Benefits of Coriander seeds :- કોથમીર ના ફાયદા | ધાણા ના ફાયદા | ધાણા નું પાણી પીવાના ફાયદા | Dhana na fayda

નમસ્તે મિત્રો આજે અમે તમને ધાણા વિશે જણાવીશું કે ધાણા નું પાણી કેવી રીતે બનાવવું ધાણાના ફાયદા કેવા છે તો મિત્રો સંપૂર્ણ જાણવા માટે અંત સુધી પોસ્ટમાં જોડાયેલા રહેજો.

ધાણા ને ગુજરાતીમાં કોથમીર તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ ગુજરાતમાં ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે અને ખાસ તેનો ઉપયોગ ગુજરાતીઓ લીલી ચટણી બનાવવા માટે કરે છે અને ઘણા લોકો તેનો ઉપયોગ મસાલા તરીકે પણ કરે છે આ પ્રક્રિયા આપણે વર્ષોથી કરતા આવીએ છીએ પરંતુ ઘણા લોકો જાણતા નહીં હોય કે ધાણા અથવા કોથમીર નું સેવન કરવાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે કારણ કે તેમાં ઔષધીય ગુણો આવેલા હોય છે જે ઘણી બીમારીઓને દૂર કરે છે તો ચાલો જાણીએ ધાણા ના ફાયદા, કોથમીર ના ફાયદા, ધાણા નું પાણી બનાવવાની રીત, Dhana na fayda in Gujarati, benefits of coriander in Gujarati, Dhana nu Pani pivana fayda, coriander health benefits in Gujarati.


ધાણા વિશે માહિતી | details in coriander 

લીલા ધાણા નો ઉપયોગ આપણે મસાલા તરીકે કરી શકીએ છીએ તથા તેને કરમાવી ને છૂટી પડેલી દાળને મુખવાસ તરીકે તમે ખાઈ શકો છો.

ભારતમાં ધાણા ને શુભ તરીકે ગણવામાં આવે છે માટે કોઈપણ ખુશીની વાતમાં ગોળધાણા વેચવામાં આવે છે.

ઘણા ભારતના દેવ મંદિરોમાં પણ પ્રસાદ તરીકે ગોળધાણા અથવા તો પંજરી માં પણ ધાણા નો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી ભારતમાં ધાણાનો ઉપયોગ ભોજનમાં ઔષધ તરીકે કરવામાં આવે છે.

ધાણામાં વિટામીન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા વિટામિન્સ અને પોષક તત્વો આવેલા હોય છે ધાણા નું પાણી પીવાથી હૃદયને અને લીવરને ઘણો ફાયદો થાય છે અને ટાઈફોઈડ થવાનો ખતરો દૂર થઈ જાય છે.

Dhana Na Fayda in Gujarati | ધાણા ના ફાયદા

જે લોકોના શરીરમાં અરાઈ નીકળી હોય તેવા વ્યક્તિઓએ બે ગ્લાસ પાણીમાં, બે થી ત્રણ ચમચી ધાણા નાખીને, તેને ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ આ પાણીથી જે જગ્યાએ અરાઈ નીકળી હોય ત્યાં સ્નાન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે અને આ પાણીથી મોઢું ધોવાથી ચહેરા ઉપર જોવા મળતા સફેદ ડાઘ દૂર થઈ જાય છે પરંતુ જ્યારે તમે ચહેરાને ધોવો છો ત્યારે આંખ બંધ રાખવી જોઈએ.
ઘણી વખત વધારે વાગી જવાથી હાડકા ઉપર લીલા રંગનું નિશાન થઈ જાય છે ત્યારે હળદર અને ધાણા ને પીસીને તેને થોડા તેલની અંદર શેકી લો. હવે જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં લગાવવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે. – Dhana na fayda in Gujarati.

જે લોકોને થાઈરોઇડ ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ધાણાના બીજનું સેવન કરવું જોઈએ કારણ કે તેની અંદર વિટામિન્સ ખનીજ અને એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જે થાઈરોઈડ ની સાથે તમારા શરીરના હોર્મોન ને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.
લીલા ધાણા ની અંદર એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ફંગલ વગેરે જેવા ગુણો આવેલા હોય છે જે તમારી ત્વચા ને અસર કરતા રેડીકલ્સ ને રોકે છે અને તમારી બચા ને સ્વસ્થ રાખે છે.
સૂકા ધાણા નો સ્વાદ કડવો હોય છે તથા તે તીખા હોય છે પરંતુ તે પાચનમાં ઝાડાની સમસ્યા રોકવામાં સાંભળીને સ્વસ્થ બનાવવામાં તરસ, ઉલટી, બળતરા, શ્વાસ, ઉધરસ, કૃમિ રોગ વગેરેને મટાડવામાં મદદરૂપ બને છે.

ધાણા ના ઘરેલુ ઉપાયો |Coriander Home Remedies | ધાણા નો ઘરેલુ ઉપયોગ

પાચન ક્રિયામાં સુધારો લાવવા માટે 6 ગ્રામ  ધાણા માં, દૂધ અને ખાંડ નાખીને તેની ચા પીવાથી પાચનને લગતી બીમારીઓ દૂર થઈ જાય છે અને પાચન શક્તિ માં સુધારો થાય છે.
જે લોકોને અરુચી ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ધાણા, જીરૂ, ફુદીનો, સિંધવ મીઠું, કાળા મરી, દ્રાક્ષ, એલચી આ બધું સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેની ચટણી બનાવીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને ભોજન સાથે લેવાથી આ સમસ્યામાં રાહત મળે છે. – ધાણા નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ કરવાની રીત

ઘણી વખત તાવ આવવાથી તમને વધારે તરસ લાગે છે ત્યારે તમારે આખા ધાણાને પાણીમાં પલાળી, ત્યારબાદ મસળીને તે પાણીને ગાળી લો. આ પાણીમાં મધ,  દ્રાક્ષ અને સાંકળ સરખા પ્રમાણમાં નાખીને પીવાથી તરસની સમસ્યામાં રાહત મળે છે.
ધાણા નો ઉકાળો બનાવવા માટે ધાણા, વરીયાળી અને સાકરને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તો નો ઉકાળો બનાવીને પીવાથી આમદોષ થી આવેલો તાવ એ પરસેવા સ્વરૂપે દૂર થઈ જશે. – Dhana Na gharelu upay 
જે વ્યક્તિઓને વાત–પિત્ત ની સમસ્યા જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ ધાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણીને ગાળીને તેમાં સાકર નાખીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે. – dhana no gharelu upyog

જે લોકોને શરીરની આંતરિક ગરમી હોય તેવા વ્યક્તિઓએ ધાણા અને જીરું ને સરખે ભાગે લઈને તેને પીસીને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે તેમાં સાકર નાખીને પીવાથી શરીરની આંતરિક ગરમી શાંત થાય છે અને હાથ પગમાં થતી બળતરા દૂર થઈ જાય છે. પરંતુ આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરવો પડે છે.
જે લોકોને મેલેરિયા નો તાવ હોય અને વારંવાર ઉલટી થતી હોય તેવા વ્યક્તિઓએ થોડા ખાંડેલા ધાણા ને પાણીમાં પલાળી અને મસળીને તેને ગાળી લો, આ પાણી દર્દીને થોડી થોડી વારે આપવાથી તેને ઉલટી ની સમસ્યા થતી નથી.

ધાણા ના ફાયદા | Dhana na fayda in Gujarati

મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ઊલટી થતી હોય છે તેના માટે થોડું ધાણાનું ચૂર્ણ લઈને તેમાં તેનાથી થોડી વધારે સાકર નાખીને મિક્સ કરીને પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
Dhana Na Fayda – એક ગ્લાસમાં ધાણા અને સાકરને મિક્સ કરીને તેનું પાણી બાળકોને પીવડાવા થી ઉધરસ અને શ્વાસ ને લગતી સમસ્યાઓમાં ફાયદો થાય છે. 
જે લોકોને ઝાડાની સમસ્યા હોય અથવા તો મસામાંથી લોહી પડતું હોય તો તેવા વ્યક્તિઓએ ધાણા ને રાત્રે પલાળી રાખવા સવારે તેને ગાળી ને તે પાણી પીવું અથવા કોથમીર નો રસ પીવાથી આ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને લોહી પડતું બંધ થઈ જાય છે.
ધાણા નું ચૂર્ણ માં થોડું સાકર અને દહીં ઉમેરીને પીવાથી શરીરમાં રહેલા માફક પદાર્થો દૂર થઈ જાય છે.
કોથમીર ને પીસીને તેનો રસ કાઢી તેને એક સ્વચ્છ કપડાથી ગાળી લો અને તે રસના બે થી ત્રણ ટીપા આંખોમાં સવાર સાંજ નાખવાથી આંખમાં ઘણો ફાયદો થાય છે જેમાં આંખ ની છારી, ચશ્મા ના નંબર વગેરે જેવી સમસ્યાઓ માટે તે ફાયદાકારક સાબિત થાય છે.– Benefits of coriander in Gujarati.

આખા ધાણા ને રાત્રે પાણીમાં પલાળી રાખો સવારે તેને મસળીને તેના પાણીને ગાળી લો અને આ પાણી વડે આંખને ધોવાથી આંખમાં ઘણો ફાયદો થાય છે. – health tips for coriander in Gujarati 

જે લોકોને હરસ અને મસાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ લીલા ધાણાને પીસીને, તેને ગરમ કરીને એક પોટલીમાં બાંધીને મસા ની જગ્યાએ તેનો શેક કરવાથી તે નરમ પડી જાય છે અને બળતરા ઓછી થાય છે.

ધાણા ના ઉપયોગ | Dhana no upyog | uses of coriander 

જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો હોય તો તમારે ધાણા અને ઘઉંના લોટને પીસીને તેની પેસ્ટને ત્યાં લગાવવા થઈ સોજો ઉતરી જાય છે.
ઘણા નિષ્ણાતો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ધાણા એ છાતીમાંથી કફ દૂર કરવામાં, સારી ઊંઘ આવવા માટે, પેશાબ વધારે લાવવા માટે, પેટની પીડા નો નાશ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
એલોપેથી દવાઓમાં ધાણા નું કાઢેલું તેલ વપરાય છે આ તેલનો ઉપયોગ કરવાથી તમને આફરો અને ઉદરશૂળ ના રોગોમાં ઘણો ફાયદો થાય છે. – coriander leaves benefits in Gujarati 

જે લોકોને ચહેરા ઉપર ખીલની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ આખા ધાણા તેમાં એક ચમચી મધ થોડીક હળદર અને મુલતાન ની માટી આ બધું મિક્સ કરીને તેનો ફેસપેક બનાવી લેવું અને દિવસમાં બે વાર તેનાથી ચહેરો ધોવો, જેથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળી જશે.
જે લોકોને ખરતા વાળની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ તમે જે માથામાં નાખવાના તેલનો ઉપયોગ કરો છો તેમાં ધાણા નો પાવડર નાખીને અઠવાડિયામાં બે વાર આ તેલ નાખવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

ધાણા નું પાણી પીવાના ફાયદા | Benefits of drinking coriander water

એક મુઠ્ઠી ધાણાને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તેને મસળીને તેને ગાળી લો, ત્યારબાદ આ પાણીનું સેવન કરવાથી ડાયાબીટીસ અને હૃદય ને લગતી ઘણી બીમારીઓમાં ફાયદો થાય છે. – Dhana nu Pani pivana fayda 

જે સ્ત્રીઓને અનિયમિત રીતે માસિક ધર્મની સમસ્યા હોય તેઓએ અડધા લિટર પાણીમાં અડધા તોલા જેટલા ધાણા નાખીને ઉકાળવા જ્યારે પાણી અડધું થાય ત્યારે તેમાં થોડી સાકર નાખીને નવશેકું હોય ત્યારે તેનું સેવન કરવું દિવસમાં આ પ્રયોગ બે થી ત્રણ વખત કરવાથી આ સમસ્યા નિયમિત રીતે થઈ જશે.

ધાણા નું પાણી બનાવવાની રીત | How to make coriander water

ધાણા નું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીની અંદર લીલા ધાણા નાખીને આખી રાત પલાડી દો સવારે તેને ગાળી ને તેમાં લીંબુના રસના ટીપા ઉમેરો અને તેનું ખાલી પેટે  સેવન કરો.
અથવા તો એક કપ પાણીમાં થોડા ધાણાના બીજ નાખીને આખી રાત પલાળી રાખો સવારે તેને ગાળીને તેનું ખાલી પેટે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. – Dhana nu Pani banavvani rit 

ધાણા નું પાણી પીવાના ફાયદા | Benefits of drinking coriander water

જે લોકોને પાચન ને લગતી કોઈપણ સમસ્યા હોય જેવી કે ગેસ, એસીડીટી વગેરે સમસ્યા દૂર કરવા માટે ધાણા નું પાણી ખૂબ જ ફાયદાકારક છે.
લીલા ધાણા ની અંદર રહેલા ગુણધર્મો એ થાઇરોઇડ ને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ બને છે. – Benefits of drinking coriander water in Gujarati.

ધાણા ની અંદર રહેલા ગુણો એ શરીરનું મેટાબોલિઝમ સુધારે છે અને તેને ઝડપી બનાવે છે જે શરીરનો ફેટ ઓછો કરે છે અને તમારો વજન ઓછો કરવામાં મદદરૂપ બને છે.
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ધાણા નું પાણી પીવું જોઈએ તે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ ઓછું કરે છે અને કંટ્રોલમાં રાખે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ધાણા નું પાણી ખૂબ જ ફાયદાકારક છે. – Dhana nu Pani pivana fayda in Gujarati 

લીલા ધાણાના પાણીને ડીટોક્ષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે આપણા શરીરમાં રહેલા હાનિકારક તત્વો અને અશુદ્ધિઓ ને બહાર કાઢવાની સાથે સાથે આપણા લીવરને અને કિડનીને સાફ કરવામાં મદદરૂપ બને છે.

ધાણા નો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો | ધાણા ના નુકસાન

જો તમને કોઈપણ બીમારી હોય અને તેના માટે તમે ધાણા નો ઉપયોગ કર્યો હોય ત્યારબાદ આ બીમારી દૂર થઈ ગઈ હોય ત્યારબાદ ધાણા નો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ કારણ કે તેનો વધુ ઉપયોગ કરવા છે લીવરની બીમારી થઈ શકે છે.
જે લોકોને ધાણાનો ઉપયોગ કર્યા પછી ચક્કર આવતા હોય, ઉલટી થતી હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા વ્યક્તિઓએ ધાણા નું સેવન કરવું જોઈએ નહીં.
ગર્ભવતી મહિલાઓએ વધારે માત્રામાં ધાણા નું સેવન કરવું જોઈએ નહીં.
જે લોકોને સનબર્ન સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ધાણા નું સેવન કરવું જોઈએ નહી.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી ધાણા ના ફાયદા, ધાણા નું પાણી પીવાના ફાયદા, ધાણા નું પાણી બનાવવાની રીત, ધાણા નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ, ધાણાના ઘરેલુ ઉપચાર, Dhana na fayda in Gujarati, benefits of coriander in Gujarati, health tips for coriander in Gujarati, dhana no Upyog gharelu upchar ma, dhana Na Fayda. જે માહિતી જાણીને તમને આનંદ થયો હોય અને માહિતી પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો ,વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

ધાણા ને લઈને લોકોને મૂંઝવતા પ્રશ્નો



શું કોથમીર અથવા ધાણા આંખ માટે ફાયદાકારક છે ?
કોથમીર ની અંદર એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જે આપણે આંખને લગતા વિવિધ રોગોમાં ફાયદો આપે છે.
શું ધાણા એ કિડની માટે ફાયદાકારક છે ?
લીલા ધાણાની અંદર પોટેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો આવેલા હોય છે જે પાચન ક્રિયા ને સુધારે છે તેમજ કિડની ને સુધારવામાં પણ મદદરૂપ બને છે.
શું ધાણા ચરબી ઓછી કરવામાં મદદરૂપ બને છે ?
હા, ધાણા નું પાણી પીવાથી ચરબીની સમસ્યામાં ઘટાડો થાય છે.


શું ધાણા સારી ઊંઘ મેળવવા માટે મદદરૂપ બને છે ?
ધાણા નું સેવન કરવાથી ચેતાતંત્રને અને તમારા શરીરને આરામ મળે છે જેનાથી તમે સારી ઊંઘ મેળવી શકો છો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment