Benefits of Asafoetida :- હિંગ ના ફાયદા | હિંગ ખાવાના ફાયદા | હિંગ ના નુકસાન | હિંગ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | હિંગ ના પ્રકાર | હિંગ ના ચૂર્ણ ના ફાયદા | હિંગ ના ઔષધીય ગુણો | Hing na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને હિંગ વિશે માહિતી આપીશું જેમાં હિંગ ખાવાથી શરીરમાં તે કેટલા રોગો સામે ફાયદાકારક સાબિત થાય છે તે જણાવીશું તથા તેની સંપૂર્ણ માહિતી જેમાં હિંગ ના ફાયદા, હિંગ ના નુકસાન, હિંગ ના ગેરફાયદા, હિંગ નો ઉપયોગ વિવિધ રોગોમાં ઉપચાર તરીકે, હિંગ ના પ્રકાર, હિંગ ના ચૂર્ણ, હિંગ ના ઘરગથ્થુ ઉપાય, હિંગ શેમાંથી બને છે , હિંગ ના ઉપયોગો ,  હિંગ વિશે માહિતી ,  Hing na fayda in Gujarati, Hing na gharelu upay, Hing na gharelu nuskha , hing na fayda , hing no upyog gharelu upchar ma.

હિંગ | હિંગ વિશે માહિતી | Information about asafoetida

આપણે મસાલાઓમાં કુદરત દ્વારા મળેલી ઘણી વસ્તુઓ જેનો આપણે ઔષધી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તથા ભારત એ મસાલાનું કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે હિંગને ઘણા લોકો વનસ્પતિ તરીકે અથવા તો ઘણા લોકો અનાજ તરીકે ગણે છે. હિંગ નું વૃક્ષ એ કુદરતી રીતે અદભુત હોય છે જેની ઊંચાઈ 8 થી 9 ફૂટ ઊંચું હોય છે તેની ડાળખીઓ સાવ પાતળી હોય છે અને તેના પાંદડા લીલા અને મુલાયમ હોય છે પાંદડા ની ઉપર નાની નાની રેસાઓ જોવા મળે છે હિંગ ના વૃક્ષો સૌથી વધારે માર્ચ અને એપ્રિલ મહિનામાં ઝડપ થી વૃદ્ધિ પામે છે તથા આ વૃક્ષની ઉપર તમને મોર જોવા મળે છે જેમાંથી હિંગ ના ફળ પણ બને છે હિંગ ના ફળ સાવ નાનકડા અને છૂટા હોય છે આ ફળ ના આગળના ભાગમાંથી રસ નીકળે છે જે થોડો ટાઈમ બાદ સુકાઈ જાય છે જેને આપણે હિંગ તરીકે ઓળખીએ છીએ.

હિંગ ના પ્રકાર | હિંગ ની જાતો

હિંગ ના પ્રકાર અથવા તેની જાત બે પ્રકારની જોવા મળે છે.
   1. સાધારણ કાળી હિંગ
   2. સફેદ હિંગ
કાળી હિંગ એ સામાન્ય રીતે અફઘાનિસ્તાનમાં થાય છે જ્યારે સફેદ હિંગ એ સૌથી વધારે ઈરાન પ્રદેશમાં જોવા મળે છે પરંતુ બંને પ્રકારની રીંગ એ ઔષધીય ગુણોથી ભરપૂર જોવા મળે છે. – types of hing

હીરા હીંગ શું છે | શું છે હીરા હિંગ

ફ્રાન્સ અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં હિંગને ચામડાની થેલીમાં પેક કરીને વિદેશ મોકલવામાં આવે છે આ છેલ્લી ની અંદર હિંગ એ હીરાની મારફત ચમકદાર જોવા મળે છે તેથી આ હિંગને હીરા હિંગ તરીકે ઓળખવામાં આવે છે.

હિંગ કઈ રીતે બને છે | કઈ રીતે બને છે હિંગ | હિંગ શેમાંથી બને

હિંગ એ હિંગ ના વૃક્ષ નું ગુંદર છે તે સુકાઈ જાય ત્યારે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તેનો રસ એ લીલા કલરનો હોય છે જ્યારે તેને ભેગો કરવામાં આવે છે ત્યારે તે ગાંગડા સ્વરૂપે મોટો બની જાય છે. હિંગ ના ફળ નાના અને છુટા છવાયા જોવા મળે છે. આ ફળને આગળના ભાગમાંથી રસ નીકળે છે જે થોડા સમયમાં સુકાઈ જાય છે અને ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે જેને આપણે હિંગ તરીકે ઓળખીએ છીએ.

હિંગ ના ચૂર્ણ  | હિંગ ના ચૂર્ણ ના પ્રકાર | હિંગ ના ચૂર્ણ ના આયુર્વેદિક ઉપચાર

હિંગ ના ચૂર્ણ ની અંદર બીજા ઘણા એવા દ્રવ્યો નું ચૂર્ણ અથવા ગોળીઓ વગેરે જેવું મિક્સ કરીને બનાવવામાં આવે છે પેટમાં થતી સમસ્યાઓ ખાસ કરીને કબજિયાતને દૂર કરવા માટે હિંગ એ રામબાણ ઈલાજ સાબિત થાય છે હિંગ ને મૂખ્ય ઘટક રાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં ચૂર્ણ અથવા થોડી ગોળીઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે આ ચૂર્ણ અથવા ગોળીઓનો ઉપયોગ કરવાથી તરત જ રાહત મળી જાય છે તો ચાલો જાણીએ હિંગ ના ઘણા ચૂર્ણ વિશે સંપૂર્ણ માહિતી.

ગેસહરવટી ચૂર્ણ

આ ચૂર્ણ બનાવવા માટે હિંગવાષ્ટક ચૂર્ણ 500 ગ્રામ, લવણભાસ્કર ચૂર્ણ 400 ગ્રામ, સીતોપલાદી ચૂર્ણ 220 ગ્રામ, સાઈટ્રિક એસિડ પાંચ ગ્રામ, એરંડિયા નું તેલ વડે શુદ્ધ કરેલ ફૂલવેલ સુગ અને નવસાદ 50 ગ્રામ, પીપર 60 gm, બીજ વગરની કાળી દ્રાક્ષ 400 ગ્રામ, દ્રાક્ષ સિવાયની બધી વસ્તુઓને બરાબર પીસીને એકબીજા સાથે મિક્સ કરી લેવી. ત્યારબાદ દ્રાક્ષને પીસીને લુગદી બનાવી લેવી ત્યારબાદ આ લુગદી ની ચણા જેવડી નાની નાની ગોળીઓ બનાવીને કાચની બોટલમાં ભરી લેવી.
જ્યારે પણ પેટમાં ગેસ થાય આ ઉપરાંત બેચેની અથવા ગભરામણ થતી હોય, ભૂખ ઓછી લાગવી, આફરો આવવો વગેરે સમસ્યા માટે આ આયુર્વેદિક દવા કાર્ય કરે છે આ છે પેટમાં ગેસ દૂર કરવાની દવા. – hing na churna type

ચિત્રકાદીવટી ચૂર્ણ

આ ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમ જવખાર, ચિત્રમૂળની છાલ, ગંઠોડા, સાજીખાર, ફૂલણીયો ખારો, પાંચ જાતના મીઠું , કટુ , શેકેલી હિંગ , અજમો અને ચવ્ય આ બધાને 20 – 20 ગ્રામ લઈને સરખા પ્રમાણમાં મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાં ત્રણ થી ચાર લીંબુનો રસ અને 200 થી 300 ગ્રામ દાડમ નો રસ મિક્સ કરીને લુગદી બનાવી લેવી . આ લુગદી ની નાની નાની ગોળીઓ બનાવવી. જ્યારે ગોળીઓ સુકાઈ જાય ત્યારે તેને કાચની બોટલમાં ભરી લેવી.
નિયમિત રીતે આ ગોળી દરરોજ દિવસમાં ત્રણ વાર – સવાર બપોર અને સાંજ લેવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે તથા પેટમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે અને આંતરડામાં રાહત મળે છે.

અગ્નિમાંધ્ધ ચૂર્ણ

આ ચૂર્ણ બનાવવા માટે શેકેલું જીરું 100 ગ્રામ , 50 ગ્રામ સુંઢ , સિંધવ મીઠું 150 ગ્રામ , સંચળ 50 ગ્રામ , કાળા મરી 50 ગ્રામ , હિંગ 20 ગ્રામ , પીંપર પાંચ ગ્રામ , તેમજ જરૂર મુજબ લીંબુનો રસ અને પીપરમિન્ટ ની જરૂર પડે છે ત્યારબાદ બધી વસ્તુઓને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું. અને લીંબુના અર્ક ને અલગ રાખવું ત્યારબાદ તે ચૂર્ણમાં લીંબુ નો પાવડર મિક્સ કરવો અને છેલ્લે પીંપર મિક્સ કરીને એક કાચની બોટલમાં ભરી લેવું.
આ ચૂર્ણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પાચનશક્તિ ને વધારવાનું કાર્ય કરે છે તથા ખોરાકને સારી રીતે પાચનમાં મદદરૂપ બને છે જેને લીધે તમને ભૂખ વધારે લાગે છે અને પેટમાં ગેસની સમસ્યા થવા દેતું નથી. તથા પેટમાં થતો વાયુ નો તરત જ નિકાલ થાય છે.ખોરાકમા તમે તેનું સેવન અડધી અથવા એક ચમચી ની માત્રામાં કરી શકો છો.

હિંગવાષ્ટક ચૂર્ણ

આ ચૂર્ણ બનાવવા માટે લીંડીપીંપર , સિંધવ મીઠું , કાળા મરી , અજમો , સંચળ , બધાને 10 ગ્રામ લઈને બરાબર રીતે મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું. પાંચ ગ્રામ હીરા હીંગને દેશી ઘી માં શેકીને વાટી લો , અથવા પાવડર બનાવી લો. આ હિંગને ચૂર્ણમાં બરાબર રીતે મિક્સ કરીને એક કાચની બોટલમાં ભરી લો.
તેમાંથી એક ચમચી ની માત્રા ગરમ પાણી સાથે લેવાથી ગેસની સમસ્યા અથવા પેટમાં થતો આફરો તરત જ દૂર થઈ જાય છે આ ચૂર્ણ નું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં તરત જ દૂર કરે છે અને પેટ બરાબર રીતે સાફ થઈ જાય છે.

હિંગ ના ફાયદા | હિંગ ખાવાના ફાયદા | hing na fayda in Gujarati 

આપણે જાણીએ છીએ ભારત એ મસાલાઓ નું ઘર તરીકે ઓળખવામાં આવે છે અને બધાના ઘરમાં હિંગ નો ઉપયોગ અવશ્ય થતો જ હોય છે તેનો ખાસ ઉપયોગ દાળ અને શાકનો વઘાર કરવામાં આવે છે તેથી તેને ઘણા લોકો વઘારણી તરીકે પણ ઓળખે છે.
આમ તો હિંગ નો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો જ હોય છે એટલું જ નહીં તેનો ઉપયોગ આયુર્વેદિકમાં ઔષધી તરીકે કરવામાં આવે છે જેને લીધે સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે. – health tips for hing in Gujarati 

હિંગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેમાં રહેલા પોષક તત્વોમાં આયર્ન , કેલ્શિયમ , વિટામિન્સ , એન્ટિઓક્સિડન્ટ તથા એન્ટિવાયરલ ગુણ આવેલા હોય છે.
હિંગ માં રહેલા આ બધા પોષક તત્વોને લીધે તે શરીરમાં ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.
જો તમે એક ચમચી શેકેલા હિંગ નું સેવન ગરમ પાણી સાથે કરો છો તો તેને લીધે પડખા નો દુખાવો દૂર થઈ જાય છે. – hing na fayda 

કાનમાં થતો દુખાવો દૂર કરવા માટે તલના તેલમાં હિંગ નાખીને ઉકાળીને તે તેલના બે થી ત્રણ ટીપા કાનમાં નાખવાથી. જો કાનમાં રસી નીકળતા હોય તો તે બંધ થઈ જાય છે અને દુખાવામાં રાહત મળે છે.
જો ઉધરસ કે શરદી ને લીધે ગળામાં અવાજ બેસી ગયો હોય તો ગરમ પાણીમાં થોડી હિંગ નાખીને તેનું સેવન કરવાથી અવાજ ખુલી જાય છે.
હિંગ અને લીમડાના પાંદડાને પીસીને તેનો લેપ ઘા કે ઝખમ ઉપર કરવાથી ત્યાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે અને ઘા જલ્દીથી રૂઝાઈ જાય છે. – hing na fayda in Gujarati 

હિંગ અને કપૂર સરખા પ્રમાણમાં લઈને તેની ગોળીઓ બનાવી લેવી અને એક થી બે ગોળી આદુના રસ સાથે લેવાથી અને સનેપાત ની સમસ્યામાં રાહત મળે છે.
હિંગ ને પાણીમાં ઉકાળીને તે પાણી વડે કોગળા કરવાથી દાંતમાં થતો દુખાવો દૂર થાય છે અને તેમાં રાહત મળે છે.

Hing na fayda ane gharelu upchar ma upyog | હિંગ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | Uses of hing in home remedies

ઘણા વ્યક્તિઓના દાંત પોલા અને કોહવાઈ ગયેલા થઈ ગયા હોય છે જેને લીધે પોલાણ થઈ જાય છે આ સમસ્યામાં તજ અને હિંગને વાટીને તેનો ભૂકો પોલાણમાં ભરવાથી રાહત મળે છે.
હિંગ , અજમો , અને સિંધવ મીઠું સરખા પ્રમાણ માં વાટીને તેનું ચૂર્ણ બનાવી લેવું. અને તેનું સેવન કરવાથી પેટ ને લગતી સમસ્યામાં રાહત મળે છે.
ધાણા નું ચૂર્ણ , એલચી , શેકેલી હિંગ ને મિક્સ કરીને લીંબુ ના રસમાં મિલાવીને ચાટવાથી પેટમાં થતો દુખાવો અને ગેસની સમસ્યામાં રાહત મળે છે.
શેકેલી હિંગ નું ચૂર્ણ અને એલચી ઘી અથવા દૂધ સાથે પીવાથી પેશાબમાં થતી બળતરા દૂર થઈ જાય છે.
ઘણી મહિલાઓને અનિયમિત રીતે માસિક આવવાની સમસ્યા હોય છે તેવી મહિલાઓએ હિંગનું સેવન કરવું જોઈએ જેનાથી ગર્ભાશયનું સંકોચન થાય છે અને માસિક બરાબર આવે છે અને પેટમાં દુખાવો પણ થતો નથી.
હિંગ ને મધમા મિક્સ કરીને , રૂ ની દિવેટ અથવા વાટ બનાવીને મધમા રાખીને સળગાવી અને તેના જ્યોતની કાજળ એકઠી કરી લેવી. આ કાજલ આંખ આંજવા થી નીકળતું પાણી દૂર કરવામાં મદદરૂપ બને છે અને આંખની દ્રષ્ટિ વધારે છે.
પેટમાં આફરા ની સમસ્યા દૂર કરવા માટે ડુંગળીના રસમાં શેકેલી હિંગ અને થોડું મીઠું નાખીને પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
હિંગને પાણીમાં પલાળીને ઓગાળી નાખો ત્યારબાદ , તેના ટીપા નાક માં નાખવાથી નસકોરી ની સમસ્યા દૂર થઈ જાય છે.
તલના તેલમાં , સૂંઢ અને હિંગ નાખીને થોડું ગરમ કરીને આ તેલ વડે કમર નો દુખાવો અથવા સાંધા ના દુખાવામાં માલિશ કરવાથી રાહત મળે છે અથવા શરીર જકડાઈ ગયું હોય ત્યારે પણ તમે આ તેલ વડે માલિશ કરી શકો છો.
હિંગ એ આપણા શ્વાસ નળીમાં જામેલ કફ ને પાતળો કરવામાં અને દૂર કરવામાં મદદરૂપ બને છે હિંગ એ આપણા પેટમાં રહેલા કૃમિઓ ને દૂર કરે છે અને આંતરડામાં રાહત આપે છે.
હિંગનું સેવન કરવાથી આપણી જઠર ની પાચનક્રિયા સતેજ બને છે અને પેટ ને લગતી સમસ્યાઓનો નાશ થાય છે.
હિંગ માં તમામ પ્રકારના કાર્બોદિત પદાર્થો , બધા પ્રકારના પ્રોટીન અને ચરબી યુક્ત તત્વો વગેરે પચાવવા ના પોષક તત્વો અને વિટામિન્સ આવેલા હોય છે જે મદદરૂપ બને છે.

હિંગ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | હિંગ ના ઘરગથ્થુ ઉપચાર | હિંગ ના ઉપયોગો | Home Remedies of Asafoetida

હિંગ એ ગરમ તાસીર છે, જે પાચન કરનાર , કફ ,ચૂક , પેટનો દુખાવો , કૃમિઓનો નાશ , આંખ અને કબજીયાત ને લગતી સમસ્યાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
હિંગ માં રહેલું તેલ એ આપણી શ્વાસ નળી અને સ્કીન માટે ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી શ્વાસનળીમાં જામેલો કફ પાતળો થાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં ફાયદાકારક સાબિત થાય છે અને ઉધરસ મટાડવામાં પણ ફાયદાકારક બને છે.
ફેફસાના રોગમાં પણ હિંગ નો ઉપયોગ કરવામાં આવે છે આ રોગમાં હિંગ ને પાણીમાં વાટીને પીવાથી ફેફસામાં રહેલો કફ ઓછો થઈ જાય છે.
હિંગ નું નિયમિત રીતે સેવન કરવાથી વારંવાર આવતો તાવ દૂર થઈ જાય છે. હિંગ માં નવસાર અને ગોળ સાથે મિક્સ કરીને પીવાથી ટાઈફોઈડ નો તાવ દૂર થઈ જાય છે.
એક ચમચી શેકેલી હિંગ ને થોડા ગરમ પાણીમાં મિક્સ કરીને ધીમે ધીમે પીવાથી ઉધરસ , શરદી તથા પેટમાં આવતી ચૂક વગેરેમાં ફાયદો થાય છે.
હિંગ ની નાની નાની ગોળીઓ બનાવીને ઘી અથવા કોઈપણ ચૂર્ણ સાથે પીવાથી પેટમાં થતો દુખાવો દૂર થાય છે બે ગ્લાસ પાણીમાં એક ચમચી હિંગ નાખીને તેને ઉકાળીને જ્યારે પાણી અડધું રહે ત્યારે તેનું સેવન કરવાથી વાત અને પિત્ત ની સમસ્યામાં રાહત મળે છે.

Hing na gharelu upay | હિંગ ના ઘરેલું ઉપાય | હિંગ ના ઘરેલું નુસખા | હિંગ ના આયુર્વેદિક ઉપચાર

ઘણા વ્યક્તિઓને જૂની કબજિયાત અને વાયુની સમસ્યા હોય છે તેવા વ્યક્તિઓએ હિંગ , સિંધવ મીઠું અને ઘી સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં ગૌમૂત્ર ભેળવીને ઉકાળીને માત્ર ઘી બાકી રહે ત્યારે તેનું સેવન કરવાથી આ સમસ્યા માં રાહત મળે છે.
હિંગ , કાથો , કપૂર અને લીમડાના કુમળા પાનને તુલસીના રસમાં વાટીને નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓ માં ગુલાબના અર્ક માં આપવાથી કોલેરા ના રોગમાં રાહત મળે છે અને જાંબુના છાલના રસ સાથે પીવાથી અતિસાર ની સમસ્યામાં ફાયદો થાય છે. – Hing na upay 

હિંગને પાણીમાં વાટી પેટ ઉપર તેનો લેપ કરવાથી વાયુને લીધે થયેલ પેટમાં દુખાવો દૂર થઈ જાય છે અને ઉલટી થતી હોય તો તેમાં પણ રાહત મળે છે.
પેટમાં વાયુનો આફરો ચડ્યો હોય , અથવા પેટમાં દુખાવો થતો હોય અથવા ડુંટી ની આસપાસ દુખતું હોય ત્યારે તમારે હિંગને વાટીને તેનો લેપ જે જગ્યાએ પેટની આસપાસ દુખતું હોય ત્યાં કરવાથી તરત જ રાહત મળે છે.
હિંગ અને લીમડાના પાંદડા ને વાટીને તેનો લેપ કરવાથી શરીરમાં ગુમડું થયું હોય ત્યાં બેક્ટેરિયાનો વિકાસ થયો હોય તો તે મરી જાય છે હિંગને પાણીમાં મિક્સ કરીને પીવાથી નાકમાંથી નસકોરી ને લીધે નીકળતું લોહી બંધ થઈ જાય છે. – Health benefits of hing in Gujarati 

હિંગને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે અથવા ત્યાં બેક્ટેરિયાનો અથવા વાયરસ નો વિકાસ થયો હોય તો તેને દૂર કરે છે અને દાંતમાં રાહત આપે છે.
હિંગ ને તલના તેલમાં ઉકાળો, ત્યારબાદ તેના  બે થી ત્રણ ટીપા કાનમાં નાખવાથી કાનમાં રાહત મળે છે.
હિંગને વરિયાળી ના અર્ક સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી પેશાબ છૂટ થી આવે છે.

Hing na fayda in Gujarati | Health tips for hing

કોલેરા ના રોગમાં – Hing na gharelu nuskha 

હિંગ , કપૂર અને મરી સરખા પ્રમાણમાં લઇ આદુના રસમાં પાંચ કલાક સુધી પલાળી રાખીને તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. દિવસમાં એક થી બે વાર આ ગોળી નું સેવન કરવાથી કોલેરા માં રાહત મળે છે.
હિંગ , કપૂર અને આંબાની ગોટલી સરખા પ્રમાણમાં મિક્સ કરીને ફુદીનાના રસમાં વાટીને તેની નાની નાની ગોળીઓ બનાવી,
આ ગોળી નું સેવન જ્યાં સુધી રોગ ના મટે ત્યાં સુધી અડધા અડધા કલાકે લેવાથી કોલેરામાં અવશ્ય ફાયદો થાય છે.

