Benefits of hot water :- ગરમ પાણી પીવાના ફાયદા | વિવિધ સમસ્યાઓમાં ગરમ પાણી પીવાની રીત

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે ગરમ પાણી પીવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદાઓ થાય છે તો મિત્રો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા, ગરમ પાણીનો વિવિધ સમસ્યામાં ઉપયોગ, Garam pani na fayda, Health Benefits of Drinking Hot water in Gujarati, garam pani na fayda in Gujarati.

ગરમ પાણી | details of hot water

પાણી એ જીવવા માટે ખૂબ જ જરૂરી છે અને તેને લીધે જ આપણી આ સૃષ્ટિ જીવિત છે તેમ છતાં પણ પાણી પીવાનો પ્રશ્ન એ ઘણો અગત્યનો છે આપણા શરીર માટે હવા પછી બીજા નંબરે પાણીની જરૂરિયાત હોય છે શરીરમાં પોષણ અને રક્ષણ માટે ખાદ્ય પદાર્થોની સાથે સાથે પાણી અને બીજા પદાર્થોની પણ જરૂરિયાત હોય છે. તમે ખોરાક વગર લાંબો સમય સુધી ચલાવી શકો છો પરંતુ પાણી વિના લાંબો સમય ચલાવી શકતા નથી મનુષ્યના શરીરમાં 70% જેટલું પાણી આવેલું હોય છે અને મનુષ્યના આરોગ્ય માટે પાણીએ ખૂબ જ જરૂરી છે.
વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાણીના બે પ્રકાર હોય છે સખત પાણી અને નરમ પાણી. જે પાણીમાં ખનીજના ક્ષારો વધારે પ્રમાણમાં જોવા મળે છે તેને સખત પાણી કે કઠણ પાણી તરીકે ઓળખવામાં આવે છે તેનો સ્વાદ ખરાબ પડતો કે ફિક્કો હોય છે.
જે પાણીમાં ક્ષાર તત્વો હોતા નથી અને તે પાણી એકદમ ચોખ્ખું હોય છે તે પાણીને નરમ પાણી કહેવામાં આવે છે તેનો સ્વાદ મીઠો હોય છે અને તે સ્વાદિષ્ટ હોય છે.
પાણીને શુદ્ધ બનાવવા માટે તેને કોલસા, રેતી અને કાંકરામાંથી પસાર કરવામાં આવે છે આ રીતે પાણી ચોખ્ખું અને શુદ્ધ બને છે પરંતુ કાચું પાણી કરતાં ઉકાળેલું પાણી જલ્દીથી પચી જાય છે ઉકાળેલા પાણીમાં ઔષધીય ગુણો આવેલા હોય છે જેમાં લવિંગ કે સૂંઢ જેવા પદાર્થોને નાખી શકાય છે. જે લોકો ઉકાળેલું પાણી પીવે છે તેવા વ્યક્તિઓને વાયુ, માંદગી, શરદી વગેરે જેવી બીમારીઓ ભાગએ જ જોવા મળે છે ઉકાળેલું પાણી એ જેટલું પાણી મૂક્યું હોય તેના ચોથા ભાગ જેટલું થાય ત્યાં સુધી ઉકાળવું જોઈએ.
ઉકાળેલા વગરનું સાદું પાણી એ બે કલાકે પચે છે, ઉકાળીયા પછી ઠંડુ કરેલું પાણી એક કલાકે પચે છે, અને ઉકાળેલું અને સહેજ ગરમ કરેલું પાણી અડધા કલાકમાં પચી જાય છે.

