Amda :- આમળા ના ફાયદા | આમળા નો ઉપયોગ | આમળાના ઘરેલુ ઉપચારો | Amda na fayda | amda no upyog

આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે આમળાનું સેવન શરીર માટે કેટલું ફાયદાકારક છે આમળા ખાવાના ફાયદા, આમળા નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવાની રીત, આમળાના નુસખા, આમળાના ફાયદા – Amda Na Fayda, Amda no upyog, Amla na fayda in Gujarati, benefits of Indian gooseberry details in Gujarati, health benefits of amda. તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી પોસ્ટમાં જોડાયેલા રહેજો.

આમળા |Amda વિશે માહિતી |Indian gooseberry details in Gujarati

ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળા નું સૌથી શ્રેષ્ઠ ઔષધ એ આમળા છે આમળા એ આપણા શરીરના દરેક અંગ માટે ખૂબ જ ફાયદાકારક છે તથા ત્વચા ને લગતી સમસ્યા હોય કે વાળને લગતી સમસ્યા દરેક સમસ્યાઓનો ઈલાજ આમળા જ છે આપણે આમળા લીલા, સૂકા, તેના જ્યુસ તરીકે, તેનું ચૂર્ણ તરીકે સેવન કરી શકીએ છીએ.
આપણે આમળાની ઘણી વાનગીઓ બનાવી શકીએ છીએ જેમ કે આમળાનું અથાણું, આમળાની ચટણી, આમળાનું શાક વગેરેનું સેવન કરવાથી પણ તેના ગુણોનો લાભ ઉઠાવી શકીએ છીએ આમળામાં સૌથી વધારે સ્ત્રોત વિટામિન સી નો આવેલો હોય છે તેની સાથે સાથે બીજા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ આવેલા હોય છે. – આમળા ના ફાયદા ગુજરાતીમાં
આમળાને આયુર્વેદિક ગ્રંથોમાં અમૃત ફળ તરીકે ઓળખવામાં આવે છે ઝાડ અને છોડમાં થી જે ઔષધી બને છે તેને કાષ્ટોષધી તરીકે ઓળખવામાં આવે છે અને ધાતુઓને ખનીજ માંથી બનતી ઔષધીને રસોષધી તરીકે ઓળખવામાં આવે છે.
આમળાનો ઉપયોગ ઘણી જગ્યાએ રસાયણો બનાવવામાં પણ કરવામાં આવે છે ચરક સંહિતા ગ્રંથમાં આમળાનો ઉપયોગ તાવ મટાડવા માટે કરવામાં આવતો તથા ઉધરસ અને સફેદ ડાઘ વગેરે જેવી સમસ્યામાં પણ આમળાનો ઉપયોગ કરવામાં આવતો હતો. – Amda na fayda in Gujarati 
તો ચાલો મિત્રો જાણીએ આમળાના વિવિધ ઉપયોગો અને તેના ઓછા એવા નુકસાન

વાળ માટે શ્રેષ્ઠ છે | આમળાના ફાયદા | Indian gooseberry benefits in Gujarati 

જે લોકોના વાળ સફેદ થઈ ગયા હોય તેવા વ્યક્તિઓએ લોહ ભસ્મ, આમળાનું ચૂર્ણ અને જાસૂદના ફૂલને એક સાથે પીસીને વાળ ધોતા પહેલા લગાવી લો પછી તેને પાણી વડે ધોઈ નાખો. આમ કરવાથી આ સમસ્યા દૂર થઈ જશે અને વાળ સફેદ થતાં અટકાશે.

વાળને મુલાયમ ઘાટા અને લાંબા બનાવવા માટે આમળા, અરીઠા અને શિકાકાઈ ને મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી લો. હવે આ  ઉકાળાને વાળમાં લગાવો થોડીવાર સુકાઈ જાય એટલે તેને પાણી વડે ધોઈ નાખવાથી વાળમાં નિખાર આવશે.

 

માથાના વાળના મૂળને મજબૂત બનાવવા માટે આમળા અને આંબાની ગોટલીને પીસીને માથાના મૂળમાં લગાવવાથી તે મજબૂત બને છે અને વાળ સફેદ થતાં અટકાવે છે. – Vad mate amla na fayda.

30 ગ્રામ આમળા 10 ગ્રામ બહેડા 50 ગ્રામ આંબાની ગોટલી અને થોડું ભસ્મ લઈને તેને આખી રાત પલાળી રાખવું સવારે તેનો લેપ બનાવીને વાળમાં લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે અને વાળ મુલાયમ બને છે.

