Benefits of honey :- મધ ના ફાયદા | મધ ખાવાના ફાયદા | મધ નો ઉપયોગ | મધ ના પ્રકાર | મધ ના નુકસાન | મધ ના ગેરફાયદા | મધ ની પરખ | madh na Fayda

નમસ્તે મિત્રો આજના આર્ટિકલમાં આપણે મધ વિશે ચર્ચા કરીશું અને તેની માહિતી મેળવીશું જેમાં તમને જાણવા મળશે કે મધ નું સેવન કરવાના ફાયદા, મધ ના ફાયદા, મધ ખાવાના ફાયદા, મધ ના પ્રકાર, મધ ની ખાસિયત, મધ ના નુકસાન, મધ ના ઉપયોગો,  ચહેરા માટે મધ નો ઘરગથ્થુ ઉપચારમાં ઉપયોગ, મધ ના ગેરફાયદા, madh na Fayda in Gujarati, Health tips for honey in Gujarati, benefits of honey in Gujarati, madh na Fayda.

મધ |મધ વિશે માહિતી | madh vishe Mahiti

ભારતમાં આદિકાળથી મધનો ઉપયોગ થતો આવ્યો છે હા
આદિકાળ થી મધ એ ઉત્તમ ખાદ્ય પદાર્થ તરીકે ગણવામાં આવે છે.
મધ નું સેવન કરવાથી વ્યક્તિ બળવાન અને રોગમુક્ત રહે છે મધ એક ઔષધી નથી પરંતુ દૂધની માફક મીઠું અને મધુર પૌષ્ટિક ખોરાક છે.
તમે ઈચ્છા મુજબ ખોરાકમાં જ્યાં ખાંડ નો ઉપયોગ કરો છો અથવા ઘી નો ઉપયોગ કરો છો, તેની જગ્યાએ તમે મધ નો ઉપયોગ કરી શકો છો.
ગ્લુકોઝ શરીરમાં ઝડપથી પછી જાય છે અને લોહીમાં ભળી જાય છે તેથી શરીર ના બીજા આવ્યો અને તેને બચાવવા માટે વધારે મહેનત કરવી પડતી નથી.
મધ મા રહેલા ગુણો જેવા કે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, સુગર માં સોંલ, વગેરે જેવા ઝેરી દ્રવ્યોની અસર દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
મધ ની અંદર મેલીક એસીડ અને સાઇટ્રિક એસિડ નું પ્રમાણ આવેલું હોય છે જે એસિડ તમને સફરજન અને સંતરા માંથી મળી રહે છે.
મધ ની અંદર વિટામિન બી નું પ્રમાણ આવેલું હોય છે તેમજ મધ મા રહેલી કુદરતી મીઠાશ શરીરમાં તરત જ પચી જાય છે અને શક્તિ આપે છે.

મધ ના પ્રકાર| madh na prakar

આયુર્વેદમાં મધના આઠ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
   1. દાલ મધ
   2. ભ્રામર મધ
   3. માક્ષિક મધ
   4. ક્ષૌદ્ર મધ
   5. પૌતિક મધ
   6. છાત્ર મધ
   7. આધ્ય મધ
   8. ઔદદ્દાલિક મધ

દાલ મધ – મધ ના પ્રકાર

દાલ મધ એટલે ફૂલોમાંથી ઝરીને પાંદડા ઉપર ઠરેલો મધુર, તુરો અને ખાટો ફૂલોનો રસ એટલે દાલ મધ કહેવાય છે.
આ મધ હલકું હોય છે કફને દૂર કરનાર, તુરાશ પડતું, તથા ઉલટી અને ડાયાબિટીસ દૂર કરવામાં મદદરુપ બને છે.

ભ્રામર મધ – મધ ના 8 પ્રકાર

આ મધ ભમરા ઓ દ્વારા બનાવવામાં આવે છે તેથી તેને ભ્રામર મધ કહેવામાં આવે છે.
આ મધ પેશાબ ની બળતરા દૂર કરે છે, રક્તપિત ને મટાડે છે તથા વધારે ઠંડુ અને ચીકણું હોય છે.

માક્ષિક મધ – madh na prakar 

આ મધ પીળા રંગની મોટી માખીઓ દ્વારા બનાવવામાં આવે છે તેથી તેને માક્ષિક મધ કહેવાય છે.
આ મધ આંખ ને લગતા રોગો દૂર કરનાર, હલકું , કમળો દૂર કરવામાં, ઉધરસ, શ્વાસ તથા ક્ષય રોગને મટાડવામાં મદદરૂપ બને છે.

ક્ષૌદ્ર મધ

લાલાશ પડતી પીળા રંગની મધમાખીઓ દ્વારા આ મધ બનાવવામાં આવે છે તેથી તેને ક્ષૌદ્ર મધ તરીકે ઓળખવામાં આવે છે.
આ મધ શરીરમાં ડાયાબિટીસની સમસ્યામાં રાહત આપે છે અને શરીર માટે ખૂબ જ ગુણકારી ગણાય છે. – madh na prakar 

પૌતિક મધ

પૌતિક મધ એટલે મચ્છર જેવી નાની, ઝીણી, કાળી તથા ડંખ મારનારી અને પીડા આપનારી મધમાખીઓ દ્વારા બનાવવામાં આવે છે તેથી તેને પૌતિક મધ તરીકે ઓળખવામાં આવે છે.
આ મધ શરીરમાં બળતરા, પિત્ત, લોહી નો બગાડ તથા વાયુ દૂર કરનાર તરીકે સાબિત થાય છે.

છાત્ર મધ

આ મધ પીળા રંગની મધમાખીઓ દ્વારા બનાવવામાં આવે છે જે હિમાલયના જંગલોમાં છત્ર આકારના મધપૂડા બનાવે છે તેના દ્વારા આ મધ બનાવવામાં આવતું હોવાથી, તેને છાત્ર મધ તરીકે ઓળખવામાં આવે છે.
આ મધ શરીરમાં ઘણું ફાયદાકારક છે તથા તે પેટને લગતી સમસ્યાઓ ડાયાબિટીસ, સફેદ કોઢ, રક્તપિત, તરસ તથા ઝેર દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે આ મધ ચીકણું, ભારે અને ઠંડુ હોય છે.

આધર્ય મધ

ભમરા જેવી સૂક્ષ્મ મુખવાળી પીળી મધમાખીઓનું નામ અધર્ય છે અને તેમના દ્વારા બનાવેલા મધને આધર્ય મધ તરીકે ઓળખવામાં આવે છે.
આ મધ આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે તથા પિત્ત અને કફ ની સમસ્યા દૂર કરે છે આ મધ કડવું અને શક્તિવર્ધક તરીકે જોવા મળે છે.

ઔદદ્દાલિક મધ

રાફડામાં રહેતા પીળા રંગના ઝીણા કીડાઓ દ્વારા આ મધ બનાવવામાં આવે છે તેથી તેને ઔદદ્દાલિક મધ કહેવાય છે.
આ મધ ખાવામાં ખૂબ જ મીઠું હોય છે તેનાથી અવાજ મીઠો થાય છે, કોઢ દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે પરંતુ આ મધ ભાગ્યે જ ક્યારેક મળી રહે છે.

મધ ના ફાયદા | મધ ખાવાના ફાયદા | madh na fayda in Gujarati 

મધ એ મધમાખી અને બીજા ઘણા જીવજંતુઓ દ્વારા બનાવવામાં આવે છે.
મોટા ભાગના કિસ્સાઓમાં જીવજંતુઓ મધ ની અંદર રહી શકતા નથી. તેને કારણે તમે લાંબા સમય સુધી મધને સંગ્રહિત કરી શકો છો અને બગડવાની બીક રહેતી નથી. – madh na Fayda in Gujarati 

ત્વચા સંબંધીત સમસ્યામાં – madh na Fayda 

આપણે આપણી ત્વચાની સંભાળ સમયસર લેવી જોઈએ. તેના માટે તમે ઈચ્છો તો મધ નો ઉપયોગ કરી શકો છો.
મધ એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર જોવા મળે છે જે તમારા શરીરમાં રહેલા નુકસાનકારક જીવજંતુઓ ને સાફ કરવામાં મદદરૂપ બને છે.
તેમાં રહેલા એન્ટી બેકટેરિયલ ગુણધર્મો તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. – health tips for honey in Gujarati 

વજન ઉતારવામાં મદદરૂપ બને છે – Honey | madh | મધ

જો તમે વજન ઓછું કરવા માંગતા ઓ અને તેના માટે ડોક્ટરની સારવાર લ્યો છો તો તમને ખાંડ ખાવાની બંધ કરવાની સલાહ આપવામાં આવે છે.
પરંતુ ખાંડની જગ્યાએ મધ નું સેવન કરવાની સલાહ આપશે કારણ કે તેમાં કુદરતી રીતે મીઠાશ આવેલી હોય છે જે ખાંડની અવેજીમાં ફાયદાકારક સાબિત થાય છે અને આપણા પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.
જો તમે વજન ઓછો કરવા માગતા હો તો તમારે આ ઉપાય કરવો જોઈએ.
જે લોકો પોતાની ચરબી ઓછી કરવા માગતા હોય અને વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ નાખીને તેનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ અથવા લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી આ સમસ્યામાં ચોક્કસ ફાયદો થાય છે. – honey na fayda 

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં – મધ ના ફાયદા

Saitific word journal માં પ્રકાશિત એક આર્ટીકલ માં જણાવવામાં આવ્યું છે કે મધ એ શરીરમાં 3% જેટલો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ બને છે.
અને આ પ્રયોગ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ જેમાં એક મહિના સુધી 70 ગ્રામ જેટલું મધ નિયમિત રીતે લેવાથી શરીરમાં 3% કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું થયું હતું.
Journal of medicine and food માં પ્રકાશિત થયેલ એક આર્ટીકલ માં જણાવવામાં આવ્યું છે કે જો તમે મધનું સેવન નિયમિત રીતે કરો છો તો તેનાથી શરીરમાં 8% કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું થાય છે. – madh na Fayda 

હૃદય ને મજબૂત બનાવે છે – મધ નું સેવન કરવાના ફાયદા | મધ ના ઉપયોગો

સંશોધનો દ્વારા સૂચવવામાં આવ્યું છે કે મધનું સેવન કરવાથી ધમનીઓ સાંકળી થતી નથી.
જો આપણે ધમની ની સમસ્યાને જોઈએ તો તેને લીધે માથાનો દુખાવો, હૃદય ની નિષ્ફળતા, યાદશક્તિ ઓછી થવી વગેરે જેવા નુકસાન થઈ શકે છે આ સમસ્યામાં તમારે મધ નું સેવન કરવું જોઈએ જેનાથી ફાયદો થાય છે.

યાદશક્તિમાં સુધારો કરે છે – benefits of honey in Gujarati 

ઘણી એવી સંસ્થા દ્વારા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મધ નું નિયમિત રીતે સેવન કરવાથી યાદશક્તિમાં ફાયદો થાય છે.
આ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે 102 તંદુરસ્ત મહિલાઓએ નિયમિત રીતે 20 ગ્રામ મધ નું સેવન દરરોજ કર્યું હતું. તેનાથી યાદશક્તિમાં વધારો થતો હતો આ પ્રયોગ સતત 4 મહિના સુધી કરવામાં આવ્યો હતો.
તેનાથી વધારાના શબ્દો યાદ રાખવાની શક્તિ માં વધારો થતો હતો. જેમાં પહેલા મેમરી ટેસ્ટ દરમિયાન 15 શબ્દો આપવામાં આવ્યા હોય તો ત્યારબાદ ફરી એક વધારાનો શબ્દ યાદ રાખી શકાતો હતો. તથા મધ એ મગજ માં સરળતાથી કેલ્શિયમ પહોંચાડવામાં મદદરૂપ બને છે. – madh no Upyog 

સારી ઊંઘ આવવામાં – honey na fayda

આપણે જાણીએ છીએ કે નાના બાળકો સરળતાથી સૂતા નથી પરંતુ જો રાત્રે સુતા પહેલા તેને મધ ચટાડવા માં આવે તો તેને સારી ઊંઘ આવે છે.
જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન નું પ્રમાણ વધે છે અને મગજમાં તે ટ્રિપ્ટોફેન પહોંચાડવામાં ફાયદો કરે છે અને તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

પેટ ને તંદુરસ્ત રાખવામાં – benefits of honey

ઘણા વ્યક્તિઓને નિયમિત રીતે પેટનું ફુલવું , પેટમાં કબજિયાત , અપચો વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે ત્યારે તમારે મધ નું સેવન નિયમિત રીતે કરવું જોઈએ.


કારણકે તેની અંદર એન્ટિસેફ્ટીક ગુણો આવેલા હોય છે જે આ સમસ્યાને કંટ્રોલમાં રાખે છે અને પેટમાં રહેલો ગેસ દૂર કરે છે.

નર્વસ સિસ્ટમમાં રાહત આપે છે – health benefits of honey in Gujarati 

આપણે જાણીએ છીએ કે શરીરમાં રહેલા ચેતાકોષો ને સારી રીતે કાર્ય કરવા માટે શરીરમાં ગ્લુકોઝ ની જરૂર પડે છે જે તમને સરળતાથી મધ મા મળી રહે છે અને તે સરળતાથી લોહી માં શોષાઇ જાય છે.
એટલે જ ઘણા વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે ડીસ ઓર્ડર  દૂર કરે છે છતાં પણ તમે તેનાથી પીડાતા હો તો મનોવૈજ્ઞાનિક દ્વારા પીડાઓ દર્શાવવામાં આવે છે,
અને તમને સલાહ આપવામાં આવે છે કે તમે મધ નું સેવન કરવાના બદલે ડોક્ટર સાથે વાત કરો. તમે વૈકલ્પિક વસ્તુ તરીકે પણ મધ નું સેવન કરવાનું પૂછી શકો છો.
ડાયાબિટીસ ના દર્દીઓ એ ડોક્ટરની સલાહ લીધા વિના મધ નો ઉપયોગ કરવો જોઈએ નહીં. – uses of madh in Gujarati 

કબજિયાત ની સમસ્યામાં – madh na fayda Gujarati ma 

જે લોકોને કબજિયાતની સમસ્યા વધારે થતી હોય તેવા વ્યક્તિઓએ એક ગ્લાસ ગરમ પાણીમાં થોડું મધ અને લીંબુનો રસ નાખીને સવારે તેનું સેવન કરવાથી ચોક્કસ ફાયદો થાય છે.
તથા નવસેકા દૂધમાં થોડું મધ નાખીને તેનું સેવન કરવાથી પણ કબજિયાતમાં ફાયદો થાય છે.
સવારે ઊઠીને એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી લીંબુનો રસ અને આદુનો રસ તથા એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી કબજિયાત દૂર થઈ જાય છે. – madh khavana fayda 

મધ ના ઘરગથ્થુ ઉપચાર | મધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | Use of honey in home remedies

જઠર મજબૂત બનાવવા માટે આદુનો રસ અને મધનો રસ સરખા પ્રમાણમાં મિક્સ કરીને સવારે અને સાંજે પીવાથી જઠર મજબૂત બને છે તથા શરદી ની સમસ્યા દૂર થાય છે.
એક ચમચી મધ દિવસમાં ત્રણથી ચાર વાર ચાટવાથી કફ દૂર થઈ જાય છે અને ઉધરસમાં રાહત મળે છે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી મધ મિક્સ કરીને સવારે તેનું સેવન કરવાથી શરીરની મજબૂતાઈ વધે છે.
મધ માં રહેલા પોષક તત્વો અને ઉત્સેચકો ને લીધે આંતરડાની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને મળ સહેલાઈથી છૂટું પડે છે.
અડધી ચમચી અરડૂસી ના પાન નો રસ , અડધી ચમચી મધ નો રસ અને અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી ઉધરસની સમસ્યા તરત જ દૂર થઈ જાય છે. – Home remedies of honey

મધ નો ઉપયોગ ઘરેલુ નુસખા તરીકે

જે લોકોને ઉલટી બંધ ન થતી હોય તેઓએ મધમા ગોળનું પાણી મિક્સ કરીને ચાટવાથી ઉલટી બંધ થઈ જાય છે.
બકરી ના દૂધમાં તેનાથી આઠ ભાગ ઓછું મધ નાખીને પીવાથી લોહી શુદ્ધ બને છે તથા બકરીના દૂધમાં થોડી સાકર અને મધ મિક્સ કરીને પીવાથી રક્તપિત ની સમસ્યામાં રાહત મળે છે.
એક ચમચી મધ અને એક ચમચી લીંબુ નો રસ સવારે અને સાંજે મિક્સ કરીને નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીરમાં લોહીનું દબાણ ઓછું થાય છે.
આપણે જાણીએ છીએ કે ખાંડનું વધારે સેવન કરવાથી આફરો ચડે છે , અજીર્ણ ની સમસ્યા , ડાયાબિટીસની સમસ્યા વગેરે થાય છે ત્યારે તમારે મધ નું સેવન કરવું જોઈએ જેનાથી આ પ્રકારની કોઈ સમસ્યા થતી નથી.
નાના બાળકો માંદા હોય તો મધ અને દૂધ નું સેવન તેના માટે ફાયદાકારક ગણાય છે અને જે વ્યક્તિઓનું શરીર વધારે ઘસાતું હોય તેના માટે મધ એ ખૂબ જ ફાયદાકારક છે. – madh no upyog gharelu upchar ma 

મધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવાની રીત 

જો તમે નિયમિત રીતે 30 થી 40 ગ્રામ મધનું સેવન કરો છો તો તે તમારા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.
થોડા ગરમ પાણીમાં મધ નાખીને તે પાણી વડે કોગળા કરવાથી ગળા માં જો કાકડા વધ્યા હોય તો તેમાં રાહત મળે છે. જે વ્યક્તિઓને ક્ષય રોગો હોય તેઓએ તાજા માખણમાં થોડું મધ નાખીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
પાણીમાં થોડું મધ નાખીને તેના કોગળા કરવાથી અથવા તો તે કોગળો થોડીક વાર મોઢામાં ભરી રાખવાથી તેને લગતી સમસ્યાઓ જેવી કે મોઢામાં પડેલા ચાંદા, વારંવાર તરસ લાગવી વગેરે દૂર થઈ જાય છે તથા મોઢામાંથી આવતી દુર્ગંધ પણ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.
દરરોજ નિયમિત રીતે સવારે મધ ને પાણીમાં નાખીને પીવાથી શરીરમાં રહેલી સામાન્ય સમસ્યાઓ જેવી કે બળતરા, ખંજવાળ અને ફોડકીઓ જેવી સ્કીન ની અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે.

ચેહરા માટે મધ ના ઘરેલુ ઉપચારો – Honey Home Remedies for Face

આપણે મધ ના ઘરગથ્થુ ઉપચારો ત્વચા માટે જણાવ્યા છીએ જે ચહેરાની સુંદરતા વધારે છે તો ચાલો જાણીએ ચહેરા અને ચમકદાર બનાવવા માટે મધ ના ઘરેલુ તથા ઘરગથ્થુ ઉપચારો વિશે.
થોડાક જ સમયમાં ચહેરાને ચમકદાર બનાવવા માટે દૂધ, મધ, પપૈયું અને દૂધ નો પાવડર મિક્સ કરીને ચહેરા ઉપર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ગરમ પાણી વડે ધોઈ લો. તેનાથી ચહેરો ચમકદાર અને મુલાયમ બનશે.
અડધી ચમચી મધ માં અડધી ચમચી લીંબુ નો રસ મિક્સ કરીને ચહેરા ઉપર માલિશ કરો. તેનાથી ચહેરા ઉપર રહેલી કરચલીઓ દૂર થઈ જાય છે.
તમારી ત્વચા ને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે મધ અને દૂધનું મિશ્રણ ચહેરા ઉપર લગાવવાથી ફાયદો થાય છે. – madh no upyog skin mate 

મધ નો ઉપયોગ – ફેસ માટે | madh no upyog skin mate 

ચહેરાને લગતી સમસ્યા માટે ઈંડાની જરદી અને મધ ને મિક્સ કરીને ચહેરા ઉપર 20 મિનિટ સુધી લગાવો ત્યારબાદ ચહેરાને ધોઈ નાખો તેનાથી ચહેરા ઉપર ગજબ ની ચમક આવી જાય છે.
એક ઈંડુ, એક ચમચી સોયા નો લોટ, એક ચમચી મધ, એક ચમચી દૂધની મલાઈ આ બધું સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો,
અને તેને ચહેરા ઉપર તથા ગળાની આસપાસ લગાવો. 10 થી 15 મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખો તેનાથી ચહેરા ઉપર બ્યુટી પાર્લર જેવો નિખાર જોવા મળે છે.
અડધી ચમચી મધ ને અડધી ચમચી ચોખાના લોટમાં મિક્સ કરીને ચહેરા ઉપર 20 મિનિટ સુધી લગાવી રાખો. આમ કરવાથી ચહેરા ઉપર કરચલીઓ પડતી નથી.
થોડા ટીપા લીંબુ ના રસના, અડધી ચમચી મધ અને થોડું મીઠું આ બધું એક ગ્લાસ પાણીમાં નાખીને મિક્સ કરો, ત્યારબાદ તેને ચહેરા ઉપર લગાવો 10 મિનિટ પછી ચહેરાને ધોઈ નાખો. તેનાથી ચહેરો ખીલી ઊઠે છે.
અડધી ચમચી સંતરા નો રસ અને અડધી ચમચી મધ તથા ગુલાબજળ મિક્સ કરીને ચહેરા ઉપર 20 મિનિટ સુધી લગાવવાથી અને ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરાને સાફ કરવાથી અદભુત ફાયદો થાય છે.

ફેસપેક તરીકે – મધ નો ઉપયોગ

એક ચમચી મધ, એક ચમચી ઈંડા ની જરદી, એક ચમચી ઝરદાલુ આ બધું મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા ઉપર 20 મિનિટ સુધી રાખીને ધોઈ નાખો.
ગુલાબ જળ અને મધ ને મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી અને ત્યારબાદ નવશેકા પાણી વડે ધોવાથી ચહેરા ઉપર તરત જ ગ્લો આવી જાય છે.
એક ચમચી મુલતાની માટીમાં અડધી ચમચી મધ અને એક ચમચી દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ ગરદન તથા ચહેરા ઉપર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણી વડે ધોવાથી ફાયદો થાય છે.
અડધી ચમચી ચંદન નો પાવડર, અડધી ચમચી દૂધ નો પાઉડર, મધ, લીંબુ નો રસ અને બદામનું તેલ બધાને મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા ઉપર લગાવી. 20 મિનિટ પછી સુકાઈ જાય એટલે નવસેકા પાણી વડે તેને ધોઈ નાખો.
અડધી ચમચી મધ, એક ચમચી માખણ , અડધી ચમચી ગુલાબજળ ને સારી રીતે મિક્સ કરીને ચહેરા ઉપર માલિશ કરો. કારણકે તેને ત્વચામાં ઉતરતા વાર લાગે છે પરંતુ તેના વડે માલિશ કરવાથી ત્વચા નો નિખાર આવે છે.

મધ ના નુકસાન | મધ ખાવાના ગેરફાયદા | મધ ના ગેરફાયદા | disadvantages of honey in Gujarati 

આમ તો જોકે મધ નું સેવન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી પરંતુ તમે કોઈપણ પ્રયોગ કરો છો અને તમારી પાસે જાણકારી ઓછી હોય છે તો તેને લીધે નુકસાન થઈ શકે છે.
મધ નું વધારે સેવન કરવું જોઈએ નહીં બાળકોને ઓછામાં ઓછું 30 ગ્રામની આસપાસ તથા યુવાનોએ ૪૦ ગ્રામ ની આસપાસ મધનું સેવન કરવું જોઈએ. – madh na nukshan 

