Benefits of camphor :- કપૂર ના ફાયદા અને નુકસાન | ઘરેલુ ઉપચારમાં કપૂરનો ઉપયોગ | કપૂર કેવી રીતે બને | કપૂર ના ઉપયોગો | Kapur na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે કપૂર વિશે જાણીશું જેમાં કપૂર ના ફાયદા, ઘરેલુ ઉપચારમાં કપૂરનો ઉપયોગ કરવાની રીત, કપૂર બનાવવાની રીત, કપૂર નું તેલ બનાવવાની રીત, કપૂર ના ઉપયોગો, કપૂર ના ઔષધીય ગુણો, Kapur na fayda in Gujarati, Kapur na fayda, benefits of camphor in Gujarati, camphor na fayda gujarati ma.

કપુર વિશે માહિતી |Details in camphor in Gujarati 

આપણે જાણીએ છીએ કે કપૂરનો ઉપયોગ આરતી અને પૂજામાં કરવામાં આવે છે તે આપણી ભારતીય સંસ્કૃતિ છે. કપૂર વિના આરતી અધુરી ગણાય છે.
કપૂર સુગંધિત દ્રવ્ય છે જ્યાં પણ તમે કપૂરનો દીવો કરો છો ત્યાંની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સુગંધિત થઈ જાય છે. સાથે જ આસપાસ રહેલા હાનિકારક બેક્ટેરિયા નો પણ નાશ થઈ જાય છે.
જો ઘરમાં દરરોજ કપૂર પ્રગટાવવામાં આવે તો નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે રાત્રે સૂવાના સમયે કપૂર નો દીવો કરવાથી મચ્છરનો ઉપદ્રવ થતો નથી અને વાતાવરણ હંમેશા શુદ્ધ રહે છે.
કપૂર નો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે તેનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાઓ નો નાશ કરે છે જો તમે દરરોજ ગાયના છાણ માં કપૂર સળગાવો છો તો વાતાવરણ હંમેશા શુદ્ધ અને પ્રફુલિત રહે છે.

કપૂર ના પ્રકાર | Kapur na prakar

કપૂરના બે પ્રકાર જોવા મળે છે એક કૃત્રિમ કપૂર અને બીજું પ્રાકૃતિક કપૂર.
પ્રાકૃતિક કપૂર જેને ”ભીમશેની કપૂર” તરીકે ઓળખવામાં આવે છે. જે ઝાડ પરથી નીકળવામાં આવે છે તેને આપણે ખાઈ પણ શકીએ છીએ. જ્યારે કેમિકલ્સ થી બનેલું કૃત્રિમ કપૂર જે હીલિંગ પ્રોપર્ટીસ થી ભરપૂર હોય છે.
કપૂર શરીરની ઘણી સમસ્યાઓ માંથી આપણે બચાવે છે સ્નાયુઓમાં દુખાવો, કફ, ગળામાં દુખાવો, સંધિવા વગેરે વગેરે.. તો આવા જ અનેક રોગોથી બચવા માટેના ઘરેલુ ઉપાયો વિશે અમે આર્ટીકલ માં જણાવીશું. – Kapur na prakar 

કપૂર ના ફાયદા | ઘરેલું ઉપચારમાં કપૂરનો ઉપયોગ |camphor benefits in Gujarati 

ઘણી વખત પેટમાં કૃમિઓ થઈ જાય છે ત્યારે આ કૃમિઓ ને નાશ કરવા માટે કપૂરને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ.
જે લોકો માનસિક તણાવથી પીડાતા હોય તેવા વ્યક્તિઓ માટે કપૂર ફાયદાકારક સાબિત થાય છે. કપૂરનો ધુમાડો વાતાવરણમાં પ્રસરતા જ વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને ઊંઘ પણ આવી જાય છે.
જે લોકોને સંધિવા નો દુખાવો હોય તેવા વ્યક્તિઓએ ઓલિવ ઓઈલમાં કપૂર નાખીને તે તેલ વડે માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
સ્નાયુઓ ના દુખાવાને કપૂર દૂર કરે છે કપૂરને તેલમાં મિક્સ કરીને માલિશ કરવાથી માંસપેશીઓ નો દુખાવો, મચકોડ તથા ફેફસાના સોજા માં રાહત મળે છે.
કપૂર શ્વાસ ને લગતી સમસ્યા, ઉધરસ અને કફ ને પીગાળી ને બહાર કાઢે છે. તથા ઉધરસ ને લીધે ગળામાં થતો ઘસારો દૂર કરે છે. તેનો ઉપયોગ કરવાથી ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન નું પ્રમાણ જો ઓછું થઈ ગયું હોય તો તે નિયમિત થઈ જાય છે. – camphor na fayda 

કપૂર ના ઘરગથ્થુ ઉપચારો | કપૂર ના ઉપયોગો | health benefits of camphor in Gujarati 

કપૂર નો ઉપયોગ કરવાથી શરીરમાં શ્વેતકણો ના પ્રમાણ માં વધારો થાય છે અને શ્વસન ક્રિયા ઉપર તે ઉત્તેજક અસર કરે છે.
ચંદન, કપૂર અને લીમડાના પાનનો ચોથો ભાગ પાણીમાં વાટીને છાશમાં નાખીને તેનો લેપ કરવાથી તાવ ની સમસ્યામાં રાહત મળે છે.
જે વ્યક્તિઓને મૂર્છા આવી હોય તેવા વ્યક્તિઓએ કપૂર વાળા ચંદનનો લેપ કરવાથી તે દૂર થઈ જાય છે. કપૂરની પોટલી બનાવી વારંવાર સૂંઘવાથી મૂર્છા દૂર થઈ જાય છે.
કમળ, કપુર અને ચંદન નો લેપ બનાવી લેવો. અને શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરા થતી હોય ત્યારે તેનો ઉપયોગ કરવાથી તેમાં રાહત મળે છે.
તુલસી નો રસ અને કપૂર ને સુખડ સાથે ઘસીને કપાળ ઉપર લેપ કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

Kapur na fayda |camphor home remedies in Gujarati 

કપૂર, હિંગ, વજ ને તજ નું ચૂર્ણ બનાવી લેવું અને દાંતના પોલાણમાં ભરવાથી ત્યાં રહેલા કૃમિઓનો નાશ થાય છે અને જો દાંતમાં દુખાવો થતો હોય તો તેમાં રાહત મળે છે.
જે વ્યક્તિઓને નસકોરી ફૂટવાથી નાકમાંથી લોહી નીકળતું હોય તેવા વ્યક્તિઓએ કપૂરને ગુલાબજળમાં મિક્સ કરીને નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.
જે વ્યક્તિઓને પેટમાં દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓએ જાયફળ, કપૂર અને હળદરને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાણીમાં નાખીને તેનો લેપ પેટ ઉપર કરવાથી દુખાવામાં રાહત મળે છે.
શરીરમાં કોઈપણ જગ્યાએ ઘા પડી હોય અને લોહી નીકળતું હોય તો તેને બંધ કરવા માટે કપૂરને પલાળીને તેમાં રૂ બોળીને ઘા ઉપર દબાવી દેવું. જેથી દુખાવામાં પણ રાહત મળે છે અને ઘા સડતો નથી. – Kapur Na Fayda 

જે વ્યક્તિઓને ઝાડાની સમસ્યા હોય અથવા તો જૂનો મરડો અને ઉલટી ની સમસ્યા હોય તેઓએ દર એક કલાકે એક ગ્લાસ પાણીમાં બે ટીપા કપૂરના નાખીને પીવાથી તરત જ ફાયદો થાય છે.
જો ઘરમાં માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોય તો કપૂરની ગોળીઓ સળગાવી તેનાથી તે દૂર થઈ જાય છે. તેના ધુમાડા અને સુગંધ થી મચ્છરનો અને માખી નો ત્રાસ ઓછો થઈ જાય છે. – camphor na fayda gharelu upchar ma 

કપૂર ના ઔષધીય ગુણો | Camphor na fayda | Kapur Na Fayda in Gujarati 

જે વ્યક્તિઓના ઘરમાં વધારે પડતી કીડીઓ આવતી હોય તેઓએ પાણીમાં કપૂરને ઓગાળીને ઘરમાં દરેક ખૂણામાં સ્પ્રે કરી દેવાથી કીડીઓ નો ત્રાસ ઓછો થઈ જાય છે.
જો તમે સ્નાન ના પાણીમાં કપૂર ઓગાળો છો અને તે પાણીથી સ્નાન કરો છો તો તેનાથી શરીરનું સર્ક્યુલેશન વધે છે અને તમે રિલેક્સ ફીલ કરો છો. – Kapur na gharelu upchar 
ચહેરાની ચમક વધારવા માટે રાત્રે સૂતી વખતે દૂધમાં થોડું કપૂર મિક્સ કરીને રૂ ની મદદથી ચહેરા ઉપર લગાવો. અને 5 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને પાણી વડે સાફ કરી લો.
ચહેરા પરની ખીલ ની સમસ્યા દૂર કરવા માટે નાળિયેરના તેલમાં થોડુંક કપૂર મિક્સ કરીને રોજ સાંજે અને સવારે લગાવો થોડાક દિવસો સુધી સતત આ પ્રયોગ કરવાથી ખીલ ના ડાઘા પણ દૂર થઈ જાય છે અને ખીલ પણ મટી જાય છે.
જે વ્યક્તિઓને વાળમાં ડેન્ડ્રફ ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ નવશેકા નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરીને વાળમાં મસાજ કરવું. એક કલાક બાદ વાળને ધોઈ નાખો. ખોડો તો દૂર જ થઈ જશે તેની સાથે સાથે તમારા વાળ પણ મજબૂત બનશે.
જે વ્યક્તિઓને પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થતી હોય અથવા તો બળતરા થતી હોય ત્યારે અજમો, કપૂર અને ફુદીના નો શરબત પીવાથી દુખાવામાં રાહત મળે છે. – benefits of camphor in Gujarati 

Comphor benefits in Gujarati | કપૂર ના ઘરગથ્થુ ઉપચાર |કપૂર ના ઉપયોગો

10 ગ્રામ કાથો, 10 ગ્રામ કપુર, 5 ગ્રામ સિંદુર આ ત્રણેયને લઈને મિક્સ કરીને તેમાં 100 ગ્રામ ઘી નાખીને એક થાળીમાં હાથની હથેળીથી ખૂબ મસળીને ઠંડા પાણીથી ધોઈને રાખી દો. આ મલમ શરીરમાં કોઈપણ જગ્યાએ વાગ્યું હોય, ગરમીને લીધે છાલા પડ્યા હોય વગેરે જેવી સમસ્યાઓમાં તમે ઉપયોગ કરી શકો છો.
જો તમને શરીરમાં ખંજવાળ આવતી હોય અને બંધ ન થતી હોય ત્યારે કપૂરને ચમેલી ના તેલમાં મિક્સ કરીને તેમાં થોડો લીંબુનો રસ નાખીને શરીર ઉપર ચોપડવાથી ખંજવાળ બંધ થઈ જાય છે.
તુલસીના પાન ના રસમાં કપૂર નાખીને તેના ટીપા કાનમાં નાખવાથી કાનમાં થતો દુખાવો દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.
જો કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો કપૂર તેમાં પ્રભાવી અસર કરે છે ઘરના જે ખૂણામાં શુદ્ધ વાયુનું ઓવર સવાર છે ત્યાં કાંચ અથવા કોઈપણ વાસણમાં કપૂર રાખવાથી શુદ્ધ વાયુનો સંચાર થાય છે અને વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

કપૂર નું તેલ બનાવવાની રીત | Kapur nu tel banavani rit 

કપૂર નું તેલ બનાવવા માટે કપૂર નું તેલ અને નાળિયેર નું તેલ બંનેને સરખા પ્રમાણમાં લેવું. હવે નાળિયેરના તેલ ને કોઈપણ સ્ટીલના કપમાં નાખીને તેમાં કપૂરની ગોળીઓ ને ભુક્કા કરીને નાખી લો.
હવે એક વાસણમાં નવશેકું ગરમ પાણી કરવા મૂકી તે પાણી ઉકળે એટલે તેના ઉપર કપૂર અને નાળિયેરના તેલ વાળો કપ મૂકો.
પાણીની વરાળ થી કપૂર વાળું નાળિયેર તેલ ઓગળશે અને કપૂર પણ ઓગળશે જેવું તેલ ઓગળી જાય એટલે તરત જ તેને નીચે ઉતારી લેવું. આ તૈયાર છે તમારું – કપૂર નું તેલ

કપૂર બનાવવાની રીત | Kapur banavani rit| camphor banavani rit 

કપૂર ને કુમ્ફર નામના ઝાડ માંથી બનાવવામાં આવે છે કુમ્ફર ઝાડ સામાન્ય રીતે ચીન, જાપાન અને ભારતમાં જોવા મળે છે.
કુમ્ફર ના ઝાડની ડાળખી અને છાલને કાપીને સુકવવા માં આવે છે ત્યારબાદ તેને નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે આ નાના ટુકડાઓને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે.
આ ટુકડાઓ ઉકળવા થી જેલ નું સ્વરૂપ ધારણ કરી લે છે પછી આ જેલને સુકવવા માં આવે છે સુકાયા પછી તે પાવડર સ્વરૂપે બની જાય છે.
આને કપૂરનો પાવડર કહેવાય છે. પછી આ પાવડર ને કપૂર બનાવવા ના મશીનમાં નાખીને તેની નાની ગોળીઓ કે ચોરસ ટુકડા બનાવીને તેનું પેકિંગ કરવામાં આવે છે.

કપૂર ના નુકસાન | disadvantages of Kapur in Gujarati 

કપૂર ના તેલ ને ક્યારેય તરત જ ત્વચા ઉપર લગાવવું જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારી ત્વચા બળી શકે છે.
જે બાળકોની ઉંમર બે વર્ષથી ઓછી હોય તેવો ઉપર કપૂરનો કોઈ પણ પ્રકારનો ઉપચાર કરવો જોઈએ નહીં. – Kapur na nukshan 

સ્તનપાન અથવા ગર્ભવતી મહિલાઓએ કપૂરનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

કપૂર ને લઈ લોકોને મૂંઝવતા પ્રશ્નો


કપૂર ને અંગ્રેજીમાં શું કહેવાય છે | કપૂર in english | કપૂર meaning in english
અંગ્રેજીમાં કપૂરને Borneo camphor અથવા camphor  તરીકે ઓળખવામાં આવે છે.
શું કપૂર ખાઈ શકાય છે ?
બધા પ્રકારના કપૂર ખાવા યોગ્ય નથી. કોઈ પણ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ ખાવામાં ઉપયોગ કરવામાં આવતું કપૂર અલગ હોય છે અને કૃત્રિમ રીતે ફ્રુડ ઓઇલ માંથી બનાવવામાં આવતું કપૂર પણ અલગ હોય છે.

જળ કપૂર નો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે ?
જળ કપૂર નો ઉપયોગ ફક્ત પૂજામાં કરવામાં નથી આવતો સ્નાનના પાણીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે તથા શરીરને રિલેક્સ કરવામાં અને માથાના દુખાવામાં તેનો ઉપયોગ કરી શકાય છે.
શું ચહેરા ઉપર કપૂર લગાવી શકાય ?
હા, ચહેરા ઉપર કપૂરનો ઉપયોગ કરી શકાય છે ચહેરા ઉપર ફોડકીઓ, ખીલ અને ત્વચાના ઇન્ફેક્શન ની સમસ્યામાં કપૂરનો ઉપયોગ કરી શકો છો.
કપૂર અને નાળિયેરના તેલ ને મિક્સ કરીને લગાવવાથી શું ફાયદો થાય છે ?
નાળિયેર ના તેલમાં એન્ટી ફંગલ ગુનો આવેલા હોય છે ગરમ નાળિયેરનું તેલ અને કપૂરને મિક્સ કરીને નખ ઉપર લગાવવાથી નખ માં રહેલી ફંગલ દૂર થઈ જાય છે.
કપૂર નો દીવો ઘરમાં પ્રગટાવા થી શું ફાયદો થાય છે ?
આપણા જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરમાં કપૂર પ્રગટાવવાથી વાસ્તુદોષ તથા પિતૃદોષ દૂર થાય છે દિવસમાં ત્રણ વખત કપૂરનો દીવો કરવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ રહે છે.
કપૂર શેમાંથી બને છે | કપૂર કેવી રીતે બને છે ?
કપૂર એ કુમ્ફર નામના વૃક્ષના લાકડાને ઉકળતા પાણીમાં ઉકાળી તેમાંથી તેલ છૂટું કરીને કપૂર મેળવવામાં આવે છે.
કપૂર શુદ્ધ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય છે ?
જો કપૂર શુદ્ધ હોય તો તે કોઈપણ પ્રકારના તણખા વિના બળી જાય છે અને તેના કોઈ અવશેષ બચતા નથી અને શુદ્ધ કપૂરને જો પાણીમાં નાખવામાં આવે તો તે તળિયે બેસી જાય છે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી કપૂર ના ફાયદા, કપૂર ના ઉપયોગો, કપૂર ના ઔષધીય ગુણો, કપૂર નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં, કપૂર ના ઘરેલુ ઉપચાર, Kapur na fayda, camphor health benefits in Gujarati, Kapur na upyogo, camphor na fayda in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને comment માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી કે આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

Leave a Comment