તે નાકમાંથી લોહી નીકળતું બંધ કરે છે – આમળા ખાવાના ફાયદા

જો કોઈ વ્યક્તિને ઉનાળામાં નસકોરી ફૂટી હોય અને નાકમાંથી લોહી નીકળતું હોય તો તેવા વ્યક્તિઓએ આમળાનો ઉપયોગ કરવો જોઈએ તેના માટે આમળા, જાંબુ અને આંબાની કાંજી સાથે પીસી લો. અને તેનો લેપ કપાળ ઉપર કરવાથી નસકોરી ફૂટવાની સમસ્યા દૂર થઈ જાય છે જેને લીધે નાકમાંથી લોહી નીકળતું નથી.– Health tips for Indian gooseberry in Gujarati.

ગળાની ખીચ ખીચ દૂર કરવા માટે | આમળા નો ઉપયોગ

આપણે ખબર છે કે ઋતુ બદલાતા ઘણી નવી સમસ્યાઓ ઉભી થાય છે જેમકે ઉધરસ, ગળા માં ઘસારો અને ખરાશ વગેરે જેવી સમસ્યા થાય છે તેના માટે આમળા, હળદર, અજમો, યવક્ષાર, અને ચિત્રકને સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો તેમાંથી થોડું ચૂર્ણ મધ સાથે અથવા તો ઘી સાથે ચાટવાથી ગળાનો ઘસારો દૂર થઈ જાય છે તથા ગળાની ખીચ ખીચ દૂર થઈ જાય છે. – amla na fayda gujarati ma


હેડકી બંધ કરવા આમળાનો ઉપયોગ

ઘણી વખત હિચકી આવવાની સમસ્યા વધી જાય છે તેના માટે આમળા, પીપળી મૂળ અને સૂંઢને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણમાં 10 ગ્રામ ખાંડ, મિક્સ કરીને તેમાં થોડું મધ નાખીને તેની પેસ્ટ બનાવી લો તેમાંથી થોડી થોડી વારે તેને ચાટવાથી હેડકી અને અસ્થમા જેવી બીમારીઓમાં ઘણો ફાયદો થાય છે.

ઉલટી ની સમસ્યામાં રાહત | આમળા નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં

જે લોકોને ઉલટી બંધ ન થતી હોય તેવા વ્યક્તિઓએ આમળાના રસમાં થોડી ખાંડ અથવા સાકર નાખીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે અથવા તો આમળાનું ચૂર્ણ ને પાણી સાથે પીવાથી પણ ઉલટી ની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

એસીડીટી ની સમસ્યામાં | આમળા ના ઘરગથ્થુ ઉપચાર 

જે લોકોને એસીડીટી ની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિઓએ આમળાનું સેવન કરવું જોઈએ તેના માટે આમળાના બીજ લઈને તેને પાણીમાં પલાળી લો આખી રાત પલળવા દેવા, સવારે તેનું સેવન ગાયના દૂધ સાથે કરવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે. – amda no upyog gharelu upchar ma 

સંગ્રહણી રોગમાં ફાયદો

આ રોગમાં સૌથી વધારે સમસ્યા ઝાડાની રહે છે તેના માટે આમળાના પાંદડા અને મેથીના દાણા ને પીસીને તેનો ઉકાળો બનાવી લો તેના માટે દિવસમાં બેથી ત્રણ વાર આ ઉકાળો પીવાથી આ રોગમાં ઘણો ફાયદો થાય છે.

કબજિયાતની સમસ્યામાં આમળાનો ઉપયોગ

આજકાલ કબજિયાતની સમસ્યા નાના બાળકોથી લઇ મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધારે જોવા મળી રહી છે તેનું કારણ આપણા ખાવા પીવાના શોખ અને લાઈફ સ્ટાઈલ છે તેના માટે થોડું  ત્રિફળા ચૂર્ણને નવશેકા પાણી સાથે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

નસ ની કમજોરી દૂર કરવા માટે | આમળાના ફાયદા

આમળાનો ઉપયોગ નસ ની કમજોરી દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે આમળામાં અનેક રસાયણોનો ગુણ રહેલો છે આ ગુણ નસમાં થતા પરિવર્તન એટલે કે ડીઝેનરેટીશન ને નિયંત્રિત કરવામાં ફાયદારૂપ બને છે.

હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ

આમળાનું સેવન કરવાથી આપણું હૃદય હંમેશા સ્વસ્થ રહે છે કારણ કે આપણે આમળાનું સેવન કરીએ છીએ જેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે આમળામાં રહેલું વિટામીન સી રક્તવાહિનીઓને સંકોચિત થવામાં અટકાયત કરે છે અને લોહીને જાડું થતું અટકાવે છે.

દાંત માટે ફાયદાકારક

આમળાનું ફળ અને પાંદડા બંને આપણા દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે આમળાના પાનનો ઉપયોગ દાંતની સુરક્ષા માટે કરવામાં આવે છે અને તેના ફળ એટલે કે આમળાને પેઢા ને મજબૂત બનાવવા અને સ્વાસ્થ્ય રાખવામાં મદદરૂપ બને છે.

તાવમાં આમળાનો ઉપયોગ

તાવમાં આમળાનો ઉપયોગ માટે હરડે, આમળા, તુલસી બહેડા અને ફાલસા આ બધું મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી લો આ ઉકાળાને 10 મિલી ની માત્રામાં પીવો. આનાથી કફ અને તાવ ની સમસ્યા મટી જશે. – Amla health benefits in Gujarati 

ત્વચા ને લગતા રોગમાં આમળા નો ફાયદો

આમળા અને લીમડાના પાન અને ઘી સાથે મિક્સ કરીને ખાવાથી ફોડકીઓ, વાગેલા ઘા, પીત્તની સમસ્યા, ખંજવાળ વગેરે જેવી ત્વચા ને લગતી બીમારીઓ દૂર કરવા માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. – Amda na fayda.

ખંજવાળ માં રાહત આપે છે આમળા

આમળાના ઠળિયાને બાળીને તેની રાખ બનાવીને તેમાં નારીયલ તેલ મિક્સ કરી લો. જ્યાં ખંજવાળ આવતી હોય તેવી જગ્યાએ તેને લગાવવાથી ત્યાં રાહત મળે છે.

આમળા ના ફાયદા સફેદ ડાઘ અને કોઢ માં | આમળા ના નુસખા 

આમળા અને લીમડાના પાન અને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લો. ત્યારબાદ દરરોજ આ ચૂર્ણ માં થોડું મધ મિક્સ કરીને કોઢ વારી જગ્યાએ લગાવવાથી તે ધીમે ધીમે દૂર થઈ જાય છે. – Amda no upyog 

સંધિવા અને ગઠીયા વા માં આમળા નો ઉપયોગ

સંધિવાની સમસ્યામાં પગમાં બહુ જ દુખાવો થતો હોય છે અથવા તો સાંધામાં સોજો આવી જાય છે તેના માટે 20 ગ્રામ આમળા અને તેટલો જ ગોળ લઈને, અડધા લિટર પાણીમાં તેને ઉકાળો જ્યારે પાણી તેનાથી અડધું બચે ત્યારે તેને ઉકાળો ત્યારબાદ તેને ગાળીને સવાર સાંજ પીવાથી આ સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે આ પાણી દુખાવાની સમસ્યામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક – આમળા 

આજકાલ એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે ઘણા બાળકોને નાની ઉંમરથી જ ડાયાબિટીસની સમસ્યા જોવા મળે છે તેના માટે આમળા એ ખૂબ જ ફાયદાકારક છે જેમાં આમળા, હરડે, બહેડા, નાગરમોથ આ બધું સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લો સવાર સાંજ 10 થી 20 મીલી માત્રા પાણીમાં તેનું ચૂર્ણ નાખીને તેનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો મળે છે.

કમળા ના રોગમાં – આમળાનો ઉપયોગ | Amda no upyog 

કમળો એ લીવરને લગતો રોગ છે તેના માટે આમળાની ચટણી બનાવીને તેમાં થોડું મધ નાખીને તેનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.
આમળા નું ચૂર્ણ લોહ ભસ્મ બંનેને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી એનીમિયા અને કમળાની સમસ્યા દૂર થઈ જાય છે. 

હરસ અને મસા ની સમસ્યામાં

ઘણી વખત હરસ થવાની શક્યતા કબજિયાતને લીધે વધી જાય છે તેના માટે આમળાનું સેવન ખૂબ જ લાભદાયક નીવડે છે આમળાનો જ્યુસ પીવાથી હરસ અને મસામાં ઘણો ફાયદો થાય છે.
પહેલા આમળાને એકદમ સારી રીતે પીસીને કોઈપણ વાસણની અંદર ની બાજુ તેનો લેપ કરી લો આ વાસણમાં થોડી છાશ નાખીને તેનું સેવન કરવાથી હરસમાં રાહત મળે છે અને ફાયદો થાય છે.
જે લોકોને હરસ થવાથી લોહી પડતું હોય તેવા વ્યક્તિઓએ આમળાના ચૂર્ણને દહીંની મલાઈ સાથે ખાવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે. – Indian gooseberry benefits in Gujarati .

ઝાડા ની સમસ્યા રોકે છે

આ સમસ્યા માટે ૧૦ થી ૧૨ ગ્રામ આમળાના પાનને પીસીને છાશ વડે દરરોજ તેનું સેવન કરવાથી ઝાડા ની સમસ્યામાં ઘણો ફાયદો મળે છે.

અપચાની સમસ્યામાં ફાયદાકારક

ઘણી વખત વધારે ખોરાક લેવાથી અથવા તો મસાલેદાર ખોરાક ખાવાથી અપાચાની સમસ્યા થાય છે તેના માટે આમળાને બાફીને તેમાં સ્વાદ અનુસાર મરી, સૂંઢ, સિંધવ મીઠું, જીરું અને હિંગ મિક્સ કરી લો ત્યારબાદ તેને સુકવીને તેનું સેવન કરવું જેનાથી અપચાની સમસ્યા દૂર થઈ જાય છે.

આમળાનો ઉપયોગ આહારમાં કેવી રીતે કરવો

આમળાનો ઉપયોગ તમે બજારમાં મળતી ઘણી બધી વાનગીઓનું સેવન કરીને કરી શકો છો.
તેના માટે આમળાનો જામ આમળાનો મુરબ્બો, અથવા આમળાનો મુરબ્બો, આમળા નું અથાણું નું તમે સેવન કરી શકો છો.
તમે આમળાની ચટણી ઘરે બનાવીને તેને સેવન કરી શકો છો
જો તમને મસાલેદાર વાનગીઓ પસંદ હોય તો તેમાં થોડું મીઠું મરચું નાખીને આમળાનું સેવન કરી શકો છો.
અથવા તો આમળાના નાના નાના ટુકડા કરી તેને બાફીને તેમાં સંચર નાખી સુકવીને તેનો મુખવાસ તરીકે તમે ઉપયોગ કરી શકો છો.

આમળાના નુકસાન | આમળા થી થતા નુકસાન

આમળાનું સેવન ક્યારેય આદુ સાથે કરવું જોઈએ નહીં કારણ કે તેનું સેવન કરવાથી લીવર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે આમળાનું સેવન વધારે માત્રામાં કરો છો તો તેનાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. – Amda na nukshan 
જે લોકો હાઇપર ટેન્શન અને કિડનીની સમસ્યાથી પીડાતા હોય તેવા વ્યક્તિઓએ આમળાનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે આમળામાં સોડિયમની માત્રા હોવાથી તે વધી જાય છે જેનાથી કિડનીને નુકસાન પહોંચે છે. –  effect of Indian gooseberry in Gujarati.

આપણે જાણીએ છીએ કે આમળામાં વિટામીન સી નો સારો સ્ત્રોત આવેલો હોય છે માટે તેનું વધારે સેવન કરવાથી પેશાબમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

આમળાને સંબંધીત લોકોને મૂંઝવતા પ્રશ્નો

આમળાને અંગ્રેજીમાં શું કહેવાય છે | આમળા ને English માં શું કહેવાય છે ?
આમળાને અંગ્રેજીમાં Indian gooseberry કહેવાય છે.
આમળાની તાસીર કેવી હોય છે ?
આમળાની ઠંડી તાસીર હોય છે.
એક દિવસમાં કેટલા આમળાનું સેવન કરવું જોઈએ ?
જો તમે સવારે ભૂખ્યા પેટે આમળાનું સેવન કરો છો તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે દરરોજ આમળાનું સેવન 1 થી 2 નું કરવું જોઈએ.
આમળા ખાવાથી કયા કયા ફાયદા થાય છે ?
આમળાનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે, ખીલની સમસ્યા દૂર થાય છે, દાંત મજબૂત બનાવે છે, અને ત્વચા ને લગતા રોગોને દૂર કરે છે.
આમળાની જ્યુસ ક્યારે પીવું જોઈએ ?
દરરોજ બને તો 10 મિલી આમળાનું જ્યુસ પીવું જોઈએ અથવા તો વધારામાં વધારે 20 મીલી તેનાથી વધારે તેનું જ્યુસ પીવું જોઈએ નહીં.
આમળાનું જ્યુસ પીવાથી કેવા પ્રકારના ફાયદા થાય છે ?
આમળાનું જ્યુસ એ વિટામિન થી ભરપૂર હોય છે જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી આમળા ના ફાયદા, આમળા ખાવાના ફાયદા અને નુકસાન, આમળા નો ઉપયોગ, આમળાનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવાની રીત, આમળાના ઘરગથ્થુ ઉપચાર, Amda na fayda, Benefits of Indian gooseberry in Gujarati, health tips for Indian gooseberry, Amla no upyog , amla na nukshan. જે માહિતી જાણીને તમને આનંદ થયો હશે તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો બીજા લોકોને શેર કરો અને તેને પણ મદદરૂપ બનો. વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપાડ દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment