ડ્રાય સ્કીન થવાના કારણો અને તેના ઘરેલું ઉપાયો | ડ્રાય સ્કીન થવાના કારણો | ડ્રાય સ્કીન ના ઘરગથ્થુ ઉપચાર | Dry skin solution in Gujarati

 

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને ડ્રાય સ્કીન ની સમસ્યાથી પીડાતા વ્યક્તિઓ માટે ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું આજના આર્ટીકલમાં આપણે જાણીશું કે ડ્રાય સ્કીન થવાના કારણો, ડ્રાય સ્કીન ના ઘરેલુ ઉપાયો, ડ્રાય સ્કીન ના ઉપાય, ડ્રાય સ્કીન ના ઘરગથ્થુ ઉપચાર, dry skin na upay, dry skin solution in Gujarati, dry skin nu karan, Dry skin solution home remedies Gujarati.

ડ્રાય સ્કીન થવાના કારણો | સૂકી ત્વચા થવાના કારણો 

આપણે જાણીએ છીએ કે આપણી સ્કીન આપણી સુંદરતાનો અરીસો છે પછી ભલે આપણી ત્વચા ગોરી હોય કે શ્યામ હોય ચમકીલી ત્વચા કોને ન ગમે ? આપણી ત્વચા જ આપણો બહારનો દેખાવ હોય છે આપણી શારીરિક રીતે જોવા મળતી સ્વચ્છતા ની અસર આપણી ત્વચા ઉપર પડે છે.
આપણે જાણીએ છીએ કે ત્વચાના ત્રણ પ્રકાર જોવા મળે છે તૈલીય ત્વચા, સામાન્ય ત્વચા અને સૂકી ત્વચા આ ત્રણેય ત્વચા માંથી સૂકી ત્વચાની દેખભાળ અને સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ ત્વચા ની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો આપણે જાણીએ તેના ઘરગથ્થુ ઉપચારો વિશે.
 

સુકી ત્વચા કેવી રીતે થઈ જાય છે તેની પાછળના કારણો

સૂકી ત્વચા થવા પાછળનું સામાન્ય કારણ છે વારસાગત જો તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિની ત્વચા સૂકી હોય તો તે તમને આવી શકે છે.
જો તમે વધારે સમય સુધી તડકામાં રહેતા હોય તો તેનાથી તમારી સ્કીન ડ્રાય થઈ જાય છે કારણ કે સૂર્યની અંદર અલ્ટ્રા વાયોલેટ કિરણો આવેલા હોય છે જે આપણી ત્વચા ને અસર કરે છે અને ત્વચા સુકી થઈ જાય છે.
જો તમને હંમેશા ગરમ પાણી થી સ્નાન કરવાની આદત હોય તો પણ તમારી ત્વચા સુકી થઈ શકે છે ગરમ પાણી તરત જ આપણી ચામડીને અડતા અથવા સંપર્કમાં આવતા ત્વચા સુકી થઈ જાય છે.
ડ્રાય સ્કીન થવા પાછળના ઘણા કારણો જવાબદાર હોય છે જેમાં જો તમે કોઈ લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હોય અથવા તો વધારે પ્રમાણમાં એલોપેથી દવાનું સેવન થતું હોય તો તેને લીધે પણ ત્વચા ડ્રાય થઈ શકે છે.
તો ચાલો મિત્રો જાણીએ ડ્રાય સ્કીન દૂર કરવાના ઘરેલુ તથા ઘરગથ્થુ ઉપચારો વિશે. – benefits of dry skin in Gujarati 

ડ્રાય સ્કીન દૂર કરવાના ઘરેલુ ઉપાયો | dry skin na upay in Gujarati 

ડ્રાય સ્કીન નો ઉપાય – દહીં

દૂધ ની મલાઈ ની જેમ દહીં પણ આપણે ઘરમાં સરળતાથી મળી રહે છે તાજા દહીં વડે ચહેરા ઉપર લગાવીને થોડીવાર મસાજ કરો ત્યારબાદ તેને દસ મિનિટ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરાને ધોઈ નાખો. દહીમાં લેકટીક એસિડ નું પ્રમાણ આવેલું હોય છે જે ત્વચાની ડ્રાયનેસ ને દૂર કરે છે અને ચહેરાને ચમકદાર બનાવે છે.
અડદની દાળનો ઉપયોગ પણ ત્વચાને ચમકદાર બનાવવામાં કરવામાં આવે છે.
ચોખા અને અડદની દાળ ના કર્કરા લોટમાં થોડું દહીં નાખીને ચહેરા ઉપર ઘસવાથી ખૂબ જ ફાયદો થાય છે અથવા તો તમે ખાલી અડદની દાળનો પણ ઉપયોગ કરી શકો છો.

દૂધની મલાઈ – શુષ્ક ત્વચા માટે સરળ ઉપાય

હળદર અને દૂધ ની મલાઈને મિક્સ કરીને તેનો ઉપયોગ નિયમિત રીતે કરવાથી જરૂર ફાયદો થાય છે ચણા ના લોટમાં દૂધ ની મલાઈ મિક્સ કરીને સ્નાન ના સાબુ ની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જાય છે અને ત્વચા ચમકદાર બને છે. – Dry skin na upay in Gujarati 

ડ્રાય સ્કીન માટે એક સચોટ ઉપાય – મધ

મધ નો ઉપયોગ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં થાય છે. તમે મધ અને ડાયરેક્ટ ચહેરા ઉપર લગાવી પણ શકો છો, 10 થી  15 મિનિટ સુધી ચહેરા ઉપર લગાવી રાખો અને ત્યારબાદ ચહેરાને ઠંડા પાણી વડે ધોઈ નાખો. તમે મધનો ઉપયોગ એલોવેરા જેલ સાથે પણ કરી શકો છો તેનાથી પણ ત્વચા ચમકદાર બને છે.

બદામ નું તેલ – dry skin na upay

મધ અને બદામ નું તેલ મિક્સ કરીને ચહેરા ઉપર હલકા હાથે માલીશ કરો. પછી 10 થી  15 મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખો. તેનાથી ચહેરા પરની ડ્રાયનેસ દૂર થઈ જાય છે અને ચહેરાની ચમકમાં વધારો થાય છે.

મુલતાન ની માટી નો ઉપયોગ કરીને ત્વચાને બનાવો ચમકીલી | dry skin solution in Gujarati 

વર્ષોથી મુલતાન ની માટીનો ઉપયોગ ત્વચા નો નિખાર વધારવામાં થતો આવ્યો છે. પછી ભલે ત્વચાનો કોઈ પણ પ્રકાર હોય મુલતાની માટીમાં લીંબુનો રસ અને થોડું દહીં મિક્સ કરીને ચહેરા ઉપર 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરાને ધોઈ નાખો તેનાથી તરત જ ચહેરાનો ગ્લો વધે છે. – dry skin dur karvana upay 

જૈતુન નું તેલ લગાવો – ડ્રાય સ્કીન દૂર કરવાના ઉપાયો | dry skin na Gharelu Upay 

જૈતન ના તેલના થોડા ટીપા કાચા દૂધમાં મિક્સ કરીને કોટનની મદદથી ચહેરા ઉપર લગાવો અથવા થોડીવાર મસાજ કરો તેનાથી ચહેરાની ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જાય છે.

ટમેટા અને સંતરા નો પેક બનાવો – ડ્રાય સ્કીન ના ઘરગથ્થુ ઉપચાર

તેના માટે થોડાક સંતરાનો રસ, એક ટમેટું અને પપૈયું આ ત્રણેયને મિક્સ કરીને તેમાં થોડું ગ્લિસરીન નાખીને ચહેરા ઉપર 20 મિનિટ સુધી માલિશ કરો. સુકાઈ જાય પછી ચહેરાને ઠંડા પાણી વડે ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઉઠે છે અને કરચલી ઓ દૂર થઈ જાય છે.

ઓટ્સ ના પાવડરની પેસ્ટ બનાવો – ડ્રાય સ્કીન ના ઘરેલું ઉપચાર 

સ્નાન કર્યા પહેલા ઓટ્સ ના પાવડરને પાણી અથવા દહીં સાથે મિક્સ કરીને ચહેરા ઉપર લગાવી ને પાંચ મિનિટ સુધી રાખો. આ ઘરેલુ નુસખો ખૂબ જ કારગર સાબિત થાય છે.

ડ્રાય સ્કીન દૂર કરવા માટે – તલ ના તેલની માલિશ

એક ચમચી તલ ના તેલને દૂધની મલાઈ અથવા કાચા દૂધ સાથે મિક્સ કરીને હલકા હાથ વડે ચહેરા ઉપર માલીશ કરો. ત્યારબાદ 20 મિનિટ સુધી ચહેરા ઉપર રહેવા દો અને સાદા પાણી વડે ચહેરાને ધોવાથી ત્વચા નો ગ્લો વધે છે.

અડદની દાળનો ઉપયોગ – ડ્રાયનેસ દૂર કરવામાં | dry skin dur karvana upay 

અડદની દાળ અને ચોખા ના લોટ માં થોડું દહીં નાખીને ચહેરા ઉપર ઘસવાથી તરત જ ફાયદો થાય છે અને ત્વચા ચમકદાર બને છે.

ડ્રાય સ્કીન ના ઘરેલું ઉપાયો સાથે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો

આપણે ઘરગથ્થુ ઉપાયો અને ઉપચારો વિશે જાણ્યા બાદ તમારે પોતાની જીવનશૈલી અને ભોજનમાં ઘણી કાળજી રાખવી જરૂરી છે. જેમ કે નિયમિત રીતે કસરત કરવી, દરરોજ સવારે વહેલા ઊઠવું, પ્રાણાયામ કરવા, ઠંડા પાણી વડે નાહવાનું રાખો. વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
તેમજ આપણી ખાણીપીણી માં પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જો તમને વાત્ત પિત્ત ની સમસ્યા હોય તો તમારે એવા ખોરાકો નું સેવન કરવું જોઈએ નહીં કે જેનાથી સમસ્યામાં વધારો થાય.
ખોરાકમાં ફળ નું તથા રેસા વાળી શાકભાજી ખાવાનું સેવન વધારે રાખવું જોઈએ. જેનાથી શરીરની અંદર ભેજ નું પ્રમાણ જળવાઈ રહે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી ડ્રાય સ્કીન થવાના કારણો, ડ્રાય સ્કીન દૂર કરવાના ઉપાયો, ડ્રાય સ્કીન ના ઘરગથ્થુ ઉપચાર, ડ્રાય સ્કીન ના ઘરેલુ ઉપાય, dry skin na upay, dry skin solution in Gujarati, dry skin benefits in Gujarati, dry skin dur karvana upay. 

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ લગભગ સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

Leave a Comment