ગરમ પાણી પીવાના ફાયદા | ગરમ પાણી ના ફાયદા | ગરમ પાણી ના ઘરગથ્થુ ઉપચાર

આપણો ચહેરો ચોમાસાની ઋતુમાં હંમેશા ચીકણો રહેતો હોય છે, ખાટા ઓડકાર આવતા હોય, વારંવાર ઝાડાની સમસ્યા થતી હોય, અથવા તો પેટ ને લગતી સમસ્યા થતી હોય તેવી બધી સમસ્યાઓ માટે ગરમ પાણી પીવામાં આવે તો તેમાં તરત જ રાહત થઈ જાય છે. – Garam pani na fayda gujarati ma.
જો તમે દરરોજ સવારે ઊઠીને ગરમ પાણીનું સેવન કરો છો તો તેનાથી પેશાબને સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે જેમ કે પેશાબ કરતી વખતે પીડા થવી, પેશાબ સરળતાથી ન છૂટવો વગેરે સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જે લોકોને ઝાડા અને મરડા ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ગરમ પાણીમાં થોડું લીંબુ અને મીઠું નાખીને પીવાથી આ બંને સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.
જે લોકોને તાવ, શરદી અને માથાના દુખાવા જેવી સમસ્યાઓ રહેતી હોય તેવા વ્યક્તિઓએ ગરમ પાણીના નાશ અથવા બાફ લેવાથી પરસેવો વળી જાય છે અને તાવ દૂર થઈ જાય છે જેને લીધે શરીર હલકું થઈ જાય છે માટે ગરમ પાણી પીવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. – Garam pani na fayda in Gujarati 
 
ઘણા લોકોને મોઢું આવવું, દાંતમાં પીડા થવી વગેરે જેવી સમસ્યાઓ થાય છે તેમ જ ઘણા લોકોને મોઢામાં દુખાવો થવો વગેરે જેવી સમસ્યાઓ માટે ગરમ પાણીના કોગળા કરવાથી આ સમસ્યાઓ માં ફાયદો થાય છે. – Garam pani na fayda 
જો તમે પેટમાં ગેસ થવાની સમસ્યા અને કબજિયાતની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી  પીવાનું ચાલુ કરી દેવું જોઈએ જેનાથી આ સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જશે.
જો તમે દરરોજ સવારે ઊઠીને એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં લોહીનું સર્ક્યુલેશન વધી જાય છે. સાથે સાથે શરીરનું તાપમાન પણ વધે છે અને ગરમી ના લીધે પરસેવો ભરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો પર સેવા સ્વરૂપે બહાર નીકળી જાય છે.

ગરમ પાણી પીવાની રીત | ગરમ પાણીના ઘરેલું ઉપચારમાં ઉપયોગ  | Health tips for hot water 

જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેવા વ્યક્તિઓએ સવારે ભૂખ્યા પેટે અને રાત્રે જમ્યા પછી દરરોજ એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ થોડાક જ દિવસમાં તેઓની પાચનશક્તિ મજબૂત થઈ જશે અને પાચનને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે.
જો તમે તમારી ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવવા માંગો છો તો તમારે દરરોજ સવારે ઊઠીને એક ગ્લાસ નવસેકા ગરમ પાણીમાં થોડું લીંબુ નાખીને પીવું જોઈએ જેનાથી ત્વચા ચમકદાર બને છે.
જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અથવા તો કોઈ પણ વસ્તુ જમ્યા વગર જ પેટ ભરેલું લાગતું હોય તેવા વ્યક્તિઓએ એક ગ્લાસ ગરમ પાણીમાં, થોડું લીંબુ, કાળા મરી અને મીઠું નાખીને આ મિશ્રણ વાળુ પાણી પીવાથી પેટ ભરેલા છે નહીં અને તમને ભૂખ પણ લાગશે. – ગરમ પાણીના ઘરેલુ ઉપાયો
મહિલાઓને માસિક ધર્મ દરમ્યાન પીડા થતી હોય ત્યારે તેઓએ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં, થોડી હળદર નાખીને પીવાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે જેમ કે શરીરમાં પાચન શક્તિ મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ નું પ્રમાણ લેવલમાં રહે છે, શરીરમાં સુગર કંટ્રોલમાં રહે છે તથા ત્વચાનો નિખાર ખીલી ઉઠે છે.
જો તમે ગરમ પાણી અને મધને મિક્સ કરીને પીવો છો તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને રામબાણ ઈલાજ છે.
જો તમારા ચહેરા ઉપર સફેદ ડાઘ, ખીલ વગેરે જેવી સમસ્યા હોય તો તે સમસ્યા તમારા શરીરમાં પાણીની ઉણપને લીધે જોવા મળે છે જો તમારા શરીરમાં પૂરતું પાણી ન હોય તો આ સમસ્યાઓ થાય છે જો તમે નિયમિત રીતે દિવસમાં નવશેકું પાણી પીવાની આદત રાખો છો તો તમે આ સમસ્યા માંથી છુટકારો મેળવી લેશો.
જો તમે વજન ઓછો કરવા માગતા હો તો તમારે ગરમ પાણીમાં થોડું લીંબુ અને મધ નાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શરીરની વધારાની ચરબી દૂર થઈ જાય છે. – Garam pani no upyog gharelu upchar ma 
જો તમે નિયમિત રીતે સવારે અને સાંજે ગરમ પાણીનું સેવન કરો છો તો તમને ભવિષ્યમાં થનારી ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે સાથે સાથે તમારા હાડકાઓ પણ મજબૂત બને છે.
જો તમે ગરમ પાણીનું સેવન નિયમિત રીતે કરો છો તો ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે અને ચહેરાનો નિખાર વધે છે.
ઘણા લોકો શરીરમાં એનર્જી લઈ આવવા માટે કોલ્ડ ડ્રિંક્સ નો સેવન કરતા હોય છે પરંતુ તેની જગ્યાએ નવસેકા પાણીનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે અને શરીરને એનર્જી મળે છે.

