Benefits of Drumstick sing :- સરગવાની સિંગ ના ફાયદા | સરગવાની સિંગ ના ઘરગથ્થુ ઉપચાર | સરગવાની સિંગ નો ઉપયોગ ઘરેલુ ઉપચાર | Saragva ni sing na fayda in Gujarati

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને સરગવાની સિંગ વિશે જણાવીશું અને તેનો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ જણાવીશું તો મિત્રો ચાલો જાણીએ સરગવાની સિંગ ના ફાયદા, સરગવાની સિંગ ના ઘરેલુ ઉપચાર, sargava ni sing na fayda in Gujarati, health benefits of sargwani sing in Gujarati, Benefits of Drumstick in Gujarati, Sargva ni Sing Na Fayda, Home Remedies for Sargwani Singh in Gujarati.

સરગવાની સિંગ ના ફાયદા

સરગવાનું વૃક્ષ 15 થી 30 ફૂટ ઊંચી હોય છે સરગવાના બીજ નો કલર સફેદ હોય છે અને તે ત્રિકોણ આકારના જોવા મળે છે તેથી તેને સફેદ માચીસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સરગવાના બે પ્રકાર જોવા મળે છે એક મીઠો સરગવો અને બીજો કડવો સરગવો. કડવા સરગવાના બીજ થોડા પીળા રંગના જોવા મળે છે.
મીઠા સરગવા નો ઉપયોગ શાકમાં કરવામાં આવે છે અને તેની સિંગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી છે તે મોટે ભાગે વાડીઓ અને ખેતરોમાં જોવા મળે છે.
જંગલમાં થતા સરગવાને વન વગડાવ સરગવા તરીકે ઓળખવામાં આવે છે તેની સિંગ કડવી અને ભારે જોવા મળે છે સરગવાના બે પ્રકારો માંથી મીઠા સરગવાનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે.
તેમજ કડવા સરગવા નો ઉપયોગ પણ વાત ના રોગોમાં ઉપચાર તરીકે કરવામાં આવે છે. – Saragva ni sing na fayda in Gujarati 

ટાઈફોઈડ તાવ માં સરગવા ની સિંગ ના ફાયદા

ટાઈફોઈડ તાવ આવ્યો હોય ત્યારે સરગવાની છાલને પાણીમાં થોડીવાર ઘસીને તેના ત્રણ થી ચાર ટીપા નાકમાં નાખવાથી તાવમાં ઘણો ફેરફાર જોવા મળે છે.
આ તાવ માટે પહેલા સરગવાના 20 થી 25 ગ્રામ મૂળિયાં લો અને તેને 100 મીલી પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ગાડીને તેનું સેવન કરવાથી ટાઇફોઇડ તાવમાં ઘણો ફાયદો થાય છે. – Sargava Na Fayda in Gujarati 

કાન ની સમસ્યામાં – સરગવાની સિંગ નો ઉપયોગ

20 થી 25 મિલી સરગવાના મૂડ અને અડધી ચમચી મધ તથા 50 થી 60 મીલી તેલ મિક્સ કરી લો. ત્યારબાદ તેને ગરમ કરો અને તેને ગાળી ને જ્યારે પણ તમને કાનમાં દુખાવો થાય ત્યારે તેના બે થી ત્રણ ટીપા નાખવાથી દુખાવામાં રાહત મળે છે.
અથવા તો સરગવાના મધ્યભાગ ને તલના તેલ સાથે ગરમ કરીને તેના બે થી ત્રણ ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો દૂર થઈ જાય છે અને ઇન્ફેક્શન થતું નથી.

શરીરની નબળાઈ દૂર કરવા માટે – સરગવા ની સિંગ | Sing of Saragwa

આ સમસ્યા માટે સરગવાના 10 ફૂલને 300 મિલી દૂધમાં ઉકાળી લો અને આ દૂધનું સેવન દિવસમાં બે વખત કરવાથી શરીરની નબળાઈ અને કમજોરી દૂર થઈ જાય છે.

