Benefits of Banana :- કેળા ના ફાયદા | કેળા ના ફાયદા અને નુકસાન | કેળા ના ઘરગથ્થુ ઉપચારો | kela Na Fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે કેળા ખાવાથી કેવા પ્રકારના ફાયદા થાય છે, નુકસાન થાય છે અને કેળા નો ઘરગથ્થુ ઉપચારમાં ઉપયોગ કેવી રીતના કરવો તો મિત્રો જાણવા માટે અંત સુધી પોસ્ટમાં જોડાયેલા રહેજો.

કેળા જે દરેક જગ્યાએ આસાનીથી મળી રહે છે તેવું ફળ છે ઘણા લોકો સવારના નાસ્તામાં તેનું સેવન કરે છે તો ઘણા લોકો તેની ડીશ બનાવીને અથવા તો જ્યારે તેમને ભૂખ લાગે છે ત્યારે તેનું સેવન કરે છે તો ચાલો મિત્રો જાણીએ કેળા ખાવાના ફાયદા, કેળા ના ફાયદા, કેળા ના નુસખા, કેળાના ઘરગથ્થુ ઉપચારો, કેળા ખાવાથી શું થાય છે, Kela Na Fayda in Gujarati, Benefits of banana in Gujarati. Health benefits of Banana, kela no upyog gharelu upchar ma.

કેળા વિશે માહિતી | Details of Banana 

કેળા એ ખાવામાં અને પાચનમાં ખૂબ જ સરળ છે અને કેળાની સૌથી સારી જાતો ભારતમાં થાય છે કેળાના ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે છે અને ભારતમાં કેળા બધી જગ્યાએ અને બધા જિલ્લામાં થાય છે.

ભારતમાં પશ્ચિમ બંગાળ, કોચીન, બિહાર, મદ્રાસ, મુંબઈ, ઓરિસ્સા વગેરે જગ્યાએ કેળાનું ઉત્પાદન વિશેષ જોવા મળે છે જ્યારે ગુજરાતમાં આણંદ, ખેડા અને વડોદરામાં કેળાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.

જો આપણે કેળાની જાતના પ્રકારો વિશે વાત કરીએ તો તે ઘણા જોવા મળે છે જેમ કે રામકલા કેળા, ત્રિકોણ, જાડી છાલવાળા કેળા વગેરે જાતના કેળા જોવા મળે છે.

તેના સિવાય અલગ અલગ કલરના પણ કેળા જોવા મળે છે જેમ કે પીળા રંગના, લાલ રંગના અને સફેદ રંગના. અને પીળા કેળા એ પાતળી છાલવાળા હોય છે.

લીલી છાલ વાળા કેળા પાક્ય પછી પણ લીલા જ રહે છે, એ કેળા મોટા કદના હોય છે પાતળી છાલવાળા અને સ્વાદિષ્ટ કેળા હોય છે જે ખાવામાં ઉપયોગ થાય છે લાલ કેળા મોટા કદના અને ફીકા હોય છે.

જાડી છાલ વાળા ત્રિકોણ કેળા ખાવામાં ઉપયોગમાં લેવાતા નથી પરંતુ તેને બાફીને તેનું શાક બનાવીને ખાઈ શકાય છે.

કેળા સ્વાદે મીઠા હોય છે તેનું કારણ તેમાં રહેલો ગ્લુકોઝ છે ગ્લુકોઝ એ કુદરતી સાકર જ છે ગ્લુકોઝ નો સ્વાદ મીઠો હોય છે અને આ ઉપરાંત તે સ્નાયુઓને પોષણ આપવામાં મદદરૂપ બને છે.

Kela vishe mahiti | information of banana in Gujarati

આપણે કેળાના મૂળ, થડ અને પાનનો ઔષધી સ્વરૂપે ઉપયોગ કરી શકીએ છીએ. કેળા એ સ્ટાર્ચથી ભરપૂર હોય છે તેમાં કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ 20 થી 22% હોય છે જે બીજા ફળોની સરખામણીમાં વધારે જોવા મળે છે.
કેળામાં વિટામીન A B C D E G H  જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે તેમાં લોહ, મેંગેનીઝ, પોટેશિયમ, સોડિયમ, તાંબુ, ક્લોરિન વગેરે અત્યંત ઉપયોગી ખનીજો આવેલા હોય છે ઉપરાંત તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા ફોસ્ફરસ નો પણ સારો સ્ત્રોત આવેલો હોય છે.
જે લોકો નિયમિત રીતે કેળાનું સેવન કરે છે તેના શરીરનું એનર્જી લેવલ અન્ય વ્યક્તિ કરતાં વધુ જોવા મળે છે તેની પાછળનું કારણ છે કેળામાં મળી આવતા આયર્ન, ફાઇબર અને વિટામિન્સ નો સ્ત્રોત જે શરીરને મજબૂતાઈ આપે છે.
ઘણા લોકોને ખબર હશે કે જે લોકો જીમમાં જાતા હોય અથવા તો સ્પોર્ટ્સમાં હોય તેવા વ્યક્તિઓને રોજ કેળાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે કેળાનું વધારે સેવન કરો છો તો તેનાથી તમારી ચરબી પણ વધી શકે છે.
આપણે કેળા વિશેની પ્રાથમિક માહિતી જાણી હવે આપણે તેના ઘરગથ્થુ ઉપચારો વિશે જાણીશું તો ચાલો મિત્રો જાણીએ.

કેળા ના ઘરગથ્થુ ઉપચારો | કેળા ના ઘરેલુ ઉપાયો

નોંધ :- અહીં એક તોલા બરાબર 12 ગ્રામ થાય છે
જો તમને ગળામાં સોજો આવ્યો હોય અથવા તો કાંકડા વધી ગયા હોય તો તમારે કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી ત્યાં સોજો મટી જાય છે અને કાકડામાં પણ ફાયદો થાય છે.
મરડા ની સમસ્યા માટે કેળા અને લીંબુ નો રસ મિક્સ કરીને ખાવાથી મરડો મટી જાય છે અને ખોરાકનું જલ્દીથી પાચન થઈ જાય છે. કેળાને દહીં સાથે મિક્સ કરીને ખાવાથી મરડો અને ઝાડા ફાયદો થાય છે.
જે મહિલાઓને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા હોય તેવી સ્ત્રીઓએ પાકા કેળા માં થોડો આમળાનો રસ અને સાકર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.
કેળાનું 60 ગ્રામ જેટલું પાણી ગરમ કરેલા ઘીમાં નાખીને પીવાથી જો પેશાબની સમસ્યા હોય અથવા તો સરખો છૂટતો ન હોય તો તે સમસ્યા દૂર થઈ જાય છે. કેળા ના રસ ને ગૌમુત્રમાં નાખીને પીવાથી પેશાબમાં બળતરા દૂર થઈ જાય છે.

કેળા ના નુસખા | કેળા નો ઉપયોગ | કેળા નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ દરરોજ એક પાકું કેળું સુકવીને તેનું ચૂર્ણ બનાવી લેવું, ત્યારબાદ 6 gm ચૂર્ણને દૂધ સાથે દરરોજ પીવાથી આ સમસ્યા માં ફાયદો થાય છે. 
બીજો ઉપાય જેમાં કેળા ના થડ વચ્ચેનો ભાગ કાપી, તેને સૂકવી અને તેનું ચૂર્ણ બનાવી લો. ત્યારબાદ તેમાં સાકર નાખી તેને પાણી સાથે પીવાથી શરીરમાં ગરમી દૂર થાય છે અને ડાયાબિટીસમાં પણ રાહત મળે છે. – Kela na ghargathu upchar 

જો તમે એક પાકું કેળું અને તેમાં થોડું ઘી નાખીને તેનું સેવન કરો છો તો તમારા શરીરમાં ખનીજ ની‌ ઉણપ થતી નથી. જે લોકો દુબળા હોય અથવા તો પાતળા હોય તેવા વ્યક્તિઓએ ભોજન કર્યા બાદ બે થી ત્રણ પાકા કેળાનું સેવન મહિનાઓ સુધી કરવું જોઈએ જેનાથી શરીર મજબૂત બની જાય છે. – kela Na nuskha 
જે લોકોને શ્વસનમાર્ગની તકલીફ હોય તેવા વ્યક્તિઓએ કેળાના ડોડા નો કેસરયુક્ત ભાગ  કોતરી તેમાં રાત્રે મરીનો પાવડર ભરી રાખવું, સવારે એ ડોડુ ઘીમાં તળીને ખાવાથી આ સમસ્યામાં રાહત મળે છે. – Kela no upyog gharelu upchar ma 
જો તમને પિત્ત રોગ હોય તો પાકા કેળા ને ઘી સાથે ખાવાથી આ સમસ્યા દૂર થાય છે જે લોકોને ઉલટી બંધ ન થતી હોય તેવા વ્યક્તિઓએ કેળાનો રસ અને મધ મિક્સ કરીને ખાવાથી ઉલટી બંધ થઈ જાય છે.

કેળા ના ફાયદા અને ઘરેલુ ઉપચારો | કેળા ના ઘરેલું ઉપચાર 

જે લોકોને હોજરીમાં વધારે ખટાશ હોય તેવા વ્યક્તિઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા તત્વો સરળતાથી પચી જાય છે આથી કેળા નો ઉપયોગ માંદગીની દવા તરીકે પણ કરવામાં આવે છે. – kela Na Fayda 
જો તમે કેળાનું સેવન કરો છો તો તેનાથી આંતરડામાં અમુક જાતના જીવાણુઓનું પ્રમાણ વધે છે આ જીવાણુઓ શરીરમાં નુકસાન કરતા બીજા જીવાણુઓનો નાશ કરે છે અને આંતરડાને લગતી બીમારીઓ સામે શરીરનું રક્ષણ કરે છે.
આપણા શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે જો તમે કેળાનું સેવન કરો છો તો તેનાથી પ્રોટીન સારી માત્રામાં શરીરમાં મળી રહે છે તમારે પ્રોટીન ની ઉણપ દૂર કરવા માટે દૂધ અને કેળાનું સેવન ભેગું કરવું જોઈએ.
Kela | Banana – કેળામાં વિટામિન એ નું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળે જે આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે.

કેળા ના ફાયદા અને ઘરેલુ નુસખા 

આપણે જાણીએ છીએ કે હૃદય માટે પોટેશિયમ જરૂરી છે કેળામાં પોટેશિયમ નું પ્રમાણ વધારે હોય છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
જે વ્યક્તિઓને મોઢામાં ચાંદા પડ્યા હોય તેવા વ્યક્તિઓ માટે કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે કેળાનું સેવન કરવાથી પેટમાં રહેલા ચાંદા અને કીટાણુઓનો નાશ થઈ જાય છે બંને તો અલ્સરમાં કાચા કેળાનું સેવન કરવું જોઈએ.
જે લોકોને બ્લડપ્રેશર ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે જે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે શરીરનો કોઈપણ ભાગ દાઝી ગયો હોય તે જગ્યાએ કેળાની છાલ લગાવવાથી તેમાં તરત જ રાહત મળે છે.  – kela Na gharelu nuskha 
જે લોકોને અસ્થમા ની બીમારી હોય તે લોકોને સુકી ઉધરસ હંમેશા રહે છે તો તમારે કેળાનો શરબત બનાવીને દિવસમાં બે થી ત્રણ વાર તેનું સેવન કરવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.

કેળાના પાન અને તેના થડ નો ઉપયોગ ઘરેલું ઉપચારોમાં

જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને ત્યાં લોહી નીકળતું બંધ ન થતું હોય તો તેના માટે કેળાની ડાળખી કાપીને તેનો રસ કાઢીને લગાવવાથી તેમાં રાહત મળે છે અને લોહી નીકળતું બંધ થઈ જાય છે. – Kela no upyog 
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે તેવા વ્યક્તિઓએ કેળાના થડનો સફેદ ભાગ કાપીને તેનો રસ કાઢવો. આ રસનું સેવન દરરોજ થોડી માત્રામાં કરવાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.
કેળાના પાનનો ઉપયોગ શરીરનો સોજો દૂર કરવા માટે પણ થાય છે આપણે કેળાના પાનનો ઉપયોગ ત્વચા ઉપરના ઘાવ ભરવામાં અને ડ્રેસિંગમાં પણ કરી શકીએ છીએ.
કેળાના પાનનો ઉપયોગ તમે માથાના દુખાવાની સમસ્યામાં પણ કરી શકો છો.
કેળાના પાકેલા પાનનો ઉપયોગ તમે હૃદયમાં થનારી બળતરા દૂર કરવા માટે કરી શકો છો.

કેળા ના ફાયદા | kela Na Fayda in Gujarati 

તેમાંથી સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે

આપણે જાણીએ છીએ કે કેળા એ દરેક વ્યક્તિને કોઈ પણ જગ્યાએથી મળી રહે છે તે એક એવું ફળ છે જેની અંદર સારા પ્રમાણમાં પોષક તત્વો આવેલા હોય છે જેમ કે કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ, કેલ્શિયમ, ફાઇબર વગેરે જે આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે. – Kela na fayda Gujarati ma.

પાચનતંત્ર માટે ફાયદાકારક

કેળાની અંદર ખૂબ જ સારો સ્ત્રોત ફાઇબરનો આવેલો હોય છે જે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે કેળામાં રહેલી થોડી ખટાશ આપણી પાચનશક્તિ નિયમિત બનાવે છે અને પાચન સંબંધિત રોગોમાં  ફાયદો કરે છે. – kela Na Fayda 

આયર્ન નો સારો સ્ત્રોત છે –  કેળા  

જે વ્યક્તિઓના શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપ જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ કેળાનું સેવન ચોક્કસ કરવું જોઈએ કારણ કે કેળાનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે. 

આપણા હાડકા માટે ફાયદાકારક છે | Health tips for Banana 

આપણે જાણીએ છીએ કે હાડકા માટે કેલ્શિયમ કેટલું જરૂરી છે અને કેળામાંથી આપણે કેલ્શિયમનો સારો સ્ત્રોત મળે છે જે આપણા હાડકાને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે.

સારી ઊંઘ માટે કેળાના ફાયદા

કેળાની અંદર ટ્રીપ્ટોફેન આવેલું હોય છે જે શરીરમાં સેરેટોનીન અંતઃસ્ત્રાવ બનાવે છે જેને લીધે તમારું મૂળ સારું બને છે અને તમે સારી રીતના ઊંઘી શકો છો.

સૂકી ઉધરસમાં કેળા ના ફાયદા

જો તમને સૂકી ઉધરસ ની સમસ્યા હોય તો તમારે દિવસમાં બે વખત કેળાને મિક્સરમાં પીસીને તેમાં દૂધ અને એલચી નો પાવડર ઉમેરીને પીવાથી આ સમસ્યા જડમૂળમાંથી દૂર થઈ જશે.

હૃદય માટે ફાયદાકારક

આપણા શરીરમાં દરરોજ 100 એમજી પોટેશિયમ ની જરૂરિયાત હોય છે જો તમે કેળાનું સેવન દરરોજ કરો છો તો શરીરમાં તેની ઉણપ થતી નથી અને તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. – health benefits of Banana in Gujarati 

લુઝ મોસમ માં 

કેળામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે તે માટે જો ઘરમાં કોઈપણ વ્યક્તિને લુઝ મોસમ ની સમસ્યા થઈ હોય તો તેઓએ પાકેલા કેળાનું સેવન કરવું જોઈએ જેનાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.

શરીરમાં ઊર્જાનું પ્રમાણ વધારે છે 

જો તમે નિયમિત રીતે કેળાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં વિટામીન સી અને બીજા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે અને શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધારવામાં મદદરૂપ બને છે.

કેળા ના નુકસાન | કેળા થી થતા નુકસાન

જો તમે કેળાનું સેવન ઓછી માત્રામાં કરો છો તો તે શરીર માટે ફાયદાકારક છે પરંતુ જો તમે કેળાનું સેવન વધારે માત્રામાં કરો છો તો તેનાથી માથાનો દુખાવો, શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધી જવું અને અનિદ્રાની સમસ્યા થાય છે. – kela Na nukshan 
જો તમે કેળાનું સેવન વધારે માત્રામાં કરો છો તો તેનાથી શરીરની અંદર ફાઇબરનું પ્રમાણ વધી જાય થાય છે જેને લીધે પેટમાં ગેસ થવાની શક્યતા થાય છે.
જે લોકોને કોઈપણ પ્રકારની એલર્જી હોય તેવા વ્યક્તિઓએ કેળાનું સેવન કરવું જોઈએ નહીં.
કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે જો તમે વધારે માત્રામાં કેળાનું સેવન કરો છો તો તેનાથી તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
જો તમે કેળાનું સેવન કર્યા બાદ તરત જ પાણીનું સેવન કરો છો તો તમને શરદી થવાની શક્યતા વધી જાય છે.

કેળા વિશે કેટલાક લોકોને મૂંઝવતા પ્રશ્નો

કેળાનું સેવન ક્યારે કરવું જોઈએ નહીં ?
કેળાનું સેવન ખાલી પેટે ના કરવું જોઈએ, કારણ કે તેનાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.
દિવસ દરમિયાન કેટલા કેળા ખાવા જોઈએ ?
જો તમે એક દિવસમાં ત્રણ કેળા નું સેવન કરો છો તો તે તમારા મગજ માટે ફાયદાકારક છે અને તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.
વજન વધારવા માટે કેળાનું સેવન કરી શકાય ?
જો તમે વજન વધારવા માગતા હોત તો તમારે દરરોજ નાસ્તામાં કેળાનું સેવન, અથવા કેળાનું મિલ્ક બનાવીને પી શકાય છે, દૂધ સાથે પણ કેળાનું સેવન કરવાથી ફાયદો થાય છે આ પ્રયોગ નિયમિત રીતે કરવાથી થોડા સમયમાં જ અસર દેખાશે.
શું કેળા ખાવાથી કબજિયાત થઈ શકે છે ?
આમ તો જો કે તમે કેળાનું સેવન કરો છો તો તેનાથી પેટ સાફ થઈ જાય છે પરંતુ જો તમે કાચા કેળાનું સેવન કરો છો તો તમને કબજિયાત થવાની શક્યતા વધી જાય છે.
દહીં અને કેળાનું સેવન કરી શકાય છે ?
ના, દહીં સાથે કેળાનું સેવન કરવાથી શરીર ઉપર આડ અસર થઈ શકે છે પરંતુ તમે દૂધ અને કેળાનું સેવન એક સાથે કરી શકો છો જેનાથી શરીરમાં ફાયદો થાય છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી કેળા ખાવાના ફાયદા, કેળા ના ફાયદા, કેળા નો ઘરગથ્થુ ઉપચારમાં ઉપયોગ, કેળા ના ઘરગથ્થુ ઉપચાર, કેળાના નુસખા, Kela Na Fayda in Gujarati, benefits of Banana in Gujarati, Kela Na Fayda, Kela no Gharelu Upchar ma upyog જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બને વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલ માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment