ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થુ ઉપાયો | ઉધરસ નો ઉપાય | ઉધરસ ના ઘરેલુ ઉપચાર | cough treatment home remedy

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે શિયાળામાં થતી સામાન્ય સમસ્યાઓ જેવી કે ઉધરસ વિશે ચર્ચા કરીશું જેમાં ઉધરસ ના ઘરેલુ ઉપચાર, ઉધરસ મટાડવા ના ઉપાયો, ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થુ ઉપચાર, ઉધરસ નો ઉપાય, Udharas Upachar in Gujarati, Udharas ni Dava in Gujarati, Cough Treatment Home remedy Gujarati, Udharas no Upay. જાણો ઉધરસ વિશે સંપૂર્ણ માહિતી.

Cough | ઉધરસ

જોકે આજના જમાનામાં ઉધરસ થવી એ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે આ પરિસ્થિતિ નાના બાળકોથી લઇ ઘરડા વૃદ્ધ સુધી બધા વ્યક્તિઓમાં જોવા મળે છે વાતાવરણમાં ફેરફાર થવાને લીધે ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ થાય છે.
ઉધરસ થવાથી ગળામાં દુખાવો થવો, ગળામાં ઘસારો થવો અથવા ગળું સુકાઈ જવું ઉધરસ એ સામાન્ય સમસ્યા છે તે કોઈ રોગ નથી પરંતુ તે બીજા ઘણા રોગોના લક્ષણ સ્વરૂપે જોવા મળે છે જેમાં ન્યુમોનિયા, ટી.બી, દમ વગેરે.
જો આપણે ઉધરસ થઈ હોય તો લાંબા સમય સુધી જો તમે તેનો ઈલાજ કરતા નથી અથવા તેની સારવાર કરતા નથી પોતે શરીરમાં બીજા રોગો ઉત્પન્ન કરી શકે છે.
ઉધરસ થવાથી ગળામાં વધારે પ્રમાણમાં દુખાવો થવો શરીરમાં નબળાઈ આવી અને ઘણા લોકો જો ઉધરસ થવાથી તેની સમયસર સારવાર કરાવતા નથી તો તેઓ દમ અને ટી.બી, જેવી બીમારીઓના શિકાર બની શકે છે.
જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે તેને દૂર કરવા માટે વ્યક્તિઓ આયુર્વેદિક નુસખાઓ નો ઉપયોગ કરે છે તો ચાલો મિત્રો જાણીએ ઉધરસ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચારો.
જેનો ઉપયોગ કરીને આપણે ઘરે જ ઉધરસ ને મટાડી શકીએ છીએ અને તેના માટે કોઈપણ એલોપેથી દવાઓની જરૂર પડતી નથી.
જો નાના બાળકને ઉધરસ થાય તો તેને લીધે આખું ઘર હેરાન થાય છે અને ઘણા લોકોએ જાણતા નહીં હોય કે ઉધરસ ના ઘણા પ્રકારો જોવા મળે છે.
ઉધરસ ના 6 પ્રકાર જોવા મળે છે જેમાં જૂની ઉધરસ, સાદી ઉધરસ, સૂકી ઉધરસ, કાસ ઉધરસ, હઠીલી ઉધરસ, ઉટાટિયુ, વગેરે જેવા પ્રકાર જોવા મળે છે.

ઉધરસ ના પ્રકાર

કાસ ઉધરસ

આ પ્રકારની ઉધરસમાં તમારે અરડૂસી ના પાન, થોડી સૂકી દ્રાક્ષ, અને હરડે નું ચૂર્ણ સરખી માત્રામાં પીસીને તેને એક વાસણમાં મિશ્રણ કરી તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળવું જ્યારે તે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ઉતારીને ગાળી ને તેના બે ભાગ કરીને સવારે અને સાંજે પીવાથી આ ઉધરસ ની સમસ્યા દૂર થઈ જાય છે.
બીજી રીતે, સૂંઢ, અરડૂસી, ગંઠોડા ,બહેડા અને લીંડી પીપર ને સરખા પ્રમાણમાં પીસીને એક બોટલમાં ભરી લેવું તેમાંથી એક ચમચી સવાર, બપોર અને સાંજે નવસેકા પાણી સાથે પીવાથી આ ઉધરસ માં તરત જ ફાયદો થાય છે.
જો આ પ્રકારની ઉધરસ વારંવાર થતી હોય તો તેના માટે અરડૂસી ના ફૂલ ને સુકવીને તેને પીસીને તેનું ચૂર્ણ બનાવી લેવું અને તેને મધ સાથે મિક્સ કરીને ચાટવાથી તેમાં રાહત મળે છે અને વારંવાર ઉધરસ થતી નથી.

સુકી ઉધરસ

આ પ્રકારની ઉધરસ ગળામાં ખુજલી અથવા ઘઇડ આવવાને કારણે થાય છે કફ ના લીધે નહીં.
તેને મટાડવા માટે દાડમ ના ફળ ની છાલ, માંરેઠી, બહેડા બધી વસ્તુ સરખા પ્રમાણમાં લઈને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળવું જ્યારે તે પાણી અડધું થાય ત્યારે તેને ગાળી ને તેમાં સાકર નાખીને તેના બે ભાગ કરીને સવારે અને સાંજે તેનું સેવન કરવાથી સૂકી ઉધરસ દૂર થઈ જાય છે પરંતુ આ પ્રયોગ થોડા દિવસો સુધી નિયમિત રીતે કરવો પડે છે.
રીંગણી પંચાંગ, આમળા અને જીરુ ને તાજા ગર સાથે મિક્સ કરીને તેનાથી છ થી સાત ગણું પાણી ઉમેરીને ઉકાળો અને ત્યારબાદ ચમચાની મદદથી હલાવતા રહેવું,
જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ઉતારવું અને તેની માથે એક સારું કપડું પાથરી દેવું. સુકાઈ જાય ત્યારે તેની નાની-નાની ગોળીઓ બનાવી લેવી એટલે તમે તેનું સેવન કરી શકો.
ત્યારબાદ જે લોકોને આ પ્રકારની ઉધરસ થઈ હોય તે વ્યક્તિ આ ગોળીઓ નું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.

હઠીલી ઉધરસ

આ પ્રકારની ઉધરસ દૂર કરવા માટે બદામ, દુધી, કાકડી, બાવળ નો ગુંદ, થોડો ગ્રામ ખસખસ નું તેલ અને 10 ગ્રામની આસપાસ બદામનું તેલ સિવાયની બધી સામગ્રીઓને પીસીને તેમાં બદામ અને ખસખસ નું તેલ નાખવું ત્યારબાદ તેમાં 50 ગ્રામ સાકર અને 50 ગ્રામ મધ મિક્સ કરીને તેને ધીમા તાપે શેકો,
એક સાઇડ ની ચાસણી બની જાય ત્યારબાદ તેને ઉતારી લેવું. આ પાકને બદામ શીરી તરીકે ઓળખવામાં આવે છે.
જે લોકોને હઠીલી ઉધરસ હોય તેવા વ્યક્તિએ દરરોજ સવારે અને સાંજે 10 ગ્રામની આસપાસ આ પાકનું સેવન કરવા તેમાં રાહત મળે છે.

જૂની ઉધરસ

આ પ્રકારની ઉધરસ માટે તજ અને કમલ કાકડી નું બીજ લય તેને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવું., આ ચૂર્ણ નું સેવન સવાર, સાંજ મધ સાથે  કરવાથી  જૂની ઉધરસ મટી જાય છે.

ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થુ ઉપાયો અને ઉપચારો  | Home Remedies and Remedies for Cough

ઉધરસ ની સમસ્યા ભેજવાળા વાતાવરણ થવાથી વધુ જોવા મળે છે ત્યારે તેમાં રાહત મેળવવા માટે પાણીમાં થોડા સૂંઢ નાખીને ઉકાળીને તેનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.
વરધારો ના ફળ ને પીસીને તેનો રસ કાઢીને તેમાં થોડું મધ અને ૫ ગ્રામની આસપાસ ઘી સાથે મિક્સ કરીને તેને ચાટવાથી અથવા નવસેકા દૂધ સાથે તેનું સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે પરંતુ આ પ્રયોગ એક અઠવાડિયા સુધી નિયમિત રીતે કરવો પડે છે. – udharas ni dava in Gujarati 

ઉધરસ મટાડવા માટે થોર ના ઝાડ નું મૂળ લઈ તેને બાળીને તેની રાખ બનાવી લો, તે રાખને લઈ તેમાં અરડૂસી ના પાન નો રસ મિક્સ કરીને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવાથી ઉધરસમાં તરત જ રાહત મળે છે. – Home Remedies and Remedies for Cough

બીજો પ્રયોગ જેમાં અરડૂસી ના પાન, જેઠીમધ, બહેડા અને હળદર સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવીને રાખો આ ચૂર્ણનું સેવન દિવસમાં ત્રણથી ચાર વાર થોડી માત્રામાં પાણી સાથે કરવા છે ઉધરસમાં રાહત મળે છે.
જેઠીમધ  અને હળદરને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને ગરમ દૂધ સાથે પીવાથી ઉધરસમાં તરત જ ફાયદો થાય છે એક દિવસમાં બે થી ત્રણ વાર તેનું સેવન કરવું જોઈએ.

ઉધરસ ની સારવાર ઘરે બેઠા | Cough treatment home remedy in Gujarati

એલોવેરાનો મધ્યભાગ કાઢીને તેમાં થોડી હળદર અને સિંધવ મીઠું મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર સવારે અને સાંજે તેનું સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે જો તમે ઈચ્છો તો તેમાં મધ ઉમેરી શકો છો. – udharas dur karvana gharelu upay 

જે લોકોને ઉધરસ વધારે આવતી હોય તે વ્યક્તિએ બાવળની આંતરછાલ નો થોડો ટુકડો અને તેમાં સિંધવ મીઠું નાખીને મોઢામાં ચૂસવાથી ઉધરસ બંધ થઈ જાય છે.
જે લોકોને દમની સમસ્યા હોય અને વધારે પ્રમાણમાં શ્વાસ ચડતો હોય ત્યારે થોડો અજમો અને ખસખસ બંને સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂર્ણ બનાવીને ચાટવાથી શ્વાસ ચડતો નથી અને ઉધરસમાં પણ રાહત મળે છે.
હળદર, સૂંઢ અને અજમા ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનું ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો અને તેમાં થોડું મીઠું ઉમેરીને તેનું સૂપ પીવાથી ઉધરસ ના ઘણો ફાયદો થાય છે.
તુલસીના પાન પણ ઉધરસ માટે ફાયદાકારક છે જેમાં તુલસી ના પાંદડાને ઉકાળીને તેનો કાળો બનાવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. અથવા તુલસીના પાનનો રસ અને તેમાં થોડો આદુ નો રસ અને મધ મિક્સ કરીને ચાટવાથી ઉધરસ દૂર થઈ જાય છે.

ઉધરસ નો ઉપાય | udharas na upay

તેના માટે એક ચમચી ડુંગળીનો રસ અને તેમાં થોડું મધ મિક્સ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી ઉધરસ માં ઘણો ફાયદો મળે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં થોડું સરસિયાનું તેલ નાખીને ઉકાળવા મૂકો. આ પાણી જ્યારે નવશેકું થાય ત્યારે તેનું સેવન કરવાથી જો ફેફસામાં કફ જામી ગયો હોય તો તે છૂટો પડી જાય છે કારણ કે સરસિયામાં સલ્ફર આવેલું હોય છે જે કફ ને બહાર કાઢવામાં મદદરૂપ બને છે.
લવિંગ, જાયફળ અને લીંડી પેપર આ ત્રણેયને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં 10 ગ્રામ બહેડા અને 70 ગ્રામ સૂંઢ લઈ તથા 150 ગ્રામ ની આસપાસ સાકર મિક્સ કરવી અને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ પાણી સાથે દિવસમાં એકવાર પીવાથી ઉધરસમાં રાહત મળે છે આ પ્રયોગ સતત કરવો પડે છે.
બાવળ ની આંતરછાલ લઈ તેના નાના ટુકડા કરીને તપેલી ની અંદર પાણીમાં તેને ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો. અને તેમાં બહેડા, લવિંગ અને મરી ને પીસીને તેનું ચૂર્ણ તૈયાર કરો,
આ ચૂર્ણ અથવા પાવડરમાં બાવળ ની આંતર છાલ મિક્સ કરીને તેને ગોળીઓ બનાવી લો . આ ગોળીઓને એક બરણીમાં ભરો અને જ્યારે પણ તમને ઉધરસ થાય ત્યારે તેને ચૂસવાથી તેમાં રાહત મળે છે.

ઉધરસ ના ઘરેલુ ઉપચાર | ઉધરસ નો ઉપાય | ઉધરસ ની દવા

હિંગને શેકીને તેનું સેવન ગરમ પાણી સાથે કરવાથી ઉધરસમાં રાહત મળે છે.
જો નાના બાળકોને અવારનવાર ઉધરસ થતી હોય તો તેને લસણની કડી ની પેસ્ટ બનાવીને એને કાપડમાં બાંધીને તેને ગળા પાસે પહેરાવવી જેનાથી ઉધરસ ની સમસ્યા દૂર થઈ જશે.
જે લોકોને ઉધરસ હોય તેવા વ્યક્તિઓએ સૂંઢ અને હળદર મધ સાથે સવારે અને સાંજે ચાટવાથી ઉધરસમાં રાહત મળે છે. – udharas ni dava 
ઉધરસ દૂર કરવા માટે હળદર અને ગોળને શેકીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો અને જ્યારે ઉધરસ થાય ત્યારે તેને ચૂસવાથી ગળામાં રાહત મળે છે.
નવસેકા પાણીમાં થોડો અજમો નાખીને તેનું સેવન કરવાથી જો કફને લીધે ઉધરસ થઈ હોય તો તે દૂર થઈ જાય છે.
તુલસીના પાનનો રસ અને તેમાં થોડી સાકર નાખીને પીવાથી પણ ઉધરસમાં રાહત મળે છે.
અરડૂસી ના પાનનો રસ અને તેમાં થોડું મધ નાખીને ચાટવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.
ડુંગળીના રસ માં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરવાથી અથવા ડુંગળીના રસ નો ઉકાળો પીવાથી ઉધરસ અને કફની સમસ્યા દૂર થઈ જાય છે.

ઉધરસ મટાડવા ના ઉપાયો 

ઉધરસ મટાડવા માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય લવિંગ છે લવિંગને મોઢામાં રાખીને ચુસવાથી ઉધરસમાં રાહત મળે છે.
અથવા દૂધમાં થોડો કાળા મરીનો ભૂકો નાખીને તેનું સેવન કરવાથી પણ ઉધરસ દૂર થાય છે.
ઉધરસ દૂર કરવા માટે થોડો આદુનો રસ અને થોડો તુલસીનો રસ મધ સાથે ચાટવાથી તેમાં રાહત મળે છે.
સૌથી શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર હોય તો તે છે હળદર વાળું દૂધ ઉધરસ માટે રામબાણ ઈલાજ છે.
દાડમ પણ ઉધરસ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે દાડમના ફળની છાલ નો નાનો ટુકડો મોઢામાં રાખીને તેને ચૂસવાથી ઉધરસ દૂર થઈ જાય છે.
જે લોકોને કફની સમસ્યા તથા દમ અને ઉધરસ હોય તેવા વ્યક્તિઓએ થોડો ખજૂર ખાઈને તેની માથે નવશેકું ગરમ પાણી પીવાથી કફ છૂટો પડી જાય છે અને ઉધરસમાં પણ રાહત મળે છે.
ઉધરસની સમસ્યામાં ફુદીનાનો રસ પણ ફાયદાકારક સાબિત થાય છે.

ઉધરસ ના ઘરેલું ઉપાયો | udharas na upay 

ઉધરસ મટાડવા માટે થોડા લીલા ચણા માં હળદર અને મીઠું નાખીને શેકી લો અને તેનું સેવન દિવસમાં બે વખત કરીને માથે પાણી ન પીવાથી ઉધરસ માં રાહત મળે છે.
ઉધરસ મટાડવા માટે અજમા માં હળદર અને મીઠું નાખીને તેને શેકીને તેનું સેવન કરવું.
કેળાના પાનને બાળીને તેની રાખ બનાવી લો. આ રાખને દિવસમાં ત્રણ થી ચાર વાર થોડા મધ સાથે ચાટવાથી ઉધરસ માં ઘણો ફાયદો મળે છે. – udaras na upay in Gujarati 
તમે ઉધરસ મટાડવા માટે આંબલીના કચિકા ને શેકીને તેનો પાવડર બનાવીને તેનું મધ અથવા ઘી સાથે સેવન કરવાથી કફમાં લોહી આવતું હોય તો તે દૂર થઈ જાય છે.

ઉધરસને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો


સુકી ઉધરસ માટેનું સેવન કરવું જોઈએ અથવા શું ખાવું જોઈએ ?
સુકી ઉધરસ માં તમારે મધનું સેવન કરવું જોઈએ મધ અને નવસેકા ગરમ પાણીમાં નાખીને પીવાથી ઉધરસમાં તરત જ રાહત મળે છે.
શું ઉધરસ થઈ હોય ત્યારે દૂધ નું સેવન કરી શકાય ?
ના, જ્યારે ઉધરસ થઈ હોય ત્યારે દૂધ અને દૂધની બનાવટ સેવન કરવું જોઈએ નહીં અથવા તો તેનાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી ફેફસામાં અને ગળામાં કફની સમસ્યા થાય છે.


જો તમને સતત ઉધરસ આવતી હોય તો શેનું સેવન કરવું જોઈએ ?
ઉધરસ ને રોકવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે નવશેકું પાણી અને આખો દિવસ તમારે થોડા થોડા પ્રમાણમાં તેનું સેવન કરવું અથવા તો તેમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે.
જુની ઉધરસ નો ઈલાજ | સારવાર કેવી રીતે કરવી ?
જૂની ઉધરસ ને મટાડવા માટે આદુ સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે આદુને પાણીમાં નાખીને તેનો કાળો બનાવો. ત્યારબાદ તેમાં મધ અને પાણી નાખીને તેનું સેવન કરવાથી તરત જ રાહત મળે છે.
ઉધરસ દૂર કરવાની સરળ અને ઘરેલુ દવા કેમ બને છે ?
સરળ અને ઘરેલુ દવા બનાવવા માટે થોડું મધ અને થોડું એલચી તથા તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને આ મિશ્રણનું સેવન દિવસમાં બે થી ત્રણ વખત કરવાથી ઉધરસ દૂર થઈ જાય છે અને આ સૌથી શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી ઉધરસ દૂર કરવાના ઉપાયો, ઉધરસ ના ઉપાય, ઉધરસ ના ઘરેલુ ઉપચાર, ઉધરસ ની દવા, Udharas ni dava , Home Remedies and Remedies for Cough, Cough treatment home remedy in Gujarati, health benefits of cough in Gujarati,  udharas na gharelu upay in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ માત્ર જાણકારી માટે છે બધા વ્યક્તિઓની સહનશક્તિ અલગ અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Leave a Comment