સંધિવા ની સમસ્યામાં સરગવાની સિંગ નો ઉપયોગ

જે લોકોને સંધિવા ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ સરગવાના મધ્યભાગ નો લેપ કરવાથી તેમાં રાહત મળે છે અથવા તો સરગવાના પાન ને તેલ સાથે પીસી લેવું, ત્યારબાદ તેને થોડું ગરમ કરીને ઘૂંટણ ઉપર માલિશ કરવાથી રાહત મળે છે.
જે લોકોને જૂનો સંધિવા નો દુખાવો હોય તેવા વ્યક્તિઓએ દરરોજ સવારે ભૂખ્યા પેટે સરગવાની સિંગ ને બાફીને તેમાં થોડું ઘી નાખીને તેનું સેવન કરવાથી અદભુત ફાયદો થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.

બાળકો માટે – સરગવાની સિંગ ના ફાયદા

સરગવાની સિંગ માં કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત આવેલો હોય છે અને તે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી બાળકોના હાડકા અને દાંત મજબૂત બને છે.
જો ગર્ભવતી મહિલાઓ સરગવાની સિંગ નું સેવન કરે છે તો તેના સ્વાસ્થ્ય માટે તે ઘણું ફાયદાકારક છે અને આવનારા બાળક માટે પણ.
સરગવાની સિંગ માં કેલ્શિયમ ઉપરાંત ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન ની માત્રા પણ જોવા મળે છે. – Drumstick leaves benefits in Gujarati 

વજન ઓછું કરવામાં મદદરૂપ – સરગવા ની સિંગ ના ફાયદા 

સરગવાની સિંગ માં ફોસ્ફરસ નું પ્રમાણ આવેલું હોય છે જે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી કરે છે જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેવા વ્યક્તિઓએ સરગવાના પાનના રસ નું સેવન કરવું જોઈએ જે તેના માટે ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચાને ચમકદાર બનાવવા માટે – સરગવાની સિંગ ના ફાયદા

સરગવાની અંદર રહેલા ગુણોમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ફંગલ જેવા ગુણો આવેલા હોય છે જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને ત્વચાને ઘણા રોગોથી બચાવે છે સાથે સરગવાની અંદર પ્રોટીન નો સ્ત્રોત આવેલો હોય છે જે ચહેરા ઉપર કરચલીઓ પડવા દેતું નથી. – Moringa benefits in Gujarati 

વાળ ને લગતી સમસ્યામાં સરગવાની સિંગ ના ફાયદા

સરગવાની અંદર રહેલા પોષક તત્વો વાળ માટે ખૂબ જ ગુણકારી છે તેમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, તાંબુ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે જે વાળને સ્વસ્થ રાખે છે સાથે સાથે તેમાં વિટામિન e અને વિટામીન a નું પ્રમાણ આવેલું હોય છે જે વાળને લગતી સમસ્યાઓને દૂર કરે છે.

સરગવા ના અન્ય લાભો | Other Benefits of Sargwa

જો તમને શિયાળાની ઋતુમાં સામાન્ય તાવ કે ઉધરસ થઈ હોય તો તમારે સરગવાનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં  વિટામીન – સી ની માત્રા આવેલી હોય છે જે ઘણો ફાયદો કરે છે.
જે લોકોના દાંત સડી ગયા હોય અથવા તો પાયોરીયા થયો હોય તેવા વ્યક્તિઓએ સરગવાનું સેવન કરવું જોઈએ અને સરગવાના પાંદડાને ચાવીને ખાવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે. – Sargva na labh
જો તમે સરગવાની સિંગ નું સેવન કરો છો તો તેનાથી તમારા બ્લડ સર્ક્યુલેશન માં ઘણો સુધારો થાય છે સાથે સાથે આંખની દ્રષ્ટિ પણ તે જ થાય છે, તથા જો તમે સરગવાના પાનને સુકવીને તેની ચટણી બનાવીને તેનું સેવન કરો છો તો તે આંખ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જે લોકોનો પગ મચકોડાઈ ગયો હોય તેવા વ્યક્તિઓએ સરગવાના પાંદડાને સરસિયાના તેલમાં ગરમ કરીને તે જગ્યાએ લગાવવાથી રાહત મળે છે.
સરગવાનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે તથા સરગવા ના ફુલ એ વાત અને પિત્ત ને લેવલમાં રાખે છે અને પેટમાં રહેલા કૃમિઓ ને દૂર કરે છે.

સરગવા ના ઘરેલું ઉપચાર | Home Remedies for Sargava | સરગવા નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં

જો તમને શરીરમાં સોજો આવ્યો હોય તો તમારે સરગવાની છાલ ને પીસીને તેનો લેપ બનાવીને ત્યાં કરવાથી સોજો દૂર થઈ જાય છે.
જે લોકોને શ્વાસ ને લગતી સમસ્યા હોય અથવા તો હેડકી આવતી હોય તેવા વ્યક્તિઓએ સરગવાના પાંદડા નો રસ પીવો જોઈએ જેનાથી રાહત મળે છે. – Sargva no upyog

જો તમને પેટમાં ગેસની સમસ્યા થતી હોય તો તેવા વ્યક્તિઓએ સરગવાના પાનના રસમાં થોડી સાકર મિક્સ કરીને એક અઠવાડિયા સુધી નિયમિત રીતે તેનું સેવન કરવાથી ગેસ દૂર થઈ જાય છે. – Moringa Home remedies in Gujarati 

જે લોકોને જલોધાર ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ સરગવાની છાલનું ચૂર્ણ, તેમાં થોડું પીપળી મૂળનું ચૂર્ણ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી તેમાં રાહત મળે છે.
જે લોકોને વાયુ પ્રકોપને લીધે શરીરના કોઈપણ ભાગ ઉપર અસર થઈ હોય તો તેવા વ્યક્તિઓએ સરગવાના પાનના રસનું સેવન કરવું જોઈએ તેમાં થોડું હિંગ અને સૂંઢ નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે. – Sargva no upyog gharelu upchar ma 

સરગવાની સિંગ ના ઘરેલુ ઉપચાર | Home Remedies for Sargwani Sing

જો શરીરમાં કોઈ પણ જગ્યાએ જ ગુમડું થયું હોય તો સરગવાની છાલ ને પીસીને તેની પેસ્ટ બનાવીને ગુમડાં ઉપર લગાવવાથી તે પાકતું નથી અને મટી જાય છે અથવા તો સરગવાની છાલનો રસ પીવાથી લાભ થાય છે.
જો છાતીમાં તમને  કફ લીધે દુખાવો થતો હોય તો સરગવાના મૂળ ના રસમાં થોડું જવખાર મિલાવીને પીવાથી ફાયદો થાય છે અને સરગવાની સિંગ ના ચૂર્ણમાં થોડું મધ મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર તેનું સેવન કરવાથી પેટમાં રહેલા નાના નાના કૃમિ બહાર નીકળી જાય છે.
જે લોકોને પથરીની સમસ્યાઓ તેવા વ્યક્તિઓએ સરગવાના મૂડમાં થોડા પ્રમાણમાં બેકિંગ સોડા મિક્સ કરીને પીવાથી પથરી નાના કટકા સ્વરૂપે બહાર નીકળી જાય છે અથવા તો સરગવાના મૂળનો ઉકાળો પીવાથી પણ તેમાં રાહત મળે છે.
જે લોકોને શરીરમાં દાદર થયા હોય તેવા વ્યક્તિઓએ સરગવાની મૂળની છાલ ને ગૌમૂત્ર સાથે મિક્સ કરીને દાદર વાળી જગ્યાએ લેપ કરવાથી તેમાં રાહત મળે છે. – Sargva ni sing no upyog


જો તમને માથામાં ખોળા ની સમસ્યા હોય તો તમારે સરગવાના પાનનો રસ માથામાં લગાવવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.

Sargva Ni Sing Na Fayda

જે લોકોને વારંવાર માથાનો દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓએ સરગવાના પાંદડા ના રસમાં થોડા પ્રમાણમાં મરી નાખીને તેને કપાળ ઉપર બાંધવાથી દુખાવામાં રાહત મળે છે અને જે લોકોના દાંત પોલા અથવા નબળા થઈ ગયા હોય અને વચ્ચે જગ્યા થઈ ગઈ હોય તો ત્યાં તેને લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. – Sargva ni sing na fayda in Gujarati 

જે લોકોને કાનમાં દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓએ સરગવાના રસમાં થોડા પ્રમાણમાં મધ અને સિંધવ મીઠું મિક્સ કરીને તેના બે થી ત્રણ ટીપા કાનમાં નાખવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.

સરગવાની સિંગના ઘરગથ્થુ ઉપચાર | સરગવા ની સિંગ નો ઘરગથ્થુ ઉપચારમાં ઉપયોગ

સરગવાની સિંગ એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ સરગવાની સિંગ નું સેવન નિયમિત રીતે કરવું જોઈએ જેથી શરીરમાં તે બ્લડ સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે.
આપણે જોયું કે સરગવાની સિંગ માં રહેલા પોષક તત્વો એ શરીરમાં ડાયાબિટીસ, દાંતનો દુખાવો, માથાનો દુખાવો, વાળને લગતી સમસ્યાઓમાં, ત્વચા ને લગતી સમસ્યાઓ, દાદર ની સમસ્યા વગેરે જેવી ઘણી બીમારીઓમાં ફાયદાકારક સાબિત થાય છે તેથી બને તો સરગવાની સિંગ નું સેવન નિયમિત રીતે કરવું જોઇએ.

સરગવા નો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણી લો |  how to use Sargwa in Gujarati 

જોકે સરગવાનું આખું વૃક્ષ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે તેમ જ સરગવાના બીજ ની અંદર ફાઇબરનું પ્રમાણ આવેલું હોય છે.
સરગવાના પાંદડા નો ઉપયોગ તમે ઈચ્છા મુજબ કરી શકો છો ઘણા લોકો તેનો ઉપયોગ સલાડમાં કરતા હોય છે.
સરગવાનું ચૂર્ણ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો ઘણા લોકો સરગવાના પાવડરને સૂપ અથવા શાક માં નાખીને તેનો ઉપયોગ કરતા હોય છે.
સરગવાની સિંગ નો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે મોટે ભાગે તેનો ઉપયોગ સૌથી વધારે સવારે તેને બાફીને તેનું સેવન કરવામાં આવે છે અને અલગ અલગ વાનગી બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

સરગવા ના નુકસાનો | સરગવાની સિંગ ના નુકસાન | Disadvantages of Sargwa

ઘણા વ્યક્તિઓની પાચનશક્તિ ખૂબ જ નબળી હોય છે તો તેવા વ્યક્તિઓએ સરગવાનું સેવન કરવું જોઈએ નહીં.
સ્ત્રીઓએ માસિક ધર્મ દરમ્યાન સરગવા નું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેનાથી લોહીમાં વધારો થાય છે. – Sargva na nukshan 
સરગવાની સિંગ માં વિટામીન, પોષક તત્વો અને ખનીજો નું પ્રમાણ ભરપૂર માત્રામાં આવેલું હોય છે ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ સરગવાના ફૂલ, છાલ અને મૂળનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન કરવો જોઈએ નહીં.

સરગવાને લઈ લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નો


સરગવાને અંગ્રેજી માં | in English શું કહેવાય છે ?
સરગવાને અંગ્રેજીમાં | in English Drumstick ( ડ્રમસ્ટીક ) and Moringa ( મોરિંગા ) તરીકે ઓળખવામાં આવે છે.
સરગવાનું સેવન ક્યારે કરવું જોઈએ અથવા ક્યારે કરી શકાય ?
સરગવાની સિંગ, છાલ કે પાન નું સેવન ક્યારે કરવું તેનો કોઈ નિયમ નથી પરંતુ જો તમે તેનું સેવન ખાલી પેટે કરો છો તે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
શું શરીરના દુખાવામાં સરગવો ફાયદાકારક છે ?
આપણે ઉપર આર્ટીકલ માં દર્શાવ્યું તે મુજબ સરગવા માં ઘણા ગુણો આવેલા હોય છે જે શરીરમાં ઘણા એવા દુખાવામાં ફાયદાકારક સાબિત થાય છે.
શું સરગવો સ્કિન માટે ફાયદાકારક છે ?
સરગવાની અંદર વિટામીન સી નું પ્રમાણ આવેલું હોય છે જે સ્કીન માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી સરગવાની સિંગ ના ફાયદા, સરગવાની સિંગ ના ઘરેલું ઉપચાર, સરગવાની સિંગ ના ઘરગથ્થુ ઉપચાર, સરગવાની સિંગ નો ઉપયોગ, Health benefits of sargava in Gujarati, Drumstick benefits in Gujarati, sargva ni sing na fayda, Moringa health benefits in Gujarati, Drumstick| Moringa health tips in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- અમારા દ્વારા જણાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે અને આ માહિતી તમારા સુધી પહોંચે એ જ અમારો હેતુ છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર જુદી જુદી હોય છે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Leave a Comment