Benefits of figs :- અંજીર ના ફાયદા | અંજીર નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ કરવાની રીત | Anjir Na Fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે અંજીરનું સેવન કરવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદાઓ થાય છે અને અંજીરનો ઉપયોગ કરેલું ઉપચારમાં કરવાની રીત.
અંજીર કે જેનું નામ આપણે વર્ષોથી જાણતા આવીએ છીએ તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ ઘણા લોકો જાણતા નહીં હોય કે અંજીર એ એક એવું ફળ છે જેનું તમે સુકાયા આવ્યા પછી પણ તેનું સેવન કરી શકો છો છતાં પણ તેમના ગુણોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી તો ચાલો મિત્રો જાણીએ અંજીર ના ફાયદા, અંજીર નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ કરવાની રીત, અંજીર ના ઘરેલુ ઉપચાર, Anjir na fayda in Gujarati, Benefits of fig Anjir in Gujarati, Fig Home Remedies, Uses of Figs in Home Remedies

Anjir na fayda in Gujarati | Health benefits of fig in Gujarati

આપણે ઘણા ડ્રાયફ્રુટ નું સેવન કરીએ છીએ જેમ કે કિસમિસ, બદામ, કાજુ, વગેરે આ બધા ડ્રાયફ્રુટ આપણા શરીર માટે ફાયદાકારક છે અને તેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. – Health benefits of fig in Gujarati 
પરંતુ ઘણા લોકો અજાણ હશે કે અંજીર નો સમાવેશ ડ્રાયફ્રુટ ની અંદર જ કરવામાં આવે છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.
Fig | Anjir – અંજીરમાં વિટામિન્સ અને લોહતત્વો આવેલા હોય છે તથા સાકરનું પ્રમાણ 60% ની આસપાસ આવેલું હોય છે.
અંજીરમાં મેગ્નેશિયમ, વિટામીન એ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન સી, વિટામીન કે, વિટામિન ઇ, સીલીકોન, ગંધક સાથે સાથે કોપર, આયર્ન, મેગેનીઝ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો અને વિટામિન્સ આવેલા હોય છે.
જો તમે 100 ગ્રામ સુકેલા અંજીરનું સેવન કરો છો તો તેની અંદર 210 કેલરી, 4 ગ્રામ પ્રોટીન, 1.5 ગ્રામ ફેટ, 9.2 ગ્રામ ફાઇબર અને 48 ગ્રામ કાર્બોહાઇડ્રેટ આવેલું હોય છે.
તેમજ જો 100 ગ્રામ તમે તાજા અંજીરનું સેવન કરો છો તો તેની અંદર 42 ગ્રામ કેલેરી, 0.5 ગ્રામ ફેટ, 1.5 ગ્રામ પ્રોટીન, 9.3 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 2 ગ્રામ ની આસપાસ ફાઇબર આવેલું હોય છે. – Anjir na fayda 

અંજીર નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ | Fig Home Remedies

નાના બાળકો માટે અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેનું શરીર કમજોર હોય છે અને અંજીરનું સેવન કરવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.
જે લોકોને શ્વાસ ને લગતી બીમારી હોય તેવા વ્યક્તિઓએ અંજીરનું સેવન કરવું જોઈએ અને જે લોકોને શરીરમાં ગુમડું હોય તેવા વ્યક્તિઓએ અંજીર ને થોડાક પાણીમાં ઉકાળીને ગુમડા ઉપર લગાવવાથી તેમાં રાહત મળે છે.– Uses of Figs in Home Remedies

અંજીર ને દૂધમાં નાખીને તેને ઉકાળીને તે દૂધનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને શક્તિમાં વધારો થાય છે. – Anjir no gharelu upchar ma upyog 
જે લોકોના શરીરમાં ખનીજો ની ઉણપ અને લોહીની ઉણપ જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ સૂકા અંજીરના કટકા અને બદામને ગરમ પાણીમાં પલાળી રાખો. બદામ ના ફોતરા કાઢી તેને સુકવી તેમાં સાકરનો ભૂકો, એલચી નો ભૂકો, કેસર, પિસ્તા ને લઇને તેને ખાંડીને તેને ગાયના ઘી સાથે આઠ દિવસ ભીંજવી રાખવું. ત્યારબાદ દરરોજ 6 gm ની આસપાસ આ મિશ્રણ લેવાથી લોહીની ઉણપ અને ખનીજો ની ઉણપ દૂર થઈ જાય છે.
ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં શરીરની ગરમી નીકળે છે તેવા વ્યક્તિઓએ પાકેલા અંજીર ને છોલીને, તેની વચ્ચે બે કાપા કરીને તેમાં સાકર મિક્સ કરીને તેનું સેવન 15 દિવસ રેગ્યુલર કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.

Anjir Na Fayda in Gujarati| Benefits of fig in Gujarati

જો તમે એક સૂકું અંજીર અને થોડા બદામને દૂધમાં નાખીને ઉકાળીને તેમાં થોડી ખાંડ નાખીને દરરોજ સવારે તેનું સેવન કરો છો તો તેનાથી લોહી શુદ્ધ થાય છે, શરીરની ગરમી શાંત થાય છે, કબજિયાત દૂર થાય છે, અને શરીરમાં શક્તિનો વધારો થાય છે.
જો તમે રોજ થોડી માત્રામાં અંજીરનું સેવન કરો છો તો તેનાથી કબજિયાત અને ઝાડા ની સમસ્યા થતી નથી.
દરરોજ સવારે અને સાંજે બે થી ચાર અંજીર ને દૂધમાં ગરમ કરીને પીવાથી કફની સમસ્યા દૂર થાય છે અને શરીરમાં નવી શક્તિનું પ્રમાણ વધે છે.
અંજીર અને ગોરખ આંબલી મિક્સ કરીને તેનું સેવન કરવાથી હૃદય રોગ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જે વ્યક્તિને ગળામાં સોજો આવ્યો હોય તેવા વ્યક્તિએ સૂકા અંજીરને પાણીમાં ઉકાળીને તેનો લેપ ગળા પાસે કરવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.
જો તમારા શરીરમાં શ્વેતકણો ની ઉણપ હોય તો તમારે અંજીરના વૃક્ષની છાલને પાણી સાથે પીસી તેની પેસ્ટ બનાવી અને તેનાથી બે થી ત્રણ ઘણું ઘી લઈને આ પેસ્ટ ની ભસ્મ માં સાથે લેવાથી ઉણપ દૂર થઈ જાય છે. – Anjir na fayda Gujarati ma 
જે લોકોને સંધિવા નો દુખાવો હોય અથવા તો પગના ઘૂંટણનો દુખાવો હોય તેવા વ્યક્તિઓએ અંજીર ને ચટણીની જેમ પીસીને ગરમ કરીને તેનો લેપ બનાવીને દર બે કલાકની આસપાસ દર્દ વાળી જગ્યાએ લગાવવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે. – Health tips for fig in Gujarati.
જો તમને શરીરમાં કોઈપણ જગ્યાએ ગુમડું થયું હોય અને તે પાકતું નથી તો તેના માટે તમારે અંજીર ની પેસ્ટ બનાવીને ગુમડા ની જગ્યાએ બાંધવી જોઈએ જેનાથી ગુમડું પાકી જાય છે અને 
મટી જાય છે.

અંજીર ના ફાયદા | Anjir na fayda 

અંજીર સ્વાદે ખૂબ જ મીઠું હોય છે પરંતુ તેમાં સુગરની માત્રા ઓછી આવેલી હોય છે તેમ જ અંજીર ની અંદર એન્ટિઓક્સિડન્ટ નો સારો સ્ત્રોત આવેલો હોય છે જે આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.
જો આપણા શરીરની અંદર રેડીકલ બની રહ્યા હોય તો તેનાથી આપણને બચાવે છે અને ફ્રી રેડીકલ સામે લડવામાં મદદરૂપ બને છે. – Anjir na fayda 

પાચનતંત્ર માટે ફાયદાકારક – અંજીર

ઘણી બધી વ્યક્તિઓ પાચનતંત્રની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે અંજીરનું સેવન કરે છે અને તેનાથી અપચા જેવી સમસ્યામાં અંજીર એ રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે અને પાચનતંત્રમાં ઘણો ફાયદો થાય છે. – Anjir no upyog 

માથા ના દુખાવામાં ફાયદાકારક – અંજીર ના ફાયદા

માથાનો દુખાવો હોય એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે અને ઘણા બધા વ્યક્તિઓને આ સમસ્યા જોવા મળે છે તેવા વ્યક્તિઓએ ઘરેલુ ઉપચાર તરીકે અંજીરનું સેવન કરવું જોઈએ જેનાથી આ સમસ્યામાં રાહત મળે છે. – Anjir na fayda in Gujarati.

કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે | અંજીર નો ઉપયોગ

અંજીર ની અંદર પેક્ટિન નામનું તત્વ આવેલું હોય છે જે સોલ્યુબલ ફાઇબર છે તે આપણા લોહીની અંદર રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે અને ફાઇબર ની અંદર રહેલા ગુણો પાચનતંત્રમાં સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે છે જેને લીધે અંજીર એ શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે.

કબજીયાત ની સમસ્યા દૂર કરે છે – Anjir | fig

જો તમે અંજીરનું સેવન કરો છો તો તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે અને આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે કારણ કે તેની અંદર પૂરતા પ્રમાણમાં ફાઇબરનું પ્રમાણ આવેલું છે.
જેનું સેવન કરવાથી આપણું પેટ સાફ થઈ જાય છે અને આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે દિવસમાં બે થી ત્રણ અંજીર રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. – Health benefits of Anjir in Gujarati.

અસ્થમા મા ફાયદાકારક – અંજીર

અંજીર એ અસ્થમા ની સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક છે અંજીરનું સેવન કરવાથી તેની અંદર મ્યુકસ ઝીલીરીઝ ને ફાયદો થાય છે અને કફની સમસ્યા દૂર થઈ જાય છે જેને લીધે અસ્થમા ના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી.

બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ

જો તમે નિયમિત રીતે અંજીરનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે કારણ કે તેની અંદર પૂરતા પ્રમાણમાં ફાઇબર અને પોટેશિયમ આવેલું હોય છે જે આ સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે.
આ સિવાય તેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ આવેલું હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

આપણા હાડકાને મજબૂત બનાવે છે – અંજીર નો ઉપયોગ


Anjir – અંજીર ની અંદર કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ નો સ્ત્રોત આવેલો હોય છે જે હાડકા મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે તેમ જ કેલ્શિયમ એ અંજીરમાં ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણા હાડકા મજબૂત બનાવવા માટે જરૂરી છે માટે જો તમે નિયમિત રીતે અંજીરનું સેવન કરો છો તો તેનાથી હાડકામાં ઘણો ફાયદો થાય છે.

અંજીર નું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ટીપ્સ

અંજીર પચવામાં ઘણું ભારે છે માટે તેમનો ઉપયોગ પાચનશક્તિ ને અનુસાર કરવો જોઈએ કારણ કે વધારે ખાવાથી તે પેટમાં ગડબડ કરી શકે છે.
વધારે અંજીરનું સેવન કરવાથી યકૃત અને આમાશય ને નુકસાન પહોંચે છે.
Disclaimer :-  અમારા દ્વારા જણાવેલી માહિતી અંજીર ના ફાયદા, અંજીર નો ઉપયોગ, અંજીર ના ઘરેલુ ઉપચાર, અંજીર નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવાની રીત, Anjir na fayda in Gujarati, benefits of fig in Gujarati, health tips for fig in Gujarati, Fig Home Remedies, Anjir no upyog gharelu upchar ma, જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :-  ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment