Benefits of Ginger :- આદુ ના ફાયદા | આદુ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં | આદુ ખાવાના ફાયદા | આદુ ના ઔષધીય ગુણો | Aadu na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને આદુ વિશે માહિતી આપીશું કે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે તો ચાલો મિત્રો જાણીએ આદુ ખાવાના ફાયદા, આદુ ના ફાયદા, આદુ નો ઉપયોગ 40 થી વધુ સમસ્યામાં ઘરેલુ ઉપચારમાં, આદુ નો ઉપયોગ કરવાની રીત, આદુ ના ઘરગથ્થુ ઉપચાર, Aadu na fayda in Gujarati, Benefits of Ginger in Gujarati, health tips for ginger, ginger health benefits in Gujarati, aadu khavana fayda.

આદુ | Ginger

આદુ એ રેતાળ જમીનમાં થાય છે તથા ભારતમાં પણ તેનું વાવેતર કરવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ વાવેતર ખેડા જિલ્લામાં થાય છે.
જો તમે ભોજન ગ્રહણ કર્યા પહેલા આદુનું સેવન કરો છો તો તેનાથી ભૂખ વધારે લાગે છે તથા ખોરાકનું પાચન પણ સરળતાથી થઈ જાય છે.
આયુર્વેદિક દ્રષ્ટિએ આદુનું ખૂબ મહત્વ છે ઘણી બધી આયુર્વેદિક દવાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે આદુને સુકવીને રાખવાથી ત્યારબાદ તે સૂંઢ માં પરિવર્તન પામે છે.
આદુ એ હૃદય અને કંઠ ના દુખાવામાં ફાયદાકારક સાબિત થાય છે આંતરડામાં જો મળ જામ થઈ ગયું હોય તો તેને સાફ કરવામાં આદુ ઉપયોગમાં લેવાય છે અને કફ ને દૂર કરવામાં પણ.
આદુ  ની અંદર એન્ટી બેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ તથા  એન્ટીઇન્ફલેમેટ્રી ગુણો આવેલા હોય છે જે આપણા શરીરની સામાન્ય સમસ્યાઓ જેવી કે ઉધરસ, માથાનો દુખાવો, પેટમાં અપચા ની સમસ્યા વગેરેમાં ફાયદાકારક સાબિત થાય છે.
તેમજ આદુની અંદર વિટામિન ઈ, વિટામિન ડી, વિટામિન એ, આયર્ન, તથા કેલ્શિયમનો સ્ત્રોત આવેલો હોય છે તો ચાલો મિત્રો આપણે જાણીએ આદુ ખાવાના ફાયદાઓ.
આવી જ રીતના આદુનો ઉપયોગ ઘણા રોગમાં પ્રાચીન કાળથી જ કરવામાં આવતો હતો અને આજે આપણે આદુના ફાયદા અને તેના ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીશું.

આદુ ના ફાયદા | Benefits of Ginger | Aadu na fayda in Gujarati 

આપણે ઉપર દર્શાવ્યું તે રીતે આદુમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ તથા એન્ટીઇન્ફલેમેટ્રી ગુણો આવેલા હોય છે તથા વિટામિન્સ નું પ્રમાણ આવેલું હોય છે જે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે અને શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે.
ઘણા વ્યક્તિઓને ઓછી ભૂખ લાગે છે ત્યારે તેઓએ આદુ નું સેવન કરવું જોઈએ. આદુ ની અંદર થોડું લીંબુ નાખીને થોડું સેવન કરવાથી પેટ બરાબર રીતે સાફ થઈ જાય છે અને ભૂખ માં પણ વધારો થાય છે.
જે વ્યક્તિઓને માઈગ્રેન ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ પણ આદુ નું સેવન કરવું જોઈએ જેનાથી ઘણો ફાયદો થાય છે.
જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ આદુ નું ચોક્કસ સેવન કરવું જોઈએ અને જો તમે આદુનું સેવન કરો છો તો તેનાથી કિડનીમાં કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.
એક યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક દ્વારા કરેલ રિસર્ચ મુજબ આદુ એ શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે તથા કેન્સર થવાનું જોખમ પણ દૂર કરે છે.
આદું ની અંદર રહેલા ગુણો અને પોષક તત્વો સામાન્ય શરીરની સમસ્યાઓ જેવી કે શરદી ઉધરસ અને માથાનો દુખાવો વગેરેમાં રાહત આપે છે.
આદુ ના એક નાના ટુકડાને નવસેકા પાણી દરરોજ સવારે ખાલી પેટે પીવાથી ત્વચાનો નિખાર વધે છે અને શરીરમાં પણ ફાયદો થાય છે.
આદુ ના પાવડર નો ઉપયોગ કેન્સરના ઈલાજ માટે પણ કરવામાં આવે છે આદુમાં રહેલા પોષક તત્વો એ કેન્સર સામે લડે છે અને શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ જાળવી રાખે છે.
જો તમે સ્થૂળતાથી દૂર રહેવા માંગતા હોવ તો તમારે આદુ ની ચા નું સેવન કરવું જોઈએ જેનાથી ઘણો ફાયદો થાય છે કારણ કે તેની અંદર કૌરીટીસોલ નામનું પોષક તત્વો આવેલું હોય છે જે પેટ અને શરીરની વધારાની ચરબી ઓછી કરવામાં મદદરૂપ બને છે.
આદુ નું સેવન કરવાથી હૃદય હંમેશા સ્વસ્થ રહે છે અને તેનાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું થાય છે અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદરૂપ બને છે.
આદુ ની અંદર રહેલા પોષક તત્વો એ આપણી માસ પેશીઓ સાંધા નો દુખાવો ઓછો કરે છે તેમજ જે વ્યક્તિઓને સંધિવા ની શરૂઆત હોય તેવા વ્યક્તિઓ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે.
જો તમારા શરીર ઉપર સોજો આવી ગયો હોય તો તેને દૂર કરવા માટે આદુ ના તેલ વડે તે જગ્યાએ માલિશ કરવાથી તરત જ રાહત મળે છે. – Aadu na fayda 

આદુનો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં ઘરેલુ ઉપચાર અને ઘરગથ્થુ ઉપચાર તરીકે | આદુ ના ઔષધીય ગુણો

એનીમિયા ની સમસ્યામાં – આદુ નો ઉપયોગ

આપણે જાણીએ છીએ કે શરીરમાં લોહીની ઉણપ થવી, ચહેરાનો ગ્લો ઓછો થઈ જવો, આંખમાં બળતરા થવી અથવા તો આંખ લાલ થઈ જવી વગેરે જેવા લક્ષણો એનીમિયા ના છે જ્યારે આ સમસ્યામાં તમે આદુ નો ઉપયોગ કરી શકો છો.
તેના માટે થોડા આદુના રસમાં થોડો ફાલસા નો રસ મિક્સ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે તથા શરીરમાં લોહીની ઉણપ થતી નથી પરંતુ આ પ્રયોગ તમારે મહિના સુધી નિયમિત રીતે કરવો પડે છે.
મૂળાના રસમાં, એક ચમચી દાડમ નો રસ અને અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને થોડું મધ નાખીને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી પણ ગજબ ના ફાયદા થાય છે.
પાલક, ટમેટા અને ગાજર ત્રણેયનો સરખા પ્રમાણમાં રસ મિક્સ કરીને તેમાં થોડો આદુનો રસ મિલાવીને નિયમિત રીતે મહિનાઓ સુધી તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે તથા હિમોગ્લોબીન નું પ્રમાણ પણ વધે છે જેને લીધે તમારા ચહેરાના નિખાર માં વધારો થાય છે.

કમળા ના રોગમાં – આદુ ના ફાયદા

આ રોગ એવો છે જેને લીધે આપણું શરીર પીળું પડી જાય છે અથવા તો નબળું બની જાય છે. આ રોગ હવા, પાણી અને મેલેરિયા જેવા રોગમાંથી ઉત્પન્ન થાય છે તેથી તેના ઈલાજ માટે શરૂઆતથી જ તમારે આદુનું સેવન નીચે જ દર્શાવેલા પ્રયોગો મુજબ કરવું જોઈએ.
શેરડીના રસમાં થોડો આદુનો રસ મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર તેનું સેવન કરવું જોઈએ.
એક કપ મૂળાના રસમાં, એક ચમચી આદુનો રસ તથા થોડી સાકર મિક્સ કરીને 15 દિવસ સુધી નિયમિત રીતે પીવાથી કમળામાં ગજબ નો ફાયદો થાય છે.
મૂળાના પાનનો રસ, આદુ નો રસ અને એલોવેરા ત્રણેયને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડું મીઠું નાખીને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી પણ કમળામાં રાહત મળે છે આ પ્રયોગ તમારે સતત ૩૦ દિવસ સુધી કરવો પડે છે. – Health benefits of Ginger in Gujarati 

એસીડીટી ની સમસ્યામાં ફાયદાકારક – આદુ નો પ્રયોગ

આદુના રસમાં જેઠીમધ ના લાકડા નું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં તરત જ રાહત મળે છે.
અડધી અથવા એક ચમચી આદુ ના રસમાં, થોડું સફેદ જીરું ત્રણ થી ચાર ગ્રામ ધાણા, મિક્સ કરીને વાટીને તેની પેસ્ટ તૈયાર કરી લો. અને સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
અડધી ચમચી લીંડી પિપર નું ચૂર્ણ, 10 ગ્રામ ખાંડ, બે ચમચી સૂંઢ નું ચૂર્ણ મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ નું સેવન દરરોજ સવારે અને સાંજે ત્રણ ગ્રામ જેટલું કરવાથી એસીડીટી ની સમસ્યામાં ચોક્કસ ફાયદો થાય છે. – Aadu no upyog 

પથરી ની સમસ્યામાં – આદુ ના ઘરગથ્થુ ઉપચાર

પથરી ની સમસ્યા માટે બે ચમચી આદુના રસમાં, 40 ગ્રામ મૂળાના પાનનો રસ અને 2 ગ્રામ જવખાર મિક્સ કરીને સવારે અને સાંજે દરરોજ તેનું સેવન કરવાથી પથરી નાના કટકા સ્વરૂપે મૂત્રમાર્ગ મારફતે બહાર નીકળી જાય છે.
એક ચમચી આદુના રસમાં, 30 ગ્રામ ડુંગળી નો રસ તથા થોડી દળેલી ખાંડ મિક્સ કરીને આ રસનું સેવન સવારે ઊઠીને કરવાથી જ્યાં સુધી પથરી દૂર ન થઈ જાય ત્યાં સુધી નિયમિત રીતે તેનું સેવન કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે. – Home Remedies for ginger 

અતિસાર ની સમસ્યામાં – આદુ નો ઉપયોગ | Home Remedies for ginger in Gujarati 

મોસંબી ના રસમાં, થોડી સંચળ અને આદુનો રસ મિક્સ કરીને દર્દીને આપવાથી અવશ્ય ફાયદો થાય છે આદુના રસમાં  તમે ગંગાધર નું ચૂર્ણ પણ મિક્સ કરીને આપી શકો છો.
આદુ નો નાનકડો કટકો લઇ તેમાં, થોડી રાતી હિંગ, એક ચમચી ધાણા અને અડધી ચમચી સૂંઠ આ બધાને પીસીને તેની ચટણી જેવું બનાવી લેવું. ત્યારબાદ અતિસાર ના દર્દીને આ ચટણીનું સેવન કરાવવાથી અવશ્ય ફાયદો થાય છે.

‌પેટમાં કૃમિઓનો નાશ કરે છે – aadu | આદું

કપુરી પાનના રસમાં, અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને બાળકને પીવડાવવાથી તેના પેટમાં રહેલા કૃમિઓ દૂર થઈ જાય છે અને મોટી વ્યક્તિઓએ તેની માત્રા વધારીને તેનું સેવન કરવું જોઈએ.
એક ચમચી આદુના રસમાં, થોડું આંબા ની ગોટલી નું ચૂર્ણ મિક્સ કરીને આપવાથી પેટમાં રહેલા કીડા નો નાશ થાય છે.
મોસંબી ની સૂકી છાલ 10 ગ્રામ લઈ, તેમાં 10 ગ્રામ વાવડીંગ મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું અને તેમાં ત્રણ ચમચી આદુનો રસ મેળવીને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ દરરોજ સવારે અને સાંજે અડધી ચમચી આ પેસ્ટ નું સેવન પાણી અથવા તાજા દહીં સાથે કરવાથી ઘણો ફાયદો થાય છે.

હરસ અને મસા ની સમસ્યામાં‌ – આદુ ખાવાના ફાયદા

આદુ નો એક ગાઠિયો, તેમાં થોડું જીરુ અને થોડું મરી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. અથવા તેની ચટણી બનાવી લેવી તથા આ ચટણી નું સેવન મહિના સુધી સતત કરવાથી હરસમાં રાહત મળે છે.
બે ગ્રામ આદુ, 1 ગ્રામ ની હળદર , ત્રણ અરીઠા ની છાલ, આ બધાને એક તવા ઉપર ધીમા તાપે શેકીને પીસી લો. ત્યારબાદ આ મિશ્રણમાં થોડું માખણ મિક્સ કરીને મસા ઉપર લગાવવાથી દુખાવો ઓછો થાય છે અને તેમાં રાહત મળે છે.

આદુ ખાવાના ફાયદા – સંગ્રહણી ની સમસ્યામાં

આમળાના બીજ કાઢીને, બે થી ત્રણ આમળાને પાણીમાં પલાળી દો. જ્યારે તે નરમ થઈ જાય એટલે તેને પીસીને તેમાં એક ચમચી આદુનો રસ મિક્સ કરો. અને દરરોજ સવારે અને સાંજે થોડું પાણી મિક્સ કરીને પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
પિપર, મરી અને સૂંઠ સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં 100 ગ્રામ સંચળ અને 50 ગ્રામ કાલોજી જીરુ મિક્સ કરીને તેનું ચૂર્ણ તૈયાર કરવું. જમ્યા પછી છાશ સાથે આ ચૂર્ણનું સેવન કરવાથી જેનાથી મળ છૂટથી આવશે તેથી સંગ્રહણી ની સમસ્યામાં ફાયદો મળે છે.

પેટ ને લગતી સમસ્યામાં – ગેસ, કબજિયાત, વાયુ, હેડકી વગેરેમાં – આદુ ના ઔષધીય ગુણો

આદુના રસમાં, હિંગ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ વડે ડુંટી ની આસપાસ માલિશ કરવાથી પેટ ને લગતી ઘણી સમસ્યામાં ફાયદો મળે છે.
અડધી ચમચી આદુના રસમાં, એક ચમચી અજમો, એક ચમચી હિંગ તથા એક ચમચી સાકર મિક્સ કરીને સેવન કરવાથી પણ ગજબ ના ફાયદા મળે છે.
ચાર ગ્રામ નાની એલચી નું ચૂર્ણ, થોડી હિંગ અને અડધી ચમચી આદુનો રસ તથા એક ચમચી લીંબુનો રસ આ બધું મિક્સ કરીને પીસીને તેનું સેવન કરવાથી પણ પેટ ને લગતી ઘણી સમસ્યાઓમાં ફાયદો થાય છે.
આદુના રસમાં થોડી હિંગ અને રાય વાટીને પીવાથી અને એરંડિયા ને ગરમ કરીને પેટ ઉપર માલિશ કરવાથી પેટને લગતી સમસ્યામાં રાહત મળે છે. – Health tips for ginger in Gujarati 

લીવરમાં ફાયદાકારક | Health tips for ginger 

એક ગાઠિયો આદુ નો, તેમાં 10 ગ્રામ દાડમના પાન, થોડો નવસાર આ બધું મિક્સ કરીને ચટણી બનાવી. આ ચટણીનું સેવન સવારે અને સાંજે નિયમિત રીતે કરવાથી લીવર નો સોજો દૂર થાય છે.
એક ચમચી આદુના રસમાં, એક ચમચી કાચા પપૈયાનું દુધ તથા થોડું મધ મિક્સ કરીને નવશેકા પાણી સાથે તેનું સેવન કરવાથી લીવરની સમસ્યામાં રાહત મળે છે.

ભૂખ ન લાગવાની સમસ્યામાં – Ginger health benefits in Gujarati 

એક ચમચી આદુના રસમાં, એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને દરરોજ પીવાથી ભૂખ ન લાગવાની સમસ્યામાં ફાયદો થાય છે.
એક ચમચી આદુનો રસ, થોડા કાળા મરી, એક ચપટી પીપર નું ચૂર્ણ આ બધું પીસીને તેની ચટણી બનાવીને સવારે અને સાંજે સેવન કરવાથી ભૂખ ઉઘડે છે અને તેમાં ફાયદો થાય છે.

ઉલટી ની સમસ્યામાં – આદું 

પાચનતંત્રમાં અનિયમિતતા થવાને લીધે ઘણી વખત ઊલટી થાય છે ત્યારે તમારે એક ચમચી આદુના રસમાં, થોડો Eno મિક્સ કરીને પાણી સાથે પીવાથી અવશ્ય ફાયદો થાય છે.
કફ ને લીધે ઉલટી માં એક ચમચી આદુના રસમાં, થોડો તુલસી ના પાનનો રસ મિક્સ કરીને પીવાથી ઉલટી બંધ થઈ જાય છે.

કબજિયાતની સમસ્યામાં – આદુ નો ઉપયોગ

એક ચમચી આદુના રસમાં, એક ચમચી મોસંબી નો રસ મિક્સ કરીને તેનું સેવન કરવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
એક ચમચી અંજીર નો રસ, એક ચમચી આદુનો રસ તથા તેમાં થોડું હિંગ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
દરરોજ સવારે ઊઠીને તરત જ એક ગ્લાસ ઠંડુ પાણી પીવાની ટેવ પાડવાથી પણ અવશ્ય ફાયદો થાય છે.
રાત્રે સૂતી વખતે એક ચમચી આદુના રસમાં થોડું હરડેનું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

કાન ને લગતી સમસ્યામાં – Aadu na fayda 

આદુ ની ગાંઠ ને તવા ઉપર બાળીને તલના તેલમાં મિક્સ કરીને કાનના પાછળના ભાગ ઉપર લગાવો જેનાથી દુખાવામાં રાહત મળે છે.
આદુના રસને ગરમ કરીને તેના બે થી ત્રણ ટીપા કાનમાં નાખવા, તેના માટે આદુ અને તુલસીના રસનું મિશ્રણ કરીને, કપૂર અને આદુનો રસ મિક્સ કરીને, આદુનો રસ અને લીમડાના પાન નો રસ મિક્સ કરીને. આમાંથી તમે કોઈપણ એક પ્રકારે મિશ્રણ કરીને તેના બે થી ત્રણ ટીપાં કાનમાં નાખો છો તો તેનાથી દુખાવામાં રાહત મળે છે.
ઘણા વ્યક્તિઓને કાનમાં તમરા બોલતા હોય તેવા વ્યક્તિઓએ થોડા સૂંઢ માં ગોળ નાખીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.

નસકોરી ની સમસ્યામાં – આદુ ના રસ ના ફાયદા

નસકોરી જ્યારે ફૂટે ત્યારે ઘણા વ્યક્તિ માથા ઉપર ભીનું કપડું રાખે છે. અથવા તો તમારે માથા ઉપર ઠંડા પાણી ની ધાર કરવી જોઈએ.
લીમડાના પાન, અજમો અને આદુ સરખા પ્રમાણમાં વાટીને તેની પેસ્ટને નાક ની ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી ફાયદો થાય છે.
કાળી માટીમાં, થોડો આદુ નો રસ તથા પાણી નાખીને તેનો લેપ માથા ઉપર મૂકવાથી નસકોરી ને લીધે નાકમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે અને ત્યારબાદ લેપ કાઢીને માથું ધોઈ નાખવું.

ગળા માં કાકડા ની સમસ્યામાં – આદુ નો ઉપયોગ

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો અને એક ગાઠિયો આદુનો મિક્સ કરીને પીસી લો. ત્યારબાદ પાણીને ગરમ કરી ગાળી લો. ત્યારબાદ નવસેકા પાણી વડે કોગળા કરવાથી ફાયદો થાય છે. – aadu no upyog gharelu upchar 

એક ચમચી આદુનો રસ, એક ચમચી તુલસી નો રસ બંનેને મિક્સ કરીને મધ સાથે ચાટવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

ગળામાં સોજો આવ્યો હોય ત્યારે – આદુ નો રસ

આદુ ના રસ ને ગરમ કરીને તેના વડે કોગળા કરવાથી, અથવા ફટકડી, આદુનો રસ અને મધ મિક્સ કરીને ચાટવાથી તથા એક ચમચી આદુના રસમાં, ત્રણ થી ચાર ટીપા લીમડાના પાનના રસના, થોડો લસણનો રસ આ ત્રણે પાણીમાં મેળવી અને ઉકાળીને તેના કોગળા કરવાથી પણ સોજામાં રાહત મળે છે.

મોઢા ની દુર્ગંધ દૂર કરવામાં –આદુ ના જ્યુસ ના ફાયદા

આદુ નો ગાઠિયો અને સૂકા ધાણાને પાણીમાં ઉકાળીને તે પાણી વડે કોગળા કરવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.
આદુ ના રસ અને ટમેટાના રસને મિક્સ કરીને મોઢાના ચાંદા ઉપર લગાવવું અથવા વાટેલી સૂંઢ ને જીભ ઉપર લગાવીને લાળ પાડવાથી જેનાથી ચાંદામાં રાહત મળે છે.

દાંત ના દુખાવામાં અને પાયોરીયા ની સમસ્યામાં – આદુના ફાયદા

ઘણા વ્યક્તિઓને દાંતમાં કૃમિ થઈ ગયા હોય તો ફટકડી નું ચૂર્ણ અને આદુનો રસ મિક્સ કરીને પેઢા કે દાંત ઉપર લગાવવાથી રાહત મળે છે.
દાંત કે દાઢ ના દુખાવામાં આદુ ના રસમાં, થોડી હિંગ મિક્સ કરીને રૂ વડે દુખાવા વાળી જગ્યા ઉપર તેને લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.
આદુનો રસ, કપૂર અને એરંડિયું આ ત્રણેયને મિક્સ કરીને પેઢા ઉપર લગાવવાથી પાયોરીયા ની સમસ્યામાં રાહત મળે છે.
આદુ નો રસ, લવિંગ નું તેલ, જાયફળ નું તેલ, આ ત્રણેય તેલને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પેઢા કે દાંત ઉપર લગાવવાથી દુખાવો દૂર થઈ જાય છે અને જો પેઢા માં રાહત મળે છે. – Aadu na fayda in Gujarati 

ચામડી પર જોવા મળતી નાની ફોડકીઓ ( નાના દાણા )માં – આદુ નો ઉપયોગ

આદુના રસમાં, મહેંદીના પાન વાટીને ફોડકીઓ કે ચાઠા ઉપર લગાવવાથી તે મટી જાય છે અથવા આદુના રસમાં મુલતાની માટી મિક્સ કરીને તેનો લેપ કરવાથી પણ ફાયદો થાય છે.
આદુના રસમાં, પાણી અને થોડું સિંધવ મીઠું મિક્સ કરીને લગાવવાથી પણ રાહત મળે છે.
મોસંબી ની છાલ ને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને તેમાં આદુનો રસ મિક્સ કરીને લગાવવું તેનાથી ચાઠા માં રાહત મળે છે.
આદુના રસમાં થોડો કારેલાનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને ફોડકી કે ચાઠા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.

ખંજવાળ ની સમસ્યામાં – આદુ ના ફાયદા

આદુનો રસ અને લીંબુનો રસ બરાબર મિક્સ કરીને તેને ચમેલીના તેલમાં મિક્સ કરો. ત્યારબાદ ઘુંટી કે ખંજવાળ વાળી જગ્યાએ લગાવવાથી ખુજલી દૂર થઈ જાય છે.
કોપરેલ ના તેલમાં સૂંઢ ને બરાબર વાટી ને દિવસમાં બે થી ત્રણ વાર તેનો લેપ ખુજલી વાળા ભાગ ઉપર કરવાથી રાહત મળે છે.
લીમડાના તેલમાં થોડો આદુનો રસ મિક્સ કરીને વારંવાર તેનું સેવન કરવાથી પેટમાં આવતી ચૂક માં ફાયદો થાય છે.

લાલ ચાઠા ( લાલ ચકામાં )ની સમસ્યામાં – uses of Ginger| uses for Aadu

દેશી ઘી માં થોડું સૂંઢ નું ચૂર્ણ, મિક્સ કરીને લાલ ચાઠા માં માલિશ કરવાથી બળતરા ઓછી થાય છે.
10 ગ્રામ લીંબોડી નું તેલ, 1૦ ગ્રામ સરસિયા નું તેલ અને આદુની રાખ આ બધું મિક્સ કરીને ચાઠા ઉપર માલિશ કરવાથી તરત જ રાહત મળે છે.
કોપરેલમાં થોડો આદુ નો રસ અને કપૂર મિક્સ કરીને માલિશ કરવાથી પણ બળતરામાં ફાયદો થાય છે.

ખરજવું, દાદર અને છાલા માં – આદુ નો ઉપયોગ

એક ગાઠિયો આદુ નો અને એક ગાઠિયો હળદર નો મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. અને દુખાવા વાળા ભાગ ઉપર લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે.
આદુ નો રસ અને કારેલા નો રસ સરખા પ્રમાણમાં મિક્સ કરીને ખરજવા ઉપર લગાવવાથી બળતરામાં રાહત મળે છે.
આદુ ના રસમાં થોડો, કાચા પપૈયા નો રસ મિક્સ કરીને બે અઠવાડિયા સુધી દાદર ઉપર માલીશ કરવાથી તેમાં અવશ્ય ફાયદો થાય છે.

સ્નાયુની મજબૂતાઈ વધારે છે – આદુ આયુર્વેદિક દવા તરીકે

પાંચ ગ્રામ પીપળાની છાલ, એક ગાઠિયો આદુ નો અને બે થી ત્રણ પિસ્તા આ બધું સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેની પેસ્ટ અથવા ચટણી બનાવી લેવી. ત્યારબાદ સવારે અને સાંજે તેનું સેવન કરવાથી સ્નાયુઓની મજબૂતાઈ વધે છે.
મધ મા, થોડું સૂંઢ અને જીરું મિક્સ કરીને તેની ચટણી તૈયાર કરવી. ત્યારબાદ દિવસમાં બે થી ત્રણ વાર તેનું સેવન કરવું અથવા એના ઉપર સફરજન નો સરકો મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.
એક ચમચી આદુ ના રસમાં, થોડું ત્રિફળા નું ચૂર્ણ અને મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.

ચક્કર આવવાની સમસ્યામાં – આદુ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં 

આદુના રસમાં, થોડું મધ મિક્સ કરીને સવારે અને સાંજે તેનું સેવન કરવાથી ચક્કર આવતા હોય તો તેમાં રાહત મળે છે.
કોપરેલ માં, થોડું કપૂર મિક્સ કરીને માથા ઉપર લગાવવાથી પણ રાહત મળે છે.
આદુ ની ગાંઠને, તવા ઉપર શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. ત્યારબાદ એક ચમચી ચૂર્ણ ને ઘી સાથે દિવસમાં બે વાર સેવન કરવાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થઈ જાય છે.

માથા ના દુખાવાની સમસ્યામાં – આદુ નું જ્યુસ પીવાના ફાયદા

આદુના રસમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને તેનો લેપ કપાળ ઉપર કરવાથી દુખાવામાં રાહત મળે છે.

એક ચમચી આદુનો રસ, 2 ગ્રામ પીપરનું ચૂર્ણ અને અડધો ગ્રામ કપુર બરાબર મિક્સ કરીને સવારે અને સાંજે ચાટવાથી માથાના દુખાવાની સમસ્યામાં ફાયદો થાય છે.

પિત્તશૂળ ની સમસ્યા – આદુ નો ઉપયોગ

આદુનો રસ અને ઓલિવ ઓઈલ દૂધ માં સરખા પ્રમાણમાં મિક્સ કરીને પીવાથી પિત્તશૂળ ની સમસ્યામાં ફાયદો થાય છે અથવા આદુનો રસ પાણીમાં નાખીને વારંવાર તેનું સેવન કરવાથી પણ રાહત મળે છે.
એક ચમચી આદુનો રસ, એક ચમચી બેકિંગ સોડા તથા એક ચમચી ગ્લિસરીન આ ત્રણેયને ગરમ પાણીમાં બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ આ સમસ્યામાં ફાયદો થાય છે.

ગભરામણ ની સમસ્યામાં – આદુ ના ફાયદા

એક ચમચી આદુના રસમાં તેના જેટલો જ દાડમ નો રસ પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે આ પ્રયોગ દિવસમાં બે વખત કરવો જોઈએ.
આદુનો રસ અને ગુલાબજળ બંનેને સરખા પ્રમાણમાં મિક્સ કરીને થોડું થોડું ચાટવાથી ગભરામણ ઓછી થાય છે.
એક ચમચી આદુ નો રસ, બે કાળા મરી નું ચૂર્ણ, મધ મા મિક્સ કરીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.

અનિંદ્રા ની સમસ્યામાં – આદુ ના રસ ના ફાયદા

એક ચમચી આદુ ના રસમાં, કાળા મરીનું ચૂર્ણ મિક્સ કરીને સવારે અને સાંજે સુતા પહેલા તેનું સેવન કરવાથી અનિંદ્રા ની સમસ્યામાં ફાયદો થાય છે અને કાન ની પટ્ટી પાસે આદુનો રસ્તો પડવાથી પણ નિંદર સારી આવે છે.
આદુના રસમાં થોડું મરીનું ચૂર્ણ મેળવીને માથા ઉપર માલિશ કરો. જ્યારે ભાન આવી જાય ત્યારે તરત જ આદુના રસમાં થોડું હિંગ અને મધ રાખીને દર્દીને ચોટાડવા થી તરત જ રાહત મળે છે.

આધાશીશી ની સમસ્યામાં |Aadu na juice na fayda 

એક ચમચી આદુના રસમાં થોડો લસણનો રસ મિક્સ કરીને માથાના જે ભાગમાં દુખાવો થતો હોય ત્યાં લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.
આદુના રસમાં મળીને ચૂર્ણ વાટીને દુખાવાની વિરુદ્ધ દિશામાં તેનો લેપ કરવાથી આરામ મળે છે.

કમરના દુખાવામાં – આદુ ના ફાયદા

આદુ નો અર્ક, ચંદન નો ભૂકો અને ગુલાબજળ મિક્સ કરીને સવાર સાંજ ચાટવાથી દુખાવામાં રાહત મળે છે.
સરસિયાના તેલમાં, આદુના કટકા અને લસણની કડી ઓ તેલમાં પકડાવીને ગાળી લેવું. ત્યારબાદ આ તેલ વડે કમર ઉપર માલિશ કરવાથી તેમાં અદભુત ફાયદો થાય છે.

હેડકી આવવા ની સમસ્યા – benefits of Ginger in Gujarati 

એક ચમચી આદુના રસમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી હિંચકી આવવાની સમસ્યા બંધ થઈ જાય છે.
બરફ વાળા પાણીમાં થોડું સૂંઢ નું ચૂર્ણ મિક્સ કરીને પીવાથી પણ હેડકીમાં રાહત મળે છે.
આદુના રસમાં, થોડો બેકિંગ સોડા અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી હેડકી બંધ થઈ જાય છે.

દમ અથવા અસ્થમા ના રોગમાં – Aadu no upyog 

એક આદુ નો કટકો, તેટલી જ હળદર, એક ચમચી અજમો, થોડા લવિંગ અને 10 ગ્રામ આંકડાનો ભૂકો. આ બધું મિક્સ કરીને તેની ચટણી તૈયાર કરવી. તેમાં 20 ગ્રામ જુનો ગોળ ભેળવવો બરાબર મિક્સ થઈ ગયા બાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી,
આ ગોળીઓ ને તડકામાં સુકવીને એક બોટલમાં ભરી રાખો. જરૂરિયાત પ્રમાણે જ્યારે પણ દમ ઉપડે ત્યારે તેમાંથી બે ગોળી નવસેકા પાણી સાથે લેવાથી તેમાં રાહત મળે છે.
એક ચમચી આદુના રસમાં, થોડો લસણનો રસ અને થોડું મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ અસ્થમા માં રાહત મળે છે.
એક ચમચી લસણનો રસ, એક ચમચી ડુંગળીનો રસ, થોડાક તુલસીના પાન અને જુનો ગોળ આ બધાને સરખા પ્રમાણમાં મિશ્રિત કરી, અને તેની ચા બનાવી લેવી અને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી દમ માં રાહત મળે છે.

શરદી ની સમસ્યામાં – health tips for ginger 

આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં શરદી ની સમસ્યા વધુ જોવા મળે છે ત્યારે તમારે આદુને પીસીને તેમાં કપૂર મિક્સ કરીને સૂંઘવાથી શરદીને લીધે બંધ થયેલું નાખ ખુલી જાય છે અને નાકમાંથી આવતું પાણી ઓછું થઈ જાય છે.
તેમજ સાથે સાથે જાયફળને પાણીમાં મિક્સ કરીને તેનો લેપ કપાળ ઉપર કરવાથી તથા નાક ઉપર કરવાથી શરદીમાં રાહત મળે છે.
એક નાનો ટુકડો આદુ, ત્રણ થી ચાર લવિંગ, પાંચ તુલસીના પાંદડા, ત્રણ એલચી, ત્રણ કાળા મરી અને તજ આ બધું સરખું  મિક્સ કરીને એક નાના ગ્લાસ પાણીમાં તેને ઉકાળવું , જ્યારે પાણી અડધું વધે ત્યારે તેને ગાળી લેવું અને પી જવું . જેનાથી શરદી ની સમસ્યામાં રાહત મળે છે આ છે શરદી માટેનું આયુર્વેદિક ઉકાળો.

પાંસળીઓ ના દુખાવામાં – Ginger

ટારપીન નું તેલ અને સરસિયાનું તેલ સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેને બે પાંસળીઓ વચ્ચે દુખાવાની જગ્યા ઉપર માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે.
પાંસળીઓ ના દુખાવામાં આદુ ના રસ થી માલિશ કરવાથી રાહત મળે છે. તથા લવિંગનું ચૂર્ણ, જાયફળનું ચૂર્ણ અને આદુનો રસ આ બધું મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ દિવસમાં બે વાર લેવાથી દુખાવામાં રાહત મળે છે.
પાંસળીઓ માં જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં સરસિયાના તેલના થોડા ટીપા, લસણનો રસ અને સૂંઢ નું ચૂર્ણ મિક્સ કરીને તેની પેસ્ટ લગાવવાથી દુખાવો દૂર થઈ જાય છે.

ઉધરસ ની સમસ્યામાં – આદુ ખાવાના ફાયદા

અડધી ચમચી આદુનો રસ, એક ચમચી મધ મિક્સ કરીને તેના ત્રણ ભાગ કરી લેવા અને દિવસમાં ત્રણ વાર તેનું સેવન કરવાથી ઉધરસમાં અવશ્ય ફાયદો થાય છે.
સૂંઢ, સતાવરી, સફેદ મુસળી, અશ્વગંધા આ બધાને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવવું તેમાંથી એક ચમચી ચૂર્ણ મધ સાથે સેવન કરવું અથવા સૂંઢ ને વાટીને મધ સાથે દિવસમાં ત્રણથી ચાર વાર તેનું સેવન કરવાથી ઉધરસ ની સમસ્યામાં રાહત મળે છે.
બીજ વગરની કાળી દ્રાક્ષના ચાર નંગ , થોડા કાળા મરી અને આદુનો એક કટકો વાટીને તેની ચટણી તૈયાર કરવી તેમાં મધ નાખીને ચટણી ચાટવાથી ઉધરસ બેસી જાય છે.
એક ચમચી આદુનો રસ , કપુરી પાનનો રસ અને થોડા લવિંગ બરાબર વાટીને મિક્સ કરી લો ત્યારબાદ તેમાં થોડું મધ નાખીને તેનું સેવન કરવાથી ઉધરસ ની સમસ્યામાં તરત જ રાહત મળે છે.

સ્મરણશક્તિ ની ઉણપ – આદુ 

એક કપ બીટ ના રસમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી યાદશક્તિમાં ગજબ નો ફાયદો થાય છે.
એક ગ્લાસ પાણીમાં, એક આદુનો કટકો અને થોડી અખરોટ મિક્સ કરો. ત્યારબાદ ધીમા તાપે તેને થોડીવાર પકાવો , ઉભરો આવ્યા પછી તેને ઉતારીને ગરણી મારફતે ગાળી લો. ગાળી ને તેનું સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
500 મિલી દૂધમાં, છ પીપર નાખીને ઉકાળો, જ્યારે દૂધ સારી રીતના ઉકળી જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દો. અને તેમાં અડધી ચમચી આદુનો રસ પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
એક આદુ નો કટકો, થોડાક કાળા મરી, એક ચમચી ઘી, 6 gm અખરોટ નો ભૂકો, અને ત્રણ બદામ બધાને પાણીમાં પલાળી દો. કલાક પછી તેને વાટીને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી યાદશક્તિ તેજ બને છે.
આદુ અને કાળા મરીને પીસીને તેની ચટણી બનાવીને ખોરાકમાં તેનું સેવન કરવાથી પણ યાદશક્તિમાં ફાયદો થાય છે.

લો બ્લડપ્રેશર ની સમસ્યામાં – આદુ નો ઉપયોગ ખરગથ્થુ ઉપચારમાં

આદુના રસમાં, થોડા હિંગ અને મધ નાખીને તેનું સેવન કરવું જોઈએ. આદુનો રસ, તુલસી નો રસ અને લસણ નો રસ સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે.
એપલ સીડર વિનેગર ખાઈને તેના ઉપર સૂંઢ નું ચૂર્ણ અને મધ ચાટવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામાં – આદુ નો ઉપયોગ

અડધી ચમચી ડુંગળીનો રસ , અડધી ચમચી આદુનો રસ અને એક ચમચી મધનું મિશ્રણ કરીને તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા માં આરામ મળે છે.
તરબૂચ ના રસમાં થોડો આદુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
લસણ , આદુ અને ડુંગળી નો રસ સરખી માત્રામાં મિક્સ કરીને મધ સાથે પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે.

પીઠના દુખાવામાં – આદુંના ફાયદા

પીઠના દુખાવાની સમસ્યામાં આદુનો રસ અને લસણના રસના ટીપા મિક્સ કરીને મધ સાથે ચાટવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
સરસિયાના તેલમાં, લસણ ની કળી ,થોડી હળદર અને એક કટકો આદુ નાખીને પીસી લો. પછી તેને ધીમા તાપે પકાવો ઠંડુ થાય ત્યારે આ તેલને એક બોટલમાં ભરી લો અને જ્યારે પણ તમને પીઠનો દુખાવો થાય ત્યારે આ તેલ વડે માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
આદુના રસમાં જાયફળ અને ચંદન મિક્સ કરીને તેને સરસિયાના તેલમાં ગરમ કરીને પીઠ ઉપર માલીશ કરવાથી દુખાવામાં ફાયદો થાય છે.

વજન ઘટાડવામાં – આદુ ના ફાયદા

એક આદુની ગાંઠમાં, ત્રણ થી ચાર પીપર મિક્સ કરીને ચટણી જેવું તૈયાર કરી લેવું. આ ચટણીમાં થોડું મધ ઉમેરીને સતત ૬૦ દિવસ સુધી નિયમિત રીતે આ ચટણી નું સેવન કરવાથી વજન ઘટાડવામાં તે મદદરૂપ બને છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં , એક ચમચી હિંગ , એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરીને દરરોજ સુતા પહેલા તેનું સેવન કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.
વજન ઘટાડવા માટે થોડા તુલસીના રસના ટીપા , એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને સવારે અને સાંજે તેનું સેવન કરવાથી તમારો વજન અવશ્ય ઓછો થાય છે.
બે મોટી એલચી, એક આદુનો ગાઠિયો, એક ચમચી ત્રિફળા ચૂર્ણ, આ બધું મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેને ઉકાળો. જ્યારે પાણી અડધું રહે અને ઠંડુ પડી જાય ત્યારે ગાળી ને તેનું સેવન કરવું જોઈએ જેનાથી શરીર ની વધારાની ચરબી દૂર થઈ જાય છે.

ઝખમ ( ઘા ) – Aadu

જો તમને શરીરમાં કોઈપણ જગ્યાએ ઘા વાગ્યું હોય તો દેશી ઘી માં, થોડી હળદર અને સૂંઢ નું ચૂર્ણ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને એક કાપડ માં બાંધીને ઘા ઉપર બાંધવાથી રોજ ઝડપથી આવી જાય છે.
આદુના પાંદડા સાથે લીંબોડી ને પીસીને તેનો લેપ બનાવીને ઘા વાની જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે.
એક ડુંગળીનો રસ, થોડા લીમડાના પાન નો રસ, અને થોડો આદુનો રસ મિક્સ કરીને રૂ વડે ઘા ઉપર માલિશ કરવાથી તે ઝડપથી મટી જાય છે.

આદુના અમુક નુકસાનો | આદુ ના ગેરફાયદા | આદુ ના નુકસાન | આદુ ખાવાના નુકસાન

જે વ્યક્તિઓને પાંડુરોગ, રક્તપિત, કુષ્ઠ રોગી, ગરમ પ્રકૃતિ વાળા વ્યક્તિઓએ આદુના રસનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે જેમાં પીત્ત નું પ્રમાણ વધી શકે છે તેથી આવા વ્યક્તિઓએ આદુ નું સેવ ઓછું કરવું જોઈએ.

આદુ નો પાક બનાવવાની રીત | આદુ ના પાકનો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં | આદુ ના પાક ના ફાયદા

પહેલા આદુને છોલીને, તેને સાફ કરીને ક્રશ કરી લો, ત્યારબાદ ગાયના ઘી માં તેને શેકો, પછી આદુ જેટલો જ સામે ગોળ મિક્સ કરીને તેને ધીમા તાપે પકાવો. પાક બરાબર થઈ જાય ત્યારબાદ તેને ઉતારી લો.
હવે તેમાં એલચી, તજ, મરી, સુંઢ, જીરુ, ધાણા, પીપળી મૂળ, નાગ કેસર, વાવડી નું ચૂર્ણ, પીપર, પત્રજ બધું 20 20 ગ્રામ મિક્સ કરીને સુખડી જેવું બનાવી લેવું.
હવે તેના નાના નાના પીસ બનાવી લો. દરરોજ સવારે એક નાનો કટકો ખાવાથી નબળાઈ, ગળાના રોગ, શ્વાસ સંબંધીત રોગો, યાદશક્તિ વગેરે જેવી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. – આદુ નો પાક

આદુ નો શરબત બનાવવાની રીત | આદુ નો શરબત ઘણા રોગમાં ફાયદાકારક | આદુ ના શરબત ના ફાયદા

આદુના રસમાં તેના જેટલું જ પાણી અને સાકર મિક્સ કરીને પકાવો, જ્યારે બધું જ પાણી બળી જાય ત્યારે સારી ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં જાયફળ, એલચી, લવિંગનું ચૂર્ણ, કેસર, જાવંત્રી, વગેરેનું ચૂર્ણ પાંચ પાંચ ગ્રામ મિક્સ કરીને એક બોટલમાં ભરી લો.
આ શરબતનું સેવન સવારે 20 ગ્રામ પાણી સાથે અથવા તો એકલું પીવાથી શ્વાસ, રક્તપિત, અરૂચિ, ઉદરરોગો માં ફાયદાકારક સાબિત થાય છે અને નાના બાળકોને જો ઉધરસ થઈ હોય તો તેને પણ તમે આ શરબત આપી શકો છો જેથી ઉધરસમાં રાહત મળે છે.

આદુની ચા બનાવવાની રીત | આદુ ની ચા વિવિધ સમસ્યામાં ફાયદાકારક | આદુ ની ચાય ના ફાયદા

10 ગ્રામ આદુ લઈ તેના નાના નાના ટુકડા કરવા, એક ગ્લાસ પાણીમાં તેને પકાવો જ્યારે અડધો પાણી રહે ત્યારે તેને ઉતારીને ગાળી ને તેમાં તેના જેટલું જ દૂધ એક ચમચી ખાંડ અથવા ગોળ નાખીને હલાવો અને ઠંડુ થાય એટલે તેનું સેવન કરવું.
આદુની ચા પીવાથી ઉધરસ, શરદી, છાતીનો દુખાવો, કમરનો દુખાવો, માથાનો દુખાવો, વગેરેમાં રાહત મળે છે અને તેનાથી પરસેવો પડે છે જેને લીધે તમારો વજન પણ ઓછો થાય છે આ ચા તમને થોડાક દિવસ ન પણ ભાવે પરંતુ ધીમે ધીમે તેનું સેવન કરવાથી તે સ્વાદિષ્ટ લાગવા માંડે છે.

આદુ નું અથાણું બનાવવાની રીત | આદુ‌ નું અથાણું ઘરેલુ ઉપચારમાં ઉપયોગ | આદુ નું અથાણું ખાવાના ફાયદા 

આદુને છોલીને તેના નાના નાના, ટુકડા કરી લો, તેમાં થોડી કિસમિસ, ધાણા, જીરું, ફુદીનો, એલચી, સિંધવ મીઠું, અને મરી મિક્સ કરીને પાણીમાં ડુબાડી દો. અને માટીના વાસણમાં ભરીને તેમાં તેને લીંબુના રસમાં પલાળો અને તેને એક કાચની બરણીમાં બધું ભરો લીંબુનો રસ એટલો નાખો કે જેનાથી અથાણું ડૂબી જાય આ છે – આદુનું અથાણું

આ અથાણું ખાવાથી તે શરીરમાં ભૂખ વધારે લગાડે છે જઠર ગ્રંથિ ને ફાયદો કરે છે જો તમે ભોજનમાં યોગ્ય પ્રમાણમાં તેનું સેવન કરો છો તો તેનાથી તમે ઘણા રોગોમાં બચી શકો છો.

આદુ નો નાસ લેવાની રીત | આદુ નો નાસ લેવાના ફાયદા

આદુના રસમાં થોડું સિંધવ મીઠું, અને ત્રીફળા ચૂર્ણ મિક્સ કરીને તેનો ધુમાડો નાક અને મોઢા મારફતે લેવો. આવું કરવાથી ગળા અને છાતીમાં રહેલો કફ દૂર થઈ જાય છે નાક, ફેફસા અને ગળું વગેરે માંથી કફ દૂર થઈ જાતા ઉધરસ અને શરદીમાં રાહત મળે છે.

આદુ ને લઇ લોકોને મૂંઝવતા પ્રશ્નો

આદુ ની તાસીર કેવી હોય છે ?
આદુ ની તાસીર ગરમ હોય છે.
આદુ ને અંગ્રેજીમાં |આદુ in English |આદુ meaning in English 
આદુ  ને અંગ્રેજીમાં Ginger કહેવાય છે.
આદુ માં ક્યાં પોષક તત્વો આવેલા હોય છે ?
આદુમાં વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન એ, તથા કેલ્શિયમ નો સ્ત્રોત આવેલો હોય છે.
Conclusion :- અમને આશા છે કે અમારા દ્વારા જણાવેલી માહિતી આદુ ખાવાના ફાયદા, આદુ ના ફાયદા, આદુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, આદુના ઘરગથ્થુ ઉપચાર, આદુ ના ઔષધીય ગુણો, આદુ ના રસના ફાયદા, આદુના જ્યુસ ના ફાયદા, આદુ નો ઉપયોગ, આદુ ના શરબત બનાવવાની રીત, આદુની ચાય ના ફાયદા, આદુનું અથાણું ખાવાના ફાયદા ,aadu khavana fayda, benefits of Ginger in Gujarati, Health tips for ginger in Gujarati, aadu no upyog gharelu upchar ma, uses of Aadu, Health benefits of Ginger in Gujarati, Aadu na fayda in Gujarati, Aadu na fayda. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બને, તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની સલાહ અચૂક લો.

Leave a Comment