ન્યુમોનિયા ના રોગમાં  – hing na fayda 

ફેફસામાં વાયુની સમસ્યાને લીધે બળતરા થતી હોય છે, અથવા તો અશક્તિ આવી જાય છે , અને અચાનક પરસેવો થવા લાગે છે , શરદી ની સમસ્યા થાય છે , ધીમે ધીમે ફેફસામાં અશક્તિ આવવાથી આ રોગની શરૂઆત થાય છે જેને લીધે ગળામાં , માથામાં , છાતીમાં અને પીઠમાં અતિશય ઠંડી લાગવા લાગે છે. ઘણી જગ્યાએ સંક્રમણ થવાથી પણ ન્યુમોનિયા નો રોગ થઈ શકે છે.
ટરપેન્ટાઇન ના તેલમાં થોડીક હિંગ , અને કપૂર મિક્સ કરીને છાતી ઉપર માલિશ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
એક ચમચી હિંગ , તેનાથી ચોથા ભાગનો લસણ નો રસ અને એક ચમચી મધ આ ત્રણેયને મિક્સ કરીને ચાટવાથી ન્યુમોનિયા ના રોગમાં રાહત મળે છે.
તુલસી ના તાજા 10 પાન , આદુનો એક નાનકડો કટકો બંનેને મસળીને રસ કાઢવો . તેમાં એક ચમચી હિંગ અને થોડું મધ મિક્સ કરીને ન્યુમોનિયા ના દર્દીને આપવાથી તેને રાહત મળે છે.
એક ચમચી હિંગ , 5 કાળા મરી , 20 જેટલા તુલસીના પાન , અને 10 નંગ પીપળા ના ટેટા બધાને મિક્સ કરીને ચટણી જેવું બનાવી તેમાં મધ નાખીને દર્દીને આપવાથી તેને સામાન્ય સમસ્યાઓમાં રાહત મળે છે. – uses of hing

અસ્થમા ની સમસ્યામાં – હિંગ 

આપણે જાણીએ છીએ કે અસ્થમા ના રોગમાં વધારે પડતી ઉધરસ , શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે , શ્વાસનળીમાં કફ જામી જાય છે , અતિશય ઉધરસ આવે છે , પુષ્કળ પ્રમાણમાં પરસેવો વળે છે , ચહેરાની ત્વચા સૂકી પડી જાય છે , શ્વાસ લેતી વખતે ફેફસામાં દુખાવો થાય છે , આ રોગ ફેફસામાં ધૂળના રજકણો જમા થવાને લીધે જોવા મળે છે આ પ્રકારની તકલીફ વરસાદની ઋતુમાં અને ઠંડીની સિઝનમાં વધુ જોવા મળે છે ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓમાં આ તકલીફ વધુ જોવા મળે છે અને મોટી ઉંમરના વ્યક્તિઓનો વધારે શિકાર બને છે તેના માટે નીચેના ઉપચાર કરવા જઈએ.
પીપળાને સુકવીને તેની છાલનું ચૂર્ણ બનાવીને તેમાં હિંગ મિક્સ કરીને તેનું સેવન કરવાથી દમ માં રાહત મળે છે.
જાયફળ , કાકડા સીંગ અને હિંગ આ ત્રણેયનું એક ચમચી ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને ચાટવાથી પણ ફાયદાકારક સાબિત થાય છે.
80 ગ્રામ જુનો ગોળ , 10 ગ્રામ રાઈ , 2 ગ્રામ હિંગ , 10 ગ્રામ દળેલી હળદર , 1૦ ગ્રામ લેટન સબ્જી આ બધાને બરાબર રીતે મિક્સ કરી નાની-નાની ગોળીઓ બનાવી લો. સવારે અને સાંજે એક એક ગોળી નું સેવન કરવાથી આ સમસ્યામાં જલ્દીથી રાહત મળે છે આ પ્રયોગ શ્વાસના દર્દીઓએ સતત કરવો પડે છે.

શ્વાસનળીમાં સોજો આવી ગયો હોય ત્યારે – હિંગ ના ફાયદા 

ઘણી વખત શ્વાસનળીની અંદર ની ત્વચા ઉપર સોજો આવી જાય છે અને આપણે બ્રોંકાઇટીસ તરીકે ઓળખીએ છીએ અને આ રોગ સૌથી વધારે બાળકોમાં જોવા મળે છે જેના લક્ષણોમાં માથામાં દુખાવો થવો , તાવ આવવો , કપાળ અતિશય ગરમ રહેવું , શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. શરૂઆતમાં ઉધરસ આવે છે ત્યારબાદ પીળા રંગનો કફ અને ગળફા નીકળે છે, ધીમે ધીમે શ્વાસ નળી અને ગળામાં અવાજ આવવા લાગે છે આ રોગ પાણીમાં લાંબો સમય સુધી રહેવાથી અથવા તો ઠંડી લાગવાથી , વરસાદના પાણીમાં પલળવાથી , ઝાકળ ના  પાણીવાળી જગ્યા ઉપર સૂઈ જવાથી આ રોગ થઈ શકે છે ના રોગમાં હિંગ નો ઉપચાર નીચે મુજબ કરી શકો છો.
એક લસણની કળી અને હિંગ ની ચટણી બનાવીને સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
અડધી ચમચી આદુનો રસ , એક ચપટી હિંગ અને એક ચમચી મધ સાથે મિક્સ કરીને ચટાડવાથી ફાયદો થાય છે.
10 ગ્રામ પીપળાના ઝાડ ના સૂકા પાંદડા , 2 ગ્રામ હિંગ , 10 ગ્રામ કાથો , 10 ગ્રામ દાડમના ફૂલ  , 2 ગ્રામ કપૂર આ બધું મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું. સવારે અને સાંજે અડધી ચમચી આ ચૂર્ણનું સેવન કરવાથી ફાયદો થાય છે.
1 ભાગ હિંગ , 8 ભાગ હરડે , 4 ભાગ સંચળ નું ચૂર્ણ બનાવી લેવું. એક મહિના સુધી નિયમિત રીતે મધ સાથે તેનું સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
દર બે બે કલાકે એક ચપટી હિંગ ગરમ પાણી સાથે પીવાથી સોજો દૂર થઈ જાય છે.

ઉધરસ (ખાંસી ) માં – હિંગ નો ઉપયોગ | હિંગ ના ઉપયોગો | હિંગ નું પાણી

ઉધરસ પોતે કોઈ રોગ નથી પરંતુ બીજા ઘણા રોગોનું તે લક્ષણ છે ખાસી એ વધારે ઠંડી લાગવાથી શ્વાસ નળીમાં સોજો આવવાથી અસ્થમા ની સમસ્યાથી ન્યુમોનિયા ના રોગને લીધે યકૃત માં ખરાબી થવાને લીધે થાય છે.
ખાંસીના ત્રણ પ્રકાર જોવા મળે છે
  1. સૂકી ખાંસી
  2. કફયુક્ત ખાંસી
  3. વાતજ ખાંસી


સુકી ઉધરસ માં કફ છૂટો પડતો નથી.
કફ યુક્ત ખાંસીમાં કફ નીકળી ગયા બાદ રાહત થઈ જાય છે.
વાતજ ખાંસી એ લાંબા સમય સુધી રહે છે ખાંસી – ખાંસી ને દર્દી એ બેવડ બની જાય છે આંખમાંથી પાણી નીકળવા માંડે છે આ સમસ્યા માટે નીચેના ઉપચાર કરવા
અડધી ચમચી હિંગને દેશી ઘી માં શેકીને તેનું ચૂર્ણ બનાવીને લેવાથી  રાહત મળે છે.
લીંડી પીપર, સિંધવ મીઠું , હિંગ , મજીઠ , અબરખ ભસ્મ , અને વરિયાળીના છોડના મૂળ આ બધી સામગ્રીઓ 5 – 5 ગ્રામ લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણનું એક ચમચી માત્રામાં દિવસમાં બે થી ત્રણ વખત કરવાથી ફાયદો થાય છે.
સૂકી ઉધરસ અથવા કફયુક્ત ઉધરસમાં અડધી ચમચી આદુનો રસ , એક ચમચી હિંગ અને અડધી ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
આમ , જે લોકોને શ્વાસ ને લગતા રોગો હોય તેઓએ ઘરગથ્થુ ઉપચારો કરવાની સાથે સાથે ખાવા પીવામાં પણ કાળજી રાખવી જોઈએ, તેનાથી જ દવા અને ઘરેલુ ઉપાયોની અસર થાય છે.

બાળકોના રોગોમાં હિંગનો ઉપયોગ અને ઘરગથ્થુ ઉપચાર

કાળી ખાંસી ( ઉટાંટિયું ) માં હિંગ ના ફાયદા અને તેના ઘરેલું ઉપાય

સામાન્ય રીતે જે બાળકોની ઉંમર 5 વર્ષની આસપાસ હોય તેવા બાળકોને આ ઉધરસ થતી હોય છે આ રોગના અનેક પ્રકારના વાયરસ જોવા મળે છે આ એક ચેપી અને સંક્રમણ રોગ છે સાધારણ ઉધરસ કરતા આ અલગ પ્રકારની હોય છે જે બાળકોને સતત આવ્યા જ કરે છે જેનાથી બાળકો બેવડાઈ જાય છે અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને આ ખાંસી નો અવાજ કુતરાના ખાંસવાના અવાજ જેવો આવે છે બાળક ને અશક્તિ થઈ જાય છે અતિશય ખાંસી થવાથી ઉલટી જેવું થાય છે પરંતુ ઉલટી થતી નથી પેટના સ્નાયુઓ અંદર ખેંચાઈ જાય છે.
અડધી ચમચી હિંગને ગરમ પાણી સાથે બાળકોને પીવડાવવાથી જલ્દીથી આ ખાંસી બંધ થઈ જાય છે.
બહેડા ની છાલ ને , બકરીના દૂધમાં પલાળી તેમને તવીમાં થોડું ઘી મૂકી તેમાં શેકી લો , ત્યારબાદ તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાં 5 ગ્રામ શેકેલી હિંગનું ચૂર્ણ મિક્સ કરવું અને અડધી ચમચી મધ સાથે દિવસમાં બે થી ત્રણ વાર બાળકને ચટાડવાથી આ ખાંસી દૂર થઈ જાય છે. – benefits of asafoetida in Gujarati 

આફરો ચડે ત્યારે – હિંગ ના ફાયદા અને ઘરગથ્થુ ઉપચાર

પેટમાં વાયુ અથવા ગેસ થવાથી બાળકોને હંમેશા બેચેની નો અનુભવ થાય છે અને સતત રડ્યા કરે છે. પેટ ફુલાવા ની સમસ્યા થાય છે જેને લીધે પેટમાં દુખાવો થાય છે આ પ્રકારની પરિસ્થિતિ ત્યારે થાય છે જ્યારે વધારે પ્રમાણમાં દૂધ પીવડાવ્યું હોય અથવા તો વાસી કે ઠંડુ દૂધ પીવડાવ્યું હોય , વધારે ભાતનું સેવન કર્યું હોય , મેંદાની વસ્તુનું સેવન કર્યું હોય , કોઈ અપાચય ખોરાકનું સેવન કર્યું હોય જેને લીધે બાળકોને આફરો થાય છે અને પેટ ફૂલી જાય છે.
એક ચમચી હિંગને વાટીને ગરમ પાણી સાથે મિક્સ કરીને બાળકના પેટ ઉપર લેપ કરવાથી પેટમાં રાહત મળે છે.
શેકેલી હિંગ , અજમો , અને સંચળ બે બે ચમચી લઈ ગરમ પાણી સાથે આપવાથી પેટમાં થયેલો ગેસ બહાર નીકળી જાય છે અને બાળકને હલકું ફૂલકું મહેસુસ થાય છે.

બાળકોને ગુદામાં ચાંદા પડ્યા હોય ત્યારે – Asafoetida 

જો બાળકો ખાટી વસ્તુઓ , મીઠાઈ , આઈસ્ક્રીમ , તીખી તળેલી વસ્તુઓ , અતિશય ઠંડુ પાણી , બરફના ગોલા વગેરે પ્રમાણમાં સેવન કરે છે અથવા તો તેમના માતા-પિતા બાળકના ગુદા ની સફાઈ સારી રીતે કરતા નથી તેવા બાળકોને મળદ્વાર ની આસપાસ ચાઠા થઈ જાય છે અને ઘણી વખત ગંદકીને લીધે ત્યાં નાના કીડા જોવા મળે છે જેમના કરડવાથી ચાંદા પડી જાય છે અને બાળકોને અતિશય પીડા થાય છે ગુદા ના અંદરના ભાગમાં ગુચ્છા ના સ્વરૂપમાં કીડા જોવા મળે છે તેમના કરડવાથી પુષ્કળ પ્રમાણમાં ખંજવાળ આવે છે જેના માટે નીચેના ઉપચાર કરવા
એક ચમચી તુલસીના પાંદડા ના રસ ને ગરમ કરી તેમાં એક ચમચી હિંગ મિક્સ કરીને બાળકને પાવાથી તેમાં રાહત મળે છે.
પપૈયાના રસમાં થોડી હિંગ મિક્સ કરીને બરાબર રીતે હલાવીને તેમાં થોડું મધ મિક્સ કરીને બાળકને ચટાડવાથી ફાયદો થાય છે.
થોડીક હિંગને પાણીમાં ઓગાળો તેમાં રૂનું પૂમડું પલાળી બાળકને ગુદા ઉપર રાખવું જેનાથી કીડા મરી જાય છે અને તે મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે.

ખેંચ આવવી ( ઘનુર્વાત ) – benefits of hing

શરીરમાં ઉત્પન્ન થતો ખરાબ ગેસ સ્નાયુ મંડળની ઉપર અસર કરે છે જેને લીધે સ્નાયુઓ ખેંચાય છે બાળકનું શરીર તેને લીધે વાંકું વળીને ખેંચાય છે સામાન્ય રીતે આ સમસ્યા પાંચ વર્ષની આસપાસના બાળકોમાં જોવા મળે રહે છે છોકરીઓમાં આ સમસ્યા ઓછી જોવા મળે છે જ્યારે છોકરાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે બાળક ઘણી વખત ઊંઘમાંથી અચાનક ઉઠી જાય છે આ રોગની અસર દરમિયાન માસપેશીઓ નું કાર્ય ધીમું પડી જાય છે બાળક ની ગરદન પાછળની તરફ ખેંચાય છે અને બાળકના મોઢામાંથી સતત વાયુ નીકળે છે આવા અનેક લક્ષણો જોવા મળે છે ખેંચ આવવાની સમસ્યામાં હિંગ નો ઉપયોગ તમે નીચે મુજબ કરી શકો છો.
તલ ના તેલમાં 3 ગ્રામ હિંગ નો પાવડર મિક્સ કરીને બાળકના શરીર ઉપર માલિશ કરવાથી રાહત મળે છે.
એક ચમચી શેકેલી હિંગ , લસણની કળી માંથી કાઢેલો રસ અને થોડુંક મધ આ બધાને સરખા પ્રમાણમાં મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર બાળકને આપવાથી આ સમસ્યામાં ધીમે ધીમે રાહત મળે છે.

પેટના રોગોમાં હિંગ નો ઉપયોગ

અતિસાર ( ઉદરરોગ )માં હિંગ ના ફાયદા અથવા હિંગ નો ઉપયોગ

યકૃત ની ખરાબી , પાચન ક્રિયા ની ખરાબી , વાંસી વસ્તુઓ ખાવાથી , પેટમાં થતા કીડા , અશુદ્ધ પાણી પીવાથી , દુઃખ , ભય અને શોક ની લાગણી થવાથી ઉદર રોગ થાય છે આ રોગમાં ઝાડાની સમસ્યા જોવા મળે છે અને વારંવાર તે થાય છે જેથી દર્દીની પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને આખો ઊંડી થતી જાય છે , જીભ સુકાઈ જાય છે , તેના પેટમાં દબાવવાથી ખૂબ જ દુખાવો થાય છે અને દર્દીને ઘણી વખત વધારે સરસ લાગે છે જ્યારે થોડીવાર બાદ તરસ લાગતી જ નથી. જો તમે બેદરકારી કરો છો તો તેનાથી આ રોગ વધારે સમસ્યાનું કારણ બને છે આ સમસ્યામાં તમે હિંગ નો ઉપયોગ અથવા ઉપચાર નીચે મુજબ કરી શકો છો.
આંબા ની ગોટલી નો પાવડર , જાંબુના ઠળિયા નો પાવડર , થોડીક શેકેલી હિંગ , શેકેલા હરડે , આ બધાને બારીક રીતે ખાંડીને તેનું ચૂર્ણ બનાવવું. એક ચમચી ચૂર્ણ ઠંડા પાણી સાથે પીવાથી અતિસારમાં રાહત મળે છે.
સંતરા અથવા મોસંબીનો રસ , દાડમ નો રસ અને હિંગ ત્રણેય મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. એકદમ ઢીલી રબડી જેવી ખીચડી અને મસૂરની દાળનું પાણી ખોરાકમાં સામેલ કરવાથી અતિસાર માં રાહત મળે છે આ સમસ્યા દરમિયાન તમારે દૂધનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.
એક ચમચી ખાંડ અને અડધી ચમચી જીરાનું ચૂર્ણ બનાવી તેમાં થોડી હિંગ નાખીને છાશ અથવા પાણી સાથે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
એક ચમચી શેકેલી હિંગ માં થોડું અફીણ , ખડી સાકરનો પાવડર મિક્સ કરીને રોગીને આપવાથી સારું પરિણામ મળે છે અને અતિસારમાં રાહત મળે છે.

અજીર્ણ ની સમસ્યામાં હિંગ નો ઉપયોગ

આ રોગ દરમ્યાન વ્યક્તિને ભૂખ લાગતી નથી , ખાટા ઓડકાર આવે છે , પેટ ભારે લાગે છે , છાતીમાં બળતરા થાય છે , હૃદયના ધબકારા વધી જાય છે , માથું ભારે લાગે છે , કોઈ પણ ખાવા પીવાની ઈચ્છા થતી નથી. જો રોગ લાંબો સમય સુધી રહે તો તેને લીધે પેટમાં ગેસ થાય છે , આ રોગ વધારે પડતા ખાટા પદાર્થોનું સેવન કરવાથી , મહેનત ન કરવાથી , ચરબીવાળો ખોરાક લેવાથી , અને પરિશ્રમ ન કરવાથી જોવા મળે છે. જો તમે આ રોગનું તાત્કાલિક ઉપચાર કરતા નથી તો તેને લીધે તમારું શરીર નબળું પડી જાય છે તેના માટે નીચેના ઉપચાર અથવા ઉપાયો કરવા જોઈએ.
લીંડી પીપર , હિંગ , સૂંઢ , લાલ તીખું મરચું , સિંધવ મીઠું , બધાને સરખા ભાગે મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી ભોજન પહેલા અડધી ચમચી આ ચૂર્ણનું સેવન કરવું તેનાથી અજીર્ણ ની સમસ્યા દૂર થઈ જાય છે.
ત્રણ ગ્રામ શેકેલી હિંગ , અને બે ચમચી સિંધવ મીઠું ખાંડી તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ભોજન કર્યા બાદ અડધી ચમચી લેવાથી રાહત મળે છે.
બે ચમચી હિંગ ને ઘી માં શેકીને , ત્રણ ગ્રામ સંચળ , પાંચ ગ્રામ હરડે , પાંચ ગ્રામ અજમો , ભેગા કરી તેને બારીક રીતે પીસીને ચૂર્ણ બનાવી લો. ભોજન પછી અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી રાહત મળે છે.
અજમો , લીંડીપીંપર , હરડે , સૂંઢ , જીરુ , આ બધાને બે બે ચમચી અને બે ચમચી હિંગ ભેગા કરીને બરાબર રીતે ખાંડીને ચૂર્ણ બનાવી લેવું. તેમાંથી દરરોજ સવારે અને સાંજે અડધી ચમચી ચૂર્ણ  નું સેવન કરવાથી આ સમસ્યામાં અદભુત ફાયદો થાય છે.

સંગ્રહણી માં હિંગ નો ઉપયોગ

આ સમસ્યામાં જે ખોરાકનું પાચન ન થયું હોય તે મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે જેને લીધે પુષ્કળ પ્રમાણમાં ઝાડા થાય છે , પેટમાં દુખાવો થવો , પેટમાં આફરો આવવો , પેટમાં ગુડ – ગુડ અવાજ આવવો માંદગી અને અપચા ના લક્ષણ જોવા મળે છે નાના બાળકોમાં આ રોગ થવાનું કારણ માતાના દૂધની ખરાબી હોય છે આ રોગમાં અતિશય ઝાડા થાય છે જેના માટે નીચેના ઉપાયો કરવા
10 ગ્રામ આમળાનું ચૂર્ણ , 2 ગ્રામ સંચળ અને 2 ગ્રામ હિંગ બરાબર રીતે મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવવું. સવારે અને સાંજે એક ચમચી ચૂર્ણ છાશ અથવા પાણી સાથે લેવાથી તેમાં રાહત મળે છે.
10 ગ્રામ સફેદ રાળ , 2 ગ્રામ હિંગ અને 15 ગ્રામ દેશી ખાંડ નું ચૂર્ણ બનાવી લેવું. સવારે અને સાંજે પાણી સાથે એક ચમચી ચૂર્ણ લેવાથી રાહત મળે છે.
3 ગ્રામ શેકેલી હિંગ , 100 ગ્રામ પઠાણી લોટ , બંનેને બરાબર રીતે ખાંડીને તેનું ચૂર્ણ બનાવી લેવું. દિવસમાં ત્રણ વાર 3 – 3 ગ્રામ ચૂર્ણ મઠા એટલે કે દહીં સાથે લેવાથી ફાયદો થાય છે.

એસીડીટી ( અમ્લપિત્ત ) માં હિંગ ના ફાયદા

આ સમસ્યામાં આપણે જાણીએ છીએ કે પુષ્કળ પ્રમાણમાં છાતીમાં બળતરા થઈ છે , ખોરાક પ્રત્યે અરુચિ જોવા મળે છે , પેટ માં દુખાવો થાય છે , ખાટા ઓડકાર આવે છે , ઉલટી થાય છે , મોઢાનો સ્વાદ બગડી જાય છે , માથામાં સતત દુખાવો થાય છે , આ પરિસ્થિતિ મસાલેદાર ખોરાકનું સેવન કરવાથી , ચરબીવાળો ખોરાક લેવાથી , અને તેનું પાચન ન થવાથી અથવા તો જે ખોરાક લીધો છે તેનું પાચન સારી રીતે ન થતા , દાંત ખરાબ હોય તેને લીધે ખોરાકને સરખી રીતના ચાવીને ન ખાવાથી એસીડીટી ની સમસ્યા દૂર કરવા માટે અને તેમાં રાહત મેળવવા માટે હિંગ નો ઉપયોગ તમે નીચે મુજબ કરી શકો છો.
મોસંબી ના રસમાં અથવા લીંબુમાં અડધી ચમચી શેકેલું જીરું નો પાવડર , એક ચમચી સિંધવ મીઠું અને એક ચમચી હિંગ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે આ સમસ્યામાં તમારે ધૂમ્રપાન , તંબાકુ , માંસ અને મસાલા નું સેવન બંધ કરવું પડે છે.
સૂંઠ , હરડે , બહેડા , કાળા મરી , લીંડી પીપર , આમળા , વાવડીંગ નું ચૂર્ણ , નાગરમોથ , એલચી અને તેજ પત્તા આ બધું 10 ગ્રામ લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ના ચોથા ભાગ જેટલું હિંગ નાખવું . અને સાદા પાણી સાથે કે નાળિયેર પાણી સાથે ભોજન બાદ અડધી ચમચી ચૂર્ણનું સેવન કરવાથી એસિડિટીમાં તરત જ રાહત મળે છે.

કબજિયાતની સમસ્યામાં હિંગ ના ફાયદા

આ સમસ્યામાં મળ નો નિકાલ થતો નથી અથવા કઠામણ થઈ જાય છે , જેને લીધે મળ રોકાઇને આવે છે , ભૂખ લાગતી નથી , પેટ ભરેલું લાગે છે , આંતરડામાં સૂકાપણું આવે છે અને ગરબડ થવાથી આ રોગ જોવા મળે છે. આ રોગમાં આળસ જોવા મળે છે , ઊંઘ વધારે આવે છે , કમરમાં દુખાવો થાય છે , માથું દુખે છે , વધારે ભોજન લેવાથી અથવા અતિશય ઓછો ખોરાક લેવાથી , વધારે રાત્રે ઉજાગરા કરવાથી , શારીરિક કસરત ન કરવાથી , શરીરની દૂરબળતા થી માફક પદાર્થોનું સેવન કરવાથી ચા, કોફી વગેરે વધારે પ્રમાણમાં લેવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે તેના માટે તમારે નીચેના ઉપાયો નો ઉપયોગ કરવો જોઈએ.
આ સમસ્યા દૂર કરવા માટે નાની હરડે , સૂંઢ , લીંડીપીંપર અને સંચળ 50 –50 ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. તેમાં પાંચ ગ્રામ શેકેલી હીરા હિંગ નું ચૂર્ણ મિક્સ કરીને સવારે અને સાંજે અડધી ચમચી ગરમ પાણી સાથે પીવાથી રાહત મળે છે.
50 ગ્રામ શુદ્ધ ગંધક , 50 ગ્રામ જેઠીમધ , 150 ગ્રામ સનાય , 150 ગ્રામ સાકર , અને પાંચ ગ્રામ હિંગ નો પાવડર , મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું. ભોજન કર્યા બાદ અડધી ચમચી જેટલું સેવન કરવાથી ફાયદો થાય છે.
વરીયાળી , સૂંઢ , સનાય , સિંધવ મીઠું , નાની હરડે આ દરેક વસ્તુઓને પાંચ પાંચ ગ્રામ લઇને બે ચમચી શુદ્ધ હીરા હિંગ ને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું. દરરોજ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે આ ચૂર્ણ પીવાથી તમને જો વારંવાર ખૂબ જ સમસ્યા થતી હોય તો તેમાં રાહત મળે છે.

ઉલટી ની સમસ્યામાં હિંગ ખાવાના ફાયદા

ઘણા વ્યક્તિઓના વારંવાર ઉલટી થાય છે જેને લીધે બેચેની લાગે છે , ગભરામણ થાય છે , જે ખોરાક ગ્રહણ કર્યો હોય તે ટકતો નથી , પેટમાં સખત દુખાવો થાય છે , ઉલટી થવાની સમસ્યાના કારણોમાં વધારે પડતું ખાવાથી , પેટમાં કબજિયાતની સમસ્યા થવાથી , જઠરમાં ચીરા અથવા ઘાવ પડવાથી , કોલેરા નો રોગ થવાથી , પેટમાં કૃમિઓ થવાથી , જેને લીધે ઉલટી અને અજીર્ણ જેવી સમસ્યાઓ થાય છે તમે આ સમસ્યામાં હિંગ નો ઉપયોગ નીચે પ્રમાણે કરી શકો છો.
થોડીક હિંગ અને હળદર નો પાવડર પાણી સાથે મિક્સ કરીને પીવાથી ઉલટી માં ફાયદો થાય છે.
મોટી એલચી 2 નંગ ના દાણા અને થોડીક હિંગ મિક્સ કરીને પીસીને તેનું ચૂર્ણ બનાવીને , મધ સાથે ચાટવાથી ઉલટી ની સમસ્યામાં ફાયદો થાય છે.
થોડીક હિંગને ડુંગળીના રસમાં મિક્સ કરીને વારંવાર ચાટવાથી પણ ઉલટી માં રાહત મળે છે.
દાડમના સુકાવેલા દાણા પાણીમાં પલાળીને તે પાણીમાં એક ચમચી હિંગ મિક્સ કરીને દાણા સાથે પાણી પીવાથી ઉલટી માં રાહત મળે છે.

પેટમાં કૃમિની સમસ્યા દૂર કરવામાં હિંગ ખાવાના ફાયદા

પેટમાં કૃમિ થવાથી દુખાવો થતો હોય છે. ગુદામાં ચળ આવે છે ભૂખ વધારે લાગે છે. ચીડીયાપણું જોવા મળે છે બાળકોને ઊંઘમાં પેશાબ થવાની સમસ્યા થાય છે આ રોગમાં પેટની અંદર કીડા અથવા કૃમિ થાય છે આ કૃમિ ખોરાકને ચૂસી લે છે અને જ્યારે ખોરાક પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે આંતરડા અને પેટમાં ચટકા ભરવા લાગે છે જેથી બાળકોને સખત પીડા થાય છે અને પોષણ ન મળવાથી તેમનો વિકાસ ગ્રો થતો નથી. તેના ઉપચાર તરીકે તમે હિંગ નો ઉપયોગ કરી શકો છો.

યકૃત નું ફૂલી જવું – hing | હિંગ 

આ સમસ્યામાં પેટની જમણી બાજુ દુખાવો થાય છે તથા ખૂબ જ વેદના થાય છે અને આંખો આવી જાય છે આફરો ચડે છે મોઢાનો સ્વાદ બગડી જાય છે અને તીખો થઈ જાય છે જીભ ઉપર છારી જોવા મળે છે તાવ આવે છે શરીરમાં અશક્તિ આવી જાય છે અતિશય મસાલા વાળો અને તીખો ખોરાક લેવાથી તરત જ પીત્ત ની સમસ્યા થઈ જાય છે અતિશય પ્રમાણમાં ધુમ્રપાન અને દારૂનું સેવન કરવાથી આ રોગ થાય છે તેના માટે તમારે નીચેના પ્રયોગ કરવા જોઈએ જેનાથી રાહત મળે છે.
ડુંગળીને થોડીક પીસીને તેનો રસ કાઢીને તેમાં એક ચમચી હિંગ ઉમેરીને દર્દીને આપવાથી રાહત મળે છે.
કારેલાના રસમાં , થોડું મીઠું , થોડીક વાટેલી રાય અને બે ચમચી હિંગ મિક્સ કરીને દર્દીને આપવાથી ફાયદો થાય છે.
2 ગ્રામ હિંગ 5 ગ્રામ નૌસાદર અને 50 ગ્રામ જેવા દાડમના સૂકા પાન આ ત્રણેયનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી લીવરની સમસ્યામાં રાહત મળે છે.

મોટા આંતરડાનો દુખાવો – હિંગ નું પાણી 

આ દર્દને કોલાઇટીસ તરીકે ઓળખવામાં આવે છે આંતરડામાં કોલોન નામના ભાગમાં પાક થઈ જાય છે કોલાઈટીસમાં આંતરડાના ભાગમાંથી નાના ચામડી ના ટુકડા જેવો પદાર્થ જોવા મળે છે જેના લક્ષણોમાં શરીરનું તાપમાન વધી જાય છે , ઝાડા થઈ જાય છે અને ઘણી વખત ઝાડામાં લોહી આવે છે , પેટમાં દુખાવો થાય છે , ઘણી વખત તાવ 100 ડિગ્રી ઉપર જોવા મળે છે , શરીરમાં અશક્તિ આવી જાય છે. આ રોગ થવાનું કારણ લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા , અતિશય ચડ – ઉતર કરતો તાવ , ક્ષય રોગ થવાથી , ટાઈફોઈડ રોગ થવાથી , આ રોગ અચાનક થઈ શકે છે જેને લીધે પેટની અવસ્થા બગળવા લાગે છે તેના માટે નીચેના ઉપાયો કરવા જોઈએ.
પ્રથમ ટાઇફોઈડ મટાડવા માટે તમારે દવા કરવી જોઈએ. સવારે બ્રશ કરતા પહેલા એક ચમચી હિંગ પાણી સાથે પીવાથી તેમાં રાહત મળે છે.
ટરપેન્ટાઇન તેલ અને સરસવના તેલ બંનેને મિક્સ કરીને બરાબર ગરમ કરી અને પેટ ઉપર માલિશ કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
પેટ ઉપર શેક કર્યા બાદ 2 ગ્રામ હિંગ , 10 ગ્રામ અજમો , 5 ગ્રામ જીરૂ , 10 ગ્રામ ધાણાનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ દરરોજ સવારે અને સાંજે એક ચમચી ગરમ પાણી સાથે આપવાથી આંતરડાના દુખાવામાં રાહત મળે છે.

આફરો ચડવો – હિંગ નું પાણી પીવાના ફાયદા

પેટમાં ગેસ થવાથી પેટ ફૂલી જાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે,  પેટના ઉપરના સ્નાયુઓ ખેંચાય છે,  કબજિયાતની સમસ્યા થાય છે,  માથામાં દુખાવો થાય છે,  અતિસાર,  માંદગી અને અજીર્ણ થવાથી પેટમાં વાયુ ભરાઈ જવાથી આફરો આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નીચે મુજબના પ્રયોગો કરવા જોઈએ.
હીરા હીંગને પાણીમાં ઘસી ગરમ પાણી સાથે મિક્સ કરીને પેટ ઉપર માલિશ કરવાથી રાહત મળે છે.
એક ચમચી શેકેલી હિંગ , તેનાથી ચોથા ભાગનો એલચી નો ભૂકો લીંબુના પાણીમાં નાખીને પીવાથી ફાયદો થાય છે.
2 ગ્રામ રાઈને અને 1 ગ્રામ હિંગ ગરમ પાણી સાથે પીવાથી ગેસ છૂટો પડી જાય છે અને આફરા માં ફાયદો થાય છે.
વરીયાળી,  સુંઢ,  સિંધવ મીઠું અને  નાની હરડે આ બધું 10 – 10 ગ્રામ લઈ તેમાં 3 ગ્રામ હિંગ નો ભુકો નાખી બરાબર મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ને સવારે અને સાંજે ગરમ પાણી સાથે એક ચમચી પીવાથી રાહત મળે છે.

હિંગ ના નુકસાન | હિંગ ના ગેરફાયદા | હિંગ ખાવા ના નુકસાન | Disadvantages of Asafoetida

હિંગ એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઔષધી છે પરંતુ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તેનું વધારે સેવન કરવાથી કાંઈ નુકસાન થઈ શકે છે કે નહીં.
જો તમે હિંગ નો ઉપયોગ ઘણા પ્રયોગમાં કરો છો અને તમારી પાસે જાણકારી ઓછી હોય તો તેને લીધે એ ઘણા નુકસાન કરી શકે છે.
જો તમે હિંગનું વધારે પડતું સેવન કરો છો તો તેને લીધે મોઢામાં સોજો આવવાની શક્યતા બની જાય છે.
જો હિંગ નો વધારે પડતો ઉપયોગ થયો હોય તો તેને લીધે હોઠ પણ સોજી જાય છે.
હિંગનું સેવન વધારે કરવાથી પેટને લગતી સમસ્યા અને ઝાડા ની સમસ્યા થઈ શકે છે.
જો તમે હિંગ નો ઉપયોગ ચહેરાને લગતી સમસ્યામાં કરો છો તો તેની જાણકારી તમારી પાસે પૂરેપૂરી હોવી જોઈએ. નહિતર ચહેરાની હાલત બગડી શકે છે.
તેવી જ રીતે ઘણા વ્યક્તિઓને માથાના દુખાવાની સમસ્યા હોય છે તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હિંગ નો વધારે ઉપયોગ ન થાય નહિતર દુખાવો વધી શકે છે. – hing na nukshan 
હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર વાળી વ્યક્તિઓએ હિંગનું સેવન ઓછું કરવું જોઈએ.
ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ હિંગ નું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેને લીધે લોહીનો બગાડ થવાની શક્યતા ઉત્પન્ન થઈ શકે છે.

હિંગ ને સંબંધીત લોકોને મૂંઝવતા પ્રશ્નો

હિંગ ને અંગ્રેજીમાં શું કહેવાય છે ? | હિંગ in english | હિંગ meaning in english 
હિંગ ને અંગ્રેજીમાં Asafoetida કહેવાય છે.
હિંગનું સેવન કેવી રીતે કરવું જોઈએ ?
ઉધરસ ની સમસ્યામાં હિંગનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે મધ અને આદુનો રસ તથા તેમાં એક ચમચી હિંગ મિક્સ કરીને ચાટવાથી ઉધરસ ની સમસ્યામાં રાહત થાય છે અને બીજી ઘણી સમસ્યામાં પણ ફાયદો થાય છે જે આપણે ઉપરના આર્ટીકલ માં દર્શાવ્યું છે.
હિંગ નું પાણી પીવાના શું ફાયદા છે ?
એક ચમચી હિંગ ગરમ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યા અને સ્થૂળતા માં ફાયદો થાય છે.
હિંગ શેમાંથી બને | હિંગ બનાવવાની રીત | હિંગ કેવી રીતે બને 
હિંગ ના વૃક્ષ ઇરાન અને અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવે છે ત્યાં હિંગ ના ઝાડ ઉપર ચીરા પાડીને જે રસ નીકળે છે તેને સુકવીને હિંગ બનાવવામાં આવે છે.
શું ઉધરસ ની સમસ્યામાં બાળકોને હિંગ આપી શકાય ?
હા, ઉધરસ ની સમસ્યામાં એક ચમચી હિંગને ગરમ પાણી સાથે મિક્સ કરીને આપવાથી ઉધરસમાં રાહત મળે છે.
બાળકોને ગેસ થયો હોય ત્યારે શું કરવું જોઈએ ?
બાળકોને ગેસની સમસ્યા થઈ હોય ત્યારે એક ચમચી હિંગને થોડાક પાણીમાં મિક્સ કરીને બાળકની ડુંટી ની આસપાસ ભરવાથી ગેસ છૂટો પડી જાય છે.
ન્યુમોનિયા ના રોગમાં હિંગનું સેવન કઈ રીતે કરવું ?
તુલસીના પાન મરી હિંગ અને પીપળાના પાનને પીસીને તેનું મધ સાથે સેવન કરવાથી ન્યુમોનિયા ના રોગમાં ફાયદો થાય છે.
Conclusion :- અમને આશા છે કે અમારા દ્વારા જણાવેલી માહિતી હિંગ ના ફાયદા, હિંગ ખાવાના ફાયદા, હિંગ નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં, હિંગ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, હિંગ ના ચૂર્ણના પ્રકાર, હિંગ ના ચૂર્ણ,  હિંગ ના પ્રકાર,  હિંગ નો ઉપયોગ પેટને લગતી સમસ્યાઓમાં,  હિંગ ના ઉપયોગો, હિંગ નું પાણી પીવાના ફાયદા,  હિંગ ના નુકસાન,  hing na fayda, hing no upyog gharelu upchar ma, benefits of hing in Gujarati, Health tips for Asafoetida in Gujarati, home remedies uses of hing, hing nu pani pivana fayda, hing khavana fayda, hing no upyog. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને તમારો અભિપ્રાય અચૂક જણાવો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

Leave a Comment