Acidity :- એસીડીટી ના કારણો | એસિડિટી ના ઘરગથ્થુ ઉપચાર | એસીડીટી ના લક્ષણો | એસીડીટી ના ઉપાય | એસીડીટી ની દેશી દવા | acidity home remedies

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે એક એવી સમસ્યા વિશે જણાવીશું જે આજકાલ સૌથી વધારે જોવા મળે છે હા મિત્રો અમે તમને એસિડિટી વિશે જણાવીશું આજ ની દોડધામ ભરી જિંદગી માં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે મિત્રો અમે તમને આર્ટીકલ માં જણાવીશું કે એસીડીટી ના કારણો, એસીડીટી દૂર કરવાના ઘરેલુ ઉપચાર, એસિડિટી ના ઘરગથ્થુ ઉપચાર, એસિડિટી ના ઉપાય, acidity na upay, acidity dur karana upay in Gujarati, health benefits of acidity in Gujarati, Home Remedies for acidity in Gujarati.

એસીડીટી |  એસીડીટી એટલે શું | What is ACDT  ?

એસીડીટી એ પાચન ને લગતી બીમારી છે જેનો સામનો બધાને કયારેક તો કરવો જ પડે છે.
જો તમે વધારે ખોરાક ગ્રહણ કરો છો અથવા તો વધારે મસાલા વાળો ખોરાક લેવાથી પેટમાં બળતરા થાય છે, ખાટા ઓડકાર આવે છે તો આ બધા લક્ષણો એસીડીટી ના હોય છે.
જો તમને એસીડીટી ની સમસ્યા વારંવાર થતી હોય તો તે આગળ જતા ગેસ્ટ્રો ઇસોફેગલ ડિસિઝ માં રૂપાંતર થઈ શકે છે આયુર્વેદિકમાં તેને અમ્લપિત્ત કહેવામાં આવે છે અથવા તો ઘણા લોકો તેને પિત્ત થયું એમ કહે છે.

એસીડીટી ના કારણો | એસિડિટી થવાના કારણો | Causes of Acidity

વધારે પડતું મસાલેદાર ભોજન ગ્રહણ કરવાથી.
પહેલા જે ભોજન ગ્રહણ કર્યું હોય તેનું પાચન થયું ન હોય અને તરત જ બીજી વખત ભોજન ગ્રહણ કરવાથી.
વધારે પ્રમાણમાં ખાટા પદાર્થોનું સેવન કરવાથી
ઊંઘ પૂરતી ન કરવાથી
જો તમે લાંબા સમય સુધી ખોરાક લેતા નથી તો તેને લીધે એસીડીટી થઈ શકે છે.
જો તમે વધારે પડતાં મીઠાનું સેવન કરો છો તો તેનાથી પણ એસીડીટી થઈ શકે છે.
ભોજન ગ્રહણ કર્યા બાદ તરત જ સુઈ જવાથી
ધુમ્રપાનની ખોટી આદત હોવાથી
વધારે પડતું સ્ટ્રેસ અને માનસિક તણાવ લેવાથી એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. – Acidity na karan

એસીડીટી ના લક્ષણો | Symptoms of Acidity |  એસીડીટી થવાના લક્ષણો

એસીડીટી થવાનું મુખ્ય લક્ષણ પેટમાં ગેસ થવો છે.
ખોરાક ગ્રહણ કર્યા બાદ થોડા સમય સુધી છાતીમાં બળતરા થવી.
વધારે પડતા ખાટા ઓડકાર આવવા.
ખાટા ઓડકાર આવવાથી મોઢાનો સ્વાદ કડવો થઈ જવો
પેટ માં ગેસ થતાં પેટ ફુલાઈ જવું.
પેટમાં અને માથામાં દુખાવો થવો.
શ્વાસ લેતી વખતે મોઢામાંથી દુર્ગંધ આવવી.

એસીડીટી ના ઘરગથ્થુ ઉપચાર |એસીડીટી ની દેશી દવા | Acidity na Gharelu Upchar 

જો તમને એસીડીટી ની સમસ્યા થઈ હોય તો સૌથી શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર છે ઠંડુ દૂધ, ઠંડા દૂધમાં થોડી સાકર નાખીને તેનું સેવન કરવાથી એસિડિટીમાં તરત જ રાહત થાય છે.
એસીડીટી ની સમસ્યામાં થોડો અજમો અને જીરું ને પીસીને તેને પાણીમાં નાખીને ઉકાળીને જ્યારે તે ઠંડું પડે ત્યારે તેમાં સાકર નાખીને તેનું સેવન કરવાથી એસિડિટીમાં તરત જ રાહત થઈ જાય છે.
જ્યારે અંજીરની સીઝન હોય ત્યારે લીલા અંજીર ના કટકા કરીને તેમાં થોડી સાકર નાખીને તેનું મુરબ્બો બનાવી લેવો. મુરબ્બો બની જાય ત્યારે તેમાં થોડું મધ નાખીને બોટલમાં ભરી રાખવું. ત્યારબાદ જ્યારે તમને એસિડિટીની સમસ્યા થાય ત્યારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી આ મુરબ્બો નાખીને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે અને પિત્ત ઓછું થાય છે. – એસીડીટી ની દેશી દવા 

ઘણા વ્યક્તિઓને વધારે એસિડિટી થવાથી ઉલટી થતી હોય છે એસીડીટી ની સમસ્યા માં ઉલટી થી છુટકારો મેળવવા માટે કારેલાના પાંચ થી છ પાંદડા લઈને તેને ધોઈને તેમાં થોડું સિંધવ મીઠું નાખીને ખાવાથી હાઇપર એસિડિટી માં રાહત મળે છે.
આપણે જાણીએ છીએ કે છાતીમાં બળતરા થવી અથવા તો ખાટા ઓડકારને લીધે ઉલટી થવી વગેરે એસિડિટી ના લક્ષણો છે. તેનાથી છુટકારો મેળવવા માટે ત્રિફળા ચૂર્ણ એક ચમચી લઈ દૂધમાં નાખીને ઉકાળો ત્યારબાદ તેમાં ખાંડ નાખીને સવારે અને સાંજે તેનું સેવન કરવાથી એસિડિટીમાં રાહત મળે છે. – Acidity na upay 

એસીડીટી ના ઘરેલુ ઉપચાર | એસીડીટી ના ઘરેલુ ઉપાય | Home Remedies for Acidity | Acidity ni desi dava

એસીડીટી ની સમસ્યામાં તરત જ રાહત મેળવવા માટે ધાણા વરીયાળી અને સાકરને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને એક બોટલમાં ભરી લો. આ પેસ્ટને રાત્રે કાળી દ્રાક્ષ સાથે પલાળી રાખવું અને સવારે તેને મસળીને ગાળી લેવું. તે પાણીનું સેવન નિયમિત રીતે કરવાથી એસીડીટી માં અવશ્ય ફાયદો થાય છે.
એસીડીટી ની સમસ્યામાં ઘરેલુ ઉપચાર કરી છે થોડા ચોખા લઈ તેને બે થી ત્રણ કપ પાણીમાં પલાળી રાખો. ચારથી પાંચ કલાક પલાળીયા બાદ તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે તેમાં 10 થી 15 ગ્રામ ટોપરા નો ભૂકો અને ગોળ નાખીને ઉકાળીને ભાત બનાવી લો. દરરોજ દિવસમાં બે વાર આ ભાતનું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા થતી નથી. – Acidity na upchar 
જેઠીમધ ના લાકડાનું ચૂર્ણ બનાવીને તેનું સેવન દરરોજ સવારે અને સાંજે કરવાથી એસીડીટી માં ઘણો ફાયદો થાય છે.
20 થી 25 ગ્રામ આમળા ના પાન લઈને તેને પીસીને તેમાં એક કપ જેટલું પાણી નાખીને ઉકાળીને ગાળી લો, હવે તેમાં થોડી સાકર અને મરીનો ભૂકો નાખીને ભોજન કર્યા બાદ પીવાથી તમને એસિડિટી ની સમસ્યા થતી નથી.

એસીડીટી નું સોલ્યુશન | Acidity Problem solution in Gujarati 

મૂળા ના પાન માં પાણી નાખીને પીસી લો, અને આશરે એક ગ્લાસ જેટલો તેનો રસ કાઢી લો હવે તેમાં થોડી સાકર નો ભૂકો નાખીને પીવાથી લીવરને લગતી સમસ્યાઓ દૂર થાય છે તથા એસીડીટી ને લીધે થયેલું પિત્ત દૂર થઈ જાય છે.
ઘણી વખત એસીડીટી વધારે હોવાથી પિત્ત વધી જાય છે અને તેને લીધે ઉલટી થતી હોય છે તેને દૂર કરવા માટે આંબાના અને જાંબુના 10 થી 15 ગ્રામ પાંદડા લઈને થોડા પાણીમાં ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેમાં સાકર નાખીને તેનું સેવન કરવાથી ઉલટી બંધ થઈ જાય છે અને એસિડિટીમાં અવશ્ય ફાયદો થાય છે. – Acidity problem nu solution 

એસીડીટી ના બીજા લક્ષણોમાં વધારે પડતો ગુસ્સો આવવો, જેને લીધે ગરમી થવી, અને પરસેવો વળવો, હૃદયના ધબકારા વધી જવા, વગેરે જેવા લક્ષણો એસીડીટી ના હોય છે તેના માટે આમળા એ ઉત્તમ ફળ છે તેના માટે આમળાનો શરબત પીવો જોઈએ અથવા તો આંબલીનું શરબત વાળું પાણી પીવાથી પણ આરામ મળે છે ઘણી વખત આમળા એ સિઝનમાં મળતા નથી.

એસીડીટી ના ઉપાય | Acidity home remedies in Gujarati 

ઘણી વખત પિત્ત ની સમસ્યા વધી જવાથી તાવ આવી જાય છે ત્યારે પિત્તપાપડો લઈને તેમાં પાણી નાખીને તેને પીસી લો. અને જ્યારે તમે કોઈપણ દવા ખાવ છો ત્યારે તેની સાથે આ પાણી પીવાથી એસીડીટી માં ઘણો ફાયદો મળે છે.
ઘણી વખત એસીડીટી થવાને લીધે ઉનાળામાં પેટમાં અને જઠરમાં ચાંદા પડી જાય છે તેના માટે એક ચમચી જેઠીમધ ને એક કપ પાણીમાં ઉકાળો જ્યારે પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું અને નવશેકું થતા તેમાં એરંડિયા નું તેલ નાખીને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે તથા ચાંદા માં બળતરા થતી નથી.
ઘણી વખત એસીડીટી નું સામાન્ય કારણ માઈગ્રેન ગણવામાં આવે છે જેને લીધે એસિડિટી થઈ શકે છે જેમાં 100 gm ની આસપાસ પૌવા અને વરિયાળી ને મિક્સ કરીને પીસી લો. આ પાવડરને બરણીમાં ભરીને રાખો. જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે આ પાણી પીવું જોઈએ આ પ્રયોગ સતત 30 દિવસ સુધી કરવાથી એસીડીટી માં ચોક્કસ ફાયદો થાય છે.
એસીડીટી થવાથી પેટમાં ગરમી થતી હોય છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે કાચા ટમેટા નું સેવન કરવું જોઈએ જેનાથી એસીડીટી માં રાહત મળે છે.
એસીડીટી ની સમસ્યા માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય આદુનો રસ છે જેના માટે આદુનો રસ માં થોડું લીંબૂ અને મધ મિક્સ કરીને પીવાથી પેટમાં થતી બળતરા દૂર થઈ જાય છે અને એસિડિટીની સમસ્યામાં પણ રાહત મળે છે.

એસીડીટી નો ઘરેલુ ઉપચાર | Home Remedies for Acidity

જો તમે વરિયાળીના પાણી નું સેવન કરો છો તો તે પણ એસીડીટી માં ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે બે ચમચી વરિયાળીને બે કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને મસળીને તે પાણીમાં થોડું મધ નાખીને પીવાથી પેટમાં થતી ગરમી દૂર થઈ જાય છે અને એસીડીટી માં પણ રાહત મળે છે આ પ્રયોગ દિવસમાં બે થી ત્રણ વખત કરવો જોઈએ.
એસીડીટી ની સમસ્યામાં લીમડા ની છાલ અથવા તેના પાંદડાને રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણી ગાળી ને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે.
તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને જ્યારે તે પાણી ઠંડુ થાય ત્યારે તેમાં થોડું મધ નાખીને પીવાથી એસિડિટી દૂર થઈ જાય છે.
જ્યારે પણ તમને એસીડીટી ની સમસ્યા થાય ત્યારે તમારે કેળા નું સેવન કરવું જોઈએ. કેળા માં પોટેશિયમ નો સ્ત્રોત આવેલો હોય છે જે એસીડીટી ને દૂર કરે છે.
ફુદીનો પણ એસીડીટી ની સમસ્યા દૂર કરવા માટેનો એક ઉપાય છે જ્યારે તમને એવું લાગે કે એસીડીટી જેવું છે ત્યારે ત્રણ થી ચાર ફુદીનાના પાંદડાને ચાવવાથી અથવા તો તેના થોડા પાંદડાને પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય ત્યારે પીવાથી એસિડિટી માં ફાયદો થાય છે.