લાંબા સમય સુધી વધારે માત્રામાં મધનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેનાથી અજીર્ણ ની સમસ્યા થાય છે જે હાનિકારક છે.
મધ ને ક્યારેય ગરમ કરીને તેનો ઉપયોગ કરવો નહીં. કારણ કે ગરમ કરવાથી તેમાં રહેલા બધા પોષક તત્વો અને ગુણોનો નાશ થઈ જાય છે.
તથા મધ અને ઘી નું પ્રમાણ ક્યારે સરખા પ્રમાણમાં કરવું જોઈએ નહીં. તાવ ને લગતી સમસ્યામાં મધ ઝેર સમાન ગણવામાં આવે છે.
જે વ્યક્તિઓ ને ખાવામાં ઝેરી ખાદ્ય પદાર્થ આવી ગયો હોય તેઓએ મધ ખાવું જોઈએ નહીં. આમ કરવાથી તે સમસ્યામાં વધારો થઈ શકે છે.

મધ ને લઈ લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નો


મધ ને અંગ્રેજીમાં શું કહેવાય છે | મધ in english | મધ meaning in English | madh in english 
મધ ને અંગ્રેજીમાં Honey કહેવાય છે.
 
ભૂખ્યા પેટે મધ નું સેવન કરવાના ફાયદા ?
ભૂખ્યા પેટે મધ નું સેવન કરવાથી મગજમાં ફાયદો થાય છે ભૂખ્યા પેટે એક ચમચી મધ નું સેવન ગરમ પાણી સાથે કરવાથી તે વજન ઉતારવામાં મદદરૂપ બને છે તથા લસણ અને મધ નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
સારી ગુણવત્તા વાળું મધ કેવું હોય છે ?
જે મધમા બીજા કોઇ પદાર્થનું મિશ્રણ હોતું નથી તેમ જ સારું કહેવાય છે તથા તેની ગુણવત્તા માં 18% પાણીનો ભાગ હોવો જોઈએ.
શું ડાયાબિટીસ ના દર્દીઓએ મધ નું સેવન કરવું જોઈએ ?
આપણે મધનું સેવન કરીએ છીએ જેની સીધી અસર આપણા સુગર ના પ્રમાણ ઉપર થાય છે તથા બને ત્યાં સુધી ડાયાબિટીસવાળા વ્યક્તિઓએ મધનું સેવન ઓછું કરવું જોઈએ જ્યાં સુધી તમારું સુગર પ્રમાણ કંટ્રોલમાં ન આવે તથા મધનું સેવન કર્યા પહેલા ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
મધ ની પરખ | મધ મિલાવટ વાળુ છે કે ચોખ્ખું તે કેવી રીતે ઓળખશો
મધ ની ચોખાઈ તપાસવા માટે પહેલા મધમા રૂ ની વાટ બોળી તેનો દીવો કરવાથી આ દીવો જો અવાજ વગર બળે તો સમજવું કે મધ ચોખ્ખું હોય છે. બીજી રીત ચોખા મધ નું ટીપું પાણીમાં નાખવાથી તે પાણીમાં બેસી જાય છે, ત્રીજી રીત મધ મા પડેલી માખી જો તેમાંથી બહાર નીકળી આવે અને થોડીવારમાં ઉડી શકે તો તે મધ ચોખ્ખું હોય છે.
Conclusion :- અમારા દ્વારા જણાવેલી માહિતી મધ ના ફાયદા, મધ નું સેવન કરવાના ફાયદા, મધ ખાવાના ફાયદા, મધ ના ઉપયોગો, મધ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં કરવાની રીત, મધ નો ઉપયોગ ચહેરા માટે, મધ નો ઉપયોગ ફેશપેક બનાવવા માટે, મધ ના નુકસાન, મધ ના ઘરગથ્થુ ઉપચારો, madh na Fayda in Gujarati, benefits of honey in Gujarati, health tips for honey in Gujarati, madh na upyogo, madh no upyog gharelu upchar ma, madh no upyog skin mate, disadvantages of honey. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો. તમારા દ્રારા કોઈ પણ પ્રકાર નું સુચન અથવા સલાહ હોય તો અમને કોમેન્ટ માં જણાવો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

Leave a Comment