Benefits of limbodi :- લીંબોળી નું તેલ 15 થી વધુ સમસ્યાઓમાં ઉપયોગી છે | લીંબોળી ના તેલના ફાયદા | લીંબોળી ના ફાયદા | લીંબોળી ના તેલનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | limbodi na tel no Upyog

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે લીંબોળી ના તેલ વિશે માહિતી મેળવીશું જેનો ઉપયોગ આપણે વિવિધ સમસ્યાઓમાં કરી શકીએ છીએ આજના આર્ટીકલમાં આપણે જણાવીશું કે લીંબોળી ના તેલના ફાયદા, લીંબોળી ના તેલના ઉપયોગો, લીંબોળી ના તેલનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, લીંબોળી ના તેલના ઔષધીય ગુણો, limbodi na tel na fayda, limbodi na tel no Upyog gharelu upchar ma.

લીંબોળી નું તેલ

આપણે જાણીએ છીએ કે લીમડા ના ફળને લીંબોળી તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર અંડાકાર હોય છે અને જ્યારે તે કાચી હોય છે ત્યારે લીલા રંગની અને પાકી જાય ત્યારે પીળા કલરની જોવા મળે છે. કાચી લીંબોળી હંમેશા કડવી હોય છે અને અંદરથી સફેદ દૂધ ધરાવતી હોય છે. જ્યારે પાકી લીંબોળી નો સ્વાદ મીઠો હોય છે અને તેની અંદરનો ભાગ મીઠા ગર્ભ વાળો હોય છે તેની વચ્ચે કઠણ ઠળિયો પણ આવેલો હોય છે. તે ઠળિયા ની અંદર પોચો મીઠો મીંજ આવેલો હોય છે લીંબોળી ના એક ઠળિયા ની અંદર બે થી ત્રણ મીંજ આવેલા હોય છે તે માંજ ને ઘાણી માં પીલી ને તેનું તેલ કાઢવામાં આવે છે તેને લીંબોળી નું તેલ તરીકે ઓળખવામાં આવે છે.
લીંબોળી માં 30 થી 40% જેટલું ઘેરા પીળા રંગનું કડવું, તીખું અને દુર્ગંધયુક્ત સ્થિર તેલ આવેલું હોય છે જેમાં ઘણા એસિડ અને ઓલિક એસિડ જોવા મળે છે. તેમાં કડવી દુર્ગંધ થોડી જોવા મળે છે જો કે આ તેલ પાણીમાં ભળી જાય એવું સોડિયમ ક્લોરાઇડ નામનું મીઠું હોય છે. તેલ ઉગ્ર ગંધ વાળું તથા તેની સ્પોનીફીકેશન વેલ્યુ 16 થી 200 ની વચ્ચે જોવા મળે છે.

આમવાત ની સમસ્યામાં – લીંબોળી ના તેલના ઉપયોગો

જો શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય તો લીંબોળી ના તેલ વડે તે જગ્યા ઉપર માલિશ કરવાથી આમવાત માં ફાયદો થાય છે. વાયુના દર્દીઓએ શિયાળાની ઋતુમાં લીંબોળી નું તેલ પીવું જોઈએ તેનાથી ઘણો ફાયદો થાય છે.

વાતિક સોજા ની સમસ્યામાં – લીંબોળી ના તેલના ફાયદા

વાયુ ને લગતા સોજામાં લીંબોળી ના તેલ ને થોડું ગરમ કરીને માલિશ કરવું જોઈએ. તથા લીમડા ના પાનમાં થોડું મીઠું નાખીને બાફીને તેને ગરમ કરીને સોજા ઉપર બાંધી રાખવા જોઈએ. તેનાથી દુખાવામાં રાહત મળે છે અને જો આખા શરીરમાં ફરતો વાયુ પણ હોય તો તે પણ મટી જાય છે.

જખમ અથવા ઘાવ ઉપર – લીંબોળી નું તેલ

તમે શરીરમાં દરેક પ્રકારના જખમ ઉપર લીંબોડી ના તેલનો ઉપયોગ કરી શકો છો‌. તેનો મલમ બનાવીને ઉપયોગ કરી શકો છો. જો તમે આગથી બળી ગયા હો તો તે જખમ ઉપર લીંબોળી નું તેલ લગાવવાથી ફાયદો થાય છે અને રાહત મળે છે.

ત્વચા ને લગતા રોગોમાં ફાયદાકારક – લીંબોળી નું તેલ | limbodi na tel na fayda for skin

લીંબોળી ના તેલ નો ઉપયોગ તમે ત્વચાને લગતી કોઈપણ સમસ્યામાં કરી શકો છો. જેવી કે ખંજવાળ, દાદર, ખરજવું વગેરે જેવી કોઈ પણ પ્રકારની ત્વચા ને લગતી સમસ્યામાં લીંબોળી ના તેલ વડે માલિશ કરવાથી તરત જ રાહત થઈ જાય છે.

હરસ અને મસાની સમસ્યામાં – લીંબોળી ના તેલના ઔષધીય ગુણો

લીંબોડી ના તેલના થોડા ટીપા લઇ તેમાં સાકર અને પતાસા મિક્સ કરીને તેની નાની ગોળીઓ બનાવી લો. અને દિવસમાં બે થી ત્રણ વાર આ ગોળી નું સેવન કરવાથી જો મસામાંથી લોહી આવતું હોય તો તે દૂર થઈ જાય છે અને હરસ અને મસાની સમસ્યામાં રાહત મળે છે.

વાળ ની સમસ્યામાં | limbodi na tel no Upyog for hair

ઘણા વ્યક્તિઓને ઉનાળાની ઋતુમાં શરીરની ગરમીને લીધે વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે તો તમે ત્યારે સારા એવા કેસતેલ માં થોડું લીંબોળી નું તેલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. તેનાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જાય છે.

મલહમ બનાવવા માટે – લીંબોળી ના ફાયદા

મલહમ બનાવવા માટે લીંબોળી ના 50 ગ્રામ તેલમાં, 10 ગ્રામ મીણ તથા 50 ગ્રામ જાત્યાદી તેલ ઉમેરી ત્રણેય ને ગરમ કરો અને તેની ડબ્બી ભરી લો. આ મલમ થી દરેક જાતના જખમ અને જો તમે દાઝ્યા હોય તો ત્યાં ઘા હોય તો ત્યાં માલિશ કરવાથી તરત જ તે રૂઝાઈ જાય છે અને દુખાવામાં રાહત મળે છે.

અકાળે વાળ સફેદ થવાની સમસ્યામાં

વાળ સફેદ થવાની સમસ્યામાં લીંબોળી ના 100 ગ્રામ તેલમાં, 100 ગ્રામ ભાગ્ર ના રસ તથા 100 gm, આમળા નો રસ મિક્સ કરીને આ તેલને ઉકાળો જ્યારે તેમાં માત્ર તેલ વધે એટલે તેને એક ગાળી ને  એક બોટલમાં ભરી લો. દરરોજ આ તેલ ના 4 થી 5 ટીપાં નાકમાં નાખવા અને નિયમિત રીતે સાત્વિક ખોરાક લેવો. અને જે તમે માથામાં તેલ વાપરતા હોય તેમાં થોડું લીંબોળી નું તેલ મિક્સ કરીને નિયમિત રીતે વાળમાં માલિશ કરવી આમ કરવાથી વાળ ધીમે ધીમે કાળા થઈ જશે.

શ્વાસની સમસ્યામાં – લીંબોળી | health benefits of limbodi tel 

ઘણા વ્યક્તિઓ ને અસ્થમા અને દમ ની સમસ્યા હોય છે તેવા વ્યક્તિઓએ 30 થી 40 ટીપા લીંબોળી ના તેલમાં, સીતોપલાદી ચૂર્ણ તથા તેમાં થોડી સાકર મિક્સ કરીને ગરમ પાણી સાથે પીવાથી તરત જ રાહત થાય છે.

શીરસ માં લીંબોડી ના તેલના ફાયદા

આ સમસ્યામાં લીંબોળી ના તેલમાં થોડું કપૂર મિક્સ કરી તે તેલ વડે શીરસ ઉપર માલિશ કરવાથી અથવા તો તેના થોડા ટીપા ખાંડ સાથે સવારે અને સાંજે લેવાથી પણ રાહત મળે છે.

કાનના દુખાવાની સમસ્યામાં | limbodi na tel na fayda for ear | Kan mate 

જાંબુ ના પાન ના 100 ગ્રામ રસ માં 50 ગ્રામ લીંબોળી નું તેલ તથા તેમાં થોડી હળદર નાખીને તેને ઉકાળી લો. અને તેને ગાળી ને એક બરણીમાં ભરી લો. જ્યારે પણ કાનમાં રસી થયા હોય, પાક થયો હોય અથવા તો લોહી નીકળતું હોય ત્યારે તેમાં 3 થી 4 ટીપા ટીના નાખવાથી રાહત મળે છે. અને દુખાવો દૂર થઈ જાય છે.

ત્વચા ને લગતી સમસ્યામાં લીંબોળી નું તેલ | skin benefits of limbodi tel 

લીંબોળી ના બીજ ને સરકા સાથે મિક્સ કરી લો. અને એક બરણી માં ભરી લો‌. તેમાં લીંબુ ની છાલ અથવા સંતરાની છાલ નો પાવડર મિક્સ કરી દો પછી ચહેરા ઉપર માલિશ કરો આમ કરવાથી ચહેરા ઉપરની કરચલીઓ, ડાર્ક સર્કલ અને કાળાશ દૂર થઈ જાય છે અને ચહેરો ખીલી ઊઠે છે.

હાથ અને પગમાં પરસેવાની સમસ્યામાં – benefits of limbodi tel in Gujarati 

જે વ્યક્તિઓને વધારે પ્રમાણમાં પરસેવો વળતો હોય તેવા વ્યક્તિઓએ ત્રણ થી ચાર ટીપા લીંબોળી ના તેલમાં દૂધ મિક્સ કરી લેવું. ત્યારબાદ તેના વડે હાથ અને પગ ઉપર માલીશ કરવાથી ત્યાંની ગરમી દૂર થઈ જાય છે.

બ્યુટી બેનિફિટ્સ – લીંબોળી ના તેલના 

આપણે જાણીએ છીએ કે લીંબોળી નું તેલ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે તેવી જ રીતના આપણી ત્વચા માટે પણ તે ફાયદાકારક છે તો ચાલો જાણીએ તેને લગતા ફાયદાઓ વિશે.

વધતી ઉંમરને રોકવામાં – limbodi na tel na fayda in Gujarati 

લીંબોળી ના તેલમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ ગુણો એ વધતી ઉંમરને રોકવામાં ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે અઠવાડિયામાં 2 થી 3 વખત 10 મિનિટ સુધી લીંબોળી
ના તેલ વડે ચહેરા ઉપર માલિશ કરવાથી ફાયદો થાય છે.

સંક્રમણ થી બચાવે છે – limbodi tel 

આપણે જાણીએ છીએ કે લીમડામાં કુદરતી રીતે જ એન્ટિસેપ્ટિક ગુણો આવેલા હોય છે જે આપણે ત્વચાને સંક્રમણથી બચાવવામાં મદદરૂપ બને છે. સંક્રમિત થયેલી ત્વચા ઉપર આ તેલ વડે માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે.

ત્વચાની ચમક વધારે છે – લીંબોળી ના તેલના ઘરગથ્થુ ઉપચાર

લીંબોળી ના તેલમાં વિટામીન ઈ અને ફેટી એસિડની માત્રા આવેલી હોય છે જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળાની ઋતુમાં સ્નાન કર્યા પછી એક ભાગ લીંબોળી નું તેલ અને 2 ભાગ નાળિયેર નું તેલ મિક્સ કરીને શરીર ઉપર માલિશ કરવાથી શરીરની ત્વચા મુલાયમ રહે છે.

ખીલની સમસ્યામાં છુટકારો આપે છે | લીંબોળી ના તેલનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં

લીંબોળી ના તેલની અંદર એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણો અને ખીલ ને રોકવાના પોષક તત્વો આવેલા હોય છે તથા લીમડામાં રહેલા એન્ટિબેક્ટેરિયલ ગુણ એ ચહેરા ઉપર ખીલ પેદા કરવા વાળા બેક્ટેરિયાઓ ને દૂર કરે છે તેનાથી ખીલની સમસ્યા થતી નથી.

લીંબોળી નું તેલ એન્ટી ફંગલ  એજન્ટ છે

લીંબોળી નું તેલ એન્ટી ફંગલ એજન્ટ તરીકે જાણીતું છે. પગની આંગળીઓ, એડી અને હાથ ઉપર આ તેલ વડે માલિશ કરવાથી ત્વચા ઉપર ઇન્ફેક્શન થવાની શક્યતા માં ઘટાડો થાય છે‌.

ડેન્ડ્રફ થી છુટકારો મેળવવા માટે – limbodi na fayda

આપણે જાણીએ છીએ કે માથામાં ખોડો થવાની સમસ્યા આજકાલ વધારે જોવા મળી રહે છે તેની સાથે સાથે વાળ ખરવાની સમસ્યા અથવા તો વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા માટે તમારે નાળિયેર ના તેલમાં થોડું લીંબોળી નું તેલ મિક્સ કરીને અઠવાડિયામાં બે થી ત્રણ વખત માથામાં નાખવું નિયમિત રીતે આમ કરવાથી વાળનો ખોળો દૂર થઈ જાય છે અને ખરતા વાળની સમસ્યા પણ બંધ થઈ જશે.

લીંબોળી ના તેલના નુકસાન

જે વ્યક્તિઓની ત્વચા સંવેદનીશીલ હોય તેવા વ્યક્તિઓએ લીંબોળી ના તેલ નો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તે લોકો વ્યક્તિઓને એલર્જી ની સમસ્યા થઈ શકે છે.
લીંબોળી ના તેલનું સેવન બીજી ઔષધી સાથે જ કરવું ક્યારેય એકલું પીવું જોઈએ નહીં. નહિતર તેને લીધે શરીરમાં બીજા નુકસાન થઈ શકે છે.

લીંબોળી ના તેલને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો


લીંબોળી ના તેલનો ઉપયોગ શેમાં કરી શકાય ?
લીંબોળીના તેલનો ઉપયોગ ત્વચા ને લગતી સમસ્યાઓ જેવી કે ખંજવાળ દાદર ખીલ વગેરેમાં કરી શકાય છે.
શું લીંબોળી નું તેલ ચહેરા ઉપર લગાવી શકાય છે ?
હા, લીંબોળી નું તેલ ચહેરા ઉપર લગાવી શકાય છે તેનાથી શુષ્ક રહેલી ત્વચાને ફાયદો થાય છે.

શું લીંબોળી નું તેલ કાનમાં નાખી શકાય છે ?
હા, લીંબોળી ના તેલના થોડા ટીપા કાનમાં નાખી શકાય છે આ તેલને થોડું ગરમ કરીને કાનમાં નાખવાથી કાનની બહેરાશ દૂર થઈ જાય છે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી લીંબોળી ના તેલ ના ફાયદા, લીંબોડીના તેલના ઉપયોગો, લીંબોડી ના ઔષધીય ગુણો, લીંબોળી  ના તેલ નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં, લીંબોળી નું તેલ, health benefits of limbodi tel in Gujarati, limbodi na tel na fayda in Gujarati, benefits of limbodi tel. ઉપર દર્શાવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને કોમેન્ટ માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Leave a Comment