એસીડીટી નો ઉપચાર | એસીડીટી નો ઉપચાર | Acidity dur karvana upay 

જીરુ નું સેવન કરવું જોઈએ

આપણે જાણીએ છીએ કે પેટ ને લગતી ઘણી સમસ્યાઓમાં જીરું એ કારગત નિવડે છે તેવી જ રીતે જો તમને એસિડિટી ની સમસ્યા થઈ હોય તો તમારે જીરું નો ઉપયોગ કરવો જોઈએ.
એસીડીટી ની સમસ્યામાં તમારે જીરું ની ચા બનાવીને તેનું સેવન કરવું જોઈએ અથવા તો તમારી ઈચ્છા મુજબ પાણીમાં થોડું મધ અને જીરું નાખીને તેને ઉકાળીને તે પાણીનું સેવન કરવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે.

નવશેકું પાણી પીવું જોઈએ

જે વ્યક્તિઓને વધારે પડતી એસીડીટી ની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ સવારે ઊઠ્યા બાદ તરત જ થોડા નવસેકા પાણીનું સેવન અને રાત્રે સુતા પહેલા નવશેકું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે.

એલચી ખાવાથી

આપણે જાણીએ છીએ કે એલજી એ સુગંધિત મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તમારે એલચીનું સેવન કરવું જોઈએ તથા એસીડીટી ને લીધે પેટમાં ગેસ થાય છે જેને લીધે પેટ ફુલાઈ જાય છે ત્યારે તમારે એલચીનું સેવન કરવું જોઈએ જેનાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે.

આદુ નું સેવન કરવાથી

આપણે જાણીએ છીએ કે આદુમાં ઘણા બધા આયુર્વેદિક ઔષધીય ગુણો આવેલા હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે તેવી જ રીતે તેની અંદર રહેલા એન્ટીઇન્ફલેમેટ્રી ગુણો એ શરીરમાં એસીડીટી ની સમસ્યા દૂર કરવામાં ફાયદો કરે છે.
તમારી ઈચ્છા મુજબ નિયમિત રીતે પાણીમાં કે ભોજન માં કોઈપણ રીતે તમારે આદુનું સેવન કરવું જોઈએ અથવા તો થોડા પ્રમાણમાં આદુનો રસ પીવાથી પણ એસિડિટીની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

પપૈયા નું સેવન કરવું

એસીડીટી ની સમસ્યામાં પપૈયા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેના માટે કાચા અથવા પાકેલા પપૈયાનું સેવન કરવું જોઈએ જેનાથી તમને કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થાય છે અને પાચન ક્રિયા પણ મજબૂત બને છે.
તમારી ઈચ્છા મુજબ દિવસમાં એક થી બે કાચા પપૈયાને છોલીને તેનું સેવન કરી શકો છો જેનાથી કબજિયાત અને એસિડિટી જેવી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.

ઠંડા દૂધનું સેવન કરવું

ઘણી બધી વ્યક્તિઓ એસિડિટીની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે તરત જ ઠંડા દૂધનું સેવન કરે છે.
માટે જો તમને એસીડીટી થઈ હોય તો તમારે ઠંડા દૂધમાં થોડી સાકર નાખીને અથવા તો ખાલી ઠંડા દૂધનું સેવન કરવાથી તેમાં તરત જ રાહત મળશે.

હળદર નું સેવન કરી શકો છો

આપણે જાણીએ છીએ કે હળદર એ આપણા શરીર માટે સર્વ શ્રેષ્ઠ ઔષધી છે અને આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે હળદર એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
જો તમે હળદરનું સેવન નિયમિત રીતે ભોજનમાં કરો છો તો તેનાથી તમને એસિડિટી ને લીધે થતી પેટની બળતરા દૂર થાય છે અને એસીડીટી માં પણ ફાયદો થાય છે.

એસીડીટી દૂર કરવાના ઉપાય | Remedies to remove acidity 

નારિયેળ પાણીનું સેવન કરવું – એસીડીટી દૂર કરવાના ઉપાયો

આપણે જાણીએ છીએ કે નારિયેળ પાણીનું સેવન કરવાથી આપણું પેટ હાઈડ્રેટ રહે છે.
તેની સાથે સાથે નારિયેળ પાણી માં પોટેશિયમ અને બીજા અન્ય પોષક તત્વો આવેલા હોય છે જે આપણા શરીરની પીએચ સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.
જ્યારે પણ તમને એસીડીટી ની સમસ્યા થાય ત્યારે તમારે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ જેનાથી તેમાં રાહત મળશે.

વરીયાળી નું સેવન કરવું

આપણે બધા જાણીએ છીએ કે વરિયાળીની તાસીર ઠંડી હોય છે જેનું સેવન આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે અને તેનાથી પેટમાં ઠંડક મળે છે અત્યારના જમાનામાં તો બજારમાં વરિયાળીના શરબત પણ મળી રહે છે જેનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ જાય છે.
અથવા જો તમે ઈચ્છો તો એક ગ્લાસ ગરમ પાણીમાં થોડો મરીનો પાવડર ઉમેરી તેનું સેવન કરવાથી એસિડિટી ને લીધે પેટ ફુલાવાની સમસ્યા અને પાચનની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

લવિંગ નું સેવન કરવું – Acidity na Upay 

લવિંગ એ શરીરમાં એસીડીટી ની સમસ્યા ની સાથે સાથે મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં તથા પેઢામાં થતો દુખાવો દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
ઘણી વખત એસીડીટી થવાથી આપણું પેટ ફુલાઈ જાય છે ત્યારે મોઢામાં એક લવિંગ રાખીને તેને ચૂસવાથી આ સમસ્યામાં તથા અપચાની સમસ્યામાં રાહત મળશે.

એસીડીટી નો ઘરગથ્થુ ઉપચાર | એસીડીટી ના ઉપચાર

તરબૂચ નું સેવન કરો – એસીડીટી ના ઘરગથ્થુ ઉપચાર

આપણે જાણીએ છીએ કે ઉનાળાની ઋતુમાં તરબૂચ આરામથી મળી રહે છે જેનું સેવન કરવાથી આપણું શરીર હાઈડ્રેટ રહે છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પાણીનું પ્રમાણ આવેલું હોય છે.
જ્યારે પણ એસીડીટી ની સમસ્યા જેવું લાગે અથવા તો વારંવાર થતી હોય ત્યારે બે થી ત્રણ તરબૂચની ચીર ને અથવા તો એક ગ્લાસ તરબૂચના રસ નું સેવન કરવાથી એસીડીટી માં તરત જ રાહત મળે છે.

છાશ નું સેવન કરવું

આપણા ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં બધાના ઘરોમાં છાશનું સેવન ભોજન સાથે કરવામાં જ આવે છે તથા છાશ ની અંદર આવેલું લેક્ટિક એસિડ જે આપણા શરીરમાં એસિડિટીની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બને છે.
જો તમે ઈચ્છો તો છાશની અંદર, થોડું મીઠું, મરી અને લીલા ધાણા નાખીને તેનું સેવન કરી શકો છો જેનાથી એસીડીટી માં ફાયદો થાય છે.

કેળાનું સેવન કરવું

ઘણા વ્યક્તિઓને એસીડીટી થવાથી પેટમાં બળતરા થાય છે ત્યારે તમારે કેળાનું સેવન કરવું જોઈએ જેનાથી તરત જ રાહત મળે છે અથવા તો તમારી ઈચ્છા મુજબ કેળા અને દૂધનું સેવન કરી શકો છો જેનાથી શરીરમાં તાકાત પણ મળે છે.

એસીડીટી ની સમસ્યા ન થાય તેના માટે ધ્યાનમાં રાખવા ની બાબતો

જે વ્યક્તિઓ પોતાના રોજિંદા જીવનમાં નિયમિત રીતે કસરત કરે છે, સાયકલિંગ કરે છે, સવારે વહેલા ઊઠે છે અને એક્ટિવિટી કરે છે તેવા વ્યક્તિઓને એસિડિટીની સમસ્યા થતી નથી.
જ્યારે પણ તમે ભોજન ગ્રહણ કરવા બેસો છો ત્યારે એક સાથે વધારે પડતું ભોજન કરવું જોઈએ નહીં. તમારી ઈચ્છા મુજબ દિવસમાં ત્રણ થી ચાર વાર થોડા થોડા સમયે ભોજન ગ્રહણ કરવાથી એસિડિટીની સમસ્યા થતી નથી.
ઘણા બધા વ્યક્તિઓ ભોજન કર્યા બાદ તરત જ સુઈ જાય છે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ભોજન કર્યું હોય ત્યારબાદ એક થી બે કલાક સુધી તરત જ સૂવું જોઈએ નહીં. નહિતર એસીડીટી થઈ શકે છે.
ઘણી બધી વ્યક્તિઓ જ્યારે ભોજન કરવા બેસે ત્યારે જલ્દી જલ્દી ભોજન ગ્રહણ કરી લે છે જેને લીધે શરીરમાં એસિડિટી થઈ શકે છે ભોજન કરતી વખતે ત્યારે તેને સરખી રીતના ચાવીને ગ્રહણ કરવું જોઈએ જેનાથી શરીરમાં પણ ફાયદો થાય છે.

આંબલી નું શરબત બનાવવાની રીત | How to make tamarind syrup

શરબત બનાવવા માટે પહેલા એક કિલો જૂની આંબલી લઈને તેને કોઈપણ કાચના વાસણમાં બે થી ત્રણ લીટર પાણી માં આખી રાત પલાળી રાખો.
સવારે તેને મસળીને તેનો રસ કપડાં અથવા ગરણી મારફતે કાઢી લો, ત્યારબાદ તેમાં બે કિલો સાકર અથવા થોડો ગોળ નાખીને ઉકાળવા મૂકી દો.
જ્યારે તે ચાસણી જેવું થઈ જાય ત્યારે તેને ઉતારી લો અને તેમાં બે કપની આસપાસ જેટલો સરખો નાખીને ઠંડુ થાય ત્યારે બોટલમાં ભરી લો.
જે લોકોને વારંવાર એસીડીટી થતી હોય તેવા વ્યક્તિઓએ આ શરબત બે થી ત્રણ ચમચી પાણીમાં નાખીને પીવાથી તરત જ રાહત મળે છે.

એસીડીટી ને લઇ લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નો


એસીડીટી થવાના કારણો શું છે ?
એસીડીટી થવાના કારણો ઘણા બધા જોવા મળે છે જેમાં વધારે પડતું ભોજન કરવાથી, વધારે મસાલા વાળું ભોજન લેવાથી, પહેલા જમેલું ભોજન નું હજી પાચન થયું ન હોય ને બીજું ભોજન કરવાથી, પેટમાં ગેસ થવાથી, પુરતાં પ્રમાણમાં ઊંઘ ન થવાથી વગેરે જેવા કારણો જોવા મળે છે.
એસીડીટી માં શું ખાવું જોઈએ નહીં ?
એસીડીટી ની સમસ્યામાં મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ અને ધૂમ્રપાન ન કરવું જોઈએ.
એસીડીટી નું દર્દ કઈ રીતે થાય છે ?
એસીડીટી થવાથી છાતીમાં બળતરા થાય છે તેને લીધે ખાટા ઓડકાર આવે છે અને છાતીમાં દુખાવો પણ થાય છે જો કોઈપણ વ્યક્તિને એસિડિટી વારંવાર થતી હોય તો તે એક ગંભીર સમસ્યા છે.
Conclusion :- અમારા દ્વારા જણાવેલી માહિતી એસીડીટી ના કારણો, એસિડિટી થવાના કારણો, એસિડિટી ના લક્ષણો, એસીડીટી દૂર કરવાના ઉપાય, એસીડીટી ના ઘરગથ્થુ ઉપચાર, એસીડીટી ના ઘરેલુ ઉપાયો, એસીડીટી ના ઉપાય, Acidity na upay, Acidity na karan – causes of acidity, acidity dur karvana upay, Acidity na Gharelu Upchar, Home Remedies for acidity in Gujarati, Benefits of acidity in Gujarati, Health tips for acidity. છે માહિતી તમને પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞ ની સલાહ લેવી.

Leave a Comment