Benefits of drinking water in different vessels :- ક્યા પાત્રનું પાણી પીવું ઉત્તમ છે તેમજ તેના નિયમ વિશે જાણો માહિતી | જુદા જુદા પાત્રમાં પાણી પીવાના ફાયદા

Benefits of drinking water in different vessels

નમસ્તે મિત્રો આજની આપણી ભાગદોડ ભરી જિંદગીમાં આપણે પાણી પીવાનું ક્યારે ધ્યાન રાખતા નથી આપણા શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે તેથી જ ઋતુ બદલાતા પાણીનો સંગ્રહ અલગ અલગ વાસણની અંદર કરીને તેનું સેવન કરવું જોઈએ આજ આપણે જાણીશું કે કયા પાત્રનું પાણી પીવું ઉત્તમ છે.
આપણે વધારે પડતો પાણીનો સંગ્રહ સ્ટીલના વાસણની અંદર કરીએ છીએ તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમ કે તે ખૂબ જ સસ્તી ધાતુ છે, તેની અંદર આપણે ગરમ અથવા ઠંડી વસ્તુઓ રાખી શકીએ છીએ, અને તેમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી.
પરંતુ આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ઋતુ પ્રમાણે પાણીનો સંગ્રહ અલગ અલગ વાસણોમાં કરવાથી ઘણા ફાયદાઓ થાય છે તેમાં વરસાદની ઋતુમાં તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું જોઈએ, ઉનાળામાં માટીના વાસણ નું પાણી પીવું જોઈએ, ઠંડીની ઋતુમાં ચાંદી અને તાંબાના વાસણની અંદર રાખેલું પાણી પીવું જોઈએ. આવું કરવા પાછળ ના કારણે છે કે તેમાં રહેલા ગુણો એ આપણા શરીરમાં પ્રવેશે છે.

તો ચાલો જાણીએ ક્યા વાસણમાં રાખેલા પાણીના ફાયદા શું છે

તાંબા ના વાસણ નું પાણી પીવાના ફાયદા |Benefits of drinking water from copper vessel

તાંબાના વાસણ નું પાણી પીવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે તેમાં ઘણા વિશેષ તત્વો આવેલા હોય છે જો આપણે તે પાત્રમાં સંગ્રહ કરેલું પાણી નું સેવન કરીએ છીએ તો તે શરીરની અંદર ઘણા જીવાણુઓનો નાશ કરે છે તથા કેન્સર ને લગતા તત્વો થી બચાવે છે. – તાંબા નું પાણી પીવાના ફાયદા

જો તમે તાંબાના વાસણ નું પાણી પીવો છો તો તેનાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે તે શરીરમાં પેટનો દુખાવો, એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે પેટ સંબંધીત સમસ્યાઓમાં ફાયદો કરે છે અને લીવરને પણ તંદુરસ્ત રાખે છે તે પાણીની અંદર એન્ટિઓક્સિડન્ટ, એન્ટી બેકટેરિયલ અને એન્ટિવાયરલ ગુનો આવેલા હોય છે જે ચામડી ને લગતા રોગો થવા દેતા નથી.
તે પાણીની અંદર આવેલા પોષક તત્વો તે શરીરમાં યુરિક એસિડ ની માત્રા ઓછી કરે છે જેના કારણે પગના દુખાવામાં અને સંધિવા જેવા રોગોમાં આરામ મળે છે અને જે લોકોને બ્લડ પ્રેશરની અને એનિમિયા ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ તાંબા ના વાસણમાં રાત્રે રાખેલું પાણી સવારે પીવાથી અદભુત ફાયદાઓ થાય છે.
નોંધ :- તાંબાનું વાસણ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે મિશ્ર ધાતુ નું બનેલું નથી ને, અને તાંબાના વાસણની અંદર ક્યારેય દૂધ નું સેવન કરવું જોઈએ નહીં.

કાંચ ના વાસણ નું પાણી પીવાના ફાયદા | Benefits of drinking water from a glass vessel

કાંચનું વાસણ એ પ્લાસ્ટિકની બોટલ કરતા સુરક્ષિત ગણવામાં આવે છે કેમકે આ વાસણમાં કોઈ પણ પ્રકારના રસાયણો આવેલા હોતા નથી તે કોઈ પણ ભોજન કે ઠંડા પીણા સાથે કોઈ જ પ્રક્રિયા કરતું નથી. ખાસ કરીને ખાટી વસ્તુઓ રાખવા માટે જેમ કે લીંબુ શરબત કોઈપણ ફળનું જ્યુસ વગેરેનો સંગ્રહ કરવા માટે કાંચના વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ.
નોંધ :- હાલમાં ઘણા કાંચના વાસણોને રંગવામાં આવે છે તેવા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

માટીના વાસણ નું પાણી | માટીના વાસણ નું પાણી પીવાના ફાયદા | Benefits of drinking clay pot water

આપણે ઉનાળામાં અત્યારે ગરમીને લીધે ફ્રીજરનું પાણી પીએ છીએ જ્યારે ફ્રિજ ન હતા ત્યારે બધા લોકો માટલા નું ઠંડુ ઠંડુ પાણી જ પીતા હતા. માટલાનું પાણી એક કુદરતી રીતે ઠંડુ અને શરીરની અશુદ્ધિઓને પણ દૂર કરે છે તથા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેની અંદર રહેલા ક્ષાર યુક્ત ગુણો પાણી સાથે મિક્સ થઈને શરીરમાં પીએચ નું લેવલ સંતુલિત કરવામાં મદદરૂપ બને છે. – માટી ના વાસણ નું પાણી પીવાના ફાયદા

માટલાનું પાણી કોઈપણ પ્રકારનું નુકસાન કરતું નથી તેની તાસીર ઠંડી હોય છે તે શરીરમાં એસીડીટી, ગેસ, અપચા વગેરે જેવી સમસ્યાઓમાં રાહત આપે છે અને ઉનાળામાં ગરમીને લીધે લુ થી પણ બચાવે છે.

ચાંદીના વાસણ નું પાણી પીવાના ફાયદા | ચાંદીના વાસણ નું પાણી | Benefits of drinking silverware water

ચાંદી ના વાસણમાં પાણી પીવાથી શરીરમાં તે ઠંડક પહોંચાડવાનું કાર્ય કરે છે કારણ કે ચાંદીની તાસીર ઠંડી હોય છે જે લોકોને વધારે ગુસ્સો આવતો હોય તેવા વ્યક્તિઓને ડોક્ટરો દ્વારા ચાંદીના વાસણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે જો તમે રોજ સવારે ખાલી પેટે ચાંદીના વાસણમાં રાખેલા પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારો વજન પણ ઓછો થાય છે સાથે સાથે તમારી પાચન ક્રિયા પણ મજબૂત બને છે.
ચાંદીના વાસણમાં રાખેલું પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને યાદશક્તિ સારી કરે છે, પિત્ત ઓછું કરે છે, તેમજ આપણી કિડની અને લીવર માટે પણ લાભદાયક છે. – ચાંદીમાં પાણી પીવાના ફાયદા

પ્લાસ્ટિકની બોટલ નું પાણી પીવાના નુકસાન |Harmful of drinking water from plastic bottles

આપણે આજકાલ આજ પાણી નું સેવન કરીએ છીએ રોજિંદા જીવનમાં પાણી માટે પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરીએ છીએ તે બોટલની અંદર ઘણા કેમિકલ આવેલા હોય છે જે આપણા શરીરના હોર્મોન ને નુકસાન પહોંચાડે છે તેમાં પણ  ગરમ પાણી એ પ્લાસ્ટિકની બોટલ ની અંદર હોય તો તે ખૂબ જ નુકસાનકારક તત્વો છૂટા કરે છે, તેમજ લાંબા સમય સુધી પ્લાસ્ટિકની બોટલ ની અંદર રાખેલું પાણી પીવાથી ડાયાબિટીસ અને કેન્સર થવાની શક્યતામાં વધારો થાય છે. – પ્લાસ્ટિકમાં પાણી પીવાના નુકસાન
બીપીએ એક પ્રકારનું કેમિકલ છે જેનો ઉપયોગ પાણીની બોટલ બનાવવા માટે થાય છે પરંતુ તેનો ઉપયોગ ફક્ત એક જ વાર થાય છે જો આ કેમિકલ લાંબા સમય સુધી આપણા શરીરમાં રહે છે તો તે આંતરડા અને લીવરને નુકસાન પહોંચાડે છે.
જો તમે સારી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ ઘરમાં કરતા હો તો થોડા સમય બાદ તેને બદલાવી નાખવી જોઈએ અથવા તો જો તમે તેનો ઉપયોગ ટાળો છો તો તે તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે.
આજકાલ સ્ટીલ અને તાંબાની બોટલ પણ બજારમાં આરામથી મળી રહે છે જેનાથી આપણા શરીરમાં કેવા પ્રકારના ફાયદા થાય છે તે આપણે ઉપર દર્શાવ્યા છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી કે આ પાત્રનું પાણી પીવું ઉત્તમ છે તેમજ તેનાથી કેવા પ્રકારના ફાયદાઓ થાય છે જેમાં તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા, કાચના વાસણમાં પાણી પીવાના ફાયદા, માટીના વાસણમાં પાણી પીવાના ફાયદા, ચાંદીના વાસણમાં પાણી પીવાના ફાયદા, પ્લાસ્ટિકની બોટલ નું પાણી પીવાના નુકસાન જે દર્શાવ્યા છે જો તમને આ માહિતી પસંદ આવે તો તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બને વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ જોવા મળે છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment