ્કિન સૂકી થઈ જાય છે.

બાજરા ને લઈ લોકોને મૂંઝવતા પ્રશ્નો



બાજરા – બાજરી ને અંગ્રેજીમાં | in English શું કહેવાય છે. ?
બાજરા – બાજરી ને અંગ્રેજીમાં Millets કહેવાય છે.
બાજરા માં કયા કયા વિટામિન સામેલ હોય છે ?
બાજરા માં વિટામીન સી અને વિટામિન બી આવેલા હોય છે.

બાજરાની તાસીર કેવી હોય છે ?
બાજરાની તાસીર ગરમ છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી બાજરા ના ફાયદા, બાજરી ના ફાયદા, બાજરી ખાવાના ફાયદા, બાજરી થી થતા નુકસાન, Benefits of millet in Gujarati, Health tips for bajri in Gujarati, bajri na fayda in Gujarati, bajra na fayda in Gujarati, bajri na nukshan જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી જુદી હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Leave a Comment