ગરમ પાણી પીવાથી થતા નુકસાનો | ગરમ પાણી ના નુકસાન 

જો તમે ગરમ પાણીનું સેવન વધારે કરો છો તો તેનાથી આપણા શરીરના આંતરિક અંગોને નુકસાન થાય છે કારણ કે ગરમ પાણીનું તાપમાન અને આપણા શરીરનું તાપમાન બંને અલગ અલગ હોય છે જેને લીધે આ સમસ્યા ઊભી થાય છે.
જો તમે જરૂરિયાત કરતા વધારે ગરમ પાણીનું સેવન કરો છો તો તેને લીધે તમારી કીડની ખરાબ થઈ શકે છે
જો તમને તરસ ન લાગી હોય તો તમારે કારણ વગર ગરમ પાણી પીવું જોઈએ નહીં.

ગરમ પાણીને સંબંધીત લોકોને મૂંઝવતા પ્રશ્નો

ગરમ પાણી પીવાથી શરીરમાં કયા કયા લાભ થાય છે ?
ગરમ પાણી પીવાથી શરીરમાં ઘણા લાભો થાય છે જેમકે આપણે વજન ઘટાડી શકીએ છીએ, શરદી અને તાવમાં રાહત મળે છે, આપણી ત્વચા માટે ફાયદાકારક, વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, કબજિયાતની સમસ્યા દૂર થાય છે તેમજ પેટમાં ગેસ થતો નથી વગેરે.
એક દિવસમાં કેટલું ગરમ પાણી પીવું જોઈએ ?
એક દિવસમાં દરેક સામાન્ય વ્યક્તિએ વધારામાં વધારે 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
કફ ની સમસ્યામાં ગરમ પાણી પી શકાય છે ?
હા, કફની સમસ્યા માટે ગરમ પાણી એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ગરમ પાણીનું સેવન કરવાથી ફેફસામાં જામેલો કફ દૂર થઈ જાય છે અને બહાર નીકળી જાય છે.
સવારે ઊઠીને કેટલું ગરમ પાણી પીવું જોઈએ ?
સવારે ઊઠીને તમારે એક થી બે ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આયુર્વેદમાં જાણવા મળ્યું છે કે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી ગરમ પાણી પીવાના ફાયદા, ગરમ પાણીનો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ, ગરમ પાણી પીવાની રીત, ગરમ પાણીના ઘરગથ્થુ ઉપચાર, Garam pani na fayda in Gujarati, benefits of hot water in Gujarati, Garam pani na fayda, Garam pani no upyog gharelu upchar ma. